સૂરત પાટીદાર સમાજની પ્રગતિશીલ, સ્તુતીય, સરાહનીય અને અનુકરણીય પહેલ !

સૂરત પાટીદાર સમાજની પ્રગતિશીલ, સ્તુતીય, સરાહનીય અને અનુકરણીય પહેલ !

એક સમાચાર પ્રમાણે સૂરત શહેરમાં નાગરિકોને આવી કાળઝાળ દઝાડતી, આકાશમાંથી વરસતી ગરમી- લગ્ન સમયે નીકળતા અનેક વરઘોડાને લગ્નની મોસમ દરમિયાન વરઘોડા કાઢનાર લોકોને જાણે નડતી નથી. લગ્નસરામાં રોજના અનેક વરઘોડા રસ્તા રોકીને ટ્રાફિકની અનેક પ્રકારની અડચણ અને સમસ્યાઓ પણ ઉભી કરતા રહે છે, અનેક સ્થળોએ ટ્રાફિક જામ થતો રહે છે અને નિર્દોષ નાગરિકો પણ આવી કાળઝાળ ગરમીના ભોગ બનતા રહે છે.

આવા સંજોગોમાં સૂરતના પાટીદાર સમાજ ટ્રસ્ટ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, જે વ્યક્તિ લગ્નમાં વરઘોડો નહિ કાઢે તેમનું જાહેરમાં સન્માન કરવામાં આવશે. સ્વાભાવિક છે કે, સમાજમાં જાહેર સન્માન થવાનું હોય તો લોકો વરઘોડો કાઢવાનું માંડી વાળે અને તે આશા ફળી રહી જણાય છે .લોકોને વરઘોડાથી દૂર રહેવા વધ પ્રેરણા મળે તે હેતુથી પાટીદાર સમાજના પ્રમુખ શ્રીએ જે વરરાજા પોતાના લગ્નમાં વરઘોડો ના યોજે તેને રૂપિયા પાંચ હજારનું ઈનામ આપવાની જાહેરાત કરી છે.

આ નિર્ણય પાછળની ગણતરી પણ સમજવા જેવી છે. જો વરઘોડો ન કાઢવામાં આવે તો ઓછામાં ઓછા દસ હજારનો ખર્ચ બચી જાય અને ઉપરથી પાંચ હજારનું ઈનામ અને સમાજમાં જાહેર સન્માન દ્વારા પ્રતિષ્ઠા પણ મળે ! ઉપરાંત સમાજ ખોટા દેખાડાના ખર્ચમાંથી બચે ! ઉપરાંત શહેરના નાગરિકોની ખોટી હાડમારી -ટ્રાફિક જામ જેવી સમસ્યાઓ કંઈક અંશે હળવી થાય.આ જાહેરાત બાદ એ વાતની ખુશી છે કે ,આ ગણતરી સાચી પડી રહી છે અને લોકો વરઘોડો કાઢવાનું મુલત્વી કરવા લાગ્યા છે.

ઉપરોકત સંદર્ભે આવા જ પ્રકારના નિર્ણયો અન્ય જ્ઞાતિના સમાજો /મંડળો એ કરવા આગળ આવવું જોઈએ.

આ તબક્કે આવા પ્રગતિશીલ અને અનુકરણીય પહેલ કરનારા સમાજને કેટલાક સુચનો કરવાનું પ્રલોભન થતા અત્રે મૂકી રહ્યો છું.

( 1 ) યુવાનીમાં પગ મૂકી રહેલા તમામ બાળકોને પોતાના વાહનો લાયસંસ સાથે અને ટ્રાફિકના નિયમો પ્રમાણે ચલાવવા, બીન જરૂરી અત્યંત કર્ક્શ અવાજ કરતા હોર્ન નહિ વગાડવા ગંભીરતા પૂર્વક સૂચના આપવી અનિવાર્ય ગણાય કે જેથી રો-બ-રોજ વધતા જતા માર્ગ અકસ્માતો નીવારી યુવા પેઢીને બચાવી શકાય.

( 2 ) આ ઉપરાંત ચો-તરફ ગંદકી કરવી, ફેલાવવી એ જાણે આપણો અબાધિત મૂળભૂત અધિકાર હોય તેવું તમામ ગામ કે શહેરમાં જોવા મળે છે.અને જાણે ગંદકી દૂર કરવાની ફરજ માત્ર સુધરાઈ કે સરકારની જ હોય તેવી માનસિકતા મોટા ભાગના નાગરિકોમાં પ્રવર્તે છે. આ વિષે પણ તમામ જ્ઞાતિના સમાજે જ્ઞાતિ જનોને ગંદકી નહિ કરવા યોગ્ય સૂચનાઓ પાઠવવી જોઈએ અને ગંદકી નહિ કરનારનું પણ જાહેરમાં સન્માન કરી બહુમાન કરવું જોઈએ તમામ જ્ઞાતી મંડળોએ ગંદકી નાબુદી અભિયાન શરૂ કરવું જોઈએ.

ગંદ્કી દૂર કરવા કે ફેલાતી અટકાવવા સુધરાઈ કે સરકાર ઉપર આધારિત નહિ રહેતા નાગરિક ધર્મને યોગ્ય સંદર્ભમાં સમજી સખ્ત રીતે પાલન કરવું નૈતિક ફરજ બની રહે છે તેવી સમજ સમાજના તમામ વર્ગમાં પ્રગટાવવા ગંભીરતાપૂર્વક પ્રયાસો હાથ ધરાવા જોઈએ.

અંતમાં ફરીથી એક વાર સૂરતના પાટીદાર સમાજને આવા પ્રગતિશીલ પગલાંની પહેલ કરવા હાર્દિક અભિનંદન સાથે ઉપર કરેલા સૂચનો વિષે યોગ્ય નિર્ણય કરશે તેવી શ્રધ્ધા સાથે !

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s