મા કહે કે, ” સત્તા ઝેર છે ! “

  મા કહે કે, ” સત્તા ઝેર છે ! “

લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસની મહા સમિતિની બેઠક જયપૂર ખાતે મળેલી. આ બેઠકમાં રાહુલ ગાંધીને પક્ષના ઉપાધ્યક્ષ ઘોસિત કરાયેલા અને આવનારી લોકસભાની ચૂંટણી તેમના વડપણ હેઠળ લડવા માટે વ્યુહ ગોઠવવા ઠરાવાયું હતું તેમ વિવિધ મીડિયા દ્વારા આ સમાચારને વ્યાપક પ્રસિધ્ધી અપાયેલ. મીડિયાના જણાવ્યા પ્રમાણે મધ્ય રાત્રે રાહુલ માતા સોનિયાને મળ્યા ત્યારે ઉપરોકત શબ્દો સોનિયાજીએ રાહુલ ને કહેલા.

આ શબ્દો શક્ય છે કે રાહુલના ચિત્તમાં અંકાઈ ગયા હોવા જોઈએ, અને તેથી જ કદાચ રાહુલે લોકસભાની ચૂંટણી માટેની વ્યુહ રચના આ શબ્દોને ધ્યાનમાં રાખી કરી હોવી જોઈએ. તેમ છતાં રાહુલના વ્યુહને સમજ્યા વગર કોંગ્રેસીઓ પોતાના પરાજય માટે ક્યારે ય ના થયો હોઈ તેવો દેકારો અને ઉહાપોહ મચાવી રાહુલને નિશાન બનાવી રહ્યા છે. અને તેમના રાજીનામાં માંગી રહ્યા છે. આવા સંજોગોમાં કોંગ્રેસના પરાજય માટે વિષ્લેષણ કરવામાં આવે તો શક્ય છે કે, કોંગ્રેસે અર્થાત રાહુલે જ પોતેજ પરાજયની પસંદગી કરી હોઈ શકે ! અને તો એ આશ્ચર્ય નહિ ગણાવું જોઈએ.

ચૂંટણીના ઉમેદવારો તથા પ્રચાર વગેરે કોઈ કલ્પના ના કરી શકે તે રીતે ગોઠવ્યા જણાય છે. મા એ કહેલા શબ્દો ” સત્તા ઝેર છે ! ” તેમના માનસમાં સતત ટકોરા મારતા રહ્યા હોવા જોઈએ અને અટલે જ મનોમન નિર્ણય કર્યો હોવો જોઈએ કે કોંગ્રેસને અને કોંગ્રેસના ઉમેદવારોને આ ” ઝેર”થી બચાવવા તેની જવાબદારી બને છે.

આથી “સત્તા ઝેર છે !” તે ધ્યાને રાખી ઉમેદવારોની પસંદગી અને પ્રચારતંત્ર વગેરે અદભૂત વ્યુહાત્મક રીતે ગોઠવવામાં આવ્યા કે કોંગ્રેસી ઉમેદવારોને પરાજય જ મળે ! આમ કરવા છતાં 44 ઉમેદવારો ચૂંટાતા આ ” ઝેર “નો ભોગ બનવાનો સંભવ પેદા થયો છે. રાહુલના આ વ્યુહની પ્રિયંકાને જાણ ના હોઈ રાયબરેલી અને અમેઠીમાં તેણી એ મા-દીકરા માટે પ્રચાર કર્યો અને બંને ચૂંટાઈ પણ આવ્યા.

રાહુલ ” સત્તા ઝેર ” થી દૂર રહેવા કટિબધ્ધ હોઈ લોકસભામાં વિરોધ પક્ષના નેતા બનવાનુ ટાળી અને મલ્લીકાઅર્જુન ખાવડેને આગળ કર્યા જેથી પોતે બંને આ ” ઝેર “થી બચી શકે !

કોંગ્રેસીઓ તથા અન્ય મીડીયા સહિત, કારણ વગર કોંગ્રેસના કરૂણ પરાજય વિષે કાગારોળ મચાવી રહ્યા છે, હે ! કોગ્રીસીઓ ! રાહુલનો વ્યુહ સમજો અને મા ના કહ્યાગરા પૂત્ર તરીકે ” સત્તાના ઝેર “થી મા-દીકરા સાથે જ અન્ય કોગ્રેસીઓને બચાવવાના કરેલા પ્રયાસોને બિરદાવો !!! ના ગુણા ના બનો !

Advertisements

One comment

  1. વાહ! શું સચોટ કારણ આપ્યું તમે અરવિંદભાઈ! આમે મહાન લોકોની કાર્યશૈલી મામુલી માણાસો સહેલાઈથી સમજી શકતા નથી. એટલે જ આ કોંગ્રેસી રાજમાતા અને યુવરાજને અન્ય કોંગ્રેસી દરબારીઓ સમજી ન શક્યા…

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s