” બાબાભ’ઈનો ઈન્ટર્વ્યૂ ” બુધવારની બપોરે – અશોક દવે

ગુજરાત સમાચારની 5,ફેબ્રુઆરી,2014ને બુધવારની ” શતદલ ” પૂર્તિમાં ” બુધવારની બપોરે ” કોલમમાં પ્રસિધ્ધ થયેલ શ્રી અશોક દવેનો આ કટાક્ષ લેખ આપ સૌ મિત્રોને માણવો ગમશે. તેઓ બંનેના આભાર અને સૌજન્ય સાથે મારાં બ્લોગ ઉપર મૂકી રહ્યો છુ

” બાબાભ’ઈનો ઈન્ટર્વ્યૂ ” બુધવારની બપોરે – અશોક દવે

બાબાભ’ઈનો ઈન્ટર્વ્યૂ

રાહુલ ગાંધી ઉપર દયા આવી જાય એવું એમની સાથે બની રહ્યું છે. બહારના તો ઠીક, પોતાની પાર્ટીમાં પણ અંદરખાને એમનું માન એક ‘બાબાભ’ઈ’થી વિશેષ નથી. બીજી બાજુ, મોદી જેવી તોતિંગ ઈમારત ભસ્મીભૂત કરવાનું એ કેવળ દિવાસ્વપ્ન જોઈ શકે છે ને કાંઈ બાકી રહી જતું હોય, તેમ ટીવી સામે બફાટ ઉપર બફાટો કરતા જાય છે. અર્ણવ (એ લોકોનો બંગાળી ઉચ્ચાર, ”ઓર્નોબ”!) ગોસ્વામીએ બાબલાની ધૂળ કાઢી નાંખી, છતાં એ કોઈ સામો પ્રભાવ પાડી ન શક્યા. કેવા કેવા જોક્સ અને એસએમએસ આવવા માંડયા છે? કઈ ગોળી ખઈને બાબાભ’ઈએ ઈન્ટરવ્યૂ આપ્યો હશે કે, દરેક વાતમાં ત્રણ શબ્દોમાં એમની પિન ચોંટી જતી હતી, વીમેન્સ ઍમ્પાવરમૅન્ટ (સ્ત્રીઓને સત્તા આપો), બીજું, સીસ્ટમ બદલવી પડશે, ત્રીજું (ઇ્ૈં) રાઈટ ટુ ઈન્ફોર્મેશન એટલે કે માહિતી માંગવાનો અધિકાર. જુઓ. સામાન્ય પ્રજાએ રાહુલ બાબાને કેવા ચીતર્યા છે!

(૧) ”બાળક સાથે ગંદી હરકતો કરવા બદલ અર્ણવ ગોસ્વામીની ધરપકડ” (ભરૈનગ ર્સનીજાર્ચૌહ)

(૨) સોનિયા રાહુલને પૂછે છે, ”બેટા, ઈન્ટરવ્યૂ કેવો રહ્યો?” ”મોમ, હું ઈતિહાસની તૈયારીઓ કરીને ગયો હતો ને અર્ણવે ગણીતના દાખલા પૂછ્યા.”

(૩) રાહુલ બાબાએ દસ મિનીટમાં સો વખત પ્રજાને સત્તા આપવાની માળા જપી (ીર્સૅુીિૈહય ર્ૅીૅની) અને એ પોતાના વડાપ્રધાનને દસ વર્ષથી સત્તા સોંપી શક્યા નથી.

(૪) બાબાભ’ઈની ફરિયાદ હતી કે, અર્ણવે કૉર્સ બહારના જ સવાલો પૂછ્યા.

(૫) અર્ણવના એ ઈન્ટરવ્યૂની મોટી ગોલમાલ એ હતી કે, રાહુલ બાબા હજી પહેલો સવાલ ‘સમજે’, તે પહેલા અર્ણવ ત્રીજા સવાલે પહોંચ્યો હોય!

(૬) મૂર્ખતાનું માપ ઇંટોથી કાઢવાનું હોત તો રાહુલ ગાંધી આજે ચીનની દિવાલ હોત !

(૭) કોંગ્રેસ દર વખતે નરેન્દ્ર મોદીની કબર ખોદે છે ને રાહુલ એમાં કૂદી પડે છે!

(૮) ટીવી પર તમે રાહુલ ગાંધીનો ઈન્ટરવ્યૂ જોવાનું ચૂકી ગયા હોત, તો એ ‘પોગો’ (બાળકોની ચનલ) પર રીપિટ થવાનો જ છે.

(૯) કોંગ્રેસ હવે પોતાની સિધ્ધિઓમાં એક ઉમેરો કરી શકશે, ”અર્ણવને બે કલાક સુધી ચૂપ કરી દીધો”.

(૧૦) પેટ પકડીને હસાવવા માટે હવે કોઈ કપિલ શર્માનો ય બાપ નીકળ્યો હોય, તો એ રાહુલબાબા છે.

(૧૧) રાહુલે સહેજ પણ ગભરાયા વિના સાબિત કરી દીધું કે, એ ગાંધીનગરના ચા-વાળાથી ખૂબ ફફડે છે.

(૧૨) કોંગ્રેસથી ત્રાસેલા સહુએ રાહુલનો આભાર માનવો જોઈએ કે, કોંગ્રેસને જડમૂળથી સાફ કરી નાંખવા માટે એ એકલા કાફી છે.

(૧૩) અર્ણવ સાથે રાહુલનો ઈન્ટરવ્યૂ પત્યા બાદ કોંગ્રેસીઓએ બે મિનિટનું મૌન પાળ્યું હતું.

(૧૪) ચૂંટણી પ્રચારની એક સભામાં રાહુલ ગાંધીએ કહ્યું, ”હમારી સરકાર આયેગી, તો વિકાસ હોગા…” એનાથી છંછેડાયેલી ગામડાની એક મહિલાએ બૂમ પાડી, ”ગઈ વખતે ય આવું જ કીધું હતું… મારે વિકાસને બદલે ‘પિન્કી’ જન્મી.”

(૧૫) હવે પછી ”પહેલી એપ્રિલ”ને ‘રાહુલ ગાંધી દિન’ તરીકે ઉજવવામાં આવશે.

(૧૬) બાળકના ફોટા સાથે જાહેરખબરનું હાર્ડિંગ ઃ ‘અમુલ’ બટર, ‘ધી ટેસ્ટ આફ ઈન્ડિયા’…રાહુલ ગાંધી, ધ વેસ્ટ (ુચજાી) ઑફ ઈન્ડિયા’.

(૧૭) ૨૦૧૪ની ચૂંટણી પછી નવી ટીવી સીરિયલ આવશે, ‘વિક્રમ ઔર વેતાળ’, જેમાં વેતાળ દિગ્વિજયના ખભા ઉપર લટકેલા રાહુલ બાબા વિક્રમ બનશે.

(૧૮) બાબાભ’ઈનો અર્ણવ ગોસ્વામીએ લીધેલા ઈન્ટરવ્યૂ જોયા પછી હવે ખબર પડી કે, ડૉ. મનમોહનસિંઘ છેલ્લા દસ વર્ષથી મૌન કેમ રહ્યા!

(૧૯) ન્યુઝીલન્ડમાં ભારતીય ક્રિકેટ ટીમના ધબડકા અંગે શું કરવું જોઈએ? રાહુલ બાબાએ કાચી સેકન્ડમાં કહી દીધું, ”મહિલાઓને સત્તા આપો.”

(૨૦) સલમાન ખાનની ફિલ્મ ‘જય હો’ ફ્લૉપ કેમ ગઈ? જવાબમાં બાબાભ’ઈ બે કારણ આપે છે, ”એક તો આ ફિલ્મમાં સ્ત્રીઓને સત્તા આપવામાં આવી નથી અને બીજું, એની સીસ્ટમ્સમાં જ કોઈ ગડબડ છે.”

(૨૧) ”ડૉક્ટર સાહેબ, મારો કબજીયાત મટતો કેમ નથી?”…”ભાઈ, તમારી સીસ્ટમમાં ગરબડ છે.”

(૨૨) અર્ણવે બાબાભ’ઈને પૂછ્યું, ”હવે તો ‘સિટે’ પોતે અમદાવાદના ગુલબર્ગ કાંડમાં નરેન્દ્ર મોદીને સંપૂર્ણ નિર્દોષ જાહેર કર્યા છે, છતાં તમે હજી મોદીને કેમ દોષિત માનો છો?” એના જવાબમાં પણ બાબા ભ’ઈએ સ્ત્રીઓને સત્તા આપવાની વાત દોહરાવી હતી.

(૨૩) મોદીથી ડરો છો, એના જવાબમાં બાબાભાઈએ વિચિત્ર જવાબ આપ્યો, ”મારા દાદી અને પિતા બન્નેને મેં મરતા જોયા છે, એટલે કોઈનાથી ડરતો નથી… સીસ્ટમનો દોષ હતો. ઈંદિરા અને રાજીવની હત્યા થઈ, એમાં કઈ સીસ્ટમ બદલવાની હોય?”
ઉપરના બધા તો દેશના પ્રજાજનોએ લખેલા ટ્વિટર્સ હતા.
એક વાત તો સ્પષ્ટ છે. જેને ભાજપ કે કોંગ્રેસ કઈ ચીડીયાના નામ છે, એની ય ખબર નથી, એ અબુધ નાગરિક પણ જાણે છે કે, ૨૦૧૪-ની ચૂંટણીમાં કોંગ્રેસ કેવી શરમજનક હાર ભોગવવાની છે! કોઈ ચમત્કાર પણ કોંગ્રેસને બેશરમ પરાજયથી બચાવી શકવાની નથી, એ જાણવા છતાં હજી ગુજરાત કોંગ્રેસના લીડરો, દેશના વિકાસ કે ભલા માટેની એક પણ વાત કરવાને બદલે, માત્ર મોદીને ગાળો આપવા સિવાય બીજું કાંઈ બોલી પણ શકતા નથી? ગુજરાત કોંગ્રેસ કેટલી બેવકૂફ સાબિત થઈ રહી છે, એની એને પોતાને ખબર પણ નહિ પડતી હોય? રાવણ સીતાને ઉઠાવી ગયો, કે ભારતમાં ત્સુનામી વાવાઝોડું આવ્યું, એમાંય નરેન્દ્ર મોદીનો હાથ હતો, એવી બેહૂદી વાતો કરવામાં ય ગુજરાત કોંગ્રેસને કોઈ શરમ પણ નહિ આવે? રાહુલ બાબાના બેવકૂફીભર્યા ઈન્ટરવ્યૂ પછી એક માં તરીકે સોનિયા ગાંધી કેવા ઢીલા થઈ ગયા હશે, એ ચર્ચા તો જવા દો, પણ આ જ કોંગીજનો સોનિયા પાસે રાહુલ બાબાના અફલાતૂન ઈન્ટર્વ્યૂ માટે પેંડાના પકેટો લઈ જવામાં કેવું ગૌરવ અનુભવતા હશે, જ્યારે દેશ આખો રાહુલની મશ્કરી કરી રહ્યો છે! પોતાના દીકરાની આખો દેશ મશ્કરી કરતો હોય, એ મમ્મીનું હૈયું કેવું ચીરાઈ જતું હશે, ને છતાં ય કોંગીજનો સોનિયાની કેવી ચમચાગીરી કરતા હશે?
‘ધૂમકેતુ’ની વાર્તા ‘વિનિપાત’માં એક જાણિતી ઉક્તિ આવે છે, ”પડે છે ત્યારે સઘળું પડે છે… વિનિપાત થઈ જાય છે.” આ બાજુ ગાંધીનગરમાં શંકરસિંહ બાપૂ અને મોઢવાડીયા વચ્ચે સાતનો આંકડો શરૃ થયો ને પેલી બાજુ રાહુલ ગાંધી સાથે સાતનો આંકડો પાડવાની તમામ કોંગ્રેસજનો રાહ જોઈને બેઠા છે. આ એક જ બાળક આખી કોંગ્રેસને ખાઈ ગયું! કોંગ્રેસ પાસે બફાટ કરનારાઓની ફોજ છે. શું રાજુ શ્રીવાસ્તવ કે કપિલ શર્મા કોંગ્રેસના દિગ્વિજયસિંઘ કરતા મોટા કોમેડિયનો છે? દયા આવે છે, હજી કોંગ્રેસના ઝાડ ઉપર લટકી રહેલા છોટેમોટે નેતાઓ અને કાર્યકરો કઈ લાલચ ઉપર કોંગ્રેસમાં બેસી રહ્યા છે? મોદી વડાપ્રધાન થાય કે ન થાય, કેજરીવાલ લોકસભાની ચૂંટણીઓમાં ગમે તેટલા ઉમેદવારો ઊભા રાખે, બહુ નફ્ફટ ‘હન્ગ-પાર્લામૅન્ટ’ આવે, પણ એક વાત ચોખ્ખી છે કે, કોંગ્રેસ બહુ બુરે હાલ હારવાની છે, છતાં ય બાના સાડલાનો છેડો પકડી રાખતા નેતાઓને પોતાના રાજકીય ભવિષ્યની જ પડી નથી, ત્યાં દેશની તો શું પરવાહ કરવાના છે?

સિક્સર

ગયા બુધવારે બ્રાહ્મણોને લઘુમતિમાં આવી જવાનું આહ્વાન આપ્યું હતું… જોવાની ખૂબ એ છે કે, અભિનંદનના મોટા ભાગના ફોન કે એસએમએસ શિક્ષિત જૈનોના આવ્યા, જેઓ દ્રઢપણે માને છે કે, જૈનોને અનામત હોય જ નહિ… પણ બ્રાહ્મણોનો ફોન એકે ય નહિ!

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s