જ્યારે ભ્રમરોગ વકરે ઃ ‘જોને બા, હું મોટો થયો !—અન્તર્યાત્રા -ડૉ.સર્વેશ પ્ર.વોરા

ગુજરાત સમાચારની તા.20, નવેમ્બર,2013 અને બુધવારની ” શતદલ ” પૂર્તિમાં ” અન્તર્યાત્રા ” કોલમમાં પ્રસિધ્ધ થયેલો ડૉ. સર્વેશ પ્ર. વોરાનો લેખ આપ સૌ મિત્રોને પસંદ પડશે તેમ ધારી મારાં બ્લોગ ઉપર તેઓ બંનેના આભાર અને સૌજન્ય સાથે મૂકી રહ્યો છું.

અન્તર્યાત્રા -ડૉ.સર્વેશ પ્ર.વોરા

જ્યારે ભ્રમરોગ વકરે ઃ ‘જોને બા, હું મોટો થયો !’

ઉમાશંકર કે કાલિદાસ પર મહાનિબંધ લખનાર અને ઉમાશંકર કાલિદાસ વચ્ચે શો અને કેટલો ફરક ? અત્યંત સ્વાદિષ્ટ વાનગી બનાવનાર ગૃહિણી અને તે વાનગીનું વિવેચન કરનાર વચ્ચે શો ફરક ? જેમને આ ફરક સમજાય, તેમને જ પુસ્તકો, પ્રવચનો, લેબલો એક બાજુ અને હૈયાનો આધ્યાત્મિક ઉઘાડ બીજી બાજુ- આ બન્ને વચ્ચેના જમીન- આસમાનના ફરકની ખબર પડે !
જરા સૂક્ષ્મતાથી વિચારો

ઉમાશંકરની સમગ્ર કવિતા, કાલિદાસનું સમગ્ર સાહિત્ય કે શેક્સપિયરનું સમગ્ર સાહિત્ય મુખપાઠ કરી શકનાર, ગમે ત્યારે આ ગ્રન્થો માંથી સંદર્ભ ટાંકી શકનાર ઊંડે ઊંડે પોતાને ઉમાશંકર, કાલિદાસ કે શેક્સપિયરની પાટના કે સમકક્ષ સમજવા લાગે તો ? હવે કદાચ તમે સંકેત પામી શકશો. ગીતા, બાઇબલ, કુરાંન ધર્મગ્રંન્થો પોપટની માફક મોઢે રાખનાર, જુદી જુદી ધ્યાનશિબિરોમાં હાજરી આપી, મેં આટલી શિબિરોમાં હાજરી આપી એવો હિસાબ રાત દિવસ યાદ રાખનાર જણ પોતાને ધાર્મિક કે આધ્યાત્મિક કે ધ્યાન યોગી માનવા મંડે તો ?

જવાબ ”જો” અને ”તો”માં નથી. પ્રત્યુત્તર સ્પષ્ટ છે. પુસ્તકો પ્રવચનો, મંડળો, લેબલો, શિબિરોને પોતાના આંતરિક વિકાસનું થર્મોમીટર માનનાર, અત્યંત મોટો વર્ગ ઊભો થઇ ચૂક્યો છે. ગીતા, અન્ય ધર્મગ્રન્થ, કોઇ પ્રવચન, કોઇ ધ્યાન- શિબિર, કોઇ સંપ્રદાયનો આખરી હેતુ શો હોઇ શકે ? તમારી નજરની આડે દીવાલો ઊભી કરવાનો, તમને કૂવામાં રહેલા દેડકાવાળી ભ્રમણાથી અંધ બનાવવાનો કે ‘મંઝિલે ઔર ભી હૈ’ સમજાવીને તમને જ્ઞાાનની અગાધતા સમજાવવાનો ? ગીતા હો, કોઇ અન્ય ધર્મગ્રંન્થ હો, કોઇ પ્રભાવશાળી વ્યક્તિનું પ્રવચન હો, યાદ રાખો, એ બધું જ ”નિમિત્ત” બની શકે, કારણ નહી તમારામાં જો આધ્યાત્મિક ઉઘાડ થયો હશે તો ગીતાની અન્ય કોઇ ધર્મગ્રન્થની કે કોઇ શિબિરની કોઇ પ્રવચનની વાત તમને બહારની નહી લાગે તમને લાગશે કે ગીતા કે અન્ય કોઇ ધર્મગ્રન્થ જાણે તમારા હૈયાની વાત સાથે તાલ મેળવે છે. મહાપુરુષ કે અધ્યાત્મપુરુષની વાણી ગળે પહેરવાનું આભૂષણ નથી. એ તો આપણી વર્તમાન ક્ષુલ્લકતા, આપણી વર્તમાન પશુ સહજ લાચારી પર ટકોરા મારી આપણી અંદર જ છુપાયેલી દિવ્યતાની જ્યોત પ્રગટાવનાર તેજપુંજો છે. પુસ્તકો, અધ્યાત્મ-સત્સંગ ધ્યાનશિબિરો ચકમકના પત્થર જેવા છે. જિન્દગી સાથેના ઘર્ષણ દ્વારા જ આ સાધનોનું તેજ પ્રગટે છે.

નાનપણમાં એક કવિતા બહુ ગમતી શબ્દો કાંઇક આવા હતા ઃ ”જોને બા હું મોટો થયો.” એક બાળકનું ગજું નાનું છે. પણ પોતાના દાદા કે પિતાની નકલ કરવા માટે એ વડીલનો મોટો કોટ પહેરે છે. હાથમાં વડીલનો ડંગોરો લે છે. આ ડંગોરો બાળકની ઊંચાઇ કરતાંયે મોટો છે. ચશ્મા પણ બાપુજીનાં પહેરે છે. ”મેં આટલી કથાઓ સાંભળી”, ”મેં આટલી ધ્યાનશિબિરોમાં હાજરી આપી.” ”મેં આટલા ધર્મગ્રંથો વાંચ્યા.” ‘તમે યુરોપનો ફલાણો ફિલસૂફ વાંચ્યો છે ? આવા વાક્યો બોલીને આધ્યાત્મિક ઊંચાઇનાં પગથિયા ચઢવાની ખાંડ ખાતા નમૂનાઓ ભેટી જાય ત્યારે દરેક વખતે પેલો વડીલનો કોટ પહેરતો બાળક યાદ આવે છે પોતાનાં ગજાં કરતાં મોટેરી સાઇઝના, વડીલનાં વસ્ત્રો અને ડંગોરો લઇને ફરતો બાળક યાદ આવી જાય છે.

ચોપડીઓ, સંપ્રદાયો, ઉસ્તાદીપૂર્વક તમારી ભ્રમણાને પોષીને તમને અનુયાયી બનાવનારા ધ્યાન આન્દોલનો તમારા ચિત્તનું કોલેસ્ટેરોલ તમારાં હૈયાની ચરબી, તમારી આંતરિક આંખ આડેનો મોતિયા વધારે છે કે ઘટાડે છે ? તમે કોઇ શિબિરમાં જાવ ત્યારે ”હમ ભી કુછ હૈ”વાળી કૂપમંડૂક ગાંઠ તમને હઠીલા, દુરાગ્રહી બનાવે છે કે નવાં પરિમાણ કે નવી ક્ષિતિજો તમને વિનમ્ર બનાવે છે ?
જ્યાં સુધી ગીતા કે ધર્મગ્રંન્થો હૈયામાંથી સહજ રીતે નહી પ્રગટે ત્યાં સુધી તમે પેલા બાળક જેમ હાસ્યાસ્પદ રહેવાના.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s