જાણ્યું છતાં અજાણ્યું – મુનીન્દ્ર, ” સંસારી, વેપારી અને બનાવટી ‘ગુરુ’ની ઓળખ”

ગુજરાત સમાચારની રવિ પૂર્તિમાં ” જાણ્યું છતાં અજાણ્યું ” કોલમમાં પ્રસિધ્ધ થયેલ શ્રી મુનીન્દ્રનો આ લેખ ” ગુરુ “ની ઓળખ કરવામાં સહાય રૂપ બની રહેશે તેમ ધારી અત્રે રજૂ કરેલ છે.

જાણ્યું છતાં અજાણ્યું — મુનીન્દ્ર

– સંસારી, વેપારી અને બનાવટી ‘ગુરુ’ની ઓળખ
– ગુરુની પહેલી કસોટી એ કે જે તમને બહારના જગતની પ્રતિષ્ઠાને બદલે ભીતરમાં પ્રતિષ્ઠિત થવાની પ્રેરણા આપે છે

” ગુરુ કેવા હોય?’ છેક પ્રાચીનકાળથી અત્યાર સુધીના સમયને જોતાં સતત એક ખોજ જોવા મળશે અને તે કોઇને ગુરુપદે સ્થાપવાની કેઝંખના. અખાના છપ્પા કે કબીરની સાખીઓમાં ગુરુતત્ત્વનો જેટલો મહિમા કરવામાં આવ્યો છે, એટલો જ કુગુરુઓ પર ફિટકાર વરસાવવામાં આવ્યો છે. સવાલ એ છે કે સાચા ગુરુને પામી કઇ રીતે શકાય ?
એક એવી કથા ‘ગુરુ છે કે એક સાધકે બીજા સાધકને પૂછ્યું, કે ‘બોલ, તારે ગુરુ થવું છે કે ચેલા?’
બીજા સાધકે વળતો પ્રશ્ન કર્યો, ‘ગુરુએ શું કરવાનું હોય અને ચેલાએ શું કરવાનું હોય?’
પહેલા સાધકે કહ્યું, ‘ગુરુએ આજ્ઞાા આપવાની હોય છે અને ચેલાએ તેનું અક્ષરશઃ પાલન કરવાનું હોય છે.’ તો બીજા સાધકે કહ્યું કે, ‘હું ગુરુ બનીશ, તું ચેલો બન.’
આ કથાનો મર્મ એ છે કે ગુરુ થવું સહુને ગમે છે, ચેલા થવું નહીં. એક બીજો ખ્યાલ પણ વિચારકોમાં પ્રવર્તે છે કે આપણા દેશમાં ગુરુ થવાની અને શિષ્ય બનાવવાની અત્યંત તાલાવેલી જોવા મળે છે. કેટલાક લોકો ગુરુ વગર રહી શકતા નથી. એનું કારણ એ છે કે જીવનની સમસ્યાઓના વિસ્મરણને માટે ગુરુનું સ્મરણ અત્યંત લાભદાયક છે. પોતાના દોષોને કારણે દુઃખી થયેલી વ્યક્તિ ગુરુના શરણે દોડી જશે. પોતાના દુષ્કૃત્યો અંગે એ પોતાની જાતને સજા નહીં કરે, પરંતુ ગુરુ પાસે જઇને એમાંથી મુક્તિનો માર્ગ મેળવવા પ્રયત્ન કરશે.
જીવનની કપરી ક્ષણો સામે યુદ્ધ કરવાની ક્ષમતા કેળવવાને બદલે એ ગુરુચરણમાં કે શરણમાં આશરો લેશે. આ રીતે જેમ ગુરુને શિષ્યની જરૃર છે, એ જ રીતે શિષ્યને પણ ગુરુની જરૃર છે. આને પરિણામે અનેક ગુરુઓ વ્યાવહારિક કાર્યોમાં ડૂબેલા મળે છે. એમણે એમનું ‘ગુરુત્વ’ સાચવવા માટે કોઇને ‘કાયદાના ચુંગાલમાંથી બચી જઇશ’ એવા આશીર્વાદ આપવા પડે છે, તો કોઇને ‘આ ધંધામાં બરકત નહીં આવે અને બીજા ધંધામાં લાભ થશે’ એવો વરતારો કરવો પડે છે. કોઇને શિષ્યની ડગમગતી શ્રદ્ધા દ્રઢ કરવા માટે માળા કે માદળિયાનું રક્ષણ લેવું પડે છે…
ચતુર ગુરુ શિષ્યની નિર્બળતાનો પૂરેપૂરો લાભ ઉઠાવે છે. એના સામાન્ય ભાવને તીવ્ર ભક્તિમાં પરિવર્તિત કરી દે છે અને એથીય વિશેષ ચતુર ગુરુ તો સ્વયં એમના આશીર્વાદથી લાભ પામનારી કે જીવનમાં ન્યાલ થઈ જનારી વ્યક્તિને પોતાની સત્સંગ-સભાઓમાં ઉપસ્થિત રાખે છે અને પોતાની શક્તિએ સર્જૈલા ચમત્કારના યશોગાનનું ‘ભાવિક’ ભક્તોને શ્રવણ કરાવે છે. ક્યારેક ગુરુ સ્વયં શિષ્યો કે અનુયાયીઓની અતિ પ્રશંસા કરે છે અને એના પ્રત્યુત્તરમાં ગુરુને શિષ્યો ‘ધન સમર્પણ’ કરે છે.
એવા પણ ગુરુ મળશે કે જેઓ ધર્મના મર્મની કે ધર્મના સિદ્ધાંતોની વાત કરવાને બદલે શ્રોતાઓના વ્યાવહારિક પ્રશ્નોની સ્થૂળ ચર્ચા કરતા હોય છે. સવાલ એ છે કે આવા ગુરુ શિષ્ય કે શ્રોતાઓના હૃદયમાંથી અજ્ઞાાન દૂર કરે છે ખરા ? એમની વાણીથી કોઇ નવીન પ્રકાશની પ્રાપ્તિ થાય છે ખરી ? જીવનની બહેકેલી વૃત્તિઓને કોઇ યોગ્ય દિશા સાંપડે છે ખરી? જીવનમાં કોઇ વિવેકની જાગૃતિ થાય છે ખરી ? આ સંદર્ભમાં સદ્ગુરુનો ગરિમા કરનાર અને કુગુરુને ખુલ્લા પાડનાર સંત કબીર તો સ્પષ્ટપણે કહે છે,
‘જા ગુરુ તે ભ્રમ ન મિટે,
ભ્રાન્તિ ન જિવકા જાય,
સો ગુરુ ઝૂઠા જાનિયે,
ત્યાગત દેર ન લાય.’
‘જે ગુરુથી અજ્ઞાાન દૂર ન થાય અને હૃદયની શંકા દૂર ન થાય એવા ગુરુને ખોટા સમજો અને એવા ગુરુને છોડવામાં સહેજે ય વાર ન લગાડશો.’
અહીં સંત કબીર સાચા ગુરુ અને ખોટા ગુરુનો ભેદ બતાવે છે. એ કહે છે કે જે ગુરુ તમને જ્ઞાાન આપે નહીં અને હૃદયને નિર્મળતા બક્ષે નહીં એવા ખોટા ગુરુને તત્ક્ષણ છોડી દેજો! એ જુએ છે કે મોટેભાગે તો ‘લોભી ગુરુ, લાલચી ચેલા’નો ખેલ ચાલે છે.
ગુરુ પણ ઘણા લોભથી ગ્રસિત હોય છે. આવા ખોટા ગુરુને ઘણી વાર પોતાનું ‘ગુરુત્વ’ જાળવી રાખવાની ભારે ચિંતા હોય છે. બીજી બાજુથી પોતાના સંસ્થાનો માટે સંપત્તિની જરૃર હોય છે અને પરિગ્રહની લાલસા વ્યક્તિને લાલચી બનાવે છે એ રીતે ગુરુની ધનની લાલચ શિષ્યોને લાલચી બનાવે છે. ‘તમે આટલું ધન આપો અને તમને સ્વર્ગ મળશે’, ‘આટલું દાન આપો અને તમે તીર્થકર ગોત્ર બાંધશો’, ‘આવું કાર્ય કરો અને તમે મોક્ષ પામશો’.
આમ જે ભીતરની ઘટના છે, એને બહારની ઘટનામાં ફેરવી નાખવામાં આવે છે. એનો અર્થ જ એ કે આ ગુરુ એના શિષ્યને લાલચમુક્ત થવાને બદલે લાલચપ્રિય થવા તરફ દોડાવે છે. ગુરુ માયાને મહાઠગિની કહે છે અને પછી માયા જ માગે છે! વળી ગુરુને બે ચિંતા સતાવતી હોય છે, એક તો એ કે પોતાનો આ શિષ્ય આવતો બંધ થઇ જશે તો? અને એથીય વધુ મોટી ચિંતા એ સતાવે છે કે મારો પરમ શિષ્ય બીજા કોઇ મઠના ગુરુનો શિષ્ય બની જશે તો? આવો પક્ષપલટો કોઇ રાજકારણીની જેમ આઘાતજનક લાગતો હોય છે. શિષ્યો ઓછા થવાની ભીતિ ઉપજે છે. આમ સંસારીની જેમ આવી ચિંતાઓ એમને સતાવતી હોય છે. આ ચિંતાના ઉપાય રૃપે આ ગુરુ કશુંક એવું સર્જે છે કે શિષ્ય સદાય એમની તાબેદારી કરે આ માટે એ શિષ્યના અંગતજીવનમાં રસ લઈને સૅલ્સમેનની માફક એની સમસ્યાઓના નિવારણના માર્ગ દર્શાવવા લાગે છે.
સમય જતાં શિષ્યને એટલો પાંગળો બનાવે છે કે શિષ્યનું વ્યક્તિત્વ કુંઠિત બની જાય છે. આધ્યાત્મિક સાધના માટે એ ગુરુનું માર્ગદર્શન લે એ આવશ્યક છે, પરંતુ પછી એનું ગુરુ પ્રત્યેનું આલંબન એટલું બધું થઇ જાય છે કે એનું સમગ્ર જીવન ગુરુ અવલંબી બની જાય છે. સમય જતાં આવા શિષ્યો પોતાનું સત્ત્વ ગુમાવે છે. બીજા અર્થમાં કહીએ તો એ ગુરુના ગુલામ બની રહે છે. માત્ર પોતાના શરીરથી એમની સેવાશુશ્રૂષા કરતા નથી, બલ્કે પોતાના મનથી પણ એમની ગુલામી સ્વીકારે છે.
અને પરિસ્થિતિ કેવી થાય છે? ગુરુ પોતે તો ખોટા માર્ગે હતા અને હવે ચેલો પણ એ જ માર્ગે ગયો. સંત કબીર એમના એક દોહામાં કહે છે,
‘આગે અન્ધા કૂપ મેં, દૂજે લિયા બુલાય,
દોનોં બૂડે બાપુરે, નિકસે કૌન ઉપાય.’
‘અવિવેકી ગુરુ પહેલેથી જ ભ્રમના કૂવામાં પડેલા હતા અને બીજું શિષ્યને બોલાવીને તેમાં નાખી દીધો. તેઓ બંને બિચારા તેમાં જ ડૂબી ગયા, તેઓ કયા ઉપાયથી નીકળી શકે?’
પ્રત્યેક વ્યક્તિને મળેલું જીવન અત્યંત મૂલ્યવાન છે. વળી એના આયુષ્યની નિશ્ચિત મર્યાદા છે. એના આ મર્યાદિત આયુષ્યમાં જો ખોટા ગુરુના રવાડે ચડી જાય તો એના આખા ભવની દુર્દશા થાય છે અને સંત કબીર જેવા તો કહે છે કે આવા લોકો વારંવાર ભવસાગરમાં ડૂબે છે એક જન્મ નહીં, પણ કેટલાય જન્મ સુધી એ ભવસાગરને પાર જઈ શકતા નથી !
આથી જ સાચા ગુરુની પહેલી કસોટી એ છે કે એ ગુરુ તમને કઈ દિશામાં લઇ જાય છે. જીવનની બે દિશા છે, એક આંતરદિશા અને બીજી બાહ્ય દિશા. ગુરુ જો બહારના જગત તરફ લઈ જાય તો શિષ્યએ સાવધ રહેવું જોઇએ. બહારના જગતની પ્રતિષ્ઠા, પદ, સત્તા, પ્રભાવ તરફ દોરી જનારા ગુરુ પોતાના શિષ્યને ખોટે માર્ગૈ લઇ જાય છે. ‘આટલા પૈસા ખર્ચશો તો આટલી કીર્તિ રળશો.’ એમ કહેનારા ગુરુ બાહ્ય પ્રતિષ્ઠા પાસે લઇ જાય છે પરમાત્મા પાસે નહીં. બહારનું જગત એ અંતે દુઃખમય જગત છે, છૂટી જનારું જગત છે, ક્ષણિક અને ભંગુર જગત છે. આવા જગતમાં ગુરુ લઇ જાય, ત્યારે શિષ્ય બહારની દુનિયામાં ભટકતો રહેશે. એનું ભીતર તો એવું ને એવું જ રહેશે. એના રાગદ્વેષો, કષાયો, વૃત્તિઓ, વાસનાઓ સહેજે ઓછા નહીં થાય.
એટલે ગુરુની પહેલી કસોટી એ કે જે તમને બહારના જગતની પ્રતિષ્ઠાને બદલે ભીતરમાં પ્રતિષ્ઠિત થવાની પ્રેરણા આપે છે.

Advertisements

3 comments

 1. दुनिया में तीन तरह के गुरु संभव हैं। एक तो जो गुरु कहता है:गुरु के बिना नहीं होगा। गुरु बनाना पड़ेगा। गुरु चुनना पड़ेगा। गुरु बिन नाहीं ज्ञान। यह सामान्य गुरु है। इसकी बड़ी भीड़ है। और यह जमता भी है। साधारण बुद्धि के आदमी को यह बात जमती है। क्योंकि बिना सिखाए कैसे सीखेंगे ? भाषा भी सीखते, तो स्कूल जाते। गणित सीखते, तो किसी गुरु के पास सीखते। भूगोल, इतिहास, कुछ भी सीखते हैं, तो किसी से सीखते हैं। तो परमात्मा भी किसी से सीखना होगा। यह बड़ा सामान्य तर्क है-थोथा, ओछा, छिछला-मगर समझ में आता है आम आदमी के कि बिना सीख कैसे सीखोगे। सीखना तो पड़ेगा ही। कोई न कोई सिखाएगा, तभी सीखोगे।
  इसलिए निन्यानबे प्रतिशत लोग ऐसे गुरु के पास जाते हैं, जो कहता है, गुरु के बिना नहीं होगा।और स्वभावतः जो कहता है गुरु के बिना नहीं होगा, वह परोक्षरूप से यह कहता हैः मुझे गुरु बनाओ। गुरु के बिना होगा नहीं। और कोई गुरु ठीक है नहीं। तो मैं ही बचा। अब तुम मुझे गुरु बनाओ!
  दूसरे तरह का गुरु भी होता है। जैसे कृष्णमूर्ति हैं। वे कहते हैः गुरु हो ही नहीं सकता। गुरु करने में ही भूल है। जैसे एक कहता हैः गुरु बिन नाहीं ज्ञान। वैसे कृष्णमूर्ति कहते हैः गुरु संग नाही ज्ञान! गुरु से बचना। गुरु से बच गए, तो ज्ञान हो जाएगा। गुरु में उलझ गए, तो ज्ञानकभी नहीं होगा।
  सौ में बहुमत, निन्यानबे प्रतिशतलोगों को पहली बात जमती है। क्योंकि सीधी-साफ है। थोड़े से अल्पमत को दूसरी बात जमती है। क्योंकि अहंकार के बड़े पक्ष में है।
  तो जिनको हम कहते हैं बौद्धिक लोग, इंटेलिजेन्सिया, उनको दूसरीबात जमती है। पहले सीधे-सादे लोग, सामान्यजन, उनको पहली बात जमती है। जो अत्यंत बुद्धिमान हैं, जिन्होंने खूब पढ़ा-लिखा है, सोचा है, चिंतन को निखारा-मांजा है, उन्हे दूसरी बात जमती है। क्योंकि उनको अड़चन होती है किसी को गुरु बनाने में। कोई उनसे ऊपररहे, यह बात उन्हें कष्ट देती है।
  कृष्णमूर्ति जैसे व्यक्ति को सुनकर वे कहते हैः अहा! यही बात सच है। तो किसी को गुरु बनाने की कोई जरूरत नहीं है! किसी के सामने झुकने की कोई जरूरत नहीं है ! उनके अहंकार को इससे पोषण मिलता है।
  अब तुम फर्क समझना।
  पहला जिस आदमी ने कहा कि गुरु बिन ज्ञान नाहीं; और उसने यह भी समझाया कि और सब गुरु तो मिथ्या; सदगुरु मैं। और इसी तरह, मिथ्यागुरु जिनको वह कह रहा है, वे भी कह रहे हैं कि और सब मिथ्या, ठीक मैं।
  तो गुरु के बिना ज्ञान नहीं हो सकता है – इस बात का शोषण गुरुओं ने किया गुलामी पैदा करने के लिए; लोगों को गुलाम बना लेने के लिए। सारी दुनिया इस तरह गुलाम हो गयी। कोई हिंदू है; कोई मुसलमान है; कोई ईसाई है; कोई जैनहै।
  ये सब गुलामी के नाम हैं। अलग-अलग नाम। अलग-अलग-ढंग! अलग-अलग कारागृह! मगर सब गुलामी के नाम हैं।

  Like

 2. aravindbhai,,,doctor vishe pan kaik lakho….gali gali ma aje 1-2 leboratri khuli gai che…dr. pote na kamai sake to lab mathi commision ma kamai lye che…kai pan thai etle dr. kaheshe aa test karavi lyo pachi agal joshu…ane ka kaheshe tame x-ray karavi lyo ..ane nidan to ek j hoi ka kahese…hadka ghasai che ane blood report ma >mane sanka hati pan evu kai che nahi ,,,dava lakhi apu chu…pan bhai lab vara e 500todi lidha enu shu..tari sanka ma 500+500 dr. ni fee na…to aa vishe kaik saras lekh lakh va vinanti che.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s