કોંગ્રેસના મહામંત્રી દિગ્વિજયસિંઘે જાહેર નિવેદનમાં સ્વીકાર્યું ! કે ” મૂળભૂત રીતે રાહુલ ગાંધી નેતા થવાની સક્ષમતા ધરાવતા નથી ! “

મારા બ્લોગ ઉપર નીચેનો લેખ સપ્ટેમબર,2010મા મૂકેલો, અને ત્યારે તેમાં સ્પષ્ટ રીતે જણાવેલ કે કેટલાક ઉપર નેતાગીરી લાદવામાં આવતી હોય છે, અને તેનો જીવંત નમૂનો એતલે રાહુલ ગાંધી, જે આજે આખરે ચાર વર્ષ બાદ કોંગ્રેસના મહામંત્રી દિગ્વિજયસિંઘે જાહેર નિવેદનમાં સ્વીકાર્યું ! કે ” મૂળભૂત રીતે રાહુલ ગાંધી નેતા થવાની સક્ષમતા ધરાવતા નથી  ! “

જોઈએ છે એક મર્દ !!! ( 2 )રાહુલ ગાંધી આપ મર્દાનગી પુરવાર કરી શકશો ??? !!! ??? ( 2 )

 

આ પહેલાં 22 જુન 2010ના ભોપાલ ગેસ અંગેના ચુકાદા બાદ એક લેખ લખી રાહુલ ગાંધીને મર્દાનગી પુરવાર કરવા જણાવેલું પણ આજ સુધીમાં આ બની બેઠેલા નેતાએ આ વિષે એક શબ્દ પણ ઉચ્ચાર્યો હોય તેવું જાણ્યું નથી.

*** હમણાં તાજેતરમાં ઓરિસ્સાના લાંજીગઢમાં જઈને આ યુવરાજે ત્યાંના આદિવાસીઓ આગળ ડંફાસ મારતા જણાવ્યું કે, “કાલાહાંડીકે ટ્રાઈબલ્સકા એક સિપાહી નઈ દિલ્હીમેં હૈ ઔર ઉસકા નામ હૈ રાહુલ ગાંધી !” વાહ યુવરાજ વાહ ! આ સિપાઈ તરીકેનું માન મેળવવા અમસ્તા અમસ્તા નહિ ગયેલા પરંતુ આદિવાસીઓ માટે પવિત્ર ગણાતી નિયામગિરિની પહાડીઓમાં વેદાંતા કંપનીને ખાણ કામ કરવા નહિ દેવું જોઈએ એવા નિષ્ણાત સમિતિના અહેવાલ પછી પર્યાવરણ મંત્રાલયે ત્યાં ખાણકામ અંગે પ્રતિબંધ ફરમાવ્યો છે. વાસ્તવમાં નિયામગિરિમાં ખાણકામ અટકાવવા માટે લડતા આદિવાસીઓની જીત થઈ. હવે આ જીત કોને લીધે મળી તે આદિવાસીઓને મોટે મોટેથી જણાવવા માટે રાહુલ ગાંધીની લાંજીગઢની મુલાકાત ગોઠવવામાં આવી અને ત્યાં જાણે તે આદિવાસીઓના મોટા મસીહા હોય તેમ પેશ થયા ! હકિકતે આ તો પેલી કહેતી જેવી વાત છે કે મારે મુસલમાન અને ફુલાય પિંજારો !

*** આ થઈ પડેલા આગેવાને આજ સુધીમાં મોંઘવારી અંગે એક સાદા શબ્દોમાં ભારતની જનતા માટે સહાનુભુતિ દર્શાવતો એક શબ્દ પણ ઉચ્ચાર્યો સાંભળ્યો નથી.

*** આ દેશની સર્વોચ્ચ અદાલતે ગોદામોમાં સડી રહેલા કરોડો ટન અનાજ ગરીબોને મફત વહેંચી દેવા અન્ન પ્રધાન શરદ પવારને આદેશ આપવા છતાં તેનો ઈંકાર કરવામાં આવ્યો અને વધુમાં તેમના ટેકામાં આપણાં સરદાર વડાપ્રધાન પણ કહી રહ્યા છે કે સર્વોચ્ચ અદાલતે સરકારના નીતિ વિષયક મામલામાં નહિ પડવું જોઈએ ! આ વિષે પણ આ યુવરાજ શું વિચારે છે તે લોકો સમક્ષ જણાવવાની દરકાર કરી નથી.

*** સાંસદોએ પોતાના પગાર અને ભથ્થાઓ સર્વાનુમતે બેફામ વધાર્યા તે વિષે પણ કોઈ વિરોધ નોંધાવ્યો હોય કે પગારો કે ભથ્થા વધારવામાં આવે તો પણ પોતે કોઈ સંજોગોમાં આ વધારો સ્વીકારશે નહિ તેવું કોઈ નિવેદન કર્યાનું જાણ્યું નથી. રાહુલ ગાંધી સહિત વિરોધ કરનારા એક પણ સાંસદે પોતે તો અગાઉનો જ પગાર અને ભથ્થા લેતા રહેશે તેવી જાહેરાત કરી નથી જે શું સુચવે છે ? વર મરો કે કન્યા -અર્થાત ભારતની જનતા – મરો પણ અમારું તરભાણું ભરતા રહીશું. લીપ સીમપથી દર્શાવતા રહી લોકોને મૂર્ખ બનાવતા રહેશું !

*** આ નેતાની નજર સામે જ દિલ્હીમાં કોમન વેલ્થ ગેમનું જબર જસ્ત તોતિંગ ભ્રષ્ટાચારનું કૌભાંડ ચાલી રહ્યું છે જે વિષે દેશભરના મીડીયા અખબારો અને ટીવી ચેનલો ભરમાર છડેચોક આ કૌભાંડની એક પછી એક વિગતો બહાર પાડી રહ્યા હોવા છતાં ઉભી થઈ રહેલી કોમનવેલ્થવિષે પણ તેઓનું સુચક મૌન ઘણું કહી જાય છે ! આ કોમનવેલ્થભાગીદારીમાં તો ઉભી કરાઈ રહી નહિ હોયને ?

*** આ ઉપરાંત કાશ્મીરમાં ચાલી રહેલો આતંકવાદ અને જ્યાં તેમના ખાસ મિત્ર ( ગોઠીયા ) મુખ્ય મંત્રી છે તે વિષે તથા માઓવાદ, નક્સલવાદ વગેરે વિષે પણ પોતાના સ્પષ્ટ અભિપ્રાય કે કોઈ દરખાસ્ત સાથે રજૂઆત કર્યાનું જાણ્યું નથી. દેશના હવે પછીના વડાપ્રધાન થનારા આ યુવરાજને દેશના સળગતા પ્રશ્નો વિષે પોતાના કોઈ મંતવ્યો કોઈ યોજનાઓ છે કે કેમ તે જાણવામાં ભારતની જનતાને ખૂબ જ રસ હોય તે સ્વાભાવિક છે કારણ આ દેશના ભાવિ વડાપ્રધાન થનારી વ્યક્તિ આ દેશની સમસ્યાઓ અને તેના સમાધાન વિષે પોતાની કોઈ આગવી યોજનાઓ ધરાવતી ના હોય અને માત્ર વંશીય અનુશાસનની રૂએ સર્વોચ્ચ સ્થાન ઉપર બેસી પડે તો તે દિવસ આ દેશ માટે દુર્ભાગ્યપૂર્ણ બની રહેશે !

કદાચ પેલા શેકસ્પીયરે કહેલું:-

કેટલાક નેતા જન્મે છે તો કેટલાક પોતાની મહેનત વડે બને છે અને     કેટલાક ઉપર નેતાગીરી લાદવામાં આવે છે તેવું જ કંઈક આ તાણી કાઢેલા અને વહેંતીયા કોંગ્રેસીઓ ખેલ પાડી રહયા હોય તેવું લાગ્યા કરે છે. ગરીબના ઘેર રોટલા ખાવા કે રાત રોકાવાથી નેતાગીરીના પાઠ ભણી ના શકાય એ તો માત્ર અને માત્ર જનસમુદાય સાથે સહાનુભુતી મેળવવા કરવામાં આવતી ઉઘાડી છેતરપીંડીથી વિશેષ કંઈ નથી !

ટૂંકમાં મારા નમ્ર મત પ્રમાણે આજ સુધી રાહુલ ગાંધી પોતાની મર્દાનગી પુરવાર કરવામાં સફળ થયા નથી કે નથી સત્તા ઉપર બેઠેલા સત્તાધીશો પાસેથી કોઈ પગલાં ભરાવડાવવા સફળ થયા ! અર્થાત મારી વાત સત્ય ઠરી રહી છે કે ” રાહુલ ગાધી નેતા થવા સક્ષમતા ધરાવતા નથી ! ”

અંતમા ફરી એક વાર આવો આપણે સૌ સાથે મળી પોકાર નાખી રાહુલ ગાંધીને પુછીએ કે આપ આ પોકાર સાંભળો છો ?

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s