મારાં બ્લોગની છ વર્ષની યાત્રા–સાતમા વર્ષમાં પ્રવેશ સમયે—

11, ઓગસ્ટ,2014

મારાં બ્લોગની છ વર્ષની યાત્રા–સાતમા વર્ષમાં પ્રવેશ સમયે—

વ્હાલા મિત્રો અને વડિલો,

” સર્વાઈકલ સ્પોન્ડીલાઈટીસ”ની બિમારી તો લગભગ દોઢ વર્ષ થયા પાછળ પડી છે અને   જે આ વર્ષ દરમિયાન પણ ચાલુ રહી છે. પરિણામે ગરદન પાછળ, ખભા અને હાથમાં દુઃખાવાને કારણે લખવું અને ટાઈપ કરવું અને બ્લોગ ઉપર મૂકવું કઠિન બનેલું જ રહ્યું.

તેમ છતાં વર્ષ દરમિયાન મારી પોતાની 28 જેટલી પોસ્ટ તથા અન્ય સમાન વિચારો ધરાવનાર જુદા જુદા અખબારામાં અવારનવાર લખતા કોલમીસ્ટોના અંદાજે 44 જેટલા લેખો બ્લોગ ઉપર પ્રસિધ્ધ કરવાનું શક્ય બન્યું.

બ્લોગ ઉપર મારી નિયમીત રીતે અનિયમીત હાજરી હોવા છતાં મને કહેતાં અને નોંધ લેતા અત્યંત ખુશી અને આનંદ થાય છે, કે આ વર્ષ અર્થાત 11, ઓગસ્ટ,2013 થી 10, ઓગસ્ટ, 2014 સુધીમાં ( વર્ડ પ્રેસની સીસ્ટમ પ્રમાણે ગણત્રી કરતા ) અંદાજે 20,000/- વીસ હજાર ઉપરાંત ક્લીક મળી અને 155 જેટલા મિત્રોના પ્રતિભાવો પણ મળ્યા.

આપ સૌ મિત્રોએ બ્લોગની મુલાકાત નિયમિત રીતે લેતા રહી– મારી ના દુરસ્ત તબિયત તેમજ મારી ” એક્લતા” અને ” ખાલીપા ” ભર્યા જીવનને નવઃપલ્લવિત કર્યું હોઈ આપ સૌ તરફ મારી કૃતજ્ઞતા વ્યકત કરું છું અને આવનારા દિવસોમાં પણ આપ સૌનો સાથ- સહકાર અને લાગણી ભરી હુંફ મળતી રહેશે તેવી આશા અને અપેક્ષા સાથે ફરી આપ સર્વેનો હ્ર્દયપૂર્વક આભાર માનું છું.

આપ સૌની ક્ષેમ કુશળતા ચાહ્તો,

સ-સ્નેહ

અરવિંદ

 

Advertisements

13 comments

 1. સ્નેહી શ્રી અરવીંદ ભાઈ, આપના બ્લોગની મુલાકાત નીયમીત લઉ છું. આંગળીઓ, હાથ અને કમર આપને બ્લોગ ઉપર લખવામાં સાથ સહકાર આપતા રહેશે અને મીત્રો નીયમીત વાંચતા રહેશે.બ્લોગ ઉપર જેઓ નીયમીત લખાંણ કરતા નથી અથવા મુલાકાત લેતા નથી એમને આપની પાસેથી ઘણું શીખવાનું મળતું રહેશે. કુશળતા ઇચ્છું છું….

  Liked by 1 person

 2. Reader Pareejat e kahu em 6 varsh nu balak samjanu thava mande em j chalak thava mande. Amuk vastu na karvi hoi to bahana pan kadhe….. 🙂
  Tabiyat na bahana hethal bahu alas karo chho lakhavama… Aa varse have ekoy bahana na joie… Ubha thav ane lakhava beso.

  Khub Khub abhinandan… I am really proud of you papa.

  – Matta Urfe Dadima 🙂

  Like

 3. માનનીય શ્રી ૬ વર્ષનું બાળક થાય એટ્લે થોડું સમજણું થવા લાગે તે રીતે આપણાં બ્લોગ બાળકોનું પણ છે. જેમ જેમ વર્ષો પસાર થાય તેમ તેમ આપણાં બ્લોગબાળકોની સાથે આપણી પણ સમજ શક્તિમાં વધારો થતો જતો જાય છે. હું આપના આ બ્લોગબાળકની વર્ષગાંઠ નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આશા રાખું છુ કે આપનું આ બાળક રોજ નિતનવી વાત શીખતું રહેશે અને શીખવાડતું રહેશે.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s