જ્યારે ગણેશ બનાવતાં વાનર બને છે…અન્તર્યાત્રા – ડૉ.સર્વેશ પ્ર.વોરા

ગુજરાત સમાચારની 11, સપ્ટેમ્બર, 2013ને બુધવારની ” શતદલ ” પૂર્તિમાં ” અન્તર્યાત્રા ” કોલમમાં પ્રસિધ્ધ થયેલ ડૉ.સર્વેશ પ્ર. વોરાનો આ લેખ હાલમાં ઉજવાય રહેલા ગણેશોત્સવના માહોલમાં આપ સૌ મિત્રોને વિશેષ તો યુવાનોને વાંચવો અને ગંભીરતાથી વિચારવા પ્રેરશે તેમ ધારી મારા બ્લોગ ઉપર તેઓ બંનેના સૌજન્ય અને આભાર સાથે મૂકી રહ્યો છું.

અન્તર્યાત્રા – ડૉ.સર્વેશ પ્ર.વોરા

જ્યારે ગણેશ બનાવતાં વાનર બને છે…

તહેવારો દરમ્યાન લોક-માનસનું વર્તન નિહાળવાથી, એ વર્તનનું મનોવૈજ્ઞાાનિક પૃથક્કરણ કરવાથી જબરદસ્ત લાભ એ થાય છે કે આપણી વિરાટ ભ્રમણાઓ દૂર થાય છે. આપણું ભ્રમ-નિરસન થવા સાથે આપણે સાવચેત બની જઈએ છીએ.

ગણનાયક ગણેશની સ્થાપના કે વિસર્જન વખતે ખૂબ ઝનૂનપૂર્વક નાચતાં ટોળાંઓના ચહેરાના ભાવો નોંધ્યા છે? તમે એ ઝનૂન, એ ‘હિસ્ટેરિયા’ એ આવેગ, એ આવેશમાં શાનાં દર્શન કરો છો? સાંસ્કૃતિક ગૌરવની અસ્મિતાનાં? ભક્તિનાં? હિન્દુત્વ-સંસ્કારની સભાનતાનાં? કે દબાયેલી નિરાશા, ગરીબી, (ગણેશ-સરઘસોમાં ક્યાંય મધ્યમ વર્ગ કે સુખી વર્ગ દેખાય છે ખરો?) સુખ વર્ગ પ્રત્યેના સૂક્ષ્મ, અદમ્ય, ઝનૂની આક્રોશનાં?

હા, કદાચ કોઈ પાસે છીછરો ચવાયેલો, ચીલાચાલુ ઢાંકપિછોડા જેવો જવાબ હશે ઃ ગણેશ-ઉત્સવ કે નવરાત્રિને બહાને થોડો આનંદ-ઉત્સવ માણી લેવાય તો શું ખોટું? સાહેબ મારા, આનંદ-મજા સામે વિરોધ નથી, પણ બહાનું ગણપતિજી અથવા જગદંબાનું શા માટે? દોઢ ડાહ્યાઓ એક સૂફીયાણી કે છીછરી દલીલ કરશે કે ગણેશોત્સવોને બદલે ઝૂંપડપટ્ટીઓમાં શૌચાલયો કે શાળાના રૃમોમાં એ ખર્ચ વાપરો, પણ એ દલીલ સાવ છીછરી છે કારણકે ઉત્સવનો કોઈ જ પર્યાય નથી. તમે ઉત્સવ અને મોજમજાની બાદબાકી કરીને શાળાના રૃમો કે શૌચાલયો બંધાવો તો તો સમાજમાં મસાણ જેવી શુષ્કતા પેદા થશે. વાંધો ઉત્સવ-પ્રિયતા સામે હરગીઝ નથી. આનંદ, મોજમજા, ઉત્સવ વ્યક્તિગત અને સામાજિક જીવનમાં અનિવાર્યપણે જરૃરી છે. વાંધો ગણેશ અને જગદંબાને હલકી દ્રષ્ટિથી સસ્તાં બનાવવા સામે છે. લગ્નના ઉત્સવમાં નિવૃત્ત વડીલ અન્ય રીતે ઉપયોગી ન હોય એટલે દરવાજા પર વિદૂષક તરીકે ઊભા રાખી દો એ કેમ ચાલે? ગણેશ જગદંબા કે અન્ય દેવ-દેવીઓમાં શ્રદ્ધા ન હોય તો એ રસ્તે જાવ નહીં, પણ એ દેવદેવીઓનાં બહાનાં હેઠળ તમારી દબાયેલી સસ્તી વૃત્તિઓ પંપાળો કે સંતોષો તો એ માત્ર કોઈ પતિત, આત્મવંચક પ્રજા જ સહન કરી શકે.

આ લખનાર પંદર-સોળ વાર દુનિયાભરમાં ફર્યો છે. લોકલ ટ્રેનો, જાહેર સ્થળો, કો-ઓપરેટિવ નિવાસ-સ્થાનોનાં ખાનગી મેદાનોમાં જે રીતે છોકરડાઓ અને જુવાનિયાઓને કારણ વિનાના બરાડા, ચીસાચીસ દ્વારા અન્યનું ધ્યાન ખેંચવાના દયાજનક ઉધામા કરતા જોયા છે, ત્યારે તીવ્ર આક્રોશ અને વ્યથાની લાગણી થઈ છે ઃ શું આપણા આઝાદ દેશની આ નવી પેઢી પણ બીજાં પચાસ વર્ષ ખતમ કરી નાખશે? જાણો છો આ બરાડા અને વલોપાત, યુવોનામાં જાહેર ચેનચાળાનું ખરૃં કારણ? એ યૌવનની તન્દુરસ્ત અભિવ્યક્તિ હરગીઝ નથી. કોઈ મનોવૈજ્ઞાાનિકને પૃથક્કરણ સોંપો એ કબૂલ કરશે કે આ ચીસાચીસો શૂન્યાવકાશ, ધ્યેયહીનતાનું પરિણામ છે.

અને ગણેશોત્સવ અને નવરાત્રિ નિમિત્તે તમારા પડોશમાં વાગતી કેસેટોનો જુલમ તમે સહન કર્યો છે? ના જી, જો આ નિરાશા-જનિત ઝનૂનને તમે ઉત્સવની ઓળખાણ કહેતા હો તો ભૂલ કરો છો. એક પ્રજા પાસે જ્યારે દુનિયા પાસે રજૂ કરવા કશું અન્ય ના રહ્યું, માત્ર સમૃદ્ધ, અર્થપૂર્ણ ધાર્મિક પરંપરા રહી, ત્યારે એ કમનસીબ પ્રજા, એ પરંપરાને પણ વિકૃત બનાવવા ‘હાલી’ નીકળી છે.

Advertisements

3 comments

  1. Nice article. But many in the past have written on this subject. Firozbhai is right. We must put a full stop to all our Sarvajanik celebrations and public rallies. Religion must be followed in homes or mandirs and masjids and not in public. Why our so called Kathakars, Godmen are not educating their followers to stop public celebrations? Why can’t we celebrate anything without loud noise? Noise and celebrations have become synonyms of each other.

    Like

  2. Pravin bhai, there are replies and solutions already available. Look to the Western countries and European countries. you won’t find so called public celebrations round the year. Yes, people over there also celebrate their religious and other important days but they do so in designated places and not like in India in every gullies and mohallas. In India the so called religious, social and political leaders encourage public celebrations. Look at political and religious rallies. Do you find any such rallies in public places elsewhere? They do celebrate but as I said earlier in marked places. Can Indians in India do that? Indians abroad are doing it.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s