વિસામો સ્વયં સંચાલિત પુસ્તકાલય-શુભારંભ કૃષ્ણ જન્મ દિન, જન્માષ્ટમીના રોજ ૧૭, ઓગષ્ટ,૨૦૧૪ને રવિવારે

વિસામો સ્વયં સંચાલિત પુસ્તકાલય-શુભારંભ કૃષ્ણ જન્મ દિન, જન્માષ્ટમીના રોજ ૧૭, ઓગષ્ટ,૨૦૧૪ને રવિવારે

 

સુજ્ઞ વાચન પ્રેમીઓ જોગ,

આપ સૌ સુજ્ઞ વાચન પ્રેમીઓને જણાવતા આનંદ થાય છે કે, આપ સૌના લાભાર્થે ગુજરાતના લબ્ધ પ્રતિષ્ઠિત સાહિત્યકારો, લેખકો, ચિંતકો તથા તત્વજ્ઞાનીઓ વગેરેના સામાજિક, ઐતિહાસિક, હાસ્ય નવલકથા, નવલિકા તથા ધાર્મિક આધ્યાત્મિક વગેરેના વિવિધ વિષયો ઉપરના અંદાજે એકાદ હજાર પુસ્તકો આપ સૌ વાંચી લાભ લઈ શકો તે ઉદેશ સાથે આ પુસ્તકોને ” સ્વંય સંચાલિત પુસ્તકાલય “માં ફેરવી આપ સૌને આપની પસંદગીના પુસ્તકો મેળવી, આપ પોતાના ઘેર બેઠા વિના મૂલ્યે વાચવા લઈ જવા હાર્દિક નિમંત્રણ પાઠવું છું.

આપના બાળકો માટે બાળ સાહિત્યના બાળકોને જ્ઞાન સાથે ગમ્મત આપતા પુસ્તકો પણ ઉપલબ્ધ છે.

આ ” સ્વંય સંચાલિત પુસ્તકાલય ” ભગવાન શ્રી કંષ્ણના જન્મદિવસે અર્થાત ” જન્માષ્ટમી ” ના શુભ દિને તા.17,ઓગસ્ટ, 2014ને રવિવારથી શુભારંભ /કાર્યરત થશે. તો તે પહેલાં ઉપરોકત સરનામેથી ફોર્મ મેળવી નામ રજીસ્ટર કરાવી લેવા વિનંતિ છે.

પુસ્તકાલયના શુભારંભને શુભ દિને પુસ્તક મેળવવા માટેનો સમય સવારના 10 થી 12 વાગ્યા સુધીનો રહેશે. બાદ પુસ્તકાલયનો સમય સપ્તાહમાં બે દિવસ અર્થાત સોમવાર અને શુક્રવારના સાંજના 4 થી 6 વાગ્યાનો રહેશે જેની વાચનપ્રેમીઓ એ નોંધ લેવા વિનંતિ છે.

નામ રજીસ્ટર કરાવવા માટે સાંજના 4 થી 6 દરમિયાન ફોર્મ મેળવી રજૂ કરી સભ્ય થવાની ઔપચારિકતા પૂરી કરી લેવી આવશ્યક છે.

Advertisements

4 comments

  1. Today at 7:58 AM

   શ્રીપ્રવીણભાઈ,

   આભાર.આપે પુસ્તકાલયનો લાભ લેવા વિચાર્યું તે જાણી આનંદ થયો. પરંતુ હું દેશમાં ગુજરાતમાં જામનગરમાં રહેતો. હોઈ અને ત્યાં જ આ પ્રવૃતિ ચાલુ કરી રહ્યો હોઈ, મને દુઃખ છે કે આપને આ લાભ નહિ મળી શકે. ખેર ! મારાં બ્લોગ ઉપર આપની અનુકૂળતાએ મુલાકાત લેતા રહેશો અને મને પ્રોત્સાહિત કરશો તો ગમશે.

   સ-સ્નેહ

   અરવિંદ

   Like

  1. શ્રી પ્રફુલ્લભાઈ, આભાર ! આપનો પ્રતિભાવ વાંચી આપની કંઈક ગેર સમજ થતી હોય તેવું લાગે છે. હું અહીં ભારતમાં ગુજરાતમાં જામનગરમાં રહું છું. અને આ પુસ્તકાલય પણ મારાં ઘરમાં જ ચાલુ કરી રહ્યો છું. મારી પાસે મેં આજ સુધીમાં વસાવેલા અંદાજે 1000થી પણ વધુ પુસ્તકો છે, જે કોઈના વાચ્યા વગર પડી રહે તે કરતા વાચન પ્રેમીઓ વાચવાનો લાભ લે તે ઉદેશ સાથે આ પ્રવૃતિ શરૂ કરવા નક્કી કર્યું છે. આશા છે કે વાચન પ્રેમીઓ આ સગવડતાનો લાભ લેશે.

   Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s