અપના- પરાયાવાદ એટલે સૌથી ક્રૂર હિંસા— અન્તર્યાત્રા – ડૉ.સર્વેશ પ્ર.વોરા

 

અપના- પરાયાવાદ એટલે સૌથી ક્રૂર હિંસા અન્તર્યાત્રા – ડૉ.સર્વેશ પ્ર.વોરા

એક વડીલ છે. ધર્મ આપણો મહાનવારસો, તપશ્ચર્યા, અહિંસા, અનેકાન્ત વગેરે પર જાણે ‘ઓથોરિટી’ (પ્રમાણભૂત) ! બાહ્ય ધાર્મિક નિયમો ભારે ચુસ્તીથી પાળે. દિવસના અમુક ભાગમાં એમને મળવું હોય તો અચૂક એમના સંપ્રદાયના ધર્મસ્થળમાં હોય. રૃબરૃ વાતો કરે ત્યારે આપણને થાય કે ”આ મહાશય અનુકંપાના અવતાર છે. એમનાથી કીડીને ઇજા પહોચે તો એમને અપાર દુઃખ થતું હશે.”પણ એમના ગાઢ પરિચયમાં આવો તો ખબર પડે કે એમની ગણતરીઓ અને પૂર્વગ્રહોનો પાર નથી. એમની ચામડી નીચે પોતાના સંપ્રદાય અંગેના બાલિશ ઝનૂનનું કાળું લોહી વહેતું હોય ! શાબ્દિક કટાક્ષોમાં ભારે પ્રવીણ. પત્નીને વાકબાણોથી મારતા, વ્યવસાયના- પ્રતિસ્પર્ધીના ગંદાં લુગડાંની ફાઇલ સાચવતા પોતાના સમવયસ્ક પ્રત્યે ઇર્ષ્યાળુ વર્તન કરતા- આ બધુ કરતાં એમને ક્યાંય આતમરામ ડંખે નહી !
તમે કોને મોટો હિંસક કહેશો ? પત્ની પર હાથ ઉપાડીને ગાળો ભાંડનાર પેલા ઝુંપડપટ્ટીના જણને કે પત્ની પર ચાતુર્યપૂર્વક કટાક્ષ દ્વારા ચારિત્ર્ય અંગે ઘાવ કરનાર જણને ? તમે કોને વ્યસની કહેશો ? ચા-કોફીના ગુલામને કે દારૃના ગુલામને ? કોણે કહ્યું કે દારૃનો ગુલામ વ્યસની છે અને ચા-કોફી નો ગુલામ વ્યસની નથી ? આપણે લુચ્ચાઇમાં પણ સામુહિક સહોદરભાવ દાખવ્યો છે. આપણે બધાએ સહમતિ દ્વારા ધાર્મિકતાના તૈયાર પોષાકોનો સ્વીકાર કર્યો છે. હિલ સ્ટેશનો પર ઠંડીમાં પહેરવાના કોટ ભાડે મળે કહેવાતી ધાર્મિકતા ભાડે આપવા- લેવા આપણે સંપ્રદાયો, સાંપ્રદાયિક અડ્ડાઓ, ધર્મગ્રંન્થો વાપરીએ છીએ.ને પછી સરળ, ”કોસ્મેટિક” ધાર્મિકતા પસંદ કરીને ફૂલાતા ફરીએ ! તમે મને ”ધર્મચુસ્ત” કહો, હું તમને ”ધાર્મિક” કહું ને આપણી જ કરામત વાપરનારા અન્ય આપણને ‘ધાર્મિક’કહે ! મોસાળમાં જમણને મા પીરસનાર !પોતાને અતિ ”ધર્મ” ચુસ્ત માનનાર સાંપ્રદાયિક જણ એક વિરાટ ખૂનરેજીમાં સાથ દઇ રહ્યા હોય છે. અલબત્ત, આ ખૂનરેજીથી વહેતું લોહી નજરે દેખાય નહી, પણ જાણ્યે-અજાણ્યે પોતાના સંપ્રદાય અંગેનો હઠાગ્રહ એમને અન્ય પ્રત્યે નફરતની નજરે જોતા કરી દે. એક સામુહિક હિસ્ટેરિયા ઊભો થાય. એમને કીડી- મંકોડા પ્રત્યે- અનુકંપા કબૂલ એમને હાથી ઘોડા પ્રત્યે દયા કબૂલ એમને મૂંગા પ્રાણી પ્રત્યે દયા કબૂલ, પણ જો અન્ય વિચારધારા- ધરાવનાર, અન્ય સંપ્રદાયનો જણ હોય તો એના પ્રત્યે- ભયાનક પૂર્વગ્રહ સાથેનો ”અપના- પરાયાવાદ”! અન્ય- સંપ્રદાયની વ્યક્તિ એક સરેરાશ જીવ જેટલું સન્માન પામવાને લાયક પણ નહી ?માણસ મષ્યવય સુધી સાંપ્રદાયિક નશામાં ઝૂમતો ફરે, પણ પછી મૃત્યુ જ્યારે ડોળા ફાડીને સામે- આંખો મેળવી રહ્યું હોય, જીવન સંધ્યાના ઓળા ઉતરી રહ્યા હોય, ત્યારે પણ અંતરરામ જાગે નહી ? પૂર્વગ્રહો મંદ ના પડે ? ઝનૂન ઓછું ના થાય ? અપનો- પરાયાવાદ દૂર ના થાય ? તમે દેહ છોડો પછી પણ તમારા સંપ્રદાયની બ્રાન્ડ સાથે લઇ જવાના છો ?પરંતુ ના.ઉંમર વધે તેમ સાંપ્રદાયિક અપના- પરાયાવાદ વધારે નઠોર બનતો દેખાય છે. આ અપના- પરાયાવેાદમાં તેમને ઘોર હિંસા અને અતિજડ મિથ્યાત્વના દર્શન થતાં નથી, કારણ કે બાળપણથી એમને ઊંધા સાથિયા ઘૂંટતા શીખવાયું હોય છે. આધ્યાત્મિકતા એટલે સાંપ્રદાયિક ઝનૂન નહી, ધાર્મિકતા એટલે બાહ્ય શિસ્ત માત્ર નહી, સાચી આધ્યાત્મિકતા વિકસે તેમ માણસ અન્ય વિચારધારા પ્રત્યે વિશેષ ઉદાર બને, પણ આ બધા સ્વયંપ્રકાશિત સત્યોના સંસ્કાર અપાય તો ઘેટાં ક્યાંથી લાવવા ? અંધ અનુયાયીઓ ક્યાંથી લાવવા ?બાહ્ય શિસ્તને ”ધાર્મિકતા”નું ‘સજ્જનતા’નું લેબલ આપવામાં ઉતાવળ કરવી નહી. ઘણીયે વાર ”ચોરોના હિસાબ ચોખ્ખા હોય છે.” ને પત્નીને ગાળ નહી આપનાર, હાથ નહી ઉપાડનાર ડાહ્યોડમરો જણ-પત્નીની ઘોર માનસિક હિંસા કરતો હોય છે !

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s