રાજકોટમાં પ્રથમ વખત ” બાળ વાર્તા ” પારાયણ—આયોજક ” નવદુર્ગા એજ્યુકેશન ટ્રસ્ટ “

રાજકોટમાં પ્રથમ વખત ” બાળ વાર્તા ” પારાયણ—આયોજક ” નવદુર્ગા એજ્યુકેશન ટ્રસ્ટ “

“નવદુર્ગા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ” દ્વારા આગામી ૬ મે, થી ૮ મે સુધી સાંજે 4-30 થી 07 સુધી આ ” બાળ વાર્તા ” પારાયણનું આયોજન કરવામાં આવેલ હોવાના સમાચાર વાંચી અત્યંત આનંદ થયો. નવદુર્ગા ટ્રસ્ટ્ની આ અનોખી પહેલ કરવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ !

વાર્તાના માધ્યમ દ્વારા બાળકો આપણાં ભવ્ય ભૂતકાળથી અવગત થાય તે આજના આ સમયમાં અત્યંત આવશ્યક ગણાય, બાળકોને પરંપરા ઉપરાંત બાળ સાહિત્ય વાંચવા રુચિ પ્રગટે તો ઉમર વધતા સાહિત્યના અન્ય પ્રકારો તરફ પણ આકર્ષાય શકે અને પરિણામે પોતાના વિચારોનું ઘડતર પણ થઈ શકે.

બાળકો વાંચવા પ્રેરાય તે માટે મેં એક પ્રયોગ ચાર વર્ષ પહેલાં વેકેશન દરમિયાન ” વાચન શિબિર ” ના નામે અમારાં વિસ્તારમાં શરૂ કરેલો, અને બાળ સાહિત્યના અનેક પુસ્તકો જેવા કે, મહાભારતના પાત્રો, રામાયણના પાત્રો, પંચતંત્ર, હિતોપદેશ, ઉપરાંત બકોર પટેલ, છકો- મકો, મિંયા ફુસ્કી, હાથી શંકર ધમધમીયા, વિક્રમ વૈતાલની વાર્તાઓ, બત્રીસ પૂતળીની વાર્તાઓ, અરેબીયન નાઈટસની વાર્તા,અકબર બીરબલ, ઈશપની વાતો, જુલેવર્નની સાહસ કથાઓ, શેરલોક હોમ્સની વાર્તાઓ ઉપરાંત અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતા બાળકોને તેઓની પોતાની માતૃભાષાની મર્યાદા ધ્યાને લઈ અંગ્રેજી પુસ્તકો પણ વસાવી પાંચ વર્ષથી 16 વર્ષ સુધીના બાળકોને રોજ બપોરના સમયે વાચન કરવા નિમંત્રેલ. બાળકોને સાથ મળી રહે તે હેતુથી વડિલોને બાળકો સાથે નિમંત્રેલ.

કમનસીબે વાચનની ઘટતી જતી રુચિએ આ પ્રયોગમાં પહેલાં ત્રણ વર્ષ માત્ર ચાર બાળકોએ આનો લાભ લીધો,( અમારા વિસ્તારમાં અંદાજે 5થી 16 વર્ષના 50 બાળકો હશે ) અંતે હારી-નિરાશ થઈને ગત વર્ષથી આ ” વાચન સપ્તાહ ” બંધ કરવાની ફરજ પડી. બાળકોને વાચન માટે આકર્ષવા ચોકલેટ અને આઈસ્ક્રીમ પણ રાખેલા, છતાં નિષ્ફળતા મળી જે ખૂબજ દુઃખદ છે.

ઘટતી જતી વાચન તરફની અભિરુચિ અત્યંત ખેદ જનક છે અને તેવા સમયે ” નવદુર્ગા ટ્રસ્ટે ” જે પ્રયોગ હાથ ધર્યો છે તે સફળ થાય તેવી શુભેચ્છાઓ પાઠવું છું.

સંભવ છે કે, બાળકોને વાચન કરતા વિશેષ કોઈ સુંદર અને મીઠી જબાનમાં વાર્તા કહે તો સાંભળવી વધુ ગમે, જેમ કે પહેલાંના સમયમાં દાદા-દાદી, નાના-નાની રાત્રે સુતા પહેલાં અવનવી વાર્તાઓ બાળકોને સંભળાવતા અને જે તેમની કલ્પના શક્તિને ખીલવતા.

બાળ સાહિત્યની બાળા વાર્તાઓથી બાળકોના માનસ ઉપર હકારાત્મક અસર કરે છે જે નિર્વિવિવાદ છે.પરંતુ આજના આ સમયમાં અંગ્રેજી માધ્યમ પાછળની આંધળી દોટે ભણતરનો ભારઅસહ્ય વધાર્યો છે ઉપરાંત ટીવી, વિડીઓ, કોમપ્યુટર મોબાઈલ વગેરે ઉપકરણોનો વિવેક હીન ઉપયોગે તથા વેકેશનમાં વિવિધ પ્રકારના વર્ગો કરાવવાની મા-બાપની આંધળી દોટે બાળકોને મુક્ત રીતે શ્વાસ લેવા જેટલી પણ સ્વતંત્રતા રહેવા દીધી ના હોય વાચન તરફની અભિરુચિ બાળકો ઉપરાંત મોટેરાઓની પણ ઘટતી જતી દેખાઈ રહી છે.

અંતમાં ફરી એક વાર ” નવદુર્ગા ટ્રસ્ટ “ની ” બાળવાર્તા પારાયણને સફળતા પ્રાપ્ત થાય તેવી અંતરની શુભેચ્છાઓ પાઠવું છું.અને આવો પ્રયોગ શહેરના અન્ય વિસ્તારોમાં તથા અન્ય ગામો અને શહેરોમાં જુદી જુદી સંસ્થાઓ હાથ ધરી વાચન તરફની અભિરુચિ બાળકો અને મોટેરાઓમાં પણ પ્રગટાવે તેવી આશા રાખું તો અસ્થાને નહિ ગણાય !

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s