“મનમાં વારંવાર ઉઠતો એક પ્રશ્ન ” આપણાં દેશ ( ભારત)માં ધર્મ ક્ષેત્રે અને રાજકીય ક્ષેત્રે આટલી જંગી અને બેફામ બદબુ મારતો ગંદવાડ કેમ પ્રવર્તતો હશે ?

“મનમાં વારંવાર ઉઠતો એક પ્રશ્ન ” આપણાં દેશ ( ભારત)માં ધર્મ ક્ષેત્રે અને રાજકીય ક્ષેત્રે આટલી જંગી અને બેફામ બદબુ મારતો ગંદવાડ કેમ પ્રવર્તતો હશે ?

ઊંડી વિચારણા કરતાં અને  દેશમાં ફેલાયેલી ગંદકીના વાતાવરણે એક બાબત સ્પષ્ટ રીતે સમજણ આપી કે, દેશના મોટા ભાગના લોકો શહેરી કે ગ્રામ્ય વિસ્તારમાં વસતા અને વિશેષમાં ભણેલા અભણની માનસિકતા એવી રહી છે, કે ” મારાં ઘરની ગંદકી અર્થાત કચરો બાજુમાં હડસેલી દેવાય તો મારું આંગણું સાફ થઈ જાય !”

આવી વિકૃત માનસિકતાએ દેશના મોટા ભાગના વિસ્તારમાંગંદકીનું સામાજય ફેલાયેલૂ નરી આંખે જોઈ શકાય તેમ છે. આવી ગંદકી દૂર કરી સ્વચ્છતા કે ચોખ્ખાઈ કરવા કેમ કોઈને સુઝતું નથી ઉલ્ટાનું ગંદકીનું સામાજ્ય વધુ ગંદુ અને વધુ અને વધુ વિસ્તારમાં વિસ્તરતું રહે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાની દહેશત રહે છે !

મનોમન કયારે ક વિચાર જબકી જતો રહે છે કે, શું દેશના મોટા ભાગના લોકો મનુષ્ય સ્વરૂપે ભૂંડ તો નહિ હોય ને !?

આવા પ્રવર્તમાન ગંદવાદ યુક્ત વાતાવરણમાં જે લોકો ધર્મક્ષેત્રે કે રાજકીય ક્ષેત્રે પ્રવેશે તે મૂળભુત રૂપે ગંદકીનું જ સર્જન હોવાની દહેશતે જે તેમની પાસે જે હોય તે જ અર્થાત ગંદવાડ જ આપી શકે ને ?

આ ક્ષેત્રોમાં પ્રવેશેલા અને પ્રવેશ ઈચ્છુક મોટા ભાગના લોકો ક્યારે ય પોતાના હોદાની ગરિમા જાળવવા ને બદલે તદન હલકી, ગંદી અને બિભત્સ વાણી વિલાસ અને વર્તન  કરતા રહે છે, જાણે વધુ અને વધુ ગંદવાડ ફેલાવવો એ જ તેમના જીવનનું લક્ષ્ય ના હોય ?

દેહમાં ભાગ્યે જ એવા ક્ષેત્રો બચ્યા હશે કે જ્યાં આવો ગંદવાડ નહિ પણ પવિત્રતા, અરસ-પરસ આદર-માન- સન્માન અને ચારિત્ર જાળવી પ્રવૃતિ કરવામાં આવતી હશે કે જેથી આ ફેલાયેલો ગંદવાડ દૂર થઈ શકે !

ચો તરફ ગંદકી ફેલાવવી અને ગંદવાડમાં જ જીવવું એ જ જાણે મોટા ભાગના લોકોનો જીવન મંત્ર બની રહ્યો હોય તેમ જણાતું નથી ? અને કદાચ તેથી જ મોટા ભાગના ક્ષેત્રોમાં ગંદા લોકો આવી શકે છે અને સારામાં સારી પ્રવૃતિને પણ બિભત્સ અને ભ્રષ્ટાચાર યુક્ત બનાવવાંમાં સફળ નીવડે છે. મોટા ભાગના લોકો આ ચોતરફ ફેલાયેલી ગંદકીનું પ્રતિબિંબ બની રહે છે !

સફાઈ-સ્વચ્છ્તા કે ચોખ્ખાઈની જાણે એલરજી હોય તેવું જણાય છે અને તેથી સંભવ છે કે આ સફાઈ-સ્વચ્છ્તા કે ચોખ્ખાઈ INFECTION   ફેલાવતું હોઈ તેવી શંકા થયા કરે છે.

આ દેશને  તમામ ક્ષેત્રની ગંદકી-ગંદવાડ દૂર કરવા કોઈ કૃષ્ણ અવતાર ધારણ કરશે ? દેશને તમામ સ્તરે અને ક્ષેત્રે શુધ્ધ અને ચારિત્ર્યવાન વ્યક્તિઓની જરૂર છે તેમ લાગતું નથી ?

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s