મનમોહનસિંહના રિટાયર્મેન્ટ પ્લાન—- મનુ શેખચલ્લી

 

મનમોહનસિંહના રિટાયર્મેન્ટ પ્લાન—- મનુ શેખચલ્લી

 મૌન-સમ્રાટ મનમોહનજી નિવૃત્ત થયા પછી શું કરશે? અરે, એમ પૂછો, શું બોલશે‘ ?
કોંગ્રેસે તો મનમોહનસિંહને અત્યારથી જ ‘રિટાયર’ કરી દીધા છે!પ્રચારનાં પોસ્ટરોમાં રાહુલના ફોટા હોય છે, સોનિયાજીના ફોટા હોય છે, અરે, સ્થાનિક ઉમેદવારનો પણ ફોટો હોય છે પરંતુ મનમોહનસિંહનો ટપાલની ટિકીટ સાઈઝનો ફોટો ય હોતો નથી.તો આપણને સ્હેજે વિચાર આવે કે મનમોહનસિંહ રિટાયર થયા પછી શું કરશે?

એક ઈન્ટરવ્યુ…* * *”મનમોહનજી તમે રિટાયર થઈ ગયા?” અમે સવાલ કર્યો.
જવાબમાં મૌન.
”મનમોહનજી, રિટાયર થવાનું તમને ગમે છે?” અમે બીજો સવાલ કર્યો.
જવાબમાં મૌન.
”મનમોહનજી, રિટાયર થયા પછી તમે ભલે બોલો નહિ, પણ આત્મકથા તો લખશો ને?”
”ક્યું લિખું?”
મનમોહનજીનો તીણો અવાજ આવ્યો. એ ખરેખર બોલી રહ્યા હતા! અમે અમારા કાન આગળ કર્યા. કાનની પાછળ હાથ ધર્યા. તીણા અવાજે એમણે કહ્યું ઃ
”આટો-બાયો-ગ્રાફી ક્યું લિખું જી? મેરા તો કામ બોલેગા.””કામ?” અમે ચમક્યા ”વડીલ તમે શું કામ કરતા હતા, જરા કહેશો?”
”ઓ જી, મૈં રોજ ટાઈમ-ટુ-ટાઈમ ઓફીસ જાત્તા થા. ચુપચાપ બૈઠ્ઠા રૈત્તા થા. ફાઈલોં પે સાઈન કરતા થા જી.””તો એ ફાઈલોની સહીઓ જ અત્યારે છાપરે ચડીને બોલી રહી છે ને! ટુ-જીની ફાઈલો, કોલસાની ફાઈલો…”
મનમોહનજી ચૂપ થઈ ગયા. અમે ઘણી કોશિશ કરી છતાં એમણે મોં ખોલ્યું જ નહિ…* * *
આખરે એમનું મોં સ્હેજ… એકદમ સ્હેજ… ખુલે એટલા ખાતર અમે પંજાબી લસ્સી મંગાવી!
લસ્સી જોઈને એમનું ફીટોફીટ મોં સ્હેજ ઢીલું થતું દેખાયું. અમે જરા મહેનત કરીને એમના હોઠ વચ્ચે સ્ટ્રો ઘૂસાડી દીધી!મનમોહનજી લસ્સી પીવા લાગ્યા. અમે કીધું ઃ
”મનમોહનજી, દસ દસ વરસ સુધી હોઠ ભીડીને પ્રાઈમ મિનીસ્ટરની ખુરશી પર બેસી રહ્યા પછી છેક હવે તમને લસ્સીની સ્ટ્રો નાંખવા જેટલા હોઠ ખોલવાનો ચાન્સ મળ્યો છે. સાચી વાત છે ને?”મનમોહનજી રડવા જેવા થઈ ગયા.અમે કીધું ”રડો નહિ, બસ, મનમાં જે હોય તે બહાર કાઢો.”મનમોહનજી ઝીણા અવાજે ડૂસકું લઈને બોલ્યા ”બાહર તો નિકલ રહા હૈ જી, મગર મુંહ સે નહિં, આંખ્ખોં સે…”
અમે એમને થોડીવાર રડી લેવા દીધા. લસ્સી પૂરી કર્યા પછી એમણે હોઠ પર જીભ ફેરવી કે તરત અમે એમના ખુલેલા હોઠ પર ચાન્સ મારતો સવાલ નાંખ્યો ઃ
”સરજી, રિટાયર હોને કે બાદ આપ ક્યા કરેંગે?””પ્રસ્નાલિટી ડેવ્લપ્મેન્ટજી!”
”હેં?” અમે ચમક્યા ”સરજી, આપ કી તો ઈતની ફેમસ પર્સનાલીટી હૈ. ઔર ક્યા ડેવલપમેન્ટ કરની હૈ?””પબ્લિક ઈસ્પિકીંગ જી!”’હેં?’ અમે ફરી ચમક્યા ”ભાષણો કરશો?”
”ઓજી, ભાષણ મેં કરતા થોડા થા? મૈં તો પઢતા થા!” મનમોહનસિંહના તીણા અવાજમાં દર્દ હતું ”અબ તો મૈં બિના પઢે બોલના ચાહતા હું. બાત કરના ચાહતા હું.”
”વો તો ઠીક હૈ, લેકિન બાત કિસસે કરોગે?”અમારા સવાલથી મનમોહનસિંહનો ચહેરો અચાનક લજામણીના છોડની જેમ પાછો સંકોચાઈ ગયો! એ ઝીણી આંખો કરી, આકાશમાં જોઈ વિચારતા રહ્યા.મેં એક સજેશન આપ્યું. ”ક્યા અપની વાઈફ સે બાત કરોગે? ”
જવાબમાં એમના દાઢી-મૂછમાં છૂપાયેલા પાતળા હોઠ પર અડધા મિલિમીટરનું સ્માઈલ ફરી વળ્યું! એ છાતી કાઢીને બોલ્યા ઃ”મૈં આઈને દે સામણે ખડા હોંદા! મૈં તો અપણે આપ સે ગલ્લાં કરુંગા!”અમે માથું ખંજવાળતા મનમાં વિચારતા રહ્યા કે સરજી ‘ગલ્લાં’ કરશે કે પછી એમાં ‘ગલ્લાં-તલ્લાં’?* * *
પછી અમે એમને ગરમાગરમ પંજાબી સમોસા ખવડાવી દીધા! અને જુઓ મઝા… એ ક તો મોટા મોટા સમોસા ખાવા માટે મોં ફાડ તો ખોલવી જ પડે, ઉપરથી તીખો અને ગરમ સમોસો મોંમાં જતાં જ એમની જીભ દાઝી ગઈ!”સી…સી…સી… ફૂફૂ…ફૂફૂ…ફૂફૂ..” કરતા મનમોહનજી એમની જીભ લપકાવવા લાગ્યા. અમે તરત જ મોકો જોઈને સવાલનો પાસો ફેંક્યો ઃ
”મનમોહનજી, રિટાયર થયા પછી જીવનની કોઈ અધૂરી ઈચ્છા નહિ પુરી કરો?””જરૃર પુરી કરુંગા જી!” મનમોહનજીનો અવાજ ફાટી ગયો હતો પણ એકદમ ગરમાગરમ હતો. ”ઓજી, મૈં ના, સારે રિમોટ તોડ ડાલુંગા!”
”સારે રિમોટ?” અમને મઝા પડી ગઈ.”ઓજી, સારે રિમોટ!” મનમોહનજીની જીભ ખૂલી ગઈ હતી. ”ટીવી કે રીમોટ, ડીવીડી પ્લેયર કે રીમોટ, સીડી પ્લેયર કે રીમોટ, ખિલૌને કે રિમોટ, એસી કે રીમોટ… સારે રિમોટ તોડ ડાલુંગા જી!”
થોડી વાર તો મનમોહનજી પોતાના ઉત્સાહને લીધે બે પગે ઉછળતા રહ્યા. પછી ”સીસી… સીસી… ફૂફૂ..ફૂફૂ..” કરતા બેસી પડયા. મેં કીધું ઃ”ઔર… વો રિમોટ?”મનમોહનજી પાછા મૌન બની ગયા.* * *
”ઈન્સાન કો ના…” મનમોહનજી ફ્રીજમાં ઠંડો કરેલો ‘ગાજર’નો હલવો ધીમે ધીમે ચાવી રહ્યા હતા. ”ઈન્સાન કો ના… અપણી ટૈલૈન્ટ કે હિસાબ સે ચલના મંગદા.””તો, આપ કી ટેલેન્ટ ક્યા હૈ.””વોહી મૈં બતા રહા હું ના. મૈં ના, રિટ્ટાયર હોણ દે બાદ વડું-વડું એન્જિનિયરીંગ કોલેજ દે ટેકનોલ્લોજી ફૈસ્ટીવલોં મેં જાઉંગા.””ઔર વહાં ક્યા ટેલેન્ટ દિખાઓગે?””મૈં રોબોટ બનુંગા!”
આ વખતે અમે ચૂપ થઈ ગયા. યાર, માણસ રિટાયર થયા પછી પણ શા માટે એ જ કામ કરવા માગતો હશે જે એણે આખી જીંદગી સુધી કર્યું હોય? અમે ચૂપચાપ ગાજરનો હલવો ચગળતા રહ્યા.પણ મનમોહનજી હલવો પુરો કરીને જીભનો ચટકારો બોલાવતાં કહેવા લાગ્યા ઃ
”મૈં ના, ઈસ્પીલબર્ગ કે પાસ જાવાંગા.””ઈસ્પીલબર્ગ? વો કૌન હૈ?””ઓયે ઈસ્પીલબર્ગ જી! જો હોલ્લીવૂડ મેં વડ્ડી વડ્ડી બિલોકબસ્ટર ફિલમેં બનાત્તા હૈ જી!”
”સ્પીલબર્ગ?””હાં. વોહી. તૈનું જાકે મૈં દસણા જી, કિ મૈંનું તેરી નઈ પિક્ચર મેં રોલ દે દો.””કૌન સી પિક્ચર, કૌન સા રોલ?””ઓજી પિક્ચર ઔર રોલ સેમ ટુ સેમ હૈ જી…” મનમોહનજી મંદમંદ હસીને નમ્રતાથી ગરદન ઝુકાવતા બોલ્યા ઃ
”રોબોટ… આઈ, રોબોટ!”

 

Advertisements

One comment

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s