મોટા મંદિરમાં મોટા દેવ તો પછી નાની દેરીમાં કોણ હશે ?

ગુજરાત સમાચારની તા.0૯, જાન્યુઆરી,૨૦૧૪ની ” ધર્મલોક” પૂર્તિમાં પ્રસિધ્ધ થયેલ કોઈ “અજ્ઞાત” લેખકનો આ લેખ આપ સૌ મિત્રોને વિચારતા કરી મૂકશે, બંનેના આભાર અને સૌજન્ય સાથે મારાં બ્લોગ ઉપર મૂકેલ છે.

મોટા મંદિરમાં મોટા દેવ તો પછી નાની દેરીમાં કોણ હશે ?

વર્તમાન સમયમાં ભક્તિના વિચારો વધ્યા છે. રામાયણ અને શ્રીમદ્ ભાગવત કથાઓનું પ્રમાણવધ્યું છે. છતાં વિચારોમાં પરિવર્તન આવ્યું નથી. મંદિરો પર્યટન સ્થળો બની ગયા છે. દેવદર્શન ગૌણ બની ગયા છે. તેથી પર્યટનનો આનંદ મળે છે પણ સદ્વિચારો મળતા નથી.
તેમાં પણ તિર્થયાત્રાએ જવાનું આયોજન કરતા મિત્રો ચર્ચા કરે છે કે આપણે ક્યાં જઇશું ? જ્યાં ભવ્ય મંદિર હોય આકર્ષક મૂર્તિ હોય રોશની હોય મંદિરનું બાંધકામ અધ્યતન હોય અને એવા ભવ્ય મંદિરનું આયોજન કરીને તિર્થયાત્રા કરનાર મંદિરની ભીડ જોઇ આકર્ષાય છે. આ દેવ ચમત્કારી છે માનતાઓ પૂર્ણ થાય છે.
વાત પણ સાચી છે. પ્રાચીન ભવ્ય મંદિરો દક્ષિણ ભારતના તિરૃપતિ બાલાજી, રામેશ્વર મીનાક્ષી મંદિરો, જુઓ તો કેટલા વિશાળ છે. હવે વિચારો કે આ મંદિરો પૂરાણા હોવા છતાં પરંપરાગત ભીડ હોય છે. દર્શન માટે લાઇનમાં ઊભા રહેવું પડે. પ્રાચીનકાળમાં લોકોની શ્રધ્ધા ભગવાન ઉપર હતી ભગવાનના ખોટા સોગંદ પણ કોઇ ખાતા ન હતા મંદિરોનું વ્યાપારીકરણ ન હતું. પાખંડી ધર્મગુરુઓ ન હતા. તેથી ધર્મ પ્રત્યે શ્રધ્ધા હતી.
હવે જુઓ કે મોટા મંદિર દર્શને જઇએ તો રોડ ઉપરની અથવા ગામની નાની દેરીઓમાં ભગવાન નહિ હોય ? ભગવાન તો ગીતામાં કહે છે કે સર્વત્ર છું અ.૧૦/૧૧માં વિશ્વરૃપ દર્શનમાં બતાવે છે કે હું સર્વત્ર છું દેવળ નાનું હોય કે મોટું. માણસની માન્યતા ગેરસમજ ભરી છે. મોટા મંદિરમાં ચમત્કારી ભગવાન હશે તે માન્યતા ભૂલ ભરેલી છે. અમદાવાદ ગાંધી રોડ ઉપર બાલા હનુમાનની દેરી નાનકડી હોવા છતાં આજે પણ શ્રધ્ધાળુઓ દર્શન કરે છે.
ભક્ત કવિ નરસિંહ મહેતાએ પણ એક ભક્તિગીતમાં કહ્યું છે કે ”અખિલ બ્રહ્માંડમાં એક તુ શ્રી હરી ભજવે રૃપે અનંત ભાસે.’
ઇશ્વરની ભક્તિના બે પ્રકાર, સાકાર અને નિરાકાર. ગીતામાં શ્રીકૃષ્ણ કહે છે હુ નિરાકાર છું અને સાકાર પણ છુ છતાં સાકાર સ્વરૃપે ફળ, ફુલ ભેટ સ્વીકારૃ છું નિરાકાર સ્વરૃપ કઠીન છે સાકાર સહેલું છે.
એક ‘ભક્ત કવિ’એ ઇશ્વર અને મંદિરની કલ્પના કરતાં આ ભાવગીતમાં ઘણું કહી દીધું છે.
આકાશ જેના ઘુમટ ચારે દિશા દિવાલો
એવું પ્રભુનું મંદિર દેવળમાં દેવ શોધો
જ્યાં સૂર્યચંન્દ્ર તારા છે ભવ્ય દિપમાલો
પૃથ્વી પૂજાનું બાજઠ દેવળમાં દેવ શોધો
અભિષેક માટે મેઘો જલ બિંદુઓ છે સાગર
‘જલધારીઓ’, સરિતા દેવળમાં દેવ શોધો
પંખામાં વાયુ પોતે છડી પૂકારે પર્વત
ત્યાં કોણ માત્ર ‘પ્રેમળ’ દેવળમાં દેવ શોધો.
સાકાર અને નિરાકાર પ્રભુને શોધવા માણસ જીંદગી વિતાવી દે છે, છતાં કોરો જ રહે છે. મીરાં નરસિંહ જલારામ જ્ઞાાનેશ્વર જેવા સંતો સાકાર સ્વરૃપને ઓળખી પ્રભુ પામ્યા અખો, કબીર અને સ્વામી દયાનંદ સરસ્વતિ જેવા મહામાનવો એ નિરાકારને ઓળખી આત્મ સાક્ષાત્કાર કર્યો અર્જુનને પણ આવો પશ્ન થયો ત્યારે ગીતાના અધ્યાય ૪માં ભગવાને આધ્યાય ૭-૮માં જવાબ આપ્યો
યદા યદાહી ધર્મસ્ય ગ્લાની ર્ભવંદતિ ભારત
અજયુ સ્થાનમ ધર્મસ્ય તદાત્માનં સૃજ્યામ્યહમ
પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ
ધર્મસંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે
ભગવાને પરમતત્વની પહેચાન માટે આખી ગાઇડ (ગીતા) આપણને આપી છે. હવે જવાબ આપણે જ શોધવાનો છે !

Advertisements

One comment

  1. The article is to the point. Countless writers and poets in the past have written about this. Unfortunately, so far no improvement.whatever is written about Mandirs the same is about Masjids. In the pursuit of the original people are chasing shadows. Psudo Bapus, Bhagwans, Achatyas are increasing and though many of them are exposed still people are not learning lessons!! I think Atheists are not strong enough. I think they are lacking sincerity. Anyway, we have to carry on with this.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s