સદ્ગુણ એ જ સાચા અલંકાર !—- આંખ છીપ, અંતર મોતી – આચાર્ય શ્રી ‘વાત્સલ્યદીપ’ સૂરિજી

રાજા ચક્વવેણના સોગંદથી હજારો કબૂતરોએ ચણવાનું બંધ કરી દીધું!

આવા સત્વશીલ રાજા અર્થાત લોક પ્રતિનિધિ આપણાં દેશ ( ભારત )ને ક્યારે ય પણ મળશે ખરા ?

 

સદ્ગુણ એ જ સાચા અલંકાર !—- આંખ છીપ, અંતર મોતી – આચાર્ય શ્રી વાત્સલ્યદીપસૂરિજી

રાજા ચક્વવેણ ઉમદા માનવી હતો. શ્રેષ્ઠ રાજા હતો.

સંધ્યાનો વખત હતો. યુવાન રાજા ચક્વવેણ મહારાણી સાથે રોમાંચક પળો વીતાવતો હતો. તે સમયે મહારાણીએ કહ્યું ઃ ‘રાજન, મારે મૂલ્યવાન અલંકારો અને વસ્ત્રો લેવા છે.’

રાજા કહે ઃ ‘રાણી, તું તો જાણે છે કે પ્રજાનું ધન હું ક્યાંય વાપરતો નથી. હું આભરણ કે અલંકારથી મળતી શોભામાં માનતો નથી. સદ્ગુણ એ જ આપણા અલંકાર!’

રાણી કહે ઃ ‘રાજન, મારે માટે શ્રેષ્ઠ અલંકાર જોઈએ, એટલે જોઈએ.’
રાજા ચક્વવેણે વિચાર્યું કે, મારી પ્રજાનું ધન એ ઉત્તમ પ્રજાનું ધન છે. એ ધન મારા મોજશોખમાં હું નહીં વાપરું પણ જે અનાડી અને ભ્રષ્ટ રાજાઓ છે તેમની પાસેથી કર માંગીને તે ધન રાણીના શોખ માટે વાપરીશ!

રાજા ચક્વવેણે તે સમયના શ્રીલંકાના રાજા રાવણને કર રૃપે સવા મણ સોનું મોકલવાનું કહ્યું!
રાજા રાવણ તો આ સાંભળીને ગુસ્સાથી બરાડયો ઃ ‘જે રાજાની પાસે દેવો પણ કર ભરી જાય છે તેની પાસે કર માગતા શરમ નથી આવતી ?’
રાજા રાવણે આવેલા દૂતને અપમાન કરીને કાઢી મૂક્યો.

રાતના સમયે શયનખંડમાં રાણી મંદોદરીને રાવણે હસતાં હસતાં આ વાત કહી. રાણી મંદોદરી એ જ ક્ષણે ગંભીર થઈ ગઈ.
રાણી મંદોદરી કહે ઃ ‘રાજન, હું રાજા ચક્વવેણને જાણું છું. તે ઉમદા માનવી છે. ધર્મપાલક રાજા છે. જે તેની આજ્ઞાા નથી માનતું તેને ઘણું નુકસાન થાય છે.’

રાજા રાવણ કહે ઃ ‘રાણી, તું તો ગભરું છે, ડરપોક છે.’
રાણી મંદોદરી રાતની વાત ભૂલી નહોતી. સવારના પ્હોરમાં તે રાજા રાવણને રાજમહેલની અગાસી પર  લઈ ગઈ. અગાસી પર હજારો કબૂતરો દાણા ચણતા હતા.

રાણી કહે ઃ ‘નાથ, હવે હું જે કરું છું તે શાંતિથી જોયા કરો.’
રાણીએ કબુતરોને કહ્યું, ‘તમને રાજા રાવણના સોગંદ છે. ખબરદાર, કોઈ ચણ ચણશો નહીં.’
રાજા રાવણ હસી પડયો. કહે ઃ ‘પંખીઓ ચણમાં શું સમજે?’
રાણી બોલી ઃ ‘તમે શાંતિથી ઊભા રહો.’

પંખીઓ શાંતિથી ચણ ચણતા હતા. તેમણે રાજા રાવણના સોગંદ માન્યા નહોતા. રાણી મંદોદરી ફરીથી બોલી ઃ ‘પંખીઓ, તમને રાજા ચક્વવેણના સોગંદ છે. તમે ચણ ચણશો નહીં!’
પંખીઓએ ચણ ચણવાનું બંધ કરી દીધું!

એક પંખી સાંભળતું નહોતું. તેણે ચણવાનું ચાલું રાખ્યું. અચાનક તેની ડોક તૂટી ગઈ.
રાણીએ સોગંદ પાછા લઈ લીધા પછી જ કબૂતરોએ ચણવાનું ચાલુ કર્યું.

તે સમયે રાજા ચક્વવેણનો દૂત પાછો આવ્યો. તેણે રાજા રાવણને કહ્યું કે, તમે મારી સાથે ચાલો.
રાજા રાવણ સવારથી અભિભૂત હતો. તે દૂતની સાથે ચાલ્યો. દૂત તેને શ્રીલંકાના પૂર્વ દ્વાર પાસે લઈ ગયો. તેણે રાજા ચક્વવેણના સોગંદ આપીને પૂર્વ દ્વાર બંધ કરી દીધા. પછી રાજા રાવણને કહ્યું, ‘આ દ્વાર ખોલી આપો.’
રાજા રાવણથી તે દ્વાર ન ખૂલ્યા.

દૂત કહે ઃ ‘રાજન, હું રાજા ચક્વવેણના પ્રભાવથી હમણાં જ તમને જીતી શકું પણ હું તેમ નહીં કરું. તમારી ભલાઈ એમાં જ છે કે તમે રાજા ચક્વવેણના આદેશ અનુસાર સવા મણ સોનુ આપી દો.’
રાજા રાવણે સત્વશીલ રાજા ચક્વવેણની વાતનો સ્વીકાર કર્યો. તેણે સવા મણ સોનું પોતાના મંત્રી સાથે સન્માનપૂર્વક મોકલ્યું. રાજસભામાં દૂતે જે ઘટના બની હતી તે સંપૂર્ણ કહી.

રાજસભામાં ઉપસ્થિત રાજા ચક્વવેણની મહારાણી આખી ઘટના જાણીને પ્રભાવિત થઈ ગઈ. તેણે પૂછયું ઃ ‘સ્વામી, આપના આવા પ્રભાવનું કારણ શું છે?’

રાજા કહે ઃ ‘રાણી, સાચું બોલવું, અણહકનું ન લેવું, પ્રજાનું કલ્યાણ કરવું, પ્રજાનું પ્રજાને દેવું વગેરે નિયમો હું ચૂસ્તપણે પાળું છું તેના પ્રભાવથી આમ બન્યું છે!’
રાણી કહે ઃ ‘દેવ, મારે અલંકારો કે વસ્ત્રો નથી જોઈતા. હું પણ તમારી જેમ નિયમો પાળીશ. હવે મારે માટે તો સદ્ગુણ એ જ અલંકાર!’

રાજા ચક્વવેણે સવા મણ સોનુ રાજા રાવણને પાછું મોકલ્યું. કહ્યું કે રાણીના અલંકાર માટે આવશ્યકતા ઊભી થઈ માટે મંગાવ્યું. હવે તે આવશ્યકતા નથી. માટે પાછું મોકલું છું.
રાજા રાવણના મનમાં રાજા ચક્વવેણ માટે માન ખૂબ  વધી ગયું.
પ્રભાવના

જૈન ધર્મ કહે છે કે, સચ્ચારિત્ર્ય એટલે ધર્મ. જેનું ચારિત્ર્ય ઉત્તમ છે તે શ્રેષ્ઠ. ચારિત્ર્ય એવો પહેરવેશ છે કે જ્યારે પણ જે જુએ તે હંમેશાં સન્માન કરે.

આવા સત્વશીલ રાજા અર્થાત લોક પ્રતિનિધિ આપણાં દેશ ( ભારત )ને ક્યારે ય પણ મળશે ખરા ?

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s