ગ્રંથો સાચું કહે છે.. તેને અનુસરો..— – તત્વચિંતક વી. પટેલ

ગુજરાત સમાચારની તા.2૮, નવેમ્બર,2013 અને ગુરૂવારની ” ધર્મલોક ” પૂર્તિમાં ” પ્રસિધ્ધ થયેલો શ્રી તત્વચિંતક વી. પટેલનો આ લેખ આપ સૌ મિત્રોને પસંદ પડશે તેમ ધારી મારાં બ્લોગ ઉપર તેઓ બંનેના આભાર અને સૌજન્ય સાથે મૂકી રહ્યો છું.

ગ્રંથો સાચું કહે છે.. તેને અનુસરો..— – તત્વચિંતક વી. પટેલ

માણસ બહાર વસ્તુમાં પદાર્થમાં, મંદિરોમાં, સુખ શોધવા દોડે છે. ત્યાં સુખ છે જ નહિ તેવું આ બધા જ ગ્રંથો એ ઠોકી ઠોકીને કહ્યું છે

– આજે માણસ અને ધર્મના નામે કાંઇક લોકો કર્મકાંડ કરે છે. મંદિરે જાય છે. સેવા પૂજા કરે છે. એ કર્મકાંડ છે એ ધર્મ નથી ધર્મ તો માણસના ચેતનાની આંતરિક અવસ્થા છે.

આપણે ત્યાં કેટલાક અદભૂત અને અલૌકિક ગ્રંથો છે જેમાં કેટલાક દાર્શનિક છે. કેટલાક તાર્કિગ છે તો કેટલાક ધાર્મિક છે. આ ગ્રંથોમાં, વેદ, ઉપનિષદો રામાયણ, મહાભારત અને ભાગવત જેમાં સમગ્ર જીવન જીવવાની પધ્ધતિઓનું નિરૃપણ છે અને પરમતત્વ પરમાત્માની અનુભૂતિ કઇ રીતે પ્રાપ્ત થઇ શકે તેનું વર્ણન છે. એટલે કે માણસે કેવી રીતે જીવવું તેના સિધ્ધાંતો કયા, કયા કયા સિધ્ધાંતોનું અનુસરણ કરવાથી જીવનમાં શાંતિ, સુખ અને આનંદ પ્રાપ્ત થાય તે અંગે વિસ્તૃત સમજુતી આપવામાં આવેલ છે. આમ ટૂંકમાં વિચારાત્મક, ભાવાત્મક અને તપાત્મક જીવન જીવવાની શીખ આપેલ છે.

માણસ પોતાની તમામ શક્તિનો ઉપયોગ કામ માટે જ કરે છે. વાસના સંતોષવા માટે પુરૃષાર્થ કરે છે. કામ એટલે માત્ર કામવાસના સેક્સ નહિ પણ કામના- વાસના એટલે આપણી ઇન્દ્રિઓની અનુકુળ વિષયોની પ્રાપ્તિ માટેનો પુરૃષાર્થ આજના માણસના મનમાં આ ઇન્દ્રિયોના વિષયો માં જ સુખ છે. એવી ભ્રાંતિ ઘર કરી ગઇ છે. તકલીફ એ છે કે સુખ બાહ્ય પદાર્થોમાં નથી એ હકીકતને જાણતો જ નથી અને ઇન્દ્રિયોના સુખને જ સુખ માને છે. એને જ સત્ય માને છે. આ સુખ નથી. માત્રને માત્ર સુખનો આભાસ છે. આમ ઇન્દ્રિયોના સુખ માં જ સુખ છે. તે ભરોસે બેઠો છે. આ સુખ નથી જ પણ ભ્રાંતિ છે. આ ભ્રાંતિ થવાનું મૂળ કારણ શરીર, ઇન્દ્રિયો, મન બુદ્ધિ અને પદાર્થો સાથેનું તાદાત્મ્ય જ છે.આને જ હું માની બેઠો છે. હું આત્મા છું એ વિષેની અજ્ઞાાન્તા છે. ખરેખર તો સુખ, શાંતિ અને આનંદનું મૂળ કેન્દ્ર છે. આત્મા જે અંદર બેઠો છે. છતાં માણસ બહાર વસ્તુમાં પદાર્થમાં, મંદિરોમાં, સુખ શોધવા દોડે છે. ત્યાં સુખ છે જ નહિ તેવું આ બધા જ ગ્રંથો એ ઠોકી ઠોકીને કહ્યું છે પણ આપણે તેને જાણવા નથી ને આજના સંપ્રદાયોના બાવા સાધુઓ કથાકારોની વળો સાંભળી તેમાં શાંતિ મળશે. તેમ માનીને દોડા દોડી કરીએ છીએ માણસને ખબર નથી કે કથાકારો પોતાની કથાનું પ્રસારણ પૈસા ખર્ચીને કરાવે છે. ને માણસની સંખ્યા ટોળુ ભાળીને વધુ માણસો દોડા દોડી કરે છે. આ લોકો પૈસો, પ્રતિષ્ઠા, પદ, પ્રપંચ, પ્રસારનાં જ ભૂખ્યા છે જ્યાં આ પાંચ વસ્તુ હોય ત્યાં પરમ્બત્વ પરમાત્મા હાજર જ ન હોય તે વાત આ ગ્રંથો એ વારંવાર કહી છે. ગ્રંથોએ સ્પષ્ટ કહ્યું છે કે જો સાચુ સુખ શાંતિ, આનંદ પ્રાપ્ત કરવો હોય ને પરમ શાંતિ જ જોઇએતી હોય તો તમારા પોતાના આત્માને જાણો ને તેમાં જ સ્થિર થાવ. આત્માને જાણો ત્યાં જ સાચી શાંતિ બેન વાટ જોઇને ઉભા છે જે તમારું સ્વાગત કરશે જ આ માટે માત્રને માત્ર માણસે આંતરિક અને બાહ્ય શુધ્ધતા જ અંગીકાર કરી જીવવાની જરૃર છે. એટલે કે દંભ, રહિત, રાગ- ધ્વેખ સહિત- અહંકાર રહિત થઇને જીવનની બધી જ પ્રવૃત્તિ કરતાં જ રહેવાની છે. આટલું જો જીવનમાં અંગીકાર કરી શકીએ તો સ્વર્ગ જ પ્રાપ્ત છે આ સિવાય ક્યાંય સ્વર્ગ કે નરક નથી- નથી ને નથી.

સ્વર્ગ એટલે આ જીવનમાં જ શાંતિ સુખ અને આનંદ અને નરક એટલે આ જીવનમાં જ અશાંતિ ઉદ્વેગ, ચિંતા વગેરે એટલે માત્રને માત્ર આપણા જીવનમાં શુધ્ધતા જ પ્રાપ્ત કરવાની છે શુધ્ધતા પ્રાપ્ત કરીને જીવન જીવ્યે જ જવાનું છે. એજ સાચુ સ્વર્ગ છે.

આજના સંપ્રદાયવાળા- બાવા સાધુઓ નરક અને સ્વર્ગની ભય અને લોભ બતાવે છે. જ્યાં ભય હોય કે લોભ હોય ત્યાં પણ પરમાત્મા જ હાજર જ હોઇ શકે નહિ આટલી સાદી સીધી વાત પણ માણસ સમજ તો નથી કારણ કે ભય અને લોભ હોય ત્યાં શાંતિ હોય શકે જ નહિ અને શાંતિ ન હોય ત્યાં પરમાત્મા હોઇ શકે જ નહિ. પરમાત્માને શોધવા માટે અભય જ થવું પડે છે તો જ અનુભૂતિ પ્રાપ્ત થાય છે.

મંદિર, મસ્જિદ, ચર્ચ, દેવળ, ગુરૃધ્વારમાં ક્યાંય પરમતત્વ પરમાત્મા હાજર જ નથી. માટે ત્યાં શોધવા માટે પડાપડી કરવાનો કોઇ જ અર્થ નથી.ત્યાં માત્રને માત્ર ખુવારી જ થવાની છે માટે એ રસ્તે જવામાં કાંટા જ વાગે. માટે અંતઃકરણમાં બિરજવો પરમાત્માને જાણો- શોધો એજ ઉત્તમમાં ઉત્તમ માર્ગ છે.

આની પ્રાપ્તિ માટે કોઇની પણ જરૃર નથી માત્રને માત્ર વિવેક પ્રાપ્ત કરવાનો છે. સત્ય શું છે અસત્ય શું છે તે વચ્ચેના ભેદને જાણી સત્યને જ અનુસરવાનું છે. સત્ય એજ પરમાત્મા છે અને તે આત્મા રૃપે અંદર જ બેઠો છે તેને જાણો- સમજો તેમાં જ સ્થિર થાય એ જ મુક્તિ છે મોક્ષ છે. જન્મ મરણના ચક્રમાંથી બહાર નીકળવું છે.

સુખ પ્રાપ્ત કરવાનું દબાણ આપણી અંદરથી જ આવે છે પણ સુખ કયા કેન્દ્રમાંથી મળે છે. તે વિશે આપણો કશુ પણ જાણતા જ નથી. આ કેન્દ્ર તો આપણી અંદર જ છે છતાં બહાર શોધીએ છીએ પદાર્થમાં શોધીએ છીએ આ જ આપણી મોટામાં મોટી ભ્રમણા છે. ભ્રાંતિ છે. આ ભ્રાંતિ દૂર ન થાય ત્યાં સુધી કાયમી પરમ સુખ, પરમ આનંદ પરમ શાંતિ પ્રાપ્ત થાય જ નહિ. આ માટે ધ્યાન ધ્વારા અંતકરવામાં જવું જોઇએ અંતર્મુખી બનવું પડે આજ આપણાં જીવનનું પરિવર્તનનું બિન્ક છે ત્યાં જવાથી જ ઉધ્વીકરણ થાય છે આમ જીવનમાં સાચો ફેરફાર અંતમુર્ખતા પ્રાપ્ત કરવાથી જ થાય છે.

આપણા દોષો જાણતા થઇએ સમજતા થઇએ ને તેનું નિવારણ કરતાં જઇએ ને શુધ્ધતા પ્રાપ્ત કરતાં જઇએ તે જ જીવન જીવવાનો સાચો રસ્તો છે. સાચી પધ્ધતિ છે. તેનું નિરૃપણ આ ગ્રંથોમાં કર્યું છે. તેને જાણી એ ને જીવનમાં અનુસરણ કરીએ એ જ મુક્તિ છે. મોક્ષ છે. પરમ શાંતિ છે.

આજે માણસ અને ધર્મના નામે કાંઇ ક લોકો કર્મ કાંડ કરે છે. મંદિરે જાય છે. સેવા પૂજા કરે છે. એ કર્મકાંડ છે એ ધર્મ નથી ધર્મ તો માણસના ચેતનાની આંતરિક અવસ્થા છે. કેટલાક માણસો ધર્મની જય હો અધર્મનો નાશ હો એવી બુમરાણા કરે છે તેને ખબર જ નથી કે ધર્મ એ તો અંતરયાત્રાનું સાધન છે. એટલે અંદરનું કેન્દ્ર શોધવું એજ ધર્મ છે. એ જ સાચો ધાર્મિક છે.

થોડાક પૂજા પાઠ જપ, સ્મરણ કરવી એ સાધના નથી પણ સાધના કર્યાનો ડોંગ છે દંભ છે. આપણી પોતાની માલિકી પણુ છોડી પરમાત્માની માલિકીનો અંતઃકરણ પૂર્વક સ્વીકાર કરવો જોઇએ અહંમ છોડી પરમાત્માનું શરણ લઇ આસાનીથી મૂક્ત થવું જોઇએ. કતૃત્વ રહિત થઇ સાક્ષીભાવમાં સ્થિર થવું એ જ સાચી જીવન પધ્ધતિ છે અને આ રસ્તે જ પરમાત્મા રાહ જોઇને ઉભો છે જરૃર ભેટો થશે. થશે ને થશે જ પરમ શાંતિ આનંદને સુખ પ્રાપ્ત થશે થશે ને થશે.

માટે આ રસ્તાનો સ્વીકાર કરો ! આંતરિક શુધ્ધતા પ્રાપ્ત કરો.

– તત્વચિંતક વી. પટેલ

Advertisements

5 comments

 1. શુધ્ધતા પ્રાપ્ત કરીને જીવન જીવ્યે જ જવાનું છે. એજ સાચુ સ્વર્ગ છે.
  ———
  એકદમ સાચી વાત. એક વધારે સ્ટેપ !
  બાળક બનીને જીવો. બસ મજા જ મજા. નવું શીખ્યે રાખો ; અને ગોઠીયાઓ સાથે આનંદ વહેંચો.

  Like

 2. I totally agree with the views of Mr. Pritam Surti. Unfortunately this is happening in all religions. The cocktail of religion and politics has really damaged beyond repair the cordial relations between communities.

  As for blind faith and hypocrisy are concerned they are found more in Hindus because of their 80% population. More reformists have to come forward from this majority group. Religious Mafia will not make their work easy.

  Like

 3. Bhai Shri Tatvachintak ni vaat bilkul barabar chhe. Ghanaa badhaa loko aa jaane chhe. Aaaje Dharma vyapaar bani gayo chhe.motan, motan dharmik sthalo and prarthna gruho banavwa ej dharma chhe em loko samjhi bethan chhe.Dharmik sansthao and raakiya paksho pan ichhechhe ke loko emanj rachya pacya reahe.Asli dharma Manav Seva lagbhag bhulaij gayun chhe. dharma naame thtaa dhatingo vadtanj jai rahyan chhe. 100 Oh My God jevi filmo pan kainj asar kari nahin shake.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s