દેશ પર રાજ કરવું, કંપનીના સી.ઈ.ઓ. બનવું સરળ છે, સફળ પિતા બનવું મુશ્કેલ છે—– વેદના-સંવેદના – મૃગેશ વૈષ્ણવ

 

દેશ પર રાજ કરવું, કંપનીના સી.ઈ.ઓ. બનવું સરળ છે, સફળ પિતા બનવું મુશ્કેલ છે—– વેદના-સંવેદના – મૃગેશ વૈષ્ણવ

 

* બાળકોને નિર્દોષ આનંદ આપો મૂર્ખામીભર્યો આનંદ નહીં * તમારા સંતાનના ખાસ દોસ્ત બનો. દરરોજ તેની સાથે એકવાર જમો * તમારું સંતાન રાખમાંથી કરોડ પેદા કરી શકે છે અને કરોડમાંથી રાખ બનાવી શકે છે * વ્યક્તિનો ૬૦% તનાવ સંતાનોને લીધે હોય છે. ૪૦% તનાવ પોતાના કારણે હોય છે બાળઉછેરનો તનાવ માતા-પિતાને સવિશેષ સતાવે છે. ઘણાં માતા-પિતા એવું કહેતા સંભળાયા છે કે આજ-કાલનાં છોકરાંઓનું શું કરવું? કહ્યું માનતા નથી. વાંચવા બેસતા નથી. કોમ્પ્યુટર, ટી.વી., મોબાઇલમાં માથું નાખી આખો દિવસ પડયાં રહે છે. આળસુ અને કામચોર બની ગયાં છે. કંઇક કહીએ તો સામે બોલે છે. આજ-કાલની પેઢી સાથે કામ કઇ રીતે લેવું? વાત આટલી બધી વણસી છે તેને માટે જવાબદાર પરિબળો ઘણાં છે.

આધુનિક ઈલેકટ્રોનિક યુગની ઝડપી ક્રાંતિ તથા વધતા જતા સુખ-સગવડનાં સાધનો, સોબત જૂથનું દબાણ, બાળકોમાં વધતો જતો એકાગ્રતાનો અભાવ અને અતિક્રિયાશીલતા. તથા અસરકારક અને પરિપકવ વાલીપણાનો અભાવ આમાંના મુખ્ય કારણો છે. માતા-પિતા બાળકને કેટલીકવાર સાદગીભર્યો આનંદ આપવાને બદલે મૂર્ખામીભર્યો આનંદ આપે છે. ેએટલે કે આપણે આપણા સંતાનોને એવી એવી વસ્તુઓ લાવી આપીએ છીએ જેનાથી તેઓ સુખી થવાને બદલે મૂર્ખાઇભર્યા સુખી થાય છે. દા.ત. આપણે તેમને સરળ આનંદ એટલે સાથે રમવું, સમય આપવો, બહાર ફરવાં લઇ જવાં.. વગેરે પ્રવૃત્તિ સમયના અભાવે કરી શકતા નથી અને નિર્દોષ આનંદ ન આપવા બદલ અપરાધભાવ અનુભવી આપણે એમને પી.એસ.પી., વીડીયો ગેઇમ્સ, મોબાઇલ ફોન, મોટરબાઇક વગેરે ખરીદી આપીએ છીએ.

આ ઉંમરે આટલું કમાઇને ખરીદવાની તેમની યોગ્યતા હોતી નથી. અને આ કીમતી વસ્તુઓ તેમના મગજમાં ખોટી હવા ઊભી કરે છે. થોડા સમયમાં એક વસ્તુનો નશો તેમને ઉતરી જાય છે. અને તેમને વધારે કીમતી વસ્તુ મેળવવાની તલપ ઉપડે છે. અને આ લાડલો બેટો કે લાડલી બેટી માતા-પિતા માટે આનંદ કે ગર્વને બદલે તનાવ અને માથાના દુઃખાવાનું કારણ બની જાય છે. હૈદરાબાદના નિઝામનો ઐતિહાસિક દાખલો સર્વ વિદીત છે. ૧૯૭૬માં નિઝામે એનું વીલ એ રીતે બનાવ્યું કે એના વંશ વારસો પેઢીઓ સુધી બેઠે બેઠે એશોઆરામથી જીવન ગુજારી શકે. પણ દસ વર્ષમાં તો બધા ફૂટપાથ પર આવી ગયાં. મોગલ સલ્તનતના છેલ્લા શહેનશાહ બહાદૂરશાહ ઝફરના સગાંઓ તો કલકત્તાની શેરીઓમાં ભીખ માંગતા જોવા મળ્યાં હતાં. આનું શું કારણ ?

એક સરસ કહેવત છે – GIVE FISH TO YOUR SON HE EATS FOR A DAY; TEACH HIM TO FISH HE EATS EVERY DAY.” સંતાનને લાડ લડાવી બધું તૈયાર ભાણે પીરસી ન દેવાય પણ કેટલી વીસી સો થાય છે તેમ શીખવાડાય.

આનો અર્થ એવો નથી કે આપણા સંતાનને કોઇ જાતની સગવડો આપવી જ નહીં. પણ જે કંઇ આપીએ તો સમજી વિચારીને આપીએ તે અત્યંત જરૃરી છે.

એટલું યાદ રાખો કે તમારો પુત્ર રાખમાંથી સોનું બનાવી શકશે કરોડો કમાઇ શકશે જો તમે એનામાં આવડત વિકસાવા દીધી હશે. એથી તદ્દન વિપરિત મારું વહાલું બચ્ચું” – કરીને પંપાળીને રાખ્યો હશે તો કરોડો ફૂંકી મારી રાખમાં પલટાવી નાંખશે.

યુરોપીયન કોમ્યુનીટી ડ્રગ પ્રીવેન્શન કમીશને તેની જાહેરાતમાં નીચે મુજબ લખાણ લખ્યું છે. પાપા.. તમે આજે રાત્રે મારી સાથે ડીનર લેશો?” – અરૃણ ઉ.વ. ૫.

અરૃણ સાથે દાલ-ચાવલ ખાવાં એ સાદગીભરી ખુશી છે. જ્યારે મોડા આવવું અને ઘેર આઈસ્ક્રીમ, ચોકલેટ્સ, ઈમ્પોર્ટેડ રમકડાં લાવવાં એ મૂર્ખામી ભર્યો આનંદ છે. જરાક શાંતિથી વિચારો. આ જાહેરાતમાં આગળ લખ્યું છે –

અરૃણ એકલું એવું બાળક નથી જે આવી અધુરી ઈચ્છા સાથે સૂઇ જાય છે. વિશ્વભરના તજજ્ઞાોનું દ્રઢપણે માનવું છે કે તમારા ઘરમાં ડ્રગ્સને પ્રવેશતી અટકાવવી હોય તો તમારા સંતાનના ખાસ દોસ્ત બનો. દરરોજ તેની સાથે એકવાર જમો… તમારા ઘરમાં નાનો અરૃણ હોય તો તેની વિનંતિને માન આપો… આજથી જ શાણપણભર્યો નિર્ણય કરો…

આપણાં બાળકો આપણને ઘણો તનાવ પહોંચાડી શકે છે. બાળઉછેર એ મુશ્કેલ કામ છે. પરંતુ આ મુશ્કેલ કાર્ય આનંદ અને સંતોષથી કરી શકાય છે. કુદરતી ખામીને લીધે બાળકો તનાવ પહોંચાડતા હોય તો તે આપણા હાથમાં નથી. આ આપણા જીવનનો એક ભાગ છે. અને બાળકમાં સર્જનાત્મકશક્તિ અને કલ્પનાશક્તિ વિકસાવી તનાવને હળવો કરી શકાય. પણ કેટલીકવાર માતા-પિતાએ ઊભા કરેલા ઘણા તનાવ હોય છે.

કેટલીકવાર કેટલાક માતા-પિતા પાર્ટ-ટાઇમ ડયુટી બજાવે છે. અને આયા-મેઇડસંતાન ઉછેર થાય છે. તો કેટલીકવાર બાળકને લેચ-કીમાં બંધ કરીને જાય છે. આવાં બાળકો ભવિષ્યમાં માતા-પિતાને ઘણો તનાવ પહોંચાડે છે. આ સત્ય તમે સમજી શકો તો તમારા કામ કરવાના આનંદને તમે કૌટુંબિક આનંદમાં પરિવર્તિત કરી શકો. હિન્દી પિકચર્સ જોતી વખતે અને છાપાં વાંચતી વખતે તમારું મન ખુલ્લું રાખો અને આવું તમારી સાથે પણ બની શકે છે એ સત્ય સ્વીકારીને ચાલો.

કોઇપણ પ્રકારની સફળતા મેળવ્યાનું, સમૃધ્ધિ અને સંપત્તિ મેળવ્યાનું સુખ તમારો પુત્ર કે પુત્રી દ્વારા કચરા ટોપલીમાં ફેંકવા લાયક બને કે Ash tray ને લાયક બને તેનાથી સંપૂર્ણ પણે ખૂંચવાઇ જઇ શકે છે. આવું બને છે. સૈકાઓથી બનતું આવ્યું છે. એટલે જ પંચરત્નમાં લખાયું હતું.

પંચરત્ન કાશ્મિરમાં ૨૦૦ વર્ષ બી.સી.માં લખાયેલું. પ્રાચીન કથાઓમાંથી ૮૪ કથાઓને થોડાક વળાંકો આપી તેમાંથી પંચતંત્ર લખાયેલું. એ આજના જમાનામાં પણ એટલી જ લાગુ પડે છે જેટલી એ જમાનામાં લાગુ પડતી હતી.

બધી જ કથાઓ જીવનમાં શાણપણ ભર્યું વર્તન કઇ રીતે કરવું તેના પર આધારિત છે. એના મૂળીયા એક ખૂબ જ સફળ, સમજદાર અને ચતુર રાજાની સત્યકથા પર આધારિત છે જેને ત્રણ પુત્રો હતા. રાજાને ખ્યાલ આવ્યો કે તેના ત્રણેય પુત્રો ફોર્મલ એજ્યુકેશન માટે વિદ્રોહી વલણ ધરાવતા હતા. રાજાને થયું કે એના મૃત્યુ પછી એના ત્રણ પુત્રો જો એના રાજ્યની સંભાળ નહીં લઇ શકે તો પછી એના રાજ્યનો કોઇ જ અર્થ નથી. રાજાને ભાન થયું કે તેના ત્રણેય પુત્રોના શિક્ષણ માટે તેને કોઇ વ્યવસ્થા કરવી જ પડશે. તેણે પંડિત વિષ્ણુ શર્માને બોલાવ્યા.

એંસી વર્ષના વિષ્ણુ શર્માને પૈસામાં રસ ન હતો. તેણે રાજાને વચન આપ્યું કે તેના ત્રણેય પુત્રોને આશ્રમમાં છ મહિના લઇ જઇ તે જરૃરી શિક્ષણ પૂરૃં પાડશે. વિષ્ણુ શર્માએ વિવિધ વાર્તાઓના સ્વરૃપે તેમને શીખવાડવાનું શરૃ કર્યું. આ વાર્તાઓનો સંગ્રહ પંચતંત્ર તરીકે ઓળખાયો. શું આપણે આપણા બાળકોને દૂન્યવી શાણપણ લાવવા માટે ક્યાંય મોકલીએ છીએ? ના.. મૂર્ખતાપૂર્ણ રીતે આપણે તેમને Over Proctect કરીએ છીએ. અને કુટુંબના દરેક સભ્યોને લાખો તનાવનો સામનો કરવા મજબૂર કરીએ છીએ.

હું અપીલ કરૃં છું કે ઘણું મોડું થાય એ પહેલાં તમે ધ્યાન આપો. આજુબાજુ નજર કરો તમારૃં પોતાનું પંચતંત્ર બનાવો. તમારી પાછલી જિંદગીમાં તનાવ ઘટાડો. તમારા એ પાક લણવાના વર્ષો, આનંદથી નિવૃત્ત જીવન ગુજારવાના એ દિવસોને ઝેર જેવા ન બનાવશો. તમારા બાળકોનો ઉછેર વસ્તુલક્ષી – objectivey કરો – મેરા પ્યારા બચ્ચામાંથી બહાર આવી જાવ. તનાવ મુક્ત – સીનીયર સીટીઝન તરીકેનું જીવન જીવો. મોટા ભાગના કિસ્સામાં બાળકો ઘણો તનાવ આપે છે કારણ? કારણ ભગવાન બિન અનુભવી માતા-પિતાના હાથમાં સંતાનો સોંપી દે છે. કોઇ શાણાએ કહ્યું છે કે પુરુષ સફળ સી.ઈ.ઓ. બની શકે છે. જનરલ મોટર્સ મેનજ કરી શકે છે. દેશ પર રાજ કરી શકે છે. પણ પોતાના પુત્રને હેન્ડલ કરવામાં નિષ્ફળ જાય છે!!??

ન્યુરોગ્રાફ ઃ- સંતાનોનો ઉછેર વ્યક્તિલક્ષી કરતાં વસ્તુલક્ષી વધારે કરવો જરૃરી છે. દિલથી નહીં.. દિમાગથી કામ લો

 

Advertisements

One comment

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s