આવી ‘ધાર્મિકતા’ કરતાં નાસ્તિકતા વંદનીય—અન્તર્યાત્રા -ડૉ.સર્વેશ પ્ર.વોરા

“ગુજરાત સમાચાર”ની 18,ડીસેમ્બર,2013ની ” શતદલ” પૂર્તિમાં ” અન્તર્યાત્રા” કોલમમાં પ્રસિધ્ધ થયેલ ડૉ. સર્વેશ પ્ર. વોરનો આ લેખ આપ સૌને પસંદ પડ્શે તેમ ધારી મારાં બ્લોગ ઉપર તેઓ બંનેના સૌજન્ય અને આભાર સાથે મૂકેલ છે.

અન્તર્યાત્રા -ડૉ.સર્વેશ પ્ર.વોરા

આવી ‘ધાર્મિકતા’ કરતાં નાસ્તિકતા વંદનીય

છાપાંમાં લખતા કોલમકારો અને પત્રકારોનાં સરનામાં સાથેની એક પોકેટ સાઈઝની ડિરેકટરી થોડાં વર્ષો પહેલાં બહાર પડેલી. એક સરસ પ્રયત્ન હતો. પરંતુ એમાં અમુક સરનામામાં મોટા છબરડા હતા. હવે રમૂજી કે હાસ્યાસ્પદ હાલત એ ઊભી થાય છે કે અમુક કાર્યક્રમોમાં માથાં એકઠા કરવા ઇચ્છતા – આયોજકો આ ડિરેકટરીમાંથી સીધેસીધાં, જેમ છે તેમજ સરનામાં ઉઠાવીને આમંત્રણ કાર્ડ કુરિયર મારફત મોકલી દે છે. બહુ વાંધો નહીં આવતો હોય કારણ કે પોસ્ટમેન પોતાના વિસ્તારનો અચ્છો જાણકાર હોય એટલે ધારો કે આ લખનારનાં સરનામામાં બિલ્ડીંગનું નામ સાચું હોય પણ ફલેટ નંબર ૧૧ ને બદલે ‘ઇ૨’ લખેલ હોય તોય કવર પહોંચાડી દે.
આમાં રમૂજી કે હાસ્યાસ્પદ શું ?

રમૂજી વાત એ કે મોકલનારને કાર્યક્રમમાં માથાં એકઠાં કરવા સિવાય કોઈજ અંગત લાગણી નથી, માત્ર યાંત્રિક રીતે ડિરેકટરીમાંથી આખી સૂચિ ઝેરોક્ષ કરી જડતાપૂર્વક કાર્ડ મોકલાયા છે એ રહસ્ય નગ્ન બની જાય ! જો ખરેખર અંગત ભાવ હોત તો એ તમને જથ્થામાંના એક ગણત નહીં ! માણસની ફાટેલી ચડ્ડીમાંથી નગ્નતા ડોકિયું કરે એમ આવી જથ્થાબંધ યાંત્રિકતામાંથી સ્વાર્થ અને સસ્તી પ્રસિદ્ધિની મૂર્ખતા ડોકિયું કરે !

વ્યક્તિની આગવી વ્યકિતગત સ્વતંત્રતા, એનું બધાંથી અલગ એવું, પ્રભુએ બક્ષેલું સ્વતંત્ર વ્યક્તિત્વ, માનવની સૌથી પવિત્ર મૂડી છે. તમે માણસની ધન-સંપત્તિ લૂંટો, માણસનાં ઘરબાર લૂંટો એ મોટી લૂંટ નથી, પણ એની સ્વતંત્ર વિવેકશક્તિને લૂંટી લો એ અત્યંત ભયંકર લૂંટ છે, પણ માનવ જાતના હજારો વર્ષોના ઇતિહાસમાં આ સ્વાતંત્ર્યની અસ્મત કહેવાતા ધર્મો, કહેવાતા સંપ્રદાયો, કહેવાતી આધ્યાત્મિક ટોળકીઓ કે માફિયા દ્વારા સતત લૂંટાતી હોવા છતાં લૂંટનારા હરગીઝ ગુનેગાર નથી કારણ કે લૂંટનારા સામે ચાલીને સ્વતંત્ર વિચારશકિતની અસ્મત લૂંટાવે છે. સ્વતંત્ર વિવેકશકિત ભલે- માણસની સૌથી કિંમતી આગવી વિશેષતા હોવા છતાં એ તકલીફદાયક છે. ગળે પટ્ટો બાંધીને, કોઈક લેબલ પહેરીને, સાંપ્રદાયિક નશામાં ધૂત બની, ઝનૂની સાંઢ અથવા ગરીબડાં ઘેટાં જેમ રહેવામાં જે અફીણી નશો છે એ નિશ્ચિંતતા સ્વતંત્ર નિર્ણયશક્તિનો ‘બોજ’ વેંઢારવામાં નથી.

આ પ્રકારની લેબલ છાપ ધાર્મિકતા કરતાં – સ્વતંત્ર વિચારશક્તિથી ઓપતી કહેવાતી નાસ્તિકતા કરોડ દરજ્જે વધુ સારી. નાસ્તિક જે કાંઈ કહેતો હશે એમાં સાચી-ખોટી, કાચી-પાકી પણ આપકમાઈની નિષ્ઠા હશે. એની વાતમાં ઉધારી લીધેલાં, ગોખેલાં ‘ધાર્મિક જ્ઞાાન’ની ખોખલી જડતા નહીં હોય. અને જો સ્વતંત્ર વિવેકશક્તિ જ માણસમાં રહેલી ઈશ્વરી ચેતના હોય, તો કોણ ઈશ્વરથી વધુ નજીક ? ઉધારી ‘ધાર્મિક જ્ઞાાન’ કે ‘લેબલ’ લગાડીને ફરતાં માનવ યંત્રો કે સ્વતંત્ર વિચારશક્તિની ઇશ્વરીય જ્યોત સાચવતા નાસ્તિકો ?

સાંપ્રદાયિક વ્યૂહરચના દ્વારા વિશાળ ટોળાંઓની વિવેકશકિતનો ગેરકાયદે કબજો જમાવતા લોકો ભૂલી જાય છે કે વિવેકશકિતની આ લૂંટજ ‘ટાઇમ બોમ્બ’ બનશે. નિવૃત્તો, થાકેલા, નિરાશ, અકર્મણ્ય, જાતને છેતરનારાઓ નહીં પણ ખૂણે ખાંચરેથી યુવાનો આ લૂંટ સામે બળવો કરશે. કોઇ જ કથા સપ્તાહો, નીતિમત્તાનાં અફીણી વ્યાખ્યાનો બળવાના ટાઇમ બોંબને રોકી શકશે નહીં. કહેવાતા ધર્મચુસ્ત પરિવારોના તેજસ્વી યુવાનોનું ગુપ્ત સર્વેક્ષણ કરો. આંખો ખોલનારાં પરિણામો જોવા મળશે.

Advertisements

One comment

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s