થોડાં વધુ ‘ફેંકુ-લીક્સ’ !— વાત વાતમાં—-મનુ શેખચલ્લ્લી

થોડાં વધુ ફેંકુ-લીક્સ‘ !— વાત વાતમાં—-મનુ શેખચલ્લ્લી

કેટલાક મોદી-ભક્તોએ ઈન્ટરનેટ પર એવું ચગાવી માર્યું કે અમેરિકાની સરકારના એક ગુપ્ત રીપોર્ટ મુજબ મોદી ‘અન-કરપ્ટીબલ’ એટલે કે લાંચથી ખરીદી ના શકાય એવા છે !… અને આવું ‘વિકિલીક્સ’માંબહાર આવ્યું છે !

‘વિકિલીક્સ’વાળા અસાંજેએ તરત આ ગપગોળાનો રદિયો આપી દીધો. પણ ઘેલસધરાઈથી છલકાતા સાહેબના ચમચાઓના મોંમાંથી લાળ સિવાય બીજું ઘણું ‘લીક’ થતું હોય છે.
ભવિષ્યમાં આ ફેંકુ-સંગઠનો જાતજાતનું મસ્કા ‘લીકેજ’ બહાર પાડી શકે છે. જેમકે…
* * *
મલેશિયાના વડાપ્રધાને તેમનું ખોવાયેલું વિમાન શોધી આપવા સાહેબને વિનંતી કરી હતી પણ સાહેબ ચૂંટણીમાં બિઝી હોવાથી એમણે ના પાડી હતી !
* * *
ખતરનાક પરગ્રહવાસીઓએ પૃથ્વી પર આક્રમણ કરવાની એમની યોજના હાલપુરતી મોકૂફ રાખી છે કારણકે એમને ખબર પડી ગઈ છે કે હવે પૃથ્વી પર સાહેબનું રાજ આવવાનું છે !
* * *
કેજરીવાલને તો ખબર જ ક્યાંથી હોય પણ આ શિયાળામાં છેક સાયબેરીયા, અલાસ્કા, ગ્રીનલેન્ડ, ઉત્તર ધુ્રવ અને આઈસલેન્ડનાં ૧૦ લાખથી વધુ પક્ષીઓ ખાસ ગુજરાતનો વિકાસ જોવા ઉડતાં ઉડતાં આવ્યાં હતાં !
* * *
કાશીનાં મંદિરો આગળ સાહેબની પ્રચંડ લોકપ્રિયતા જોઈને સ્વર્ગમાં ભગવાનોએ ખાસ ગુપ્ત ઓર્ડર કઢાવ્યો છે કે આ મોદી બીજા ૫૦ વરસ સુધી અહીં સ્વર્ગમાં ‘ના આવવા’ જોઈએ ! ઈન્દ્રાસન ખતરામાં છે…
* * *
બ્રહ્માંડની સફરે નીકળેલા અવકાશયાન વોયેજરે પૃથ્વીથી ૧૩૧ લાખ માઈલ દૂર અવકાશમાં ઉડતા એક પરગ્રહવાસીને મોદીના માસ્ક સાથે જોયો હતો ! એ ફોટો વોયેજરે ‘નાસા’માં મોકલી આપ્યો છે પણ ‘નાસા’એ એ ફોટો દબાવી રાખ્યો છે !
* * *
સ્વર્ગમાંથી લીક થયેલી એક ઓડીયો ટેપમાં ગાંધીજી સરદારને એવું કહેતા સંભળાય છે કે ”આ ફેંકુ ખરેખર સત્યવાદી છે…”
– મન્નુ શેખચલ્લી

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s