સંતોનો વારસો વારસાગત હોય ?—- અન્તર્યાત્રા – ડૉ.સર્વેશ પ્ર.વોરા

“ગુજરાત સમાચાર”ની 01,જાન્યુઆરી,2014ને બુધવારની ” શતદલ” પૂર્તિમાં ” અન્તર્યાત્રા” કોલમમાં પ્રસિધ્ધ થયેલ ડૉ. સર્વેશ પ્ર. વોરનો આ લેખ આપ સૌને પસંદ પડ્શે તેમ ધારી મારાં બ્લોગ ઉપર તેઓ બંનેના સૌજન્ય અને આભાર સાથે મૂકેલ છે.

સંતોનો વારસો વારસાગત હોય ?—- અન્તર્યાત્રા – ડૉ.સર્વેશ પ્ર.વોરા

અત્યારે આપણે જેને ‘ધર્મો”સંપ્રદાયો’ કે ‘માર્ગો’ તરીકે ઓળખી રહ્યા છીએ એ તમામ સંગઠનો એક વિરાટ ભ્રમણા, આત્મવંચના કે અજ્ઞાાનની બુનિયાદ પર ચાલી રહ્યા છે, હા, એ બુનિયાદ પરની ઇમારત તોતિંગ છે, પણ પાયો મૂળભૂત ભ્રમણા પર રચાયો છે. એ ભ્રમણા સમજવી બહુ અઘરી નથી, જો આપણે સમજવા માગતા હોઇએ તો.”વ્યક્તિના આંતરિક વિકાસ માટે સંગઠન કે નિયમો ”આ જ મોટી ભ્રમણા છે.

આંતરિક ઉન્નતિ વ્યક્તિગત પ્રક્રિયા છે. જેમાં નિયમો કદાચ (અહી કદાચ શબ્દ મહત્વનો છે) મદદરૃપ થઇ શકે, સંગઠન કે કોઇ અન્યની રાણી મદદરૃપ થઇ શકે, પણ સંગઠન, સંગઠનના સ્થાપકની વાણીનો ”અકસીર દવા” તરીકે દાવો કરો (જે દાવો બધા જ સંગઠન આધારિત ટોળાં કરી રહ્યા છે ઃ એ લોકોએ તો માણસને સુધારવાની ”મેડિકલ કિટ” ”ઔષધ પેટી”ના અસ્તિત્વનો પણ દાવો કર્યો છે) ત્યારે તમે મૂળ, બુનિયાદી મહાપુરુષને બદનામ કરવાની ભૂમિકા રચવાનું પાપ કરો છો.

એક વાત ભૂલાય નહી. બધા વાલિયા વાલ્મીકિ બની શકે નહી. જો કોઇની ઉત્તમવાણી કે કોઇની દિવ્ય અનુભૂતિ થી બીજું કોઇ બદલી શકતું હોત તો મહાવીર, બુદ્ધ, કૃષ્ણ, રામ, થી માંડીને તમામ મહાપુરુષોનાં સંતાનો અથવા અંતેવાસીઓની આખી પરંપરા બરાબર અદલોઅદલ એ મહાપુરુષો જેવી જ બની હોત.

તમારા ઘરના મહાન પિતાનાં તમામ સંતાનો, જે પિતાની અમૃતવાણીનું સૌથી વધુ પાન કરતાં રહ્યાં છે, એ બધાં જ પિતા જેવાં મહાન બની જાય.બસ, આટલું સત્ય જો સમજાશે તો તમે જે સંપ્રદાયનું લેબલ લગાડીને ફરતા હશો તેનો હિસ્ટેરિયા-શાંત થવા લાગશે. હા, ચિંતા નહી કરતાં, કારણ કે હિસ્ટેરિયા શાંત થવાથી કશો ગેરફાયદો નથી. તમારી ક્ષિતિજો વિશાળ થવાનો જ લાભ છે.

માણસમાંથી દેવ બનવા તરફ જવામાં જે બાબતો મદદ કરે એ બાબતો કોઇ અમુકતમુક- સંપ્રદાયની ”મોનોપોલી” (એકાધિકાર) ખરી ? એ કોઇ જ, દુનિયાના કોઇ જ આધ્યાત્મિક કે ધાર્મિક આંદોલનની મહોર લગાડી, એના ઠેકેદારોના ટોળામાં સામેલ થવાથી માણસ રાક્ષસને બદલે દેવ બનવા તરફ ગતિ કરે એવો તમારો દાવો હોય તો અલકાયદાના કે અન્ય ખતરનાક ત્રાસવાદીઓને તમારાં પ્રવચનો કે શિબિરોમાં મોકલવા જોઇએ.

રૃપાંતર કદી જ, રિપીટ કદી જ એક વ્યક્તિ, એ વ્યક્તિએ કરેલી નોંધણી (ધાર્મિક ”મેમ્બરશિપ”નું ”રજીસ્ટ્રેશન”) કે વારસામાં મળેલા જન્મથી શક્ય થાય નહી. જો વારસામાં અન્ય કોઇના ઉધારી વિચારો, અનુભૂતિઓ મળે નહી, આપી શકાય નહી, તો મહાવીર, બુદ્ધ, જિસસના નામે આ કરોડોના ટોળાં શો દાવો કરી રહ્યા છે ? શા માટે કરી રહ્યા છે ? ભગવાન મહાવીરે તો સ્પષ્ટ જાહેર કર્યું હતું કે ”કર્મ જ માણસને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શુદ્ર બનાવે છે.” તો જન્મથી મળતી ”ધાર્મિક નાગરિક્તા” મહાવીર-વિરોધી છે, મહાવીરનો ઉપહાસ છે કે મહાવીરનો સ્વીકાર છે ?

છતાં પણ આમ જ ચાલશે, આમ જ ચાલવાનું જેમને નામે સંગઠિત ”ધર્મો” ચલાવાઇ રહ્યા છે તેમાં કેન્દ્રમાં હકીકતમાં આંતરિક ઉન્નતિ હોતી નથી, કેન્દ્રમાં ટ્રેડ-યુનિયન વાળું મિથ્યાભિમાન હોય છે. ટોળાં વિના જીવી નહી શકાય એવી બિનસલામતી માંથી ઊભું થયેલું, લઘુતાગ્રંથિમાંથી જન્મેલું નિર્બળ માનસ હોય છે. એ નબળાઇ ઢાંકવા મહાપુરુષોના નામના દુરુપયોગ થતા જ રહેશે.

તમે કલબ ઊભી કરો, મંડળ ઊભા કરો, બાપદાદાની મિલ્કતમાંથી ધર્મશાળાઓ બાંધો, પરબો બાંધો, તમારી કમાણીના વ્યાજમાંથી અપંગો કે નિરાધારોને બે ટંક ભોજન મળી રહે એવી રીતે તમારો વારસો ઊભો કરો, પણ તમારા વિચારોની બેંક શક્ય છે ખરી ? તમે તમારી પોતીકી અનુભૂતિ તમારા પોતાના દીકરા કે દીકરીને આપીને એને કારખાનાંનાં ઉત્પાદન માફક બદલવાનો પડકાર ઝીલવા તૈયાર છો ખરા ?
,

Advertisements

One comment

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s