જીવંત સાથે પ્રેમ કે ચર્ચા થાય, પણ ‘રોબોટ સાથે શું ?’ અન્તર્યાત્રા – ડૉ.સર્વેશ પ્ર.વોરા

ગુજરાત સમાચાર”ની 0૮,જાન્યુઆરી,2014ને બુધવારની ” શતદલ” પૂર્તિમાં ” અન્તર્યાત્રા” કોલમમાં પ્રસિધ્ધ થયેલ ડૉ. સર્વેશ પ્ર. વોરનો આ લેખ આપ સૌને પસંદ પડ્શે તેમ ધારી મારાં બ્લોગ ઉપર તેઓ બંનેના સૌજન્ય અને આભાર સાથે મૂકેલ છે.

અન્તર્યાત્રા – ડૉ.સર્વેશ પ્ર.વોરા

જીવંત સાથે પ્રેમ કે ચર્ચા થાય, પણ ‘રોબોટ સાથે શું ?’ અન્તર્યાત્રા – ડૉ.સર્વેશ પ્ર.વોરા

“રોબોટ” એટલે યંત્રમાનવ. હા, હવે યંત્રમાનવોનો જમાનો આવી રહ્યો છે. એવા યંત્રમાનવો જેમને અમુક પૂર્વસૂચના (કોમ્પ્યુટર ફીડ-બેક) આપવામાં આવી હોય. એ રોબોટ જુદા જુદા સંજોગોને, પોતાને અપાયેલા ”ફીડબેક” પ્રમાણે પ્રતિભાવ આપે.

વિજ્ઞાનનાં ક્ષેત્રમાં હું સહસ્ત્રાબ્દિનાં છેલ્લા વર્ષોને ”રોબોટ”નાં વર્ષો કહું, પણ ‘કહેવાતા’ ધર્મ અને ‘કહેવાતા અધ્યાત્મના ક્ષેત્રમાં પણ છેલ્લાં વર્ષોને ‘રોબોટ”નાં વર્ષો કહું તો ? હા, એ ક્ષેત્રે તો ઊંધા પગલે ગતિ થઇ રહી છે. અહી માનવોને ‘રોબોટ’ બનાવવાનાં વિરાટ ‘ધાર્મિક’ (!) અને ‘આધ્યાત્મિક (!) આન્દોલનો ચાલી રહ્યાં છે, અને લોકોને જાતિપરિવર્તનનું આ ઓપરેશન ભારે પસંદ પડે છે ઃ ”માણસ” માંથી ”રોબોટ” બનવાનું ઓપરેશન.

‘રોબોટ’ એટલે જેનાં સંચાલનની ખરેખરી ચાવીઓ કોઇ અન્યના હાથમાં હોય એવું યંત્ર. જેને પોતાની સ્વતંત્ર પસંદગી ન હોય, જેની સ્વયંસ્ફુરણા બૂઠી થઇ ગઇ હોય, જેની વિવેકશક્તિને લકવો પડયો હોય.

મારા પ્રત્યે કોઇને ઇર્ષ્યા, તેજોદ્વેષ કે અન્ય કોઇ પણ સૂક્ષ્મ કારણસર પૂર્વગ્રહ હોય, અને એ વ્યક્તિ કોઇ હિસાબે પૂર્વગ્રહની તાબેદારી છોડવા તૈયાર ન હોય, ત્યારે એ વ્યક્તિને હું ‘રોબોટ’ કહુ. એ રોબોટ- તર્ક, બુદ્ધિ, વર્તમાન વાસ્તવિક્તા કે દલીલો- કશું જ સાંભળશે નહી, કારણ કે એણે પોતાના દિમાગી કોમ્પ્યુટરમાં પેલી પૂર્વગ્રહની કતરનનો ‘ફીડબેક’ ભર્યો છે. એ પોતાની સ્વયંસ્ફુરણાથી ડરે છે, એ સ્વયંસંચાલિત નથી. એ ‘પૂર્વગ્રહ- સંચાલિત’ છે.

આવા નમૂનાઓ સાથે દલીલો નકામી અને પ્રેમપણ નકામો !

કોઇ જાણીતા ધર્મપુરુષ મહોર લગાવવાનું મન થાય ત્યારે ક્ષણભર થોભી જાવ. તમારી જાતને બેશરમ થઇને એકાંતમાં પૂછો ઃ તું આ વ્યક્તિ થી પ્રભાવિત થાય છે. એનું ખરૃં કારણ શું ? કોઇકે ભલામણ કરી એટલે કે મોટી સંખ્યામાં ટોળાં એને અનુસરે છે, એટલે ? તેં જે તારી માન્યતા, તારા મીઠી ખંજવાળ જેવા અભિપ્રાયને આજ સુધી ગળે વળગાડેલો તે વળગણને પેલા મહાનુભાવ પંપાળે છે એટલે ? જો આમાંની કોઇપણ નિર્બળતાને કારણે તમે અમુક તમુક જાણીતાં આધ્યાત્મિક ટોળામાં જોડાયા હો, તો સાવચેત થઇ જજો તમે

માણસમાંથી ”રોબોટ” બનવા તરફ આગળ ધસી રહ્યા છો.
એક સરકારે અન્ય દેશની સરકાર માટે ચર્ચા કરીને કોઇ બહુ મહત્વનો નિર્ણય લેવો હોય ત્યારે બહુ ઊંચી સત્તા ધરાવતું પ્રતિનિધિમંડળ મોકલે એવું પ્રતિનિધિમંડળ કે જેને પોતાનો, સ્વયંસ્ફૂરિત, સ્વતંત્ર નિર્ણય લેવાનો અધિકાર હોય.

સામે પક્ષે અન્ય દેશની સરકારનાં પ્રતિનિધિ મંડળને પણ આવા સ્વતંત્ર- નિર્ણયશક્તિ ધરાવતાં પ્રતિનિધિમંડળ સાથે ચર્ચા કરવી ફાવે, કારણ કે બન્ને પ્રતિનિધિમંડળો ‘સ્વયંસંચાલિત’ હોય, એમણે કોઇ અન્યે ગોખાવેલી દલીલો કરવાની ન હોય.

આપણી રોજિન્દી જિન્દગીમાં પણ ”પોપટ” સાથે દલીલ કરવાની ક્ષણ ભારે કમનશીબ હોય છે. તમારે નિર્જીવ ‘ટેપરેકોર્ડર’ સાથે વાત કરવાની થાય તો તમારી હાલત કેવી થાય ? ખૂબ જાણીતા એવા અમુક કહેવાતી ધાર્મિક પ્રવૃત્તિ ચલાવતા, જથ્થાબંધ ”કહેવાતા” ધાર્મિક પ્રવચનો ગોઠવતા આશ્રમોમાં તમને બરાબર આ વાજ ‘રોબોટ’ ના ટોળાં નજરે પડે આવા આશ્રમોનું આમંત્રણ આવે ત્યારે સંવેદનશીલ વિચારકને ઊબકા આવે, ને રીતસર સરદર્દ દૂર કરવાની ઢગલાબંધ ગોળીઓ સાથે લેવી પડે !

લાગણી, વેવલાવેડા, પલાયનવાદ જન્મથી મળેલી સાંપ્રદાયિક મહોરના આવેશમાં માણસ ‘રોબોટ’ બની જાય છે અને આવા રોબોટ સાથે જાગૃત વ્યક્તિ ચર્ચા નથી કરી શકતો, સંવાદ નથી કરી શકતો, પ્રેમ નથી કરી શકતો, ઝઘડો પણ નહી, કારણ કે સામે પેલા જાણીતા આશ્રમના ફુલટાઇમ ધાર્મિક જેવા, કાળમીંઢ દિવાલ જેવા ”રોબોટ” નો સામનો કરવાનો હોય છે. તમે જીવંત વ્યક્તિ સાથે વિચારોની આપ-લે કરી શકો. પૂર્વગ્રહ, વળગણોના માફિયાના ગુલામ સાથે શી વાત કરો ?

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s