શું રાહુલ ગાંધી જોકર છે ?– જોકર હોવું સારું કહેવાય કે ખરાબ ?–“હવામાં ગોળીબાર”–મનુ શેખચલ્લી
રાહુલ ગાંધીનું ‘જોકર-આત્મક‘ ચિંતન…
બિચારા રાહુલની દશા ખરાબ છે. કોઈ કોંગ્રેસીએ એને ‘જોકર’ કહ્યો ઃ બીજા એક કોંગ્રેસીએ તો એને ‘જોકર ટોળકીનો મેનેજીંગ ડિરેકટર કહ્યો !’આના કારણે બિચારા રાહુલનું આત્મમંથન ચાલુ થઇ ગયું છે…* * *
શું હું જોકર છું ?એમ આઇ રીયલી અ જોકર ? શું હું ખરખર જોકર છું ?લોકસભામાં ૪૪ સીટો આવી પછી જે પ્રેસ કોન્ફરન્સ ભરાઇ એમાં મેં જાણે એક સામટી ૪૪ જોક મારી હોય એ રીતે હું સ્માઇલ આપતો બેઠો હતો.બટ માય મોમ વોઝ વેરી સિરીયસ.જો હમણાં બે દિવસ પહેલાં જ મારી મમ્મીને પૂછયું, ‘મોમ, એમ આઇ રીયલી અ જોકર ?’મમ્મીએ સિરીયસ ફેસ રાખીને કીધું ‘રિકલ મિ. આઇ કાન્ટ લાફ.”એટલે ?”મને ગલીપચી કર. કારણ કે આવી સડેલી ડોક પર મને હસવું નથી આવતું !’નાવ, ધેટસ રિયલી ફની. મારે તપાસ કરવી પડશે કે હું ખરેખર જોકર છું કે નહિ…* * *
જોકર હોવું સારું કે ખરાબ ?મમ્મી કોઈ કોઈ વાર ખાલીખોટી ચિડાઈ જાય છે. આઇ એમ શ્યોર કે મને જોકર કહેનારા કોંગ્રેસીઓ મારા વખાણ જ કરતા હશે. કારણ કે કોંગ્રેસીઓને અમારા વખાણ કરવા સિવાય બીજું કશું આવડે છે ખરું ?એની વે, જોકર હોવું સારું કહેવાય કે ખરાબ ? લેટ મિ ફાઇન્ડ આઉટ.સરકસમાં જોકર હોય છે. એ બાળકોને બહુ ગમે છે. પણ બાળકો વોટિંગ નથી કરતા. એ લોકો મારી જેમ ‘છોટા ભીમ’ જુવે છે. મોટા થયા પછી છોટા ભીમ પણ જોવાનું બંધ કરી દે છે. વેરી સેડ.પણ પત્તાની ગેઇમમાં જોકર હોય છે, અને બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. એમાં તો જોકર ‘કિંગ’ કરતાં પણ વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે.
આઇ થિંક એટલે જ મને મનમોહન અંકલ કરતાં વધારે ઇમ્પોર્ટન્સ મળતું હતું !તીન પત્તીની ગેઇમમાં ક્યારેક જોકર ગેઇમ વિનર બની જતો હોય છે. એ ગેઇમને બધા ‘પપલુ-ગેઇમ’ કહે છે.સો હુ એમ આઇ ? અ પપલુ ?
જે હોય તે જો જોકર મેચ જાતાડી શકતો હોય તો ‘પપલુ’ હોય કે, ‘એઇસ’ .. શું ફેર પડે છે ? મેં હમણાં જ મમ્મીને ક્યું, ‘મમ્મા, હું રીસન્ટલી ૪૪ પપલુ ગેઇમ જીત્યો છું.’મમ્મી ફરીથી બોલી ‘રિકલ મિ. આઇ કાન્ટ લાફ…’* * *
જોક્સ કહે એ જોકરજોકર આખરે કરે છે શું ? લોકોને હસાવે છે ને ?એ કામ તો મેં ઇલેકશનમાં ભરપૂર કર્યું છે. મારી પપ્પુ જોક્સ તો આખા ઇન્ડિઆમાં ફેમસ થઇ ગઇ હતી. ઇવન પુઅર પિપલને પણ એમાં મઝા પડતી હતી.એકવાર હું રેલ્વેના કુલીઓને મળવા ગયો. ફોટા-બોટા પડી ગયા પછી મેં એમને કહ્યું તમે દિવસ દરમ્યાન તો બહુ મહેનત કરો છો, સામાન ઉપાડો છો, દોડધામ કરો છો. પણ રાત્રે રિલેક્સ થવા શું કરો છો ?’કુલીઓએ કહ્યું, ‘ખાસ કંઇ નહિ, મોબાઇલ પર તમારા જોક્સ વાંચી લઈએ છીએ !’યુસી ? આઇ એમ સો હેલ્પફૂલ ! મૈં કુલીઓં કા ‘બોજ’ હલ્કા કરતા હું…* * *
કહેતા હૈં જોકર…મહાન ઇન્ડિઅન ફિલ્મ મેકર રાજકપુરે ‘મેરા નામ જોકર’ નામની ગ્રેટ ફિલ્મ બનાવી હતી. મને એનું એક ગાયન આજકાલ બહુ ગમી ગયું છે.’જીના યહાં મરના યહાં, ઇસ કે સિવા જાના કહાં…’હું છેલ્લા ૨૦-૨૫ દિવસથી આ ગાયન કોંગ્રેસની ઓફીસમાં બેસીને ગાયા કરું છું!એક દિવસ મને શશી થરૃર અંકલે કહ્યું, ‘રાહુલબાબા, સ્ટોપ સિંગિંગ ધીસ સોન્ગ.’મેં કીધું ‘કેમ ?”બિચારા કોંગ્રેસી કાર્યકરો એને ધમકી સમજીને આપણા કાર્યાલયની અંદર પગ જ નથી મુકતા !’નાવ, ધેટ્સ અ બિટ સ્કૅરી. પછી મને થયું, વૉટ ધ હેલ, ચૂંટણીઓ પતી ગઈ તો શું થયું, મારે ‘લોક સંપર્ક’ ચાલુ રાખવો જોઈએ. મારે એરકન્ડીશન્ડ કોંગ્રેસ હાઉસમાંથી નીકળીને ગામડામાં જવું જોઈએ.એટલે હું બદાયું જીલ્લાના કતરા ગામે ગયો, જયાં બે દલિત મહિલાઓ પર બળાત્કાર થયો હતો.મેં જઇને લોકોને કહ્યું, મને જગા બતાડો જયાં બળાત્કાર થયો હતો.બધા મને એ જગા પર લઇ ગયા. પછી મેં કહ્યું, ‘ઓકે, હવે મને ડેમોન્સ્ટ્રેશન બતાડો, કે કેવી રીતે બળાત્કાર થયો ?’મોટા ભાગના લોકો ચીડાઈ ગયા. પણ પાછળ ઊભેલા અમુક લોકો હસતા હતા. યુસી ? મારી ટેલેન્ટને એપ્રિશીયેટ કરનારા લોકો ઓછા છે. એટલે જ કોંગ્રેસને ઓછી સીટો મળી.એ પછી હું એ જગા પર ગયો જયાં મહિલાઓની લાશોને લટકાવવામાં આવી હતી. ઇટ વૉઝ અ મેન્ગો ટ્રી.મને મારા જીજાજી યાદ આવી ગયા. મેં કહ્યું ‘મેન્ગો ટ્રી, ફોર મેન્ગો પિપલ… હમેં દેશ કી આમ ઔરતોં કે લિયે અબ જ્યાદા આમ કે પેડ કી જરૃરત હૈ.’આ વખતે પણ મોટા ભાગના લોકો ચીડાઈ ગયા. આઇ નો.. બિઇંગ અ જોકર ઇઝ ટફ્. બટ આઈ વિલ કીપ ટ્રાઇંગ.* * *
જોકરનાં એક્રોબેટિકસસરકસમાં જોકરની કામગીરી કંઇ સહેલી નથી હોતી. એણે ગુલાંટો ખાવી પડે, ઝૂલા પરથી કૂદવું પડે..આ બધાને એક્રોબેટિકસ કહેવાય.મેં દિગ્વીજય અંકલને કહ્યું, ‘મારે સરકસ જોવું છે. જોકરોનો ખેલ જોવો છે. કયાં જોવા મળે ?’દિગ્વીજય અંકલે કહ્યું, ‘હમણાં તો નહિ જોવા મળે કારણ કે તારી મમ્મી કોંગ્રેસીઓનું કોઇપણ સંમેલન બોલાવવાના મૂડમાં નથી.’મેં કહ્યું, ‘ગુડ જોક. પણ મારે એકચ્યુઅલ સરકસ જોવું છે. કેન વિ ગો ટુ રશિયા ? ત્યાંનું સરકસ બેસ્ટ હોય છે.’અંકલ કહે, ‘ડોન્ટ ગો ટુ રશિયા. મિડીયાનું તમારા પર ધ્યાન ખેંચાશે. એના કરતાં હું તમને સરકસના એક્રોબેટિકસની ડીવીડી મોકલી આપું છું.’હું લેપટોપમાં એ ડીવીડી લગાડીને જોવા બેઠો પણ એમાં તો દિગ્વીજય અંકલના કંઇ જુદા જ એક્રોબેટિક્સ હતા ! એ પણ એમની નવી ગર્લફ્રેન્ડ સાથે !મેં દિગ્ગી અંકલને ફોન કર્યો તો બિચારા હાંફળા ફાફળા થઇને દોડતા આવ્યા. ‘બાબા ! ભૂલથી બીજી ડીવીડી આવી ગઈ ! ઝટપટ એ મને પાછી આપી દો !’પછી દિગ્ગી અંકલે મને સરકસના એક્રોબેટિકસની ઓરજીીનલ ડીવીડી આપી. એ જોતાં જોતાં મેં પૂછયું, ‘અંકલ, આમાં જોકર જે ગુલાંટો મારે છે એવી તો હું કદી ના મારી શકું !’દિગ્ગી અંકલ હસવા લાગ્યા, ‘રાહુલબાબા, એવી ગુલાંટ તમે મારી ચૂકયા છો !”ક્યારે ?”જ્યારે તમે દાગી સાંસદો વિશેનું બિલ જાહેરમાં ફાડી નાંખ્યું હતું ત્યારે !’હું ખુશ થયો. ‘ગુડ, મતલબ કે મારામાં એક સારા જોકરનાં લક્ષણો ઓલરેડી છે જ ! વેરી ગુડ ! પણ અંકલ, આ જે એક ખેલ છે.. જેમાં જોકર એક ઝૂલા પરથી બીજા ઝૂલા પર ફરવા જાય છે, ત્યારે સામેવાળો ઝૂલણબાજ એનો પાયજામો ખેંચી કાઢે છે…. એવું તો હું કદી પરપોર્મ ના કરી શકું.’દિગ્વીજય અંકલ જોર જોરથી હસવા લાગ્યા, ‘રાહુલબાબા, એ ખેલ પણ તમે બતાડી ચૂકયા છો ?’હું ડઘાઈ ગયો. ઓ માય ગોડ ! ‘મારો પાયજામો કોણે ઉતારી લીધો ? અને ક્યારે ?’દિગ્ગી અંકલે સ્માઇલ આપીને કહ્યું, ‘આ બે સવાલમાંથી હું એકનો જ જવાબ આપીશ… અને જવાબ છે ઃ
૧૬મી મે !’નાવ, ધેટસ કન્કયુઝિંગ.જો મેં એ ખેલ સારી રીતે કર્યો હોત તો લોકો મારા માટે તાળીઓ કેમ નથી વગાડતા ?
દિવ્ય ભાસ્કરમાં વાંચેલ એક જોક
સોનિયાજી:-” અભી અભી ટી.વી. પર દેખા આનંદી ગુજરાતકી સી.એમ. બન ગઈ…”
રાહુલભાઈ:- ” તો ક્યા અબ ‘ બાલિકા વધુ ‘ સિરિયલ બંધ હો જાયેગી ?”