કેજરીવાલ ‘આમ’ નહિ, ‘ખાસ’ આદમી— હવામાં ગોળીબાર—મનુ શેખચલ્લી

 

કેજરીવાલ  ‘આમ’ નહિ, ‘ખાસ’ આદમી— હવામાં ગોળીબાર—મનુ શેખચલ્લી

– સિર્ફ હંગામા કરના ઉસ કા મકસદ ના સહી, ‘સુરતેંતો  બદલને લગી હૈં !

સીધી વાત છે. જે માણસની પાછળ હાથ ધોઇને દેશભરના પોલિટીશીયનો પડી ગયા હોય એ માણસ ‘આમ’ તો ન જ હોય ને !

કોઇ એમ નથી પૂછતું કે પેલી આદર્શ કૌભાંડની ફાઇલો ક્યાં ગુમ થઇ ગઈ ? પણ કેજરીવાલને પૂછે છે કે સાહેબ, સરકારી નોકરીમાંથી રાજીનામું આપ્યા પછી તમારે નામે બાકી ઇન્કમટેકસ કેમ બોલે છે ? કોઇ હજી નથી પૂછતું કે ૧ લાખ ૮૬ હજાર કરોડના કોયલા-કૌભાંડના રૃપિયા કોના કોના ખિસ્સામાં ગયા ? પણ કેજરીવાલને વારંવાર પૂછે છે કે તમે આ ઝંડા, બેનર, મંચ, માઇક અને જીપોના ખર્ચા કરવાના પરચૂરણ રૃપિયા કયાંથી લાવો છો ?

કેજરીવાલ ઉપર ટોલ-ટેક્સ નહિ ભરવાનો કેસ થાય છે ! રીક્ષામાં ચાર જણા બેસાડવા બદલ દંડ ફટકારાય છે ! જાહેરમાં પરવાનગી વિના સ્પીકર ચાલુ કરીને ઘોંઘાટ કરવા બદલ નોટિસો મોકલાય છે…! ટુંકમાં ‘આમ’ આદમીને સરકાર જેટલી રીતે હેરાન કરી શકે એ તમામ રીતે કેજરીવાલને હેરાન કરવામાં આવે છે !

તો સાલું, એવું તે શું ‘ખાસ’ છે આ ‘આમ’ આદમીમાં ?’
* * *

ગાંડી થયેલી કૂકરી

ચોપાટના ખેલમાં એક સમય એવો આવે છે જ્યારે મામુલી કૂકરી અમુક ખાનામાં પહોંચતાંની સાથે ‘ગાંડી’ થઇ જાય છે ! પછી એ કૂકરીને કોઇ નિયમો નડતા નથી. એ ગમે તે ચાલ ચાલી શકે, ગમે તેને ટકરાઇ શકે અને રાજા હોય કે વજીર, ભલભલાને અડફેટમાં લઇને ઉડાવી શકે !

કેજરીવાલ અત્યારે આવી જ ગાંડી થયેલી કૂકરી છે. એટલે જ ભલભલા ખેંરખાંઓ એની ગાંડી ચાલથી ગભરાઇને પોતપોતાના સલામત દરમાં ઘૂસવા ફાંફાં મારી રહ્યા છે.

પણ આ ગાંડી કૂકરી કોઇને ગાંઠતી નથી. વગર એપોઇન્ટમેન્ટે ચા પીવા માટે ધસી આવે છે ! બિચારા ‘ચાય પે ચર્ચા’ કરનારા ખાંટુ ખિલાડી એમના સુવર્ણ-સંકુલમાં પાંચ કિલોમીટર દૂર બેઠાં બેઠાં ‘અસલામતી’ અનુભવવા લાગે છે ! આટલું ઓછું હોય તેમ હવે તો આ ગાંડી કુકરી વારાણસીમાં સામી તલવાર તાણીને ઊભી થઈ ગઈ ! લો ! પેલો નામવંતો છપ્પનની છાતીવાળો યોદ્ધો મેદાન છોડીને બીજે જાય તોય નામોશી, અને બબ્બે સેઇફ ગ્રાઉન્ડની સલામતી શોધે તોય નાલેશી !

પણ આ ગાંડી કૂકરીને તો હારનો ડર જ ક્યાં છે ? (જો કે કેજરીવાલ કંઇ મુરખ નથી. વારાણસીમાં હારે તો કોઇ ‘આપ’ના સાંસદની ખુરશી ખાલી કરાવીને, પેટાચૂંટણી લડી, ફરી લોકસભામાં તલવાર તાણવા આવી પહોંચે.)

ડર તો મોટા ખેરખાંઓને છે… અને એટલે જ પેલો ‘આમ’ આદમી ૧૬ સવાલો કરે કે ૧૬૦૦, એના જવાબો આપવાને બદલે બિચારાઓ ટોલ-ટેક્સના, રીક્ષા ઓવરલોડીંગના અને લાઉડ સ્પીકર વગેરેનો છૂંછાં જેવા સવાલો પૂછ્યા કરે છે !

રાજ ઠાકરેના કાર્યકરોએ મહારાષ્ટ્રમાં ટોલ બૂથ તોડી નાંખ્યા ત્યારે સૌ ધીસ ખાઇને બેસી ગયેલા, પણ કેજરીવાલને જોવા ઉમટેલી ભીડથી ચાર તકલાદી લાકડીઓથી બનેલા મેટલ ડિરેકટરની ફ્રેમ તૂટી ગઈ તો જાણે મોટી તોડફોડ મચી હોય એવી કાગારોળ કરી મુકી ! આ બધાં શાનાં લક્ષણ છે ? ગભરાટનાં ! ભાગો.. ભાગો.. કૂકરી ગાંડી થઇ છે !
* * *
નોન સ્ટોપ મશીનગન

કોણ કહે છે કે કેજરીવાલ ‘આમ’ આદમી છે ? ‘આમ’ આદમી તો બિચારો એક અરજીના વીસ ધક્કામાં થાકીને ટેં થઇ જાય છે. પણ આ માણસ તો થાકતો જ નથી !

અણ્ણા હજારેથી છૂટા પડયા પછી એણે રોબર્ટ વાઢેરા સામે મોરચો માંડયો. ત્યાંથી હટાવ્યો તો સલમાન ખુરશીદની પાછળ પડી ગયો. સલમાન ખુરશીદે એને પોતાના એરીયામાં આવીને બોલવાની ધમકી આપી તો એ સામી છાતીએ ત્યાં જઇ પહોંચ્યો ! ધડાધડ ધડાધડ… કેજરીવાલની તડાફડી સતત ચાલતી જ રહે છે. દિલ્હીની ચૂંટણીનો પ્રચાર એમણે શી રીતે કર્યો એ તો આપણે ટીવીમાં જોયું નથી, પણ ‘આપ’ને ઢગલાબંધ સીટો મળી ત્યારથી લઇને કેજરીવાલે રાજીનામું આપ્યું ત્યાં લગી સતત ૬૦ દિવસ સુધી કેજરીવાલે ટીવી મિડીયાની મેઇન હેડલાઇનો પોતાને માટે કબજે કરી !

સરકાર રચવા માટે લોકોના ઓપિનીયન, શપથવિધી વખતે ભીડનો જમાવડો, પછી ધડાધડ વીજળીના ભાવમાં કટૌતી, પાણીના કવોટાની જાહેરાત, જલ-બોર્ડના અધિકારીઓ સસ્પેન્ડ, વીજળી કંપનીઓને નોટિસ, પોલીસ સામે પંગા, સડક પર ધરણા, અડધી રાતનાં સ્ટીંગ ઑપરેશનો, એન્ટી-કરપ્શન હેલ્પ લાઇન, પ્રચંડ ધસારાવાળા લોક દરબાર, ખુલ્લમ ખુલ્લા અંબાણી પર એફઆઇઆર અને છેવટે રાજ્યપાલ મને એક ખરડો ‘રજુ’ કેમ ના કરવા દે એ વાત પર રાજીનામું !

લોકોને તે વખતે લાગ્યું કે કેજરીવાલની સ્ટોરી હવે પતી ગઈ. પણ ના. એમની પાસે ‘લીડ-સ્ટોરી’નો ખજાનો છે. હરિયાણામાં જઇને કોંગ્રેસને હલબલાવી નાંખ્યા પછી કેજરીએ સીધી તરાપ મારી સિંહની બોડમાં ! ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આખા ભાજપને દોડતું કરી નાંખ્યું ! હજી એ ઓછું હોય તેમ બેંગલોરમાં દસ-દસ હજારની ડીશ પીરસીને બેધડક ૫૦ લાખ ભેગા કર્યા. લો, આ રહ્યો હિસાબ ! હવે સામેવાળાઓ હિસાબો આપે !

અત્યાર સુધીના નેતાઓ બાવન પત્તાંની કેટ વડે ગંજીપો રમતા હતા. પણ આ ‘ખાસ’ આદમી પાસે તો બસ્સો ને બાવન પત્તાં લાગે છે…
* * *
ધી ઉતાવળીયા એક્શન-મેન

કેજરીવાલના ટીકાકારો કહે છે કે આ ભઇને ભારે ઉતાવળ આવી છે. ‘ઉતાવળે આંબા ના પાકે…’ ‘ઉતાવળા સો બહાવરા, ધીરા સો ગંભીર…’ જાડા જાડા ચશ્મા પહેરીને આવું ગંભીર-ગંભીર બોલનારા એકટીવિસ્ટો તો ડઘાઇ જ ગયા છે ! બિચારાઓ પોતાની ઇજ્જત બચાવવા કહી રહ્યા છે કે કેજરીવાલ જે બોલે છે એ બધું અમે તો વરસોથી કહેતા આવ્યા છીએ. હા ભાઇ હા, પણ કેજરીવાલે બેધડક ખોંખારા ખાઇને કીધું ત્યારે જ લોકોની આંખો પહોળી થઇ ગઇ ને !

થોડા સમય પહેલાં અમે જ લેખ લખ્યો હતો ઃ ‘કેજરીવાલની ત્રણ ભૂલ.’ જેમાં અમે લખ્યું હતું કે આ દેશમાં ‘આંદોલનો’ અને ‘સત્યાગ્રહો’ અને ‘ચળવળો’ અને એવું બધું ધીમે ધીમે જ કરાય… ગાંધીજીએ તો ટાઢા પાણીએ જ ખસ જશે એમ માનીને ૩૦-૩૦ વરસ લગી આંદોલન ચલાવેલું, એમને સ્વરાજની ઉતાવળ નહોતી.

પણ કેજરીવાલને છે ! અને એમની વાત ખોટી પણ નથી. ક્યાં સુધી નિવેદનો, પ્રતિ-નિવેદનો, તપાસપંચો અને ૨૦-૨૦ વરસ લગી ચાલતા અદાલતના કેસોના દંભ ચાલતા રહેશે ? આજે ને આજે એફઆઈઆર કેમ ના થાય ? કેજરીવાલે તો કરીને બતાડી ! લો !

એક મરાઠી ફિલ્મ જોઈ હતી. એમાં એક ઇમાનદાર એસટી બસ-કન્ડકટરના ગામડાના ઘરે અચાનક ૫૦,૦૦૦ રૃપિયાનું લાઇટ-બિલ આવી ચડે છે ! બિચારાના ઘરની લાઇટ કપાઇ જાય છે. ખેતરમાં મોટરના પાણી વિના મોલ સૂકાઇ જાય છે. બારમાની પરીક્ષા આપનારો બાબો ઘાંઘો થઇ જાય છે. છતાં એને એક આરટીઆઈ એકટીવીસ્ટ ‘સમાજ સેવિકા’ સુષ્ઠુ-સુષ્ઠુ શુધ્ધ શહેરી મરાઠીમાં સલાહ આપે છે ઃ ‘આપણ ધીરજ સોડુ નકા. આરટીઆઇ મધી સઘળી સવડ આહે. આપલેલ્યા પાહિજત માહિતી સાઠી આપણા કિંવ્હા પ્રશ્ન કરું..તે ચ મહત્વ ચા આહે..’

અરે ભાઈ, આરટીઆઈમાં પ્રશ્ન ‘શી રીતે પૂછવો’ એ શીખવા નથી આવ્યો ! પેલો બિચારો કન્ડકટર સીધુંસાધું એમ પૂછે છે કે ‘સાલું આટલું બધું લાઇટ-બિલ આવ્યું જ શી રીતે ?’ પણ ના. એનો જવાબ મેળવવા માટે તમે આરટીઆઇ કરો ! વાહ સરકાર વાહ !

એ ‘કલાત્મક’ મરાઠી ફિલ્મ કોઇ સરકારી ફંડ મેળવવા માટે બનાવાઇ હશે એટલે છેવટે કન્ડકટરનો દિકરો બોર્ડનાં ૧૦ મા નંબરે પાસ થઇને છાપામાં ફોટો છપાવવાની ‘સિદ્ધિ’ મેળવે છે. (લાઇટ વિના ! મોટી ‘સિધ્ધિ’ કહેવાય ને !) ફિલ્મ જોતાં જોતાં આપણને કેજરીવાલની જેમ જ સવાલ થાય કે ‘લાઇટનું બિલ આજે જ કેમ સાચું ના કરી આપે ?’

બસ, કેજરીવાલની ‘ઉતાવળ’ ગણો તો આ જ છે ! વરસોથી વીજ કંપનીઓ ઘરાકને લૂંટતી આવી હોય તો ૪૮ કલાકમાં વીજળીનાં બિલ ૫૦ ટકા ઓછાં કેમ ના થાય ? વરસોથી દિલ્હીને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો નથી મળ્યો તો કાલે ને કાલે કેમ ના મળે ?

હા, પણ તમે કહેવાના કે ‘લાઇટ બિલ’ અને ‘રાજ્યનો દરજ્જો’ સેઇમ વસ્તુ નથી. ઓકે નથી. પણ બોસ, દિલ્હીની પોલીસ દિલ્હીની સરકારનો ઓર્ડર માનવા બંધાયેલી નથી અને દિલ્હી વિધાનસભામાં ચૂંટાયેલી સરકારે ગમે તેવો મામૂલી ખરડો રજુ કરવો હોય તોય લેફટન્ટ ગવર્નર કહેવાતા રાજ્યપાલની પરવાનગી વિના તેમ કરી જ ના શકે એની આપણને અત્યાર સુધી ખબર હતી ખરી ?

કેજરીવાલ બધાને ‘ખબર પાડી રહ્યા છે’… એટલે ખુદ મિડીયા પણ હવે એનાથી ગભરાવા માંડયું છે.

 

Advertisements

One comment

 1. કેજરીવાલના ટીકાકારો કહે છે કે આ ભઇને ભારે ઉતાવળ આવી છે. ‘ઉતાવળે આંબા ના પાકે…
  Who knew Kejarivaal ?
  He was next to Annaji.
  Some came to know of him.
  Then….he did not listen to Annaji after the Public came to know him a bit.
  Then…he enters the Politics forming a NEW Party..as if there were not enough political parties in the India.
  For what ?
  To remove the Congress against whom he soke a lot ???
  May be so but I feel he was “only interested ” to be with “his personal agenda”
  He won many seats @ New Delhi & now he was ready to be blessed by the same Cogress to get the Chief Minister’s Post with his Aaam Adami Party forming the Government.
  Congress internally know he can be toppled anytime….& used him to take him away from BJP.
  So….he was in the limelight but….how can he see the removal of the Congress he was against ???
  He was happy personally to be in the limelight & he had satisfied his “Ego”.
  I see BJP can only be ONE party which can topple the Congress if the JANTA listens to Narendra Modi & there is a movements (esp of youngsters) in ALL States of India.
  Obama surprised the Political Pandits by winning & becoming the 1st Black American President ( because of the grass-root supprts of the youngsters & common people)..similarly Modi can be the next PM of India.
  It will be the BEST thing that will happen in 2014.
  The Congress had ruled for TOO LONG…a change is needed.
  Will the NEW Party ractify EVERYTHING ???
  May be not ! May be correct some wrongs ??
  But…it is NOW the time for the CHANGE in India.
  Kejarvaal must become WISE, remove all SELFISH DESIRES & join hands with BJP & rectify his MISTAKES. (Annaji will be internally pleased).
  These are my thoughts as a HUMAN.
  The final results of 2014 Elections must be accepted as GOD’S WILL.
  I think God is ready to see a NEW GOVERNMENT in India !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Arvindbhai..You used to visit Chandrapukar,…not seen for a LONG TIME.
  Hope to see you !
  Inviting ALLto my Blog Chandrapukar !

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s