પંપાળે તે નહીં, જગાડે તે જ ગુરુતત્ત્વ—- અન્તર્યાત્રા – ડૉ.સર્વેશ પ્ર.વોરા

                                પંપાળે તે નહીં, જગાડે તે જ ગુરુતત્ત્વ—- અન્તર્યાત્રા – ડૉ.સર્વેશ પ્ર.વોરા

થોડા સમય પહેલાં એક ખતરનાક વાત સાંભળવા મળેલી. મુંબઈની શાળાઓની બહાર ખાદ્ય પદાર્થોમાં નશીલા પદાર્થોની ભેળસેળ કરાય છે, જેથી નિર્દોષ ભુલકાં એ પદાર્થોનાં ગુલામ બની જાય ને નશીલા પદાર્થોનાં વિનાશક વેચાણનો ધંધો ધમધોકાર ચાલે. એ સમાચાર જ ધરતીકંપ સર્જે એવા હતા, પણ એ સમાચારે મનોમંથન પ્રેર્યું

.ધર્મ, સંપ્રદાય, વ્યક્તિ, સાધુબાવાઓ વગેરેની આજુબાજુ જમા થતી ટોળાંશાહી આવા જ કોઈ માનસિક નશાની ગુલામ નથી તો બીજું શું છે? અધ્યાત્મ-ચિન્તનનાં ક્ષેત્રમાં સ્વતંત્ર વિચારને પ્રોત્સાહિત કરવાનાં મિશન સાથે બહાર પાડનાર વ્યક્તિને ટૂંક સમયમાં ખબર પડે છે કે કેટલો ખતરનાક પડકાર એણે ઝીલવાનો છે. ”ડ્રગ્સ” કે નશીલા પદાર્થના ગુલામ બનેલા દર્દીને તમે જોયો છે? એને નશીલા પદાર્થની ભયંકર તડપ હોય છે.  એના હાથમાંથી નશીલો પદાર્થ ઝૂંટવી તો જુઓ! એ કાળઝાળ વિકરાળરૃપ ધારણ કરશે

.અધ્યાત્મ, નીતિમત્તા, કથાવાર્તા, વેદાન્ત, ધર્મનાં ક્ષેત્રમાં વંદનીય ગણાતી વ્યક્તિ, (ભલે તેના કરોડો કે અબજો અનુયાયીઓ હોય)ના ચેલકાઓમાં જો પેલી નશાકારક દવા જેવું ટોળાંછાપ ઝનૂન જોવા મળે, તો ખાતરી રાખજો કે પેલા ”પરમવંદનીય મહાપુરુષે” એની ઊંચી ઊંચી વાતો સાથે ગુલામીનો નશીલો પદાર્થ પણ પીવડાવી દીધો છે. માણસને સાંપ્રદાયિક કે ‘ધાર્મિક’ કે અમુક તમુક બ્રાન્ડનું ‘અધ્યાત્મિક’ વિષ ચડયું છે કે નહીં એ તપાસવાની બહુ સાદી સીધી પરીક્ષા છે ઃ ”અમે અન્ય કરતાં વધારે સમજૂ, વધારે જ્ઞાાની, વધારે ડાહ્યા” આવી મનોદશા જુઓ તો ખાતરીથી માનજો કે કોઈ ચાલાક ધર્મગુરુની ‘ગુલામીકરણ’ની મોટી જાળમાં ફસાયેલું આ માછલું છે

.આપણા નરશાર્દૂલ કવિ-પત્રકાર ઝવેરચંદ મેઘાણીએ તો પોતાની એક વેધક કવિતામાં બહુ સ્પષ્ટપણે કહી દીધું છે ઃ”સિંહણબાળ ભૂલી ગયાં નિજ જનનીની કૂખ,ધરી એની સન્મુખ, જગવણહાર ઘણું જીવો!”માણસ જેવા માણસને એનું સિંહ જેવું વૈચારિક સ્વાતંત્ર્ય જગાડે એ જ આધ્યાત્મિક દ્રષ્ટિએ સાચું અને આદર્શ ગુરુતત્ત્વ છે. માણસનું વિચાર સ્વાતંત્ર્ય હરી લઈ, એને પંપાળી પંપાળી, એના પૂર્વગ્રહો વખાણી વખાણી, એને ઘેટાં બનાવનાર વ્યક્તિ માણસનું ધીમું ખૂન કરે છે, કારણ કે માણસની માણસાઈ એનાં વિચાર-સ્વાતંત્ર્યમાં રહેલી છે.અને કહેવા દો કે માપી શકાય, નોંધી શકાય એવી, દેખીતી રીતે ઉત્તમ જણાતી પ્રવૃત્તિઓ કરનારા ‘ધર્મપુરુષો’ એક એવું મહાપાપ આચરતા હોય છે કે પેલી કહેવાતી ઉત્તમ પ્રવૃત્તિઓનો ઢગલો એકબાજુ મૂકો, ને માણસને ઘેટું બનાવીને એને સાંપ્રદાયિક ઝનૂની બનાવવાનું મહાપાપ બીજી બાજૂ મૂકો તો આ બીજી બાજુનું મહાપાપ પેલી કહેવાતી ઉત્તમ પ્રવૃત્તિઓના હિસાબે કરોડો ઘણું વધારે ગુનાહિત છે

ઉત્તમ પ્રવૃત્તિઓની ચોકલેટ આપી, ધર્મ કે ભક્તિનું બેનર લગાડીને તમે આખે આખાં ટોળાંનાં વિચાર-સ્વાતંત્ર્યની કતલ કરો, એને ‘બેનર’ બાબત ઝનૂની બનાવો એ માનવતા સામેનો મહાઅપરાધ છે એટલું કોણ સમજશે? તમે કોઈ પાસેથી બીડી-તમાકુનું વ્યસન છોડાવો છો, ને વ્યક્તિપૂજા અને સાંપ્રદાયિક કે સંસ્થાગત ઝનૂનનું ‘મહાવ્યસન’ પીવડાવી દો છો, એ વ્યવસ્થિત રીતે, મોટે પાયે ચાલી રહેલાં કાવતરાંને વેગે ગંધ પણ છે?તમને પંપાળે, તમે આજ સુધી જે માનતા આવ્યા છો એ વિચારો અને પૂર્વગ્રહોના કૂવામાં કેદ રહેવામાં તમે કોઈ મહાન ધર્મ આચરી રહ્યા છો એમ કહીને તમારી મિથ્યાભિમાનની ગાંઠને મજબૂત કરનારા મહાનુભાવો તમારૃં માનસિક ખૂન કરી રહ્યા છે.

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s