મહાન વિચારકો કાંઈ ‘ફોલ્ડિંગ’ હીંચકા નથી—- અન્તર્યાત્રા – ડૉ.સર્વેશ પ્ર.વોરા

મહાન વિચારકો કાંઈ ‘ફોલ્ડિંગ’ હીંચકા નથી—- અન્તર્યાત્રા – ડૉ.સર્વેશ પ્ર.વોરા

તમે હાથમાં ઉપાડીને હેરફેર કરી શકો, ચાહો તો જ્યોર્જટાઉન ને ચાહો તો જાફરાબાદ, ચાહો તો લોનાવલા ને ચાહો તો લંડન, ચાહો તો ઘરનાં આંગણામાં કે ચાહો તો જાહેર બગીચમાં તમે સાથે ફેરવી શકો, તમારી સૂટકેસ જેમ ઉઘાડ-બંધ કરી શકો એવાં ઘર, હીંચકા, બેસવા માટેની ખુરશી, સ્ટૂલ જેવી અનેક ચીજો મળે છે, જેને ‘ફોલ્ડિંગ’ કહેવાય. ‘ફોલ્ડીંગ’ છત્રી તો હવે ખૂબ જાણીતી વસ્તુ છે. આવું જ ‘રેડિયો-કિટ’ની બાબતમાં છે. રેડિયોના છૂટક ભાગોનું પેકેટ મળે. તમને ઠીક લાગે ત્યારે જોડાણ કરી (અંગ્રેજીમાં અને સામાન્ય જનભાષામાં આ પ્રક્રિયાને ‘એસેમ્બલીંગ’ કહે છે) પારકી મૂડીએ વેપાર કરનારા લહિયાઓ આ પ્રક્રિયાને ‘સંકલન’નું રૃપાળું નામ આપી શકે. પછી એ રેડિયો ને તમે તમારાં નામની મહોર લગાડી શકો !આ ‘ફોલ્ડિંગ’ અને ‘એસેમ્બલીંગ’ની પ્રક્રિયા જોઈએ ત્યારે મહાન વિચારકો અને ફિલસુફોનો ભરપૂર (દુર)ઉપયોગ યાદ આવે ! તમને રોજબરોજની જિન્દગીમાં એવા ‘સૂડો-ફિલસુફો’ ભેટે છે ખરા ? જે કૃષ્ણમૂર્તિ, રજનીશ કે દાદાનાં મંતવ્યોનો ‘ફોલ્ડીંગ હીંચકા’ તરીકે ‘ઉપયોગ’ (કે ‘વાપરવું’ કહેશું ?) કરતા હોય ? તમે એવા લેખો કે પ્રવચનોથી અકસ્માત અથડાવ છો ખરા જેમાં બટ્રાન્ડ રસેલ, મહાવીર, બુદ્ધથી માંડીને ઓશો સુધીના મૌલિક ચિન્તકોનું ઘરેલૂ ‘એસેમ્બલીંગ’ કરીને એક યા બીજા બહાના હેઠળ પોતાના નામની મહોરની ગુસ્તાખી કરવામાં આવી હોય ? (આ પ્રવૃત્તિ-ચિંતન ક્ષેત્રની ‘સફેદ કોલર’ શું કહેશું ?)કદાચ પ્રત્યુત્તરમાં તમે મોઢું વકાસીને જોઈ રહેશો. કારણ કે જ્યાં આખી બજારમાં બાપ જન્મારે ‘એસેંબલીંગ’ ના માલ માં જ તમારો વાચન-ઉછેર કે ‘શ્રવણ-ઉછેર’ થયો હોય ત્યાં તમારો પણ વાંક નથી. આપણી એક આખી પેઢી ઉધારી આધ્યાત્મિકતા પર ઉછરી છે. જેમ ભેળસેળિયું પાણી પીનારાને અચાનક અતિશુદ્ધ જળ પેટમાં જાય તો એ સાંખી શકે નહીં એમજ વિચારો, લેખો અને પ્રવચનોની બાબતમાં થતું હોય છે. શોધ અને પ્રતીતિ- કબીર, રસેલ, કૃષ્ણમૂર્તિ કે ઓશોનાં હોય, કોઈ પણ આલિયો માલિયો થોડું ઈધરઉધર કરીને પોતાની દરિદ્ર દુકાનના શણગાર અર્થે વાપરે તો આ ભ્રષ્ટાચાર ઓળખનાર વાચકો કે શ્રોતાઓ ક્યાં છે ? ખૂબ ગોત્યા પછી પણ જડે ખરા ?મોટા ભાગના ‘મીડિયોકર’ વાચકો (ચીડિયોકર મૂળ અંગ્રેજી શબ્દની અદલ અર્થચ્છાયા વાળો ગુજરાતી શબ્દ નથી) કે શ્રોતાઓ કૃષ્ણમૂર્તિ, ઓશો કે વિવેકાનંદથી માંડીને અત્યારના જાણીતા વિચારકોની વાતોને ‘ફોલ્ડીંગ’ હીંચકા, તૈયાર ખાદ્ય પદાર્થ કે ઔષધની તૈયાર ગોળીઓ (નુસખા કે ‘ફોર્મ્યુલા’) માનતા હોય છે. હકીકત સાવ જુદી છે ઃ રજનીશની આંતરિક શોધનું શિખર કદાચ એમની સાથે જિન્દગીભર ચોવીસ કલાક રહેનારને પણ પ્રાપ્ત ન થાય, ને રજનીશનો એક અક્ષર પણ ન વાંચનાર ગામડાની કોઇ અબુધ દાતણ વેચનારી ડોશીના શબ્દોમાં રજનીશ જેવાં ઊંડાણ કે પ્રતીતિના ચમકારા મળે !કોઈ પણ (દુનિયાનાં ગમે તેટલાં મોટાં નામ ગણી લો) વિચારકને મિત્ર ગણો, ફોલ્ડિંગ હીંચકો નહીં જ, કારણ કે મનોયાત્રા તમારે જાતે જ કરવી પડશે. બની શકે કે અનેક તબક્કે તમને કૃષ્ણમૂર્તિ, ઓશો કે વિવેકાનંદ પણ કાચા જણાય ! અને ‘એસેમ્બલીંગ’ કે ‘પારકી મૂડીએ ‘ચિંતન’ થી તો ખૂબ દૂર રહેવું ઃ એ તો અધમ કૃત્ય છે.

Advertisements

One comment

  1. આપણને સૌને આ સામાન્ય ટેવ છે. પોતે જે કહેવું છે તે સુદ્રઢ કરવા મહાપુરુષોને ટાંકીએ છીએ. એમાં અંતે પોતાનો મૌલિક વિચાર તો વ્યક્ત થતો જ નથી.
    સ્કૂલમાં નિબંધલેખનમાં આવા મહાપુરુષોનાં કથન લખીએ તો વધારે માર્ક્સ મળતા. તેથી કદાચ આ ટેવ બરકરાર રહી જાય છે. સ્કૂલના વિદ્યાર્થી માટે ઠીક છે, આવા કથનો લખે, તે પરથી તેના બહોળા વાંચનનો પરચો મળે છે. પણ પુખ્ત વયે પણ બીજાનાં વિચારોનું એસેમ્બલીંગ– લખનારની વૈચારિક ગરીબીનો પરિચય આપે છે.આવા લખાણનું ખાસ વજૂદ નથી રહેતું.
    તત્કાલીન વડાપ્રધાન શ્રી નરસિમ્હ રાવે U N માં ભાષણ આપતી વખતે આવા ઘણાં મહાનુભાવોને ટાંક્યા હતા. ત્યારે ભારતીયોને તેમનું વક્તવ્ય ખૂબ ગમ્યું પરંતુ વિદેશમાંથી એવી ટીકા થઈ હતી કે, “અમે તો તમારા વિચાર જાણવા આવ્યા હતા. બીજાઓએ શું કહ્યું છે તે તો અમે પહેલેથી સાંભળેલું જ છે!”

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s