અલ્પાહારની વ્યવસ્થા છે (નહિતર માથાં ક્યાંથી ભેગાં થાય !)—અન્તર્યાત્રા – ડૉ.સર્વેશ પ્ર.વોરા

અન્તર્યાત્રા – ડૉ.સર્વેશ પ્ર.વોરા

અલ્પાહારની વ્યવસ્થા છે (નહિતર માથાં ક્યાંથી ભેગાં થાય !)

‘તપ’ વિષે પ્રવચન આપજો, પણ લોકોને આઘાત લાગે એવું કહેતા નહીં ! ગયા વર્ષે ફલાણા પધારેલા, ક્ષમાપના વિષે એવું તો જોરદાર બોલેલા કે આખો હોલ રડતો હતો. તમે પણ જરા ‘જમાવજો’. ‘આપણે ત્યાં જરા ધાર્મિક’, ધર્મચુસ્ત લોકો વધુ આવે છે. એટલે અહિંસા વિષે બોલો ત્યારે કટાક્ષો કરતા નહીં ‘ટૂંકમાં’ અમને ભાવતું ખવડાવજો, સુદર્શન ચૂર્ણ આપતા નહીં, અરીસો બતાડતા નહીં, અમારી સામુહિક ઊંઘ બગાડતા નહીં ! એક વિચારકને વ્યાખ્યાન માટે આમંત્રિત કરતી વખતે કરાતા ઈશારા આપણે ક્યાં, કઇ હદે પહોંચી ગયા છીએ એનો સંકેત આપે છે ! પેલા વક્તા-વિચારકને ક્ષણભર ભ્રમ થાય કે પોતે ફરમાયશી વસ્તુ રજુ કરનાર ધંધાદારી ‘કોમેડિયન’ કે ગાયક તો નથી ને ?

તાજેતરમાં એક નવું હાસ્યાસ્પદ તત્ત્વ ઉમેરાયું છે ઃ સભામાં પછી ભલે કોઈ ગંભીર વિષય પરનું ચિતંન હોય, ‘અલ્પાહારની વ્યવસ્થા’ છે વાળી પૂર્વ-જાહેરાત કરવી પડે અને એ જાહેરાત પછી સભાની હાજરી ચોક્કસપણે વધી જાય છે. અને ગંભીર ચિન્તનાત્મક સભા પછી અલ્પાહારના ટેબલો પર ધસતા શ્રોતાઓને જુઓ ત્યારે ભય લાગે કે પોલીસ તો બોલાવવી નહીં પડે ને ?

આપણે શા માટે કબૂલ કરતા નથી કે સમગ્રપણે આપણએ છીછરાપણાં, પશુતા તરફ ધસી રહ્યા છીએ ! જેને આપણે ધાર્મિકતા કે આધ્યાત્મિકતા નામ આપીએ છીએ એ પણ ઝનૂની ટોળાંબાજીનાં રેશમી નામ સિવાય બીજું શું હોય છે ? એક સંપ્રદાયના પરિપત્રમાં એક વાક્ય વાંચ્યું ઃ ‘ગુરુદેવ એકતા માટે પ્રયાસો કરી રહ્યા છે’ વાંચીને ખુશ થઇ જવાયું. જુદા જુદા સાંપ્રદાયિક કે વૈચારિક મનભેદો વચ્ચે મીઠાશ લાવવાથી વધારે રૃડું શું ? પણ પછી જ્યારે ગુરુદેવના ચેલાએ ખુલાસો કર્યો ત્યારે ભારે ભોંઠપ અનુભવી. હકીકત જુદી જ હતી ઃ ગુરુદેવને અન્ય સંપ્રદાયો સાથે સમભાવમાં રસ નહોતો પોતાના જ સંપ્રદાયના ફાંટાઓ જોડાઈ જાય તેમાં રસ હતો, જેથી સંપ્રદાય વધુ મજબૂત બને, બીજા શબ્દોમાં કહો તો બીજી ગલીનાં આક્રમક પ્રાણીઓ સામે ટકી રહેવાનું ટ્રેડયુનિયન છાપ બળ વધુ જોરાવર બને, નહોર વધુ તીક્ષ્ણ અને ધારદાર બને !

હકીકતમાં અલ્પાહારની લાલચ, સાંપ્રદાયિકતા, અને ચિંતનાત્મક પ્રવચનમાં પણ છબછબિયાં અને શબ્દરમતની તીવ્ર અપેક્ષા આ બધાં એક જ મહારોગનાં લક્ષણો છે ઃ આપણામાં વધી રહેલી પશુતાનાં આ જુદાં જુદાં ચિહ્નો છે. સ્વતંત્ર વિવેકશક્તિ હોય એ ફાસ્ટફૂડ માટે તડપે નહીં. હકીકતે આપણી જે લાલચ ‘ફાસ્ટફૂડ’ ઝંખે છે, ચાવવાની મહેનત વિના સીધે સીધું ગળે ઉતારવાનું વલખે છે, એ જ પશુવૃત્તિ અલ્પાહારની પૂર્વજાહેરાતથી લલચાય છે, એ જ પશુવૃત્તિ સાંપ્રદાયિક ટોળાંશાહીની હૂંફ ઝંખે છે અને એ જ નિમ્નવૃત્તિ ચિંતનાત્મક પ્રવચનોમાં પણ મનોરંજન ટૂચકા અને ચીલાચાલુપણાંને પ્રેમ કરે છે.
આ છબછબિયાંની કક્ષા ધરાવતા લોકો પાસે અલ્પાહાર અને જોકબાજી કે શાબ્દિક નાટયાત્મકતા સિવાયનું ઊંડું મંથન રજૂ કરવામાં કેટલું સાહસ જોઇએ ! શહીદી વહોરી લેવાની કેટલી તૈયારી જોઇએ !

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s