ધર્મ એ કોઈ ક્રિયાકાંડ નહીં, પણ વ્યક્તિની બંધ આંખોને ખોલી આપતું વિજ્ઞાન છે- સ્પાર્ક – વત્સલ વસાણી

ધર્મ એ કોઈ ક્રિયાકાંડ નહીં, પણ વ્યક્તિની બંધ આંખોને ખોલી આપતું વિજ્ઞાન છે સ્પાર્ક – વત્સલ વસાણી

એક બૌદ્ધ ભિક્ષુણી જ્યાં પણ જાય ત્યાં બુદ્ધની એક નાનકડી સ્વર્ણપ્રતિમા પોતાની સાથે રાખતી અને રોજ સવારે એની પૂજા કરતી.
ધર્મની બાબતમાં જેમ કોઈ કટ્ટર હિન્દુ કે કટ્ટર મુસલમાન હોય છે તેમ એ કટ્ટર બૌદ્ધ હતી. એની સામે જો રામનું નામ લેવામાં આવે તો છંછેડાઈ જતી. કૃષ્ણનાાં ગુણગાન કરવામાં આવે તો એને ગમતું નહીં. જિસસ યા મહાવીરનું નામ લઈને પ્રશંસાના બે શબ્દો બોલવામાં આવે તો એ બેચેન થઈ જતી. સંપ્રદાયની સીમા એક દુર્ભેધ દીવાલનું કામ કરતી અને આથી જ ‘સબૈ સયાને એક મત’નું સૂત્ર એને સંભળાતું કે સમજાતું નહીં.

ફરતા ફરતા એકવાર ચીનના એક પ્રખ્યાત બૌદ્ધ મંદિરમાં પહોંચી. આ મંદિરમાં બુદ્ધની એક હજાર વિશાળકાય અને સુંદરતમ પ્રતિમા છે.

સવારે ઊઠીને ‘પોતાની’ નાનકડી સ્વર્ણપ્રતિમા કાઢી એ પૂજા કરવા બેઠી. મૂર્તિ પર ફૂલ ચઢાવતી વખતે ક્ષણભર એને વિચાર સ્ફૂર્યો કે – સુગંધ તો હમણાં પ્રસરવા લાગશે અને મંદિરમાં રહેલી અસંખ્ય મૂર્તિઓ પાસે પહોંચી જશે તો ‘મારા બુદ્ધ’ પાસે શું રહેશે ?… આમ, ફૂલ તો કચવાતા મને એણે ચઢાવી દીધા. પણ ધૂપ કરવાનો સમય આવ્યો ત્યારે ફરી પેલા વિચારે માથું ઊંચક્યું ઃ ‘આજુ બાજુમાં અનેક મૂર્તિઓ છે. જો હું ધૂપ કરીશ તો ધૂમ્રસેર ઊંચે ઊઠી હવામાં ફેલાઈ જશે અને અન્ય તમામ મૂર્તિઓ પાસે પહોંચી જશે. જ્યારે આ મૂર્તિ તો નાની છે. એની પાસે શું રહેશે ?’ એટલે એણે એક ભૂંગળી લીધી અને સળગતી ધૂપસળીથી શરૃ કરી સુવર્ણની પેલી નાનકડી મૂર્તિના નાક સુધી જોડી દીધી. હવે ધૂપ બીજે ક્યાંય જતો ન હતો. ભૂંગળીમાં થઈને બધો જ ધૂમાડો ‘પોતાના’ બુદ્ધની નાસિકાને સ્પર્શતો હતો. થોડી વાર પછી જોયું તો બુદ્ધનું મોં કાળું થઈ ગયેલું. સંકુચિત મન લઈને જીવતા દરેક ભક્ત ‘પોતાના’ ભગવાનનું મોં આ રીતે જ કાળું કરી નાખે છે ! વિશાળ દ્રષ્ટિ કે વિશાળ હૈયું જેમની પાસે નથી તે ભગવાનને પણ પોતાની જેવા જ ક્ષુદ્ર કે નાના બનાવી દે છે.

બુદ્ધનું કાળું થયેલું મોં જોઈને એ ખૂબ બેચેન બની રડવા લાગી. એને રડતી જોઈને મંદિરમાં લોકોની ભીડ એકઠી થઈ ગઈ. કોઈએ કહ્યું ઃ ‘પાગલ ! તેં આ શું કર્યું ?…’ તો કોઈએ કંઈક જુદું કહ્યું. સૌ મનમાં આવે તે બોલતા હતા. એમાં એક યુવાન ભિક્ષુ પણ હતો. તે હસવા લાગ્યો. એણે માત્ર એટલું જ કહ્યું – ‘ઈર્ષ્યા અને અહંકારની છાયા કોઈ પણ વસ્તુને કાળી કરી શકે છે. આ કોઈ ભક્તિ નહીં પણ ‘રાગ’નો જ એક પ્રકાર છે. અને જ્યાં રાગ છે ત્યાં દુખ અને પીડા પડછાયાની જેમ સદા મોજૂદ હોય છે.’

ઓશો આ કથાના સંદર્ભમાં કહે છે ઃ ‘ધર્મ એ કોઈ ક્રિયાકાંડ નહીં. વ્યક્તિની બંધ આંખોને ખોલી આપતું વિજ્ઞાાન છે અને આંખ ખૂલે પછી જે વસ્તુ જેવી છે, તેવી જ દેખાવા લાગે છે. આંખ પર મમતા કે રાગદ્વેષનાં રંગીન ચશ્માં લગાવવામાં આવે તો વસ્તુ જેવી છે તેવી દેખાતી નથી. ધર્મ વ્યક્તિને વિસ્મયથી ભરેલી સ્વચ્છ આંખો આપે છે. ધાર્મિક વ્યક્તિ ક્યારેય કોઈ વાડામાં નહીં બંધાય. મારો ધર્મ, મારી જ્ઞાાતિ, મારો દેશ આવા બધા સૂત્રો લઈને એ સંઘર્ષમાં નહીં ઊતરે. એની પાસે એક ઊંડી સમજ, ઊંડી દ્રષ્ટિ હશે જેનાથી એ સર્વત્ર, સર્વવ્યાપી પરમાત્માને જોવા માટે સક્ષમ થશે.’

ધાર્મિક વ્યક્તિ સમાજ, સંપ્રદાય કે પરિવાર તરફથી મળતી કોઈ પણ છાપ પોતાના અંતર પર નહીં લગાવે. જુદીજુદી જ્ઞાાતિ, ઊંચ નીચના ખ્યાલ, હિન્દુ, મુસલમાન જેવા લેબલ કે કોઈ પણ પ્રકારના સિક્કા એ નહીં સ્વીકારે. એ તો પોતાની સ્વચ્છ આંખને, પારદર્શી દ્રષ્ટિને જે સાચું લાગશે એને જ સ્વીકારશે અને એ પ્રમાણે જ જીવશે.

ક્રાન્તિબીજ

ધાર્મિક વ્યક્તિ એ નથી કે જે જગતથી દૂર જઈને જંગલ, ગુફા કે આશ્રમમાં બેસી બિલકુલ નિષ્ક્રિય અને રસહીન બની શાસ્ત્રોને કંઠસ્થ કરવામાં વ્યસ્ત છે. સાચી ધાર્મિક વ્યક્તિ એ છે, જે જગતમાં કશુંક સુંદર ઉમેરે છે. જીવન અને જગતને વધુ સુંદર, વધુ સુખદ, વધુ ઉત્સવપૂર્ણ બનાવવામાં જે મસ્ત છે તે જ ખરા અર્થમાં ધાર્મિક છે. ધર્મ સ્વયં એક કળા-એક દ્રષ્ટિ છે. ધાર્મિક વ્યક્તિ કદી દુખવાદી, નિંદક કે જગત વિરોધી ન હોઈ શકે. જે વ્યક્તિ જગતના ભરપૂર અને નિરપેક્ષ પ્રેમમાં પડીને જીવે છે તે જ ખરા અર્થમાં સાધુ, સંન્યાસી, ફકીર કે ઓલિયો છે. એવી વ્યક્તિને જ હવે આદર મળવો જોઈએ અને એવી વ્યક્તિ જ્યાં જીવે છે તે જગાને જ આશ્રમ કે મંદિર જેટલું મહત્ત્વ મળવું જોઈએ

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s