ભારતનું યુવાધન તાકાત ( FORCE ) કે હાથા ( TOOL ) ???

આ પોસ્ટ ગુજરાતની ધારાસભા ચૂંટણી સમયે મૂકેલી જે આવી રહેલી લોકસભા ચૂંટણી સમયે પણ એટલીજ પ્રસ્તુત હોઈ ફરી એક વાર મૂકેલ છે.

ભારતનું યુવાધન તાકાત ( FORCE )  કે હાથા ( TOOL  ) ???

આ વિષય ઉપર લખતા પહેલાં મારા જૂના યુવા ધન જાગો  (  2  )  લેખમાં વ્યક્ત કરેલા વિચારોના કેટલાક ફકરા ફરીને અહિ લખવા ફરજ પડી છે કારણ કે, ત્યારે જે ભય વ્યક્ત કરેલો તે, હવે સૌની સામે રાહુલ ગાંધીએ જાતે જ જાહેરમાં કબુલાત કરી  સ્વીકાર્યું  છે.

એ વાત પણ દિવા જેવી સ્પષ્ટ બની ચૂકી છે કે યુવાધનને સંગઠિત કરવા નિકળેલા રાહુલ ગાંધીએ  માત્ર પોતાના અને પક્ષના અંગત સ્વાર્થ માટે યુવા ધનનો  વ્યુહાત્મક ઉપયોગ કરી યેન કેન પ્રકારેણ ચૂંટાઈ આવી સત્તા મેળવવાની આ રમત માંડેલી  હતી ! આવા યુવા ધનને સંગઠિત કરવા બોલાવાયેલા સમારંભમા ઉપસ્થિત રહેલા યુવાનો/યુવતીઓએ રાહુલ ગાંધીને પ્રશ્ન પૂછવો રહ્યો કે આપે અને આપના પક્ષે જે ઉમેદવારો મૂક્યા છે તેમાંથી કેટલા યુવાનો છે ? અને કેટલા આપના મિત્રો અથવા હાલના/પૂર્વ પ્રધાનો કે સાંસદ સભ્યોના સંતાનો કે વારસદારો છે ?

###  આ સિવાય આપે તો આખા દેશનો પ્રવાસ કર્યો છે અને આપને એક પણ યુવાન્/યુવતિ ઉમેદવારી કરી શકે તેવી યોગ્ય કે સમર્થ નહિ મળી ?ગુજરાતીમાં કહેવત છે કે અંધારામાં પણ કોળિયો મોઢામાં જ જાય છે તેમ આપને પણ જે યુવાનો મળ્યા તે તમામ તમારા અંગત મળતીયાઓ સિવાય દ્રષ્ટિગોચર થતા નથી. પસંદ થયેલા ઉમેદવારો જેવાકે સચિન પાયલોટ, મિલિંદ દેવરા જ્યોતિરાદિત્ય સિંધિયા, નવિન ઝિંદાલ , અખિલેશ યાદવ પ્રિયા દત્ત  વગેરે !  

###  ઉપરોક્ત નામો પુરવાર કરે છે કે આપ યુવાધનને દેશના લોકોના સામાન્ય હિત કે કલ્યાણ માટે નહિ પણ મોટી મોટી વાતો કરી કોંગ્રેસના હાથા ( TOOL )તરીકે વાપરવાનો હેતુ કે વ્યુહ જ માત્ર હતો. આ એક સાઝિશ સિવાય કંઈ નહિ હતુ !

ઉપરોક્ત ફકરાના અનુસંધાને આ લેખ વાચવા વિનંતિ !

મુખ્ય વાત ઉપર આવું તો થોડા દિવસ પહેલાં એક પ્રશ્નના જવાબમાં રાહુલ ગાંધીએ સ્વીકાર્યું કે,  “ભારતીય રાજનીતિમાં પ્રવેશ કરવાનું કોઈ વ્યક્તિ પોતાના રાજકીય સંબંધો કે કનેકશન વગર વિચારી ના શકે”. તેઓએ કહ્યું કે,  “જો તમારી પાસે યોગ્ય સ્થળે બેસેલી વ્યક્તિના નામ કનેકશન અને મિત્રો ન હોય તો તમે આ ક્ષેત્રમાં પ્રવેશી ના શકો અને હું તેનું ઉદાહરણ છું “ આ સાથે તેમણે ઉમેર્યું હતું કે,  “તેઓ આ વ્યવસ્થા સમાપ્ત કરી દેવા માંગે છે.” ક્યારે ? વડાપ્રધાન તરીકે આરૂઢ થયા બાદ કે આજે ? અને જો જવાબ આજે હોય તો આ દિશામાં આજ સુધી શું પ્રયત્નો કર્યા તે જાહેર કરવા મારું આહ્વાન છે.

19 સપ્ટેમ્બર 2010ને રવિવારની પૂર્તિમાં શ્રી ગુણવંત શાહના લેખમાં પણ આવું જ એક વાક્ય પ્રશંસા વધી પડે ત્યારે ના સંદર્ભમાં મૌલાના આઝાદે કહેલું તેનો ઉલ્લેખ અત્રે કરું તો અપ્રસ્તુત નહિ ગણાય ! મૌલાના આઝાદે કહેલું કે, આપણને સૌને પ્રશંસકો ગમે છે .માત્ર જવહરલાલને  થોડાક વધુ ગમે છે. અર્થાત સૌને પોતાની પ્રશંસા કરનારા ચમચાઓ/જી હજુરીયા ગમતા હોય છે ઠીક એ જ રીતે આપણાં આ યુવરાજને પણ ચમચાઓ/જી હજુરીયાઓ વધુ ગમતા હોય તે સ્વભાવિક છે કારણ એ તો તેમના વંશીય જીંસનો જ પ્રભાવ છે.

આવા સંજોગોમાં આપણાં દેશના યુવાધને ખૂબ જ સતર્ક રહેવાની અનિવાર્ય આવશ્યકતા રહે છે કે, તેમની યુવા શક્તિનો ઉપયોગ પોતાના સ્વાર્થ કે મહત્વાકાંક્ષા પૂરી કરવા માટે એક  ( TOOL )  હથિયાર તરીકે તો નથી થતો ને ?

યાદ રહે કે સામાન્ય જન સમુદાયની આજની  કરૂણ હાલાકી ભરી હાલત માટે આ કોંગ્રેસ સરકારની નીતિઓ જ જવાબદાર છે

ખરા અર્થમાં જો દેશની પરિસ્થિતિ સુધારવી હોય, તો દેશના સમગ્ર યુવાધને પક્ષા-પક્ષીથી દૂર રહી એક એવું સંગઠન બનાવવુ જોઈએ કે, તેના અવાજની બુલંદી આ સરકારમાં બેસેલા સત્તાધીશોના બહેરા કાનમાં અથડાય અને  આવા નરાધમ, નફ્ફટ, હરામખોર તત્ત્વો રાજકારણમાં પ્રવેશતા 100 વાર વિચાર કરે !

આ તબક્કે મને થોડા વર્ષો પહેલાં ગુજરાતમાં થયેલ નવ-નિર્માણ આંદોલનની યાદ આવે છે જે આંદોલન પણ મોંઘવારીના મુદે સ્વયંભુરીતે કોલેજના વિધ્યાર્થીઓના ફૂડબીલમાં થયેલા અસહ્ય વધારાના કારણે શરૂ થયેલું અને બાદમાં સમગ્ર ગુજરાતમાં પ્રસરેલું. આ આંદોલન રાજકીય પક્ષાપક્ષીથી બિલકુલ દૂર રહેલુ અને સરકારની નીતિઓ સામે પ્રચંડ અવાજ ઉઠાવી શકવા સમર્થ બનેલું અને મુખ્યમંત્રી સહિત ધારાસભ્યોને પણ રાજીનામાં દેવા ફરજ પાડવામાં આવેલી. આવાજ પ્રકારનું કોઈ આંદોલન /ચળવળ ફરી શરૂ થાય અને આ થઈ પડેલા સત્તાધીશોને પાઠ ભણાવવા સમગ્ર દેશમાં એકી અવાજે ફેલાય તો જ કંઈક નક્કર પરિણામ મળે !

રાહુલ ગાંધી યુવા ધનનૉ પોતાને અને પોતાના મળતીયાઓને સત્તાધીશો બનાવવા ઉપયોગ કરી રહ્યા છે અને તેનાથી સમગ્ર દેશના યુવા ધને ચેતવાની જરૂર છે. જ્યારે પણ કોઈ સભા/ સમારંભોમાં મળવાનું થાય ત્યારે  કેટલાક પ્રશ્નોના ઉત્તરો મેળવવા જોઈએ !

( 1 )  કર્ણાટક સરકારને દેશની સૌથી ભ્રષ્ટ સરકાર કહેનાર આ યુવરાજે  તેમની નજર સામે દિલ્હીમાં જ કોમન વેલ્થ ગેમની તૈયારીઓમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે જે ઉઘાડી બાબત બની ચૂકી હોવા છતાં આ સામે આજ સુધીમાં કોઈ અવાજ બુલંદ બનાવી તપાસ કરવા માંગણી કયા કારણ સર કરી નથી ?  પેંડીગ તપાસ દરમિયાન જે વ્યક્તિનું નામ આ ભ્રષ્ટાચાર માટે જોર શોરથી દેશભરમાં ગુંજી રહ્યું છે તેમને આજ સુધી દૂર કરવામાં નથી આવ્યા. એમ કહી આશ્વાસન આપવામાં આવે છે કે, કોમન વેલ્થગેમ પૂરી થયા પછી તપાસ કરી તમામ દોષિતોને સજા કરવામાં આવશે તે તો લોકોને માત્ર ઉલ્લુ બનાવવાની વાત છે કારણ ગેમ પૂરી થયા બાદ આજના આ સત્તાવાળાઓ સારી રીતે જાણે છે દુઃખનું ઓષડ દહાડાની જેમ  લોકોના માનસમાંથી આ વાત  ભુલાઈ જવાની છે  ચાલાકી ભરી યુક્તિ.  દ્વારા સમય પસાર કરવામાં આવી રહ્યો છે. આવી ઢીલાશ કોના હિતને સાચવવા કરાઈ રહી છે ?

( 2 )  મોટા ભાગના દેશવાસીઓને પીડી રહેલી મોંઘવારી માટે પણ રાહુલ ગાંધીએ કોઈ નિવદન કરેલ હોય તેવું જાણવામાં આવેલ નથી. દેશના વડાપ્રધાન જ્યારે શરદ પવારના પેગડામાં પગ ઘાલી એવું કહે કે મોંઘવારી ક્યારે ઘટશે તેવી આગાહી કરવા માટે તેઓ કોઈ જ્યોતિષ નથી ! વાહ દેશના વડાપ્રધાનશ્રી વાહ !!!! મેરા ભારત મહાન !!! આ દેશ કેટલો ભાગ્યશાળી ( ? ) છે કે આપના જેવા વડાપ્રધાન મળ્યા છે !!!

( 3 )   સાંસદોના પગાર વધારા માટે આપે કોઈ વિરોધી નિવેદન કર્યાનું કે આપ તો આ પગાર વધારો કોઈ પણ સંજોગોમાં નહિ જ સ્વીકારો તેવું કહ્યાનું જાણવા મળ્યું નથી. કહેવાય છે એક મૌન એ સહમતિ જ ગણાય !

 

( 4 )   હમણાં તાજેતરમાં એક નિવેદન કાશ્મીર વિષે વાંચવા મળ્યું કે, ઓમાર હજુ બાળક છે તેને થોડો વધારે સમય આ પ્રશ્ન પતાવવા આપવો જોઈએ ! આપને એક અણીયાળૉ પ્રશ્ન પૂછવા લાલચ થાય છે આપ આપની ગણત્રી  બાળકમાં કરો છો કે યુવાન માં ?  જ્યારે લાગે કે બાળક પોતે પોતાની જાતને કે અન્ય બાબતો સંભાળી શકવા સક્ષમ નથી તો બાળકને બધું જ બગાડવા/ગંદુ કરવા કોઈ મા-બાપ સામાન્ય રીતે  છૂટ ના આપે ! તેનું ડાયપર મા-બાપે જ બદલવું પડે, ખરું ને ? જો સમય સર ના બદ્લાવાય તો ડાયપર સાથે બાળક પણ ગંદુ રહે અને ગંદવાડ અને ગંદકી  ચોતરફ ફેલાતા ભયંકર રોગચાળો ફાટી  નીકળવાની દહેશત ઉભી થાય ! આ વિષે દેશના વડાપ્રધાને કાશ્મીરને સ્વાયત્તતા આપવા કહેલું તે આપ જાણો છો ? આપ આ વિષે શું વિચારો ધરાવો છો ?

( 5 )  પેલા ભોપાલ ગેસ કાંડના એંડરસનને ભગાડી દેવામાં કોનો હાથ હતો તે વિષે પણ યુવરાજ મૌન ધારણ કરી બેઠા છે. ઓરિસ્સાના આદિવાસીઓને વેંદાતના કારખાનાથી પર્યાવરણને નામે બચાવવાનો યશ લેનારા રાહુલજી સર્વોચ્ચ અદાલતાના ગોદામોમાં સડી રહેલા અનાજને ગરીબોને મફત વહેંચી દેવાના આદેશ છતાં અન્ન પ્રધાન શરદ પવાર અને વડાપ્રધાનના ઈંકાર  છતાં આજ સુધી આ ગરીબોના થઈ પડેલા મસીહાએ એક પણ શબ્દ ઉચ્ચાર્યો હોવાનું જણાયું નથી. ગરીબોના ઘરે જમવાથી  દેખાડો થાય તમામ મીડીઆને ચમકાવવાના સમાચાર મળે પરંતુ તેમની ગરીબી વધે તેમની દરિદ્રતા ઘટે નહિ  તે પણ આ યુવરાજને કોઈએ સમજાવવું પડશે !

.

અંતમાં પુનરાવર્તનનો ભય હોવા છતાં ફરી એક વાર આ દેશના યુવાધનને જાગૃત કરવા અને ચેતવવા આ લેખની શરૂઆતમાં લખેલા ફકરામાં કેટલોક ફેરફાર કરી ફરી જણાવી રહ્યો છું.

 “ એ વાત પણ દિવા જેવી સ્પષ્ટ બની ચૂકી છે કે યુવાધનને સંગઠિત કરવા નિકળેલા રાહુલ ગાંધીએ  માત્ર પોતાના અને પક્ષના અંગત સ્વાર્થ માટે યુવાધનનો  વ્યુહાત્મક ઉપયોગ કરી યેન કેન પ્રકારેણ ચૂંટાઈ આવી સત્તા મેળવવાની આ રમત માંડેલી  છે ! આવા યુવાધનને સંગઠિત કરવા અલગ અલગ સ્થળે  બોલાવાયેલા/બોલાવામાં આવનારા  સમારંભ /સભામા ઉપસ્થિત રહેનારા યુવાનો/યુવતીઓએ રાહુલ ગાંધીને પ્રશ્ન પૂછવો રહ્યો કે આપે અને આપના પક્ષે જે ઉમેદવારો મૂક્યા છે  કે મૂકવામાં આવનારા છે તેમાંથી કેટલા યુવાનો છે ? અને કેટલા આપના મિત્રો અથવા હાલના/પૂર્વ પ્રધાનો કે સાંસદ સભ્યોના સંતાનો કે વારસદારો છે ?

###   આ સિવાય આપે તો આખા દેશનો પ્રવાસ કર્યો છે અને કરતા રહો છો ત્યારે આપને  એક પણ યુવાન્/યુવતિ ઉમેદવારી કરી શકે તેવા યોગ્ય કે સમર્થ નહિ મળ્યા ? ગુજરાતીમાં કહેવત છે કે, અંધારામાં પણ કોળિયો મોઢામાં જ જાય છે તેમ આપને પણ જે યુવાનો મળ્યા તે તમામ તમારા અંગત મળતીયાઓ સિવાય દ્રષ્ટિગોચર થતા નથી.  આ પહેલાં સંસદની ચૂંટણી સમયે પસંદ થયેલા ઉમેદવારો જેવાકે સચિન પાયલોટ, મિલિંદ દેવરા જ્યોતિરાદિત્ય સિંધિયા, નવિન ઝિંદાલ , અખિલેશ યાદવ પ્રિયા દત્ત  વગેરે !   આપના અંગત મળતીયાઓ જ હતા ને અને આજે પણ આવા જ લોકોને શોધી રહ્યા છો ને ?

###   ઉપરોક્ત નામો પુરવાર કરે છે કે આપનો  યુવાધનને દેશના લોકોના સામાન્ય હિત કે કલ્યાણ માટે નહિ પણ મોટી મોટી વાતો કરી કોંગ્રેસના હાથા ( TOOL ) તરીકે વાપરવાનો હેતુ કે વ્યુહ જ માત્ર હતો અને છે કે જેથી આપ અને આપના ચમચાઓ સત્તાધીશ બની આવનારા વર્ષોમાં નહેરુ-ગાંધી  પરિવાર આ દેશ ઉપર યાવદચન્દ્ર દિવાકરો રાજ કરી શકે !  આ એક સાઝિશ  નથી  તો શું છે ?

ટૂકમાં આ દેશના યુવા ધને રાહુલ ગાંધી એ  તાજેતરમાં કહેલા શબ્દો બરાબર યાદ રાખવા ખાસ આગ્રહ ભરી વિનંતિ છે.

“ભારતીય રાજનીતિમાં પ્રવેશ કરવાનું કોઈ વ્યક્તિ પોતાના રાજકીય સંબંધો કે કનેકશન વગર વિચારી ના શકે”. તેઓએ કહ્યું કે,  “જો તમારી પાસે યોગ્ય સ્થળે બેસેલી વ્યક્તિના નામ કનેકશન અને મિત્રો ન હોય તો તમે આ ક્ષેત્રમાં પ્રવેશી ના શકો અને હું તેનું ઉદાહરણ છું “ આ સાથે તેમણે ઉમેર્યું હતું કે,  “તેઓ આ વ્યવસ્થા સમાપ્ત કરી દેવા માંગે છે.”

જો આ વિષે તેઓ પ્રતિબધ્ધ  હોય તો આ લેખમાં ઉપર ઉઠાવેલા પ્રશ્નો તેઓએ જરૂર ઉઠાવ્યા હોત. પરંતુ આ રાજકારણીઓ વ્યુહાત્મક રીતે ચાલાકીથી જે યુક્તિ  વડે આજ સુધી લોકોને ભરમાવતા રહ્યા છે તેનું જ આ નવું બિભત્સ સ્વરૂપ સીવાય વિશેષ  કંઈ નથી.  તેની યુવા ધને ગંભીરતાથી નોંધ લેવી રહી !  અને સભાન- સતર્ક બની આપ સર્વે એક જબર જસ્ત ફોજ છો અર્થાત તાકાત છો,  નહિ કે કોઈના હાથા અર્થાત ( TOOL ), તેની પ્રતીતિ કરાવી દેવાની આ વેળા છે અને મને શ્રધ્ધા છે કે, આપ સર્વે તે સિધ્ધ કરી બતાવશો !

Advertisements

One comment

  1. Mane lage che congress have jitvani koi disha nathi rahi etle badaj prayog kare che Rahul Gandhi yuvano ne male che pachi temnu koi divas te yuvano sathe koi pan jat nu communication karyu che jururi che temne sathe long time sudhi sambandh rahe toj yuvano vishe vichare che tem kahi sakay baki to khali bhasan karvathi kai na male have janta jagrut thia gai che. Navi baneli Aam Admi party to sav gaeli che tema koi aam admi nathi koi disha nathi temni pase etle avi party thi chetvu jaruri che

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s