હૃદય-સામ્રાજ્યમાં હુકમ ન હોય—-અન્તર્યાત્રા – ડૉ.સર્વેશ પ્ર.વોરા

અન્તર્યાત્રા – ડૉ.સર્વેશ પ્ર.વોરા

હૃદય-સામ્રાજ્યમાં હુકમ ન હોય

આપણે ત્યાં (એટલે કે, ભારતમાં) આઝાદી મળી, ત્યારે જુદા જુદા માહૌલ અને લાક્ષણિકતાઓ ધરાવતાં રાજ્યોનો સંઘ રચાયો. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોની રચના થઇ. કેન્દ્ર સરકારના હસ્તક અધિકારોમાં અમુક વિષયો મૂકાયા ઃ દાખલા તરીકે સંરક્ષણ, નાણું, વિદેશ સંબંધો વગેરે. પરંતુ અમુક વિષયો રાજ્ય સરકારોના હસ્તક મૂકાયા. આ વિષયોમાં ેહેરાફેરી થાય કે રાજ્ય સરકાર પર કેન્દ્રના અધિકારના અમુક વિષયની જવાબદારી નખાય તો કેન્દ્ર નબળું પડે. કેન્દ્ર નબળું પડે એટલે સંઘની વ્યવસ્થાના હેતુ માર્યા જાય, દેશ આખો નબળો પડે

.માણસના વ્યક્તિત્વનું પણ સંઘ – સરકાર જેવું છે. જીવનના અમુક વિષયોને હૃદય સાથે, ભાવ સાથે, બુનિયાદી ચિત્ત-ગંગોત્રીના અદ્રશ્ય ‘સ્ત્રોત’ સાથે સંબંધ હોય. ભક્તિ, પ્રેમ, સંયમ, અહિંસા બુનિયાદી રીતે- હૃદય, ચિત્ત-ગંગોત્રીના વિષયો છે. આ હૈયાંની કેન્દ્ર સરકારના વિષયો છે. હૈયા પાસે રંગનું એવું સમીકરણ એવો નુસખો અને એવું કેન્દ્રીત તંત્ર છે, જેથી હૈયામાંથી નિપજેલો રંગ માણસની બુદ્ધિ, ગણતરી બધું જ રંગી દે!

પ્રિય સર્જકની પંક્તિઓ યાદ આવે છે ઃ”સાંઇ તને જો રંગની લગીરેય ખબર હોત,તું પણ વણે છે વસ્ત્ર, ને તું પણ કબીર હોત!”કબીર અને એના સમકાલીન અગણિત પ્રાણીઓ વચ્ચે શો તફાવત હતો? કબીરે જે સર્જન કર્યું તેમાં હૈયાની કેન્દ્ર સરકારનો વિરલ, અદ્ભુત ”મજીઠ” રંગ ઉમેરાયો હતો. મજીઠનો રંગ જે વસ્ત્રને ચઢે એ વસ્ત્ર ફાટે પણ રંગ ફીટે નહીં. કમાલની વિડમ્બના માણસજાતના વાનરવેડા જુઓ કે આવા કબીરના નામે ”પંથ” ઊભો થયો જે સ્ત્રોતમાંથી જે બુનિયાદમાંથી કબીરને રંગનો અખંડ પુરવઠો મળી રહ્યો હતો, એ રંગ-પ્રાપ્તિની પ્રક્રિયાના નુસખા ન હોય, એના વિધિ ન હોય, એના નિયમો ન હોય, એનાં અનુકરણ કે અનુસરણ ન હોય, ને તેથી એના પંથ, સંપ્રદાય કે વફાદાર ટોળાં ન હોય.

કબીરનાં ”કબીરપણાં”નું મૂળ એના પોતાના હૃદય-સામ્રાજ્યમાં હતું.માણસજાતે હૃદય-કેન્દ્ર અને દિમાગ-કેન્દ્રના વિષયોની ભેળસેળ કરીને, માણસજાતની વિરાટ બેવકૂફીના પુરાતન પુરાવા રૃપે સંપ્રદાયો અને કટ્ટરપંથો રચ્યા. કોઇ મૂર્ખતા વિરાટ હોય, એ મૂર્ખતાની માળા કે પટ્ટી મોટી સંખ્યાના લોકો પહેરતા હોય, એ મૂર્ખતા હજારો વર્ષોથી ચાલી આવતી હોય એટલે એ મૂર્ખતા – ડહાપણ સિધ્ધ નથી થતી. કબીર કે મહાવીર કે બુધ્ધ કે કૃષ્ણ કે રામને નામે પંથ હોય? આપણે સમજવું જોઇએ કે આ પંથોના કેન્દ્રમાં કબીર, મહાવીર, બુધ્ધ, કૃષ્ણ કે રામ નથી જ હોતા, એ પંથોના કેન્દ્રમાં માણસનું મિથ્યાભિમાન, પોતે માનેલ વાતનું મતીલાપણું જ હોય છે.ભક્તિ-પ્રેમ-અહિંસા હૃદય-યાદીના વિષયો છે. ”કેન્દ્ર-યાદી”ના વિષયો છે. આપણું ચાલે તો ”મીરાંબાઇ”ના નામનું નવું તૂત ઊભું કરી નાખીએ. ન ભૂલતો હોઉં તો મીરાંબાઇનાં નામે હજુ કોઇ પંથ ઊભો થયો નથી. કોઇ જ કહેવાતા ધર્મ, સંપ્રદાયોનાં નામ આપ્યા વિના આ લેખ દ્વારા એક પ્રશ્ન સીધો મનોમંથન માટે મૂકવામાં આવે છે ઃ વિચાર્યા પછી હેરાન થઇ જવાય તો આ લેખ લખ્યો સાર્થક ગણીશ ઃ પ્રેમ, અહિંસા, સંયમને કાયદા, હુકમ, વિધિમાં બાંધ્યા પછી એ પ્રવૃત્તિના સતત ઢોલ વગાડનારા સંપ્રદાયોએ શું વધાર્યું?  કટ્ટરતા કે કોમળતા? સુગંધ કે દુર્ગંધ? દંભ કે સચ્ચાઇ?

 

Advertisements

2 comments

    1. આપે બ્લોગની મુલાકાત લીધી અને લેખ પણ ગમ્યો જાણી આનંદ થયો. અનૂકુળતાએ મુલાકાત લેતા રહી અન્ય લેખો વિષે પણ પ્રતિભાવ આપવા વિનંતિ.

      Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s