મોંઘીદાટ હોટેલોમાં મીઠું ઝેર—રસોડાના રિયાલિટી ટેસ્ટમાં સામે આવ્યું ખોફનાક સત્ય

મોંઘીદાટ હોટેલોમાં મીઠું ઝેર

અમદાવાદ, તા. ૯

કહેવાતી ફાઇવ સ્ટાર હોટલમાં જઇને તમે ભલે ગૌરવ અનુભવતા હોવ પરંતુ ખરેખર આ હોટલોમાં તમે જે ખાઇ રહ્યા છો તેનાથી તમારા પેટ ડસ્ટબિન બની રહ્યા છે. તે પછી ભલે કોન્ટીનેન્ટલ ફુડ હોય કે પછી ફાસ્ટફુડ પરંતુ તમારી સામે તો તે બનતુ નથી. અઠવાડીયા જુની ગ્રેવીથી બનતા શાકમાં ખરેખર શું હોય છે તે તમે જાણતાં જ નથી અને છતાં ભાવમાં કોઇ લીમીટ નથી. સામાન્ય રીતે તમને પેટની કોઇ તકલીફ હોય તો તમે ડોક્ટર પાસે જાવ ત્યારે ડોક્ટર એક વાક્યમાં સલાહ આપે છે કે હમણાં બહારનું ખાવાનું ટાળજો ! આ વાક્ય ડોક્ટર એટલા માટે કહે છે કે બહારનું ખાવાનું કેવું હોય છે અને તમારા પેટ પર તેની કેવી અસર થાય છે તે ડોક્ટર સારી રીતે જાણે છે.

રસોડાના રિયાલિટી ટેસ્ટમાં સામે આવ્યું ખોફનાક સત્ય

સામાન્ય રીતે આપણે સ્વાદિષ્ટ વાનગી માટે વિક એન્ડમાં નવા નવા રેસ્ટોરન્ટ હોટલોની શોધમાં હોઇએ છીએ પરંતુ આ કહેવાતા સ્વાદિષ્ટ સ્થળો પર મળી રહેલા ભોજન ખરેખર ખાવા લાયક છે ? સંદેશ ન્યૂઝે સ્વાથ્ય અને ફુડ સેફ્ટી વિભાગને સાથે રાખીને રાજ્યના ૩૦થી વધુ હોટલમાં છાપા માર્યા હતા. જેમાં રાજ્યના પાંચ મહાનગર અને ત્રણ શહેરો મળીનો સમાવેશ થાય છે. જેમાં આ સ્વાદિષ્ટ રેસ્ટોરન્ટ તેમજ તેના રસોડામાં ખોફનાક દ્રશ્યો જોવા મળ્યા હતા. આ દ્રશ્યો તમે જુઓ તો તમે ક્યાંરેય બહાર જમવાનો આગ્રહ ન રાખો. કારણ કે ક્યાંક ડીપ ફ્રીઝરમાં મૂકેલી ગ્રેવીને બે બે સેન્ટીમીટરની ફુગ લાગેલી હતી તો ક્યાંક શાકભાજી કોહવાઇ ગયેલા હતા. તમને પીરસવામાં આવતુ ભોજન ખરેખર મીઠુ ઝેર જ હોવાનું માલુમ પડયું હતું.

અમદાવાદમાં બાફેલા ચણામાં ફુગ જોવા મળી

અમદાવાદ શહેરમાં નદીપારના વિસ્તારની આઠ હોટલોમાં છાપા મારવામાં આવ્યા હતા. જેમાં એસજી હાઇવે પર બાલાજી કાઠીયાવાડી રેસ્ટોરન્ટમાં ચણા ભરેલુ મોટુ વાસણ મળ્યું હતું. જેમાં ચણા સફેદ દેખાતા હતા. તપાસ કરી તો જાણવા મળ્યું કે બાફેલા ચણા પર ફુગ લાગેલી હતી.આથી હેલ્થ વિભાગે આવા સડેલી તમામ ચીજવસ્તુઓનો નાશ કર્યો હતો.સડેલા શાકભાજીનું આખુ ડીપ ફ્રીઝર મળ્યું હતું.

રાજકોટ યુએસ પિત્ઝામાં પણ સડેલાં શાકભાજી

રાજકોટ મહાનગર પાલિકાની ટીમ સાથે રાજકોટના યુએસ પિત્ઝા સેન્ટરમાં છાપો મારવામાં આવ્યો હતો. તેના રસોડામાં જઇને જોયુ તો અમારો ભ્રમ તૂટી ગયો. રસોડામાં બનાવેલા ખોરાક પર માંખીએ બણબણતી હતી. ઘણાં સમયથી સ્ટોરેજમાં મુકેલા શાકભાજી જોઇને તેમે યુએસ પિત્ઝામાં જવાનું માંડી વાળશો. તેની ખરીદી જ સસ્તી હોવાનું માલુમ પડયું હતું. શાકભાજી પર રીતસર ફુગ લાગેલી હતી.

સુરતમાં ઢોંસા બનાવવા ઝાડુ ઉપયોગમાં લેવાતું

સુરતના મજુરાગેટ વિસ્તારમાં આવેલી રાધાકૃષ્ણ હોટલમાં છાપો મારતાં ત્યાં પણ એ જ સ્થિતિ હતી. સડેલા શાકભાજી અને ગંદગીના ઢગ વચ્ચે જમાવાનું બનાવવામાં આવી રહ્યું હતું. ઢોંસાના તવા પર સાફ સફાઇ માટે ઝાડુ ફેરવવામાં આવી રહ્યું હતું. લિજ્જતદાર ઢોંસામાં ઉપયોગમાં લેવાતા બાફેલા બટાકાના તપેલામાં ગંધ મારતી હતી. સુરતના અડધો ડઝન જેટલાં રેસ્ટોરન્ટમાં આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી હતી.

નવસારીમાં ગ્રીન ચટણીમાં ફુગ જોવા મળી

નવસારીના સિટી કોર્નર રેસ્ટોરન્ટમાં તો ફ્રીઝમાં રાખવામાં આવેલી લીલી ચટણીમાં બે સેન્ટીમીટર ફુગ જોવા મળી હતી. શહેર ભલે નાનુ હોય પરંતુ અહીં રાષ્ટ્રીય-આંતરાષ્ટ્રીય ફ્રેન્ચાઇઝના નામે રેસ્ટોરન્ટ ચાલે છે. યુકે પિત્ઝા પર છાપો માર્યો તો ત્યાં પણ બટેટા, ટામેટા, ચટણી અખાદ્ય મળી આવી હતી.

સામાન્ય હોટલ અને ફાઈવ સ્ટાર હોટલના ભાવમાં કેમ આટલા ફેરફાર હોય છે તે પણ વિચારવા જેવી વાત છે.

૧ કિંમત

તમે કોઇપણ ફાઇવસ્ટાર હોટલમાં જમવા જાવ છો ત્યાં ભાવને લઇને ક્યારેય વિચાર્યુ છે ખરૃ ? કોઇ સ્થળે પનીર ટીકા મસાલાના તમારી પાસેથી ૨૦૦ રૃપિયા પણ લે છે અને કોઇ હોટલમાં એ જ સબજીના ૧૫૦૦. બીજી કોઇ સ્પે. સબજીના ભાવ તો ૨૦૦૦ સુધી વસૂલાય છે છતાં તમે ક્યારેય આ સબજીમાં શું છે તે જોતા નથી. ઉપરાંત ટેક્સ તો અલગથી.

૨ ફૂડ

ફાઇવ સ્ટાર હોટલોમાં ત્રણ પ્રકારની ગ્રેવી ફ્રીઝમાં મુકેલી જ હોય છે. જે એક જ દિવસે બને છે અને આખું અઠવાડિયું તેનો જ ઉપયોગ થાય છે. જેમાં વ્હાઇટ, ગ્રીન અને રેડ ગ્રેવીનો સમાવેશ થાય છે. એવું જ કહી શકાય કે આ ત્રણ ગ્રેવી પર જ સમગ્ર રેસ્ટોરન્ટ ચાલતુ હોય છે. તમે કોઇપણ સબજીનો ઓર્ડર કરો એટલે આ ગ્રેવીની મદદથી જ સબજી બને છે.

૩ કોન્ટિનેન્ટલ ફૂડ

કહેવાતી ફાઇવસ્ટાર હોટલોમાં સોસ, ચીઝ, પનીર ક્યાંથી આવે છે તે જાણીને ચોંકી જશો. એક મ્યુનિ. આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે ચીઝ અને પનીર પણ ડુપ્લીકેટ બની રહ્યા છે. આવી ડુપ્લીકેટ ખાદ્ય ચીજવસ્તુઓ ફાઇવ સ્ટાર હોટલોમાં વપરાય છે.

૪ સરખામણી

સામાન્ય રીતે નાના રેસ્ટોરન્ટ કે હોટલો કે ધાબાના રસોડા ખૂલ્લા હોય છે તેમાં નજર કરીએ તો સ્પષ્ટ દેખાય છે તે જે આઇટમ તૈયાર કરી રહ્યો છે તેમાં શું શું નાંખી રહ્યા છે. પરંતુ આ ફાઇવસ્ટાર હોટલના રસોડામાં તો કોઇને એન્ટ્રી જ નથી. રસોડામાં કેટલી ચોખ્ખાઈ છે તે પણ તમે ન જોઈ શકો. ભોજન ચોક્કસ તાપમાને તૈયાર થયું છે કે કેમ તે પણ ખબર ન પડે.

૫ વિદેશી ફાસ્ટફૂડ

શહેરમાં વિદેશી ફાસ્ટફૂડની પણ હાટડીઓ લાગી છે. પિત્ઝા, બર્ગર, ફ્રેન્ચ ફ્રાઇસ , પફ જેવી આઇટમનું મટીરીયલ તો વિદેશથી આવતુ હોવાનું કહેવાય છે પરંતુ તમારી ડીશમાં આવતી આ તમામ વસ્તુઓમાં ખરેખર શું નાંખવામાં આવ્યું છે તમે જોઇ શકતા નથી. તેમાં પણ વપરાતું ચીઝ, પનીર જેવી ચીજવસ્તુઓ અંગે ક્યારેય તેના માલિકો ચોખવટ કરતાં નથી.

“સંદેશ ” ગુજરાતી દૈનિક તા.10,ઓગષ્ટ,2014ને રવિવારના દૈનિકમાં છપાયેલા સમાચાર.

 

 

Advertisements

One comment

  1. આ વાત ૧૦૦% સાચી છે. બીજું આ માત્ર ભારતની જ વાત નથી. ભારત બહારના દેશમાં આપણા જ દેશી ભાઈઓ દ્વારા ચલાવાતી હોટેલ, રેસ્ટોરાંટ કે ખાણીપીણીના વ્યવસાયમાં આવું જ ચાલી રહ્યું છે.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s