સફેદ કપડાંના ફેશન શૉ !–અન્તર્યાત્રા – ડૉ.સર્વેશ પ્ર.વોરા

અન્તર્યાત્રા – ડૉ.સર્વેશ પ્ર.વોરા

સફેદ કપડાંના ફેશન શૉ !

વૈદ્યો મહારોગોને અમુક નિશાનીઓ દ્વારા ઓળખતા હોય છે. આપણે ત્યાં કેટલાંક ચિહ્નો ઊડીને આંખે વળગે છે. કદાચ પ્રાર્થનાસભાઓ, ધાર્મિક (શંભુ) મેળાઓ, નીતિ, ધર્મ, સંપ્રદાયના રાસડા લેતા (મનોરંજક !) કાર્યક્રમો, વડીલના ગુજરી જવા પછી તદ્દન અંગત લાગણીઓનું બિભત્સ, જુગુપ્સાજનક ”પ્રદર્શન” કરતી જાહેરાતો (કારણ કે, ”વહાલા, તમારા વિના ક્યાંય ગમતું નથી ”એ વાત અતિપવિત્ર છે. એ વાત ‘શૉ કેસ”માં મૂકો એટલે કેન્દ્રમાં પેલી સદ્ગત વ્યક્તિ હરગીઝ નથી, કેન્દ્રમાં સદ્ગતને નામે ચરી ખાવાની સામાજિક ઢંઢેરો પીટવાની ગંદડી વાસના છે. એમ સ્પષ્ટ બની જાય) આ બધી આપણી ગંદી કુટેવો સમાજમાં વ્યાપેલા સાર્વત્રિક દંભની ખુલ્લી નિશાનીઓ છે.”’

એક એવો સાર્વત્રિક દંભ-યજ્ઞા, જેને મૌન સાથ આપવાની કાયરતા આચરીને આપણે સૌ ગુનાહિત ભાગીદારો બની રહ્યા છીએ.

ગુનાહિત એટલા માટે કે લાગણીના જુગુસ્પાજનક સામાજિક પ્રદર્શન દ્વારા નવી પેઢી માટે આપણે દાંભિક ગૂંગળામણનો વારસો મૂકતા જઈએ છીએ. આપણે આપણાં અનૌરસ સંતાન તરીકે એવું સામાજિક વાતાવરણ પેદા કરી રહ્યા છીએ. જેમાં લાગણી, સહાનુભૂતિનો ભયંકર દુકાળ હશે, પણ લાગણીના બેશરમ નાટકનો ફુગાવો હશે !

”સફેદ વસ્ત્રો તો સાદગીનું પ્રતીક ગણાય છે” એવી મારી ભલીભોળી દલીલના જવાબમાં એક નવજુવાને મારી બોલતી બંધ કરી દીધી. તેણે કહ્યું, ”સફેદ વસ્ત્રોમાં સૌથી વધુ નેત્રાકર્ષક અંગપ્રદર્શન કઈ રીતે થઈ શકે, વસ્ત્રોની ગુણવત્તાને આધારે ધન-સંપત્તિનું પ્રદર્શન કેમ થઈ શકે એ જોવું હોય તો આપણા ગુજરાતી પૈસાદારોની ”પ્રાર્થના-સભા”માં જવું. લગ્નના મંડપની તૈયારી જેમ જ, સામાજિક જન-સંપર્ક, મોભાનાં પ્રતીક તરીકે શોકસભાઓ ગોઠવાતી હોય છે. સદ્ગતની છબીની આસપાસ હારમાં બેઠેલા શ્વેતવસ્ત્રધારી, બગલા જેવાં કપડાં પહેરનારા, સંખ્યાબંધ ”સ્નેહીઓ” (!) ને પૂછવાનું મન થાય, ”ભલા-માણસો, સદ્ગતની વ્યથાના, લાચારીના સમયમાં એને હૂંફ આપવા, બે વાત સાંભળવા, એને સમજવા માટે બે મિનિટ પણ કદી પૂરાં દિલથી ફાળવી હતી ખરી ?”

આમ તો શોકસભા માટે સમય ફાળવવો પણ કઠિન પડે, પણ ‘વ્યવહાર’ છે ને ? શોકસભામાં એકઠી થતી જનમેદનીની સંખ્યા મુજબ વ્યક્તિના સામાજિક સંબંધોનો મોભો ગણાય એવા માપદંડથી બધું આયોજન થતું હોય. આપણે ત્યાં ”કાવતરાં” કે ”વ્યૂહરચના” બન્ને સરખી ગણાય ઃ લગ્નનાં રિસેપ્શન માટે સમાજની વગદાર વ્યક્તિઓથી માંડીને મોટી સંખ્યાનો જમેલો કે શોકસભામાં પણ એજ રીતની જનમેદની ઊભી કરવા માટે રીતસર વ્યૂહરચના ગોઠવાતી હોય. અમુક જણા તો શોકસભા માટે સંચાલક, ગાયક વગેરે પૂરા પાડવાના નિષ્ણાત હોય. પછી સભા-સંચાલકને રીતસર ભારપૂર્વક ”સૂચિ” પકડાવાય ઃ ભાઈભાભી, દેર, જેઠ, નણંદ, મિત્ર, કાકા-મામા વગેરે. સદ્ગતના મરશિયામાં આ બધાં નામો તો આવવાં જ જોઈએ હોં કે ! એક તોફાની ભાઈએ પૂછ્યું ઃ આ સગાંવહાલાંના કે તમારા ઉલ્લેખને બદલે માત્ર સદ્ગતનો જ નામોલ્લેખ કરીએ તો કેમ ? બીજા તોફાનીએ ‘મમરો મૂક્યો ઃ ભોળાભાઈ, આ શોકસભાની કસરત કાંઈ સદ્ગતના ઉદ્ધાર માટે નથી, આ આખું નાટક સદ્ગત પછી બચી ગયેલાઓના ઉદ્ધાર માટે, ”પબ્લિક-રિલેશન” જનસંપર્ક-કસરત છે.

જાણીતા સાહિત્યકારો કે કળે અથવા બળે વગદાર બનેલ વ્યક્તિ મરણ પામે ત્યારે ઘણી પરોપજીવી મૂર્તિઓને ઉજાણી થઈ જતી હોય છે ઃ બરાબર ગીધડાંની માફક. પછી છાપાંમાં અંજલિ માટે, સ્મશાનમાં અંજલિ માટે તમને ટાંકવામાં આવે ”(ક્વોટ કરાય) કે શોકસભામાં અંજલિ માટે બોલવાની તક મળે, આ બધું ઘણા બધાને ભારે ગમતું હોય છે.”

આને શોકસભાનો ધંધાદારી દુરુપયોગ કરવાનું આ કાવતરૃં ઈષ્ટદેવો, સંતો, મહાપુરુષોનાં નામને પણ અભડાવે છે. કોઈ સંત કે કોઈ વિભૂતિને નામે ઉજવણીની વાત કાને પડે એટલે ચતુર માણસને ચોક્કસ પ્રશ્ન થાય ઃ કેન્દ્રમાં કોણ છે ઃ પેલા મહાપુરુષ, સંત કે એને નામે ચરી ખાનારાં, પરોપજીવી, મડદાંનો વેપલો કરનારાં ગીધડાં ?

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s