સ્વતંત્રતા આપે તે સદગુરુ, ગુલામ બનાવે તે કુગુરુ–જાણ્યું છતાં અજાણ્યું–મુનીંદ્ર

 

 

ગુજરાત સમાચારની 20,ઓક્ટોબર,2013ને રવિવારની ” રવિ પૂર્તિ”માં  ” જાણ્યું છતાં અજાણ્યું ” કોલમમાં પ્રસિધ્ધ થયેલ શ્રી મુનીન્દ્રનો  આ લેખ બનેંના આભાર અને સૌજન્ય સાથે આપ સૌને વાંચવો અને વિચારવો ગમશે તેમ ધારી મારાં બ્લોગ ઉપર મૂકી રહ્યો છું–અરવિંદ

જાણ્યું છતાં અજાણ્યું – મુનીન્દ્ર

સ્વતંત્રતા આપે તે સદગુરુ, ગુલામ બનાવે તે કુગુરુ

– સદગુરુ તો કુંભાર જેવો છે. કુંભાર માટીના ઘડાને સુંદર અને પહોળો બનાવવા માટે તેની અંદર એક હાથનો સહારો આપીને માટીને ઉપરથી ટીપે છે. જો એ ઘડાને બહારથી ટીપે નહીં, તો એ સુંદર બને નહીં અને જો એને અંદરથી આધાર આપે નહીં, તો એ ઘડો તૂટી જાય

સુગુરુ અને કુગુરુ વચ્ચેનો પહેલો ભેદ એ છે કે સુગુરુ વ્યક્તિને બહારથી ભીતરમાં લઈ જાય છે અને કુગુરુ વ્યક્તિને બહારની દુનિયામાં જ ભમતો રાખે છે. સદ્ગુરુ હૃદયનો તાર પરમાત્મા સાથે જોડી આપે છે અને કુગુરુ હૃદયનો તાર બાહ્ય સિદ્ધિ અને ચમત્કારો સાથે જોડી આપે છે.
સુગુરુ અને કુગુરુને બીજો ભેદ એ છે કે સુગુરુ પોતાના શિષ્યના સ્વાતંત્ર્યની ચિંતા કરે છે અને કુગુરુ શિષ્યને વધુ ને વધુ ગુલામ બનાવવા ઉત્સુક હોય છે. આથી સુગુરુ પોતાનો શિષ્ય યોગ્ય માર્ગદર્શન પામ્યા પછી સ્વબળે પ્રગતિ સાધે, એમ ઈચ્છતા હોય છે, જ્યારે કુગુરુ એને એવી અવળી દિશા બતાવે છે કે જ્યાં એ પોતાનો આત્મવિશ્વાસ વધુ ને વધુ ગુમાવતો જાય છે. એ પોતાના જીવનમાં સ્વતંત્રતાની હવાનો અનુભવ કરવાને બદલે ગુરુની ગુલામીના અંધકારમાં જીવવા લાગે છે. ખોટા ગુરુ પણ આવો શિષ્ય સદા પરાવલંબી બની રહે એનો ખ્યાલ કરતા હોય છે.

આને પરિણામે એક વિચિત્ર પરિસ્થિતિ સર્જાતી હોય છે. શિષ્ય જેમ ગુરુનું વધુ ને વધુ અવલંબન સેવે, તેમ એની ગુરુભક્તિમાં આંધળો ઊછાળ આવશે. જો એનામાં વિવેક પૂર્ણપણે જાગ્યો નહીં હોય, તો એની ભક્તિ ઘેલછાનું રૃપ લેશે અને પછી એવું બને કે શિષ્ય ઈશ્વરને પામવાના પ્રયત્નો છોડીને મધપૂડાની આજુબાજુ મધમાખીઓ બણબણે, એ રીતે ગુરુની આસપાસ બણબણવા લાગશે!

 

આવી અતિ ભક્તિ કે આંધળી ભક્તિ કુગુરુને બહુ મીઠી લાગતી હોય છે, પણ સાથોસાથ પોતાના શિષ્યની ભક્તિનો મહિમા કરીને બીજા શિષ્યોને પણ પોતાની ગુલામી સ્વીકારવા માટે સંકેત આપતા હોય છે. આવે સમયે ગુરુને એક નિરાંત હોય છે કે શિષ્ય એમનો એવો ગુલામ બન્યો છે કે હવે બીજે ક્યાંય જવાનું એ નામ નહીં લે! શિષ્યને ગુરુની જેટલી ચિંતા હોય છે, એના કરતાં વિશેષ ગુરુને શિષ્યની ચિંતા હોય છે. આ શિષ્ય એમની પાસેથી અન્યત્ર ચાલ્યો જાય, એની ફિકર હોય છે અને જો એમ ખબર મળે કે આ શિષ્ય પોતાના વિરોધી એવા ગુરુ પાસે જઈ રહ્યો છે, તો તો ગુરુને માથે આકાશ તૂટી પડે છે. આથી લોકોક્તિ છે કે, ‘ગુરુ કિજૈ જાનિ કે, પાની પીજૈ છાનિ કે’ એટલે કે ગુરુ કરતી વખતે ખૂબ ધ્યાન રાખવું અને પાણી ગાળીને પીવું.
સંત કબીરે આને માટે સરાણિયાનું ઉદાહરણ આપ્યું છે. એ કહે છે કે જેમ સરાણિયા પાસે આપણે ચપ્પુ, છરી કે બીજું કોઈ હથિયાર લઈ જઈએ છીએ, તો તેને એ સરાણ પર ચડાવે છે, એને બરાબર ઘસીને ઊજળું અને ધારદાર બનાવે છે. ગુરુએ પણ શિષ્યના મનને વિવેકરૃપી સરાણ પર ચડાવીને તેને ઘસવાનું છે. એ નિર્ણય શબ્દ રૃપી છોલનાથી એને છોલે છે અને એ રીતે તેના કસર-વિકારને કાઢે છે. આવા ગુરુ શિષ્યને એક બાજુથી ઘાટ આપે છે. એક બાજુથી એના મિત્રરૃપે રહે છે અને બીજી બાજુથી સાથ આપે છે અને બીજી બાજુથી એના માર્ગદર્શક બને છે. એ ભૂલવું ન જોઈએ કે સાચા ગુરુ શિષ્યના મિત્ર કે માર્ગદર્શક બને છે.

સદ્ગુરુ તો કુંભાર જેવો છે. કુંભાર માટીના ઘડાને સુંદર અને પહોળો બનાવવા માટે તેની અંદર એક હાથનો સહારો આપીને માટીને ઉપરથી ટીપે છે. જો એ ઘડાને બહારથી ટીપે નહીં, તો એ સુંદર બને નહીં અને જો એને અંદરથી આધાર આપે નહીં, તો એ ઘડો તૂટી જાય. આમ સદ્ગુરુએ એને મિત્રની માફક સહારો આપવાનો છે અને માર્ગદર્શકની માફક ટીપવાનો છે.
સદ્ગુરુ એને સત્ય આપે છે અને સત્ય પામવા માટે ક્યારેય સ્વર્ગનું લલચામણું પ્રલોભન કે નર્કની અકથ્ય યાતનાની વાત કરતા નથી. ક્યારેક એવું જોવા મળે છે કે આટલું પુણ્ય કરશો કે આટલું દાન કરશો, તો તમને સ્વર્ગમાં એનાથી અનેકગણો સુખવૈભવ મળશે. એટલે કે પરલોકના સુખની કલ્પના આપીને ખોટા ગુરુ શિષ્યને ભ્રમિત કરે છે. નર્કની બાબતમાં પણ આ જ પરિસ્થિતિ છે. કેટલાક ગુરુઓ રુંવાડા ખડા થઈ જાય તેવી નર્કની યાતનાઓનું વર્ણન કરે છે. આ વર્ણનો ક્યારેક ભયાનક તો ક્યારેક જુગુપ્સાપ્રેરક હોય છે. આવા નર્કથી બચવા માટે વ્યક્તિને દાન કરવાનું કે સાધુ બનવાનું સૂચવવામાં આવે છે. નર્કનાં ભયંકર વર્ણનો સાંભળીને જાગેલા કાલ્પનિક ભયથી બચવા માટે વ્યક્તિ દાનપુણ્ય કરે છે.

 

એક સમ્રાટે સ્વર્ગ અને નર્કની ઘણી વાતો સાંભળી હતી. જે કોઈ સાધુ, સંત, મહાત્મા કે ફકીર મળે, એ સહુને સમ્રાટ પૂછે છે કે મારે સ્વર્ગ અને નર્ક પ્રત્યક્ષ જોવાં છે. તમે તો જ્ઞાાન અને ધ્યાનમાં પારંગત છો, એની મદદથી મને આ સ્વર્ગ અને નર્ક બતાવો.
મહાત્માઓની મુશ્કેલી વધી ગઈ. એમણે સ્વર્ગ અને નર્કની અપરંપાર વાતો કરી હતી, પણ કદીય નજરોનજર નિહાળ્યાં નહોતાં.

સમ્રાટને ખબર મળી કે એના નગરની બહાર એક ઝેન ફકીર આવ્યો છે. સમ્રાટ ઝેન ફકીરને સામે ચાલીને મળવા ગયો અને કહ્યું કે આપ મને સ્વર્ગ અને નર્ક બતાવો. એની વાતો સાંભળીને તો હું ધરાઈ ચૂક્યો છું, પણ હવે આ વાત નજરોનજરમાં રૃબરૃ કરવી છે.
ફકીરે કહ્યું ઃ ”તને જરૃર બતાવું.” અને આટલું બોલી ફકીરે સમ્રાટને કહ્યું,
”ભલે તું મોટા રાજનો સમ્રાટ હોય, પણ તારા ચહેરાને તેં કદી અરીસામાં જોયો છે ખરો? તારા જેવા કદરૃપા ચહેરાવાળો બિહામણો માનવી મેં ક્યાંય જોયો નથી. તારા ચહેરા પર માખીઓ બણબણે છે. તને જોઈને મને સૂગ ચડે છે. ચાલ, હટી જા, મારા માર્ગમાંથી.”
આ સાંભળતાં જ સમ્રાટના ક્રોધનો જ્વાળામુખી ફાટી ઊઠયો. એની આંખો અંગારા વરસાવવા લાગી. હોઠ ક્રોધથી ફફડવા માંડયા. મનમાં ગુસ્સો ફૂંફાડા મારવા લાગ્યો અને મ્યાનમાંથી તલવાર કાઢીને એ ફકીરનું ડોકું ઉડાડી દેવા માટે તલવાર વીંઝવાની તૈયારી કરતો હતો, ત્યાં જ ફકીરે કહ્યું,

”સમ્રાટ! બસ, આ જ છે નર્ક. જોઈ લે તારી જાતને અરીસામાં અને તને નર્કનો અહેસાસ મળી જશે. આંખોમાં ક્રોધ, અંતરમાં અપમાન અને મનમાં સતત સળગતી તારી બદલો લેવાની ભાવના. બસ, આને જોઈશ એટલે તને નર્ક નજરોનજર દેખાશે.”
સમ્રાટ શાંત અને સ્વસ્થ થયો. પસ્તાવો થયો અને ધીરે ધીરે એના ચહેરા પર બળબળતા ક્રોધના સ્થાને હાસ્યની હસમુખી લકીર પથરાઈ ગઈ.
પેલા ફકીરે કહ્યું, ”બસ, જોઈ લે. આ જ છે સાચું સ્વર્ગ.”
સમ્રાટ ફકીરનાં ચરણોમાં નમી પડયો.

રીતે જે ગુરુ શિષ્યને સ્વર્ગ-નર્કનાં બંધનોમાં ડુબાડી દે છે, તે એને ગુમરાહ કરે છે. આથી ગુરુનું એક કામ એ શિષ્યના મનમાં રહેલી કેટલીય ભ્રાંત ધારણાઓ દૂર કરવાનું છે. વ્યક્તિ એના સંજોગો, સંસ્કારો વગેરેને કારણે અને બદ્ધ વિચારધારાને લીધે કેટલીક ભ્રાંતિઓ લઈને ગુરુ પાસે આવતી હોય છે. એ ભ્રાંતિઓ વ્યક્તિનું જીવન ઘણું દુઃખી કરે છે, આથી જ સંત કબીરે ગુરુને સરાણિયો કહ્યો છે.

એ શિષ્યના ચિત્તને શુદ્ધ કરવા માટે પરખ અને વિવેક બે બાબતની આવશ્યકતા દર્શાવે છે. આવી સાચી પરખ જાગતાં એ ગુરુને યોગ્ય રીતે પામવાનો પ્રયાસ કરશે અને પછી વિવેક દ્વારા ગુરુ પાસેથી જ્ઞાાનપ્રાપ્તિ કરશે. જો ગુરુ સરાણે ચડાવે નહીં, તો એ સદ્ગુરુ નથી. બીજા ગુરુઓ વ્યક્તિને બળહીન બનાવે છે. એનો આત્મવિશ્વાસ ખોઈ બેસે એવી પરિસ્થિતિ સર્જે છે.
વ્યક્તિનું મન જો દુર્બળ હોય તો એને ઈશ્વરની પ્રાપ્તિ ક્યાંથી થાય? આ ઈશ્વર કંઈ એવો નથી કે જે વ્યક્તિ કોઈ સ્વ-પુરુષાર્થ કરે નહીં અને એના ખેતરને ધન-ધાન્યથી હર્યુંભર્યું કરી દે! આ ઈશ્વર એવો નથી કે જે શિષ્ય કશું કરે નહીં અને માત્ર ગુરુના ચરણસ્પર્શ કરે અને એને મોક્ષ આપી દે! માણસ જ્યાં સુધી પરમાત્મ-પ્રાપ્તિ માટે પ્રયત્ન કરતો નથી, ત્યાં સુધી એ પરમાત્મા પાસે પહોંચી શકતો નથી. કોઈ બીજા સાધના કરે અને પોતાને સિદ્ધિ મળે તેમ થતું નથી. સાધનાના ક્ષેત્રમાં તો સ્વયં પુરુષાર્થ ખેડવાનો હોય છે અને જે પુરુષાર્થ આચરે છે, તેને જ એની પ્રાપ્તિ થતી હોય

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s