ટ્રેડ યુનિયનો અને ધર્મ-અધ્યાત્મનાં યુનિયનો——“અન્તર્યાત્રા” -ડૉ.સર્વેશ પ્ર.વોરા

 ગુજરાત સમાચાર”ની 12,ફેબ્રુઆરી,2014ને બુધવારની ” શતદલ” પૂર્તિમાં ” અન્તર્યાત્રા” કોલમમાં પ્રસિધ્ધ થયેલ ડૉ. સર્વેશ પ્ર. વોરનો આ લેખ આપ સૌને પસંદ પડ્શે તેમ ધારી મારાં બ્લોગ ઉપર તેઓ બંનેના સૌજન્ય અને આભાર સાથે મૂકેલ છે.

 ટ્રેડ યુનિયનો અને ધર્મ-અધ્યાત્મનાં યુનિયનો——“અન્તર્યાત્રા” -ડૉ.સર્વેશ પ્ર.વોરા

ના, માત્ર વિચાર કરવાથી તમે સ્વતંત્ર, બુદ્ધિશાળી, વિચારશીલ વ્યક્તિ બની જતા નથી. એક બહુ ભયાનક, ખતરનાક તમને બરબાદ કરી નાખનારૃં ભયસ્થાન છે ઃ તમે કોઇ ધર્મપુરુષ‘, ‘પ્રેરણામૂર્તિબાપજી કે મહારાજજી પાછળ મોહાંધતો થયા નથી ને ? તમે તમારાં પોતાનાં વૈચારિક અફીણ પ્રત્યે કમિટેડ (પ્રતિબદ્ધ) કે અમુક તમુક ધાર્મિક, સાંપ્રદાયિક ટોળીની રિમોટ-કન્ટ્રોલસંચાલિત કઠપુતળી તો નથી ને ?

હા, તમે ઉપરના પ્રશ્નના જવાબમાં નકાર જ ભણવાના. તમે ઝનૂનપૂર્વક કહેશો કે મેં તો સ્વતંત્ર રીતે વિચાર કર્યો પછી જ ફલાણા ધર્મ પુરુષ કે ટોળાંની (માત્ર ધર્મપુરુષ શા માટે, હવે તો રેશનાલિઝમનામના પ્રતિબદ્ધ ધર્મની પણ કંઠી બજારમાં મળે છે) કંઠી બાંધી છે. (બધાજ વિચાર-કેદીઓ આમ કહેતા હોય છે) પણ જરા થોભો. તમે બાંધેલી વિચાર-કંઠીએ તમને ખાબોચિયું બનાવ્યા છે કે વહેતી નદી ? એક જાત-પરીક્ષા કરી જુઓ.

ધારો કે તમે અમુક તમુક વૈચારિકઆંદોલનમાં માનો છો. તમે દાવો કરો છો કે દુનિયાનો ઉદ્ધાર એ આંદોલનની કંઠી બાંધવાથી જ થઇ શકે. તમને આવો દાવો કરવાની છૂટ છે. હવે માની લો કે કોઇ તમારી સમક્ષ કોઇ અન્ય ધર્મપુરુષના કે વિચારકના જૂદી જાતના વિચારો રજૂ કરે ત્યારે તમારો પ્રતિભાવ શો હોય છે ? તમારા કાન લાલ થઇ જાય છે ? તમે ઝનૂનથી ધૂ્રજી ઉઠો છો ? મુત્સદ્દીગિરીપૂર્વક હૈયાંનું ઝનૂન-બનાવટી સ્મિતથી છૂપાવો છો ? પેલી વ્યક્તિએ રજૂ કરેલ વિચાર તમને હલબલાવી નાખતો હોવા છતાં આંખ આડા કાન કરી, જાણે તમે સમભાવી, ઉદાર છો એવો શહામૃગી ઢોંગ કરો છો ?
કે પછી નવી દિશા બતાવનાર પેલી વ્યક્તિનો આભાર માની, હૃદયપૂર્વક એને આદરથી વધાવી લો છો ?

હકીકતે જ્યારે આજના કોઈ પણ ધર્મ, સંપ્રદાય, આસ્તિક કે નાસ્તિક કોઇ પણ વિચારધારાના અનુયાયીમાં જયારે તમે સખત ઝનૂન જુઓ, હૈયાંની બારીઓ બંધ રાખવાની શહામૃગી જડતા જુઓ ત્યારે સમજી લેવું કે એ વ્યક્તિ કોઇ વિચારના નહીં પણ પોતે સર્જેલી માનસિક ગાંઠના પ્રેમમાં છે. અને આ – ગાંઠ જ માણસની સ્વતંત્રતાનું, માણસાઈનું ધીમું મોત નોતરે છે !

હા, ટ્રેડ યુનિયન અને લશ્કરમાં આવું આંધળું અનુસરણ ઇચ્છનીય હોય છે, કારણ કે ટ્રેડ યુનિયન અને લશ્કરના હેતુ જ અલગ હોય છે. યુનિયન-લીડર કે સેનાપતિનો હેતુ યુનિયનના સભ્ય કે લશ્કરના સૈનિક પર ઉપરથી થોપાયેલો હોય છે. વળી યુનિયન કે લશ્કરમાં સ્વતંત્ર વિચારશીલતા કે આંતરિક ઉન્નતિના દાવા કરવામાં નથી આવતા. ત્યાં બોર્ડ મિઠાઇની દુકાનનું હોય ને વાસી માંસ વેંચાતું હોય એવો દાવો નથી હોતો. ત્યાં તો યાંત્રિક, સજ્જડ અનુસરણ ખુલ્લેઆમ કરવાનું હોય છે.

જ્યારે આજે વિચારધારા, આધ્યાત્મિક વિકાસ, આવાં રૃપાળાં નામો હેઠળ જે જોવા મળે છે તે આખરે તો છે વ્યક્તિપૂજા, ટ્રેડ યુનિયન કે ઘેટાં જેવું સમર્પણ, અને સમતા સૌમ્યતાનાં મહોરાં હેઠળનું ખૂની ઝનૂન !
આજ સુધી વક્તાઓ ધાર્મિક, આધ્યાત્મિક કે નાસ્તિક પ્રવચનો આપતા રહે, સંખ્યાબંધ લોકો સાંભળતા રહે, ત્યારે ટીકા કે પ્રશંસાનાં કેન્દ્રમાં વક્તાઓ જ રહેતા, હવે એવો કટોકટીનો સમય આવી પહોંચ્યો છે કે આ હજારોની સંખ્યામાં ધસી જતા શ્રોતાઓની મનોવૈજ્ઞાાનિક તપાસ થવી જોઈએ. આત્મા, પરમાત્મા, પ્રેમ જેવી ઊંચી ઊંચી વાતોનાં વ્યાખ્યાનો થતાં હોય ત્યાં આઠ-દશ તટસ્થ અને મુક્ત (અજાણ્યા) વિદ્વાનો (અંગ્રેજીમાં આવી અચાનક તપાસ હાથ ધરતી સમિતિને ફલાઇંગ સ્કવોડકહે છે) પહોંચી જાય. બુદ્ધિને તાળાં મારવાં, વેવલાવેડા વગેરે બાબતોને ધાર્મિકતાકહેવાના દંભે જ્યારે મહાવિરાટરૃપ ધારણ કર્યું છે ત્યારે શ્રોતાઓની મનોવૈજ્ઞાાનિક પરીક્ષાની ઝુંબેશ આશ્ચર્યકારક પરિણામો લાવશે.

વ્યાસપીઠ પર બેસનારે એક કરોડ મણનો સવાલ એકાંતમાં પોતાની જાતને કરવાનો રહે, ‘બંધુ, તમને કઇ કક્ષાના પ્રશંસકો, શ્રોતાઓ, વાચકો દીર્ધજીવી સ્થાન આપી શકશે ? જેમની વૈચારિક ગતિશીલતાને લકવો થયો છે, જેમને માટે મનોરંજન, અફીણ કે વૈચારિક પ્રવચનમાં કશો જ ફરક નથી, એવા નવ્વાણુ ટકા શ્રોતાઓનાં વખાણ માટે તમારી કીમતી જીન્દગી બરબાદ કરશો કે જેમણે ઘીના પવિત્ર દીપક માફક પોતાની વૈચારિક સ્વતંત્રતાનું શીલ સાચવ્યું છે એના એકાદ ટકો શ્રોતાઓની તાળીઓ ઝંખશો ?
યાદ રાખજો, પેલાં આંધળું અનુસરણ કરનારાં ટોળાં તો – હવાની રૃખ પ્રમાણે બદલાતાં રહેશ, પણ સ્વતંત્ર વિચારવાની તકલીફ લેનાર લઘુમતી વર્ગ તમારી સાથે સહમત થાય કે નહીં, છતાં તમને ઊંડો, દીર્ધજીવી પ્રેમ કરશે.

આખે આખાં વિરાટ ટોળાંની વૈચારિક ટ્રેડ યુનિયન-છાપ કતલ થઇ રહી હોય ત્યારે તમે શું પસંદ કરશો ? સામૂહિક કતલખાનાંમાં કપાવા જવાનું કે ઈશ્વરદત્ત સ્વતંત્રતા સાચવવાનું ?

 

Advertisements

One comment

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s