જીવન-વિદ્યા, ધ્યાન, યોગ શું ટાઈપિંગ-ક્લાસના વિષયો ?—- અન્તર્યાત્રા -ડૉ.સર્વેશ પ્ર.વોરા

જીવન-વિદ્યા, ધ્યાન, યોગ શું ટાઈપિંગ-ક્લાસના વિષયો ?—- અન્તર્યાત્રા -ડૉ.સર્વેશ પ્ર.વોરા

યોગ, અધ્યાત્મ, ધ્યાન, જીવન-વિદ્યા જેવા વિરલાને આત્મસાત્ થતા વિષયો બોડી બામણીનું ખેતર બની ગયા એ આપણા યુગની એક કરુણ-હાસ્ય કથા છે. આ વિષયોની દેખીતી ભ્રામક સરળતાને કારણે તૂત ચલાવવાની વિરાટ ‘માર્કેટિગ નેટવર્ક’ ચલાવવાની પૂરેપૂરી શક્યતાઓ છે. યોગ અધ્યાત્મ ધ્યાન શિખવવા કે શીખવાના વિષયો નથી, દવા બનાવનારી કંપનીઓ જેમ એની ‘ફોર્મ્યુલા’ એના ‘કોર્સ’ના હોય, આટલું સીધું સાદું સત્યપણ નવ્વાણું ટકાને સમજાયું નથી હોતું. સોમાંથી સાડા નવ્વાણું ટકા બેવકૂફો જેમાં (યોગ-શિક્ષકોનો દાવો કરતા જણ પણ ચોક્કસ ગણી લેવા) યોગનો ઉચ્ચાર ‘યોગા’ કરતા હોય ત્યારે એમના મગજમાં શીંગ ને બદલે ફોતરાં ભરેલાં હશે એનો સંકેત મળી જાય.

એવરેસ્ટનો નકશો બજારમાં મળતો હોવા છતાં એવરેસ્ટને પામવા જાતે જ યાત્રા કરવી પડે. તેનઝિંગની વ્યક્તિપૂજા કરવાથી કે એવરેસ્ટ અંગેની ‘શિબિરો’ કે ‘કોર્સ’ કરવાથી કે એડમંડ હિલેરીનાં નામનો જાપ કરવાથી એવરેસ્ટ પામી શકો ખરા ? અને કેમ ભૂલી જાવ છો કે એવરેસ્ટ આરોહણમાં શરીર ઉપરાંત બુધ્ધિમનનાં જે સ્વરૃપની જરૃર પડે એના કરતાં આધ્યાત્મિક રૃપનાન્તરમાં જુદા જ ઉચ્ચતર રૃપની જરૃર પડે છે, જે શાકમાર્કેટમાં વેચાય  કે ‘કોચિંગ ક્લાસ’નો વિષય બની શકે એ શક્ય જ નથી.પરિસ્થિતિ આજે એ તબક્કે આવી ઊભી છે કે ઓશોનાં કોમ્યૂન (જે આશોની આધ્યાત્મિક ભૂલ હતી)થી છૂટા પડેલા એક બંધુ હવે ‘એનલાઈનમેન્ટ’ (જ્ઞાાન-પ્રાપ્તિ)ના પ્રમાણપત્રો બહાર પાડે છે. કાલે એમના મૂંડિયાઓની સંખ્યા વધે, (જેની પૂરેપૂરી શક્યતા છે) ને તમને સાંતાક્રૂઝ કે કામાઠીપુરા પાસે જ્ઞાાનપ્રાપ્તિના ‘ટૂંકાગાળાના કોર્સ’ જોવા મળે તો જરા પણ નવાઈ ન પામતા.

ઓશોએ ભલે પોતાની અનુભૂતિના માત્ર ‘ઇશારા’ કર્યા હશે, પણ પછી એ ‘ઈશારા’ ગળે પેહરવાનાં માદળિયાં બની ગયાં કારણ કે એમણે અનુભૂતિને ‘કોર્સ’નું ‘માર્કેટિંગ’નું રૃપ આપ્યું, ઓશો કે કૃષ્ણમૂર્તિના વિચારોને કોઈ પોતાનાં નામે ચઢાવે તો બહુ સસ્તે ભાવે શક્ય છે કારણ કે વિચારોની ઉપર કોઈ ‘બ્રાન્ડ’ કે ‘કોપીરાઈટ’ તો હોતા નથી, ને વિચારો ‘પામવાની’ બાબત છે, ‘પહેરવાની’ નહીં એટલું સત્ય આ વિરાટ બજારમાં કોણ સમજતા હશે ? આ બજારમાં જે મૂકો તે વેંચાઈ જાય.રૃપાન્તરના બે પ્રકાર છે ઃ આંતરિક અને બાહ્ય. અધ્યાત્મ, ધ્યાન, જીવન-વિદ્યા, યોગ જેવા વિષયોનો સમાવેશ આંતરિક રૃપાન્તરમાં આવે. આંતરિક રૃપાન્તરના ‘કોર્સ’ શક્ય જ નથી. વ્યક્તિનાં રૃપાન્તરની ઊંચાઈ કોણ નક્કી કરે ? જે સંતોને કે વિચારકોને તમે માનવજાતનાં સર્વોચ્ચ શિખરો ગણો છો એમને એમના જીવનકાળમાં કોણ માપી શક્યું હતું ? હા, તમે ‘કોર્સ’ કરીને કદાચ તમારી રીતભાત, રજુઆત, કામચલાઉ પ્રત્યાઘાતો બદલી શકો, ‘જન-સંપર્કો’ના નિષ્ણાત બની શકો, પણ યોગ-ધ્યાન-અધ્યાત્મનાં ઊંડાણો ને ‘કોર્સ’ની મર્યાદામાં કેમ બાંધી શકો ?

 

Advertisements

One comment

  1. સતત અભ્યાસ વગર કોઈ પણ કાર્યમાં સફળતા મળતી નથી. ગાંધીજી કદી પ્રાર્થનાનું માર્કેટીંગ કરતા નહોતા તે પ્રાર્થના કરતા હતા. તેવી રીતે તેમણે સત્ય અને અહિંસાનું યે માર્કેટીંગ કર્યું નહીં પણ સત્ય અને અહિંસા જીવી બતાવ્યા. કોઈ પણ ક્ષેત્ર લ્યો તેના સફળ મનુષ્યોએ સતત પુરુષાર્થ કર્યો હશે. પુસ્તકો વાંચીને કોઈને રાતો રાત કદી સફળતા મળી ન શકે. કેસેટ સાંભળીને કોઈ ગાયક ન બની શકે. ફીલ્મો જોઈને કોઈ અભીનેતા ન બની શકે.

    અભ્યાસ અને પુરુષાર્થ વગર કશું પ્રાપ્ત થતું નથી હોતું.

    શ્રી અરવિંદભાઈ,
    તમારી તબીયત કેમ છે? હમણાં તમે તમારા સ્વતંત્ર વિચારો બ્લોગ પર નથી લખતા?

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s