૧૯૪૭ના ઓગસ્ટની ૧૫મી તારીખ, હિંદની આઝાદીનો દિન. રાષ્ટ્રપિતા ગાંધીજી ક્યાં હતા ? શું કરતા હતા ?
૧૯૪૭ના ઓગસ્ટની ૧૫મી તારીખ, હિંદની આઝાદીનો દિન. સાત સમંદર પાર જેનું રાજ્ય હતું, જેના સામ્રાજ્ય ઉપર સૂરજ આથમતો નહિ, તે બ્રિટિશ સત્તાને શાંતિપૂર્વક વિદાય લીધી અને હિંદીવાસીઓએ સત્તાના સૂત્રો સંભાળ્યાં.
એ ઐતિહાસિક દિવસે રાષ્ટ્રપિતા ક્યાં હતા ? એ દિવસ લાવવામાં જે એક વ્યક્તિનો કદાચ સૌથી મોટો ફાળો હતો તે આ ઉત્સવના દિવસે શું કરી રહેલ છે ? સ્વાતંત્ર્યનો દિવસ આવ્યો, પણ હજી ઘણુંઘણૂં કામ કરવાનું બાકી છે. હજી કોમી સુલેહસંપ નથી. ગાંધીજીતો રાષ્ટ્રના પિતા ને ? દુખિયા દેશવાસીઓની વચ્ચે જઈને તે ઊભા છે. કલકત્તામાં કોમી રમખાણૉ ફાટી નીકળ્યા છે. ત્યાં કોમી આગની વચ્ચે જઈને એ ખડા રહ્યા છે.
આઝાદીની રાતે એ કોને ઘેર સૂતા ? બેલિયાઘાટ એ કલકત્તાનો ખૂબ ગરીબ અને જોખમી લત્તો. ગરીબના બેલી બાપુએ ત્યાં જઈને રહેવાનું પસંદ કર્યું. એક નાનકડા મકાનમાં ઉતારો હતો.
બાપુની પથારી એક પાટ ઉપર કરવામાં આવી. બાકીનાં બીજાએ ભોય ઉપર જે મળ્યું તે પાથરીને સૂવાની તૈયારી કરી.
બાપુ ત્યાં આવ્યા. સુવાની ગોઠવણ જોઈ એમનાથી બોલાઈ ગયું : ” તમે સૌ નીચે સૂઓ અને હું આ છત્રપલંગ ઉપર સૂઉં એ કેમ જ બને ? મારી પથારી નીચે જ નાંખો.”
જૂની, સામાન્ય, ચાર પાયાવાળી પાટ બાપુને ખૂંચી, છત્રપલંગ જેવી લાગી ! પોતાની પથારી સૌની સાથે નીચે જ કરાવી ત્યારે રહ્યા.
રાજધાની દિલ્હીમાં અને સારાય દેશમાં હિંદીવાસીઓ આઝાદીનો ઉત્સવ માણી રહ્યા હતા. એ વખતે રાષ્ટ્રપિતા બાપુ હજી શૂં શું કરવાનું બાકી છે, તે ગરીબની મઢૂલીમાં ગરીબની જેમ રહીને પ્રત્યક્ષ આચરણથી દાખવી રહ્યા હતા.
હવે વાંચો પાકિસ્તાનની આડોળાઈ વિષે ગાંધીજીએ દર્શાવેલા સ્પષ્ટ વિચારો
૧૬, સપ્ટેમ્બર,૧૯૪૭, દિલ્હી ખાતે ગાંધીજી એ કહેલું કે ” જો પાકિસ્તાન અન્યાય કરવાનું ચાલુ રાખશે તો હિંદ અને એની વચ્ચે યુધ્ધ ફાટશે.”
૨૬, સપ્ટેમ્બર,૧૯૪૭ના દિલ્હી ખાતે ફરી કહેલું કે ” હું યુધ્ધવિરોધી છું પણ જો પાકિસ્તાન પાસેથી ન્યાય મેળવવો અશક્ય હોય તો અને પોતાની ભૂલો જોવા એ ના જ પાડતું હોય, તો બંને દેશો વચ્ચે યુધ્ધ અનિવાર્ય છે.
પરંતુ ગાંધીજી ના એ વિચારો હજી આપણે નથી અપનાવી શક્યા. પાકિસ્તાન હજુ પણ આડોડાઈ કરે છે અને ભારત વળતો જવાબ નથી આપી શકતું. શા માટે આપણે હંમેશા રક્ષણાત્મક તરીકે રહીએ છીએ ક્યારે આક્રમકતા બતાવીશું પાકિસ્તાન જેવા અવળચંડા દેશ ને?
LikeLike