સાચો ધર્મ લોકજાગરણનું કામ કરે છે—-સ્પાર્ક – વત્સલ વસાણી

વ્હાલા મિત્રો અને વડિલો,

ગુજરાત સમાચારની 01/09/2013 ને રવિવારની રવિ પૂર્તિમાં ” સ્પાર્ક ” કોલમમાં પ્રસિધ્ધ થયેલ શી વત્સલ વસાણીનો ” સાચો ધર્મ લોકજાગરણનું કામ કરે છે. ” આપ સૌને પસંદ પડશે તેમ ધારી તેઓ બંનેના આભાર અને સૌજન્ય સાથે મારાં બ્લોગ ઉપર મૂકી રહ્યો છું- અરવિંદ

સ્પાર્ક – વત્સલ વસાણી

સાચો ધર્મ લોકજાગરણનું કામ કરે છે

અધ્યાત્મનાં ઊંડાં રહસ્યોને સરળ રીતે સમજવા માટે ઓશોએ અનેક બોધકથા કહી છે. વિશ્વભરની પ્રબુદ્ધ વ્યક્તિઓના જીવનપ્રસંગને રોચક રીતે રજુ કરીને એમણે અંતર્યાત્રાના માર્ગ પર સાધકને દિશાદર્શન મળતું રહે એ માટે અસંખ્ય જ્યોતિશિખા ધરી છે.

જેમ વ્યક્તિના આંતર જગત પર પ્રકાશ ફેંકીને એમણે દિશાદર્શન કર્યું છે તેમ વ્યક્તિના બાહ્ય જીવનના પ્રશ્નો અને અવરોધો પર પણ એમણે વેધક દ્રષ્ટિ ફેંકીને અપૂર્વ કહી શકાય એ રીતનું માર્ગદર્શન આપ્યું છે.
આપણા બાહ્ય જીવનમાં અને જગત આખા પર રાજનીતિનું વર્ચસ્વ ઘણું છે. જગતનું કોઈ પણ ક્ષેત્ર એવું નથી બચ્યું જ્યાં ગંદી રાજનીતિએ પગપેસારો ન કર્યો હોય. જગતને દુખી, દરિદ્ર અને નર્કાગાર જેવું બનાવવામાં રાજનૈતિક લોકોનો ફાળો સૌથી વધુ છે. એમણે જ દેશની છાતી પર સવાર થઇને પી શકાય એટલું રક્ત પીધું છે. ઓશોએ રાજનીતિની આ નાગચૂડને ઢીલી કરવા અને માનવ જાતને ગંદી રાજનીતિની દોડમાંથી બહાર લાવવા ઘણા પ્રયત્નો કર્યા. રાજનૈતિક ચિત્ત પર એમણે સતત ચાબખા માર્યા અને અધ્યાત્મની યાત્રા પર જવા ઇચ્છતી વ્યક્તિએ પોતાના ચિત્તમાં કયાંય પણ રાજનીતિનો કચરો હોય તો એને સાફ કરી નાખવો જોઇએ એમ કહ્યું, કેમ કે રાજનીતિ વ્યક્તિને અહંકારની યાત્રા પર લઇ જાય છે, જયારે અધ્યાત્મની યાત્રા અહંને નામશેષ કરવાની પ્રક્રિયા છે.

ઓશોએ આપેલી એક સરસ મજાની વ્યંગકથા કહી છ્રે-

એક રાજનેતાએ શહેરના પ્રખ્યાત ડ્રેસ ડિઝાઇનર પાસે પોતાનાં કપડાં સીવવા માટે આપ્યાં. કપડાં તૈયાર થઇ ગયાં એટલે એ પહેરીને રાજનેતા અત્યંત ખુશ થયો. કપડાનું ફિટિંગ વગેરે અત્યંત સુંદર કહી શકાય એ રીતનું હતું. સરસ મજાની લાંબી કફની, ફિટિંગમાં અફલાતૂન કહી શકાય એવી સુરવાલ, મેચિંગ અને ફિટિંગની દ્રષ્ટિએ અદ્ભુત કહી શકાય એવી ‘કોટી’ પહેર્યા પછી તો રાજનેતા સ્વયં વરરાજા જેવો લાગતો હતો. અચાનક એણે ખીસામાં હાથ નાખ્યો અને આશ્ચર્ય ! આટલા સુંદર કપડામાં એક પણ ખીસું જ ન હતું ! એણે દરજીને આવી અક્ષમ્ય કહી શકાય એવી ભૂલનું કારણ પૂછયું.

દરજી પણ ગાંજ્યો જાય એવો ન હતો. એણે કહ્યું – ‘મહાશય ! એમાં મેં કોઈ ભૂલ નથી કરી. અસંખ્ય રાજનેતાઓના જીવનનું નિરીક્ષણ કર્યા પછી જ મેં આ પ્રકારનો ફેરફાર કર્યો છે. સમાજમાં ચોમેર મેં જોયું છે કે રાજનેતા કદાપિ પોતાના ખીસામાં હાથ નથી નાખતા. બીજાના ખીસામાં હાથ નાખીને જ એ લોકો જીવતા હોય છે. આથી મને લાગ્યું કે જો રાજનેતાનાં કપડાં સીવવા હોય તો એમાં ખીસાની જરૃરત શી છે ? લોકોનાં ખીસાં ક્યાં ઓછાં છે કે આપણે આપણા ખીસામાં હાથ નાખવો પડે ?’

ઓશો આ વ્યંગ કથાને વધુ તીક્ષ્ણ બનાવતાં કહે છે ઃ રાજનેતા બીજાના ખીસામાં હાથ નાખીને જરૃરી વસ્તુ એવી સિફતથી સેરવી લેતા હોય છે કે વ્યક્તિને ખબર પણ ન પડે. ચોર તો આના કરતાં સારા કહી શકાય કેમકે એ જો ખીસું કાતરી લે તો ક્યારેક ખ્યાલ પણ આવી જાય છે.’

રાજનેતાની બીજી પણ એક ખાસિયત હોય છે, એ બીજાના ખીસામાં હાથ નાખે ત્યારે એવો દેખાવ કરતા હોય છે કે જાણે પોતાના તરફથી પેલી વ્યક્તિને કશુંક આપવા માગતો હોય. પણ એમનો હાથ (ખીસામાંથી) બહાર આવે ત્યારે જ ખ્યાલ આવે છે કે આ તો હતું તે પણ ગયું !

રાજનેતાની કાર્યકુશળતાનું નિરીક્ષણ કરવામાં આવે તો ચોર- લુંટારાનેય એ લોકો સારા કહેવરાવી શકે. સેવાના નામે પગ દબાવતાં – દબાવતાં એ બધા ગળા સુધી પહોંચી જતાં હોય છે અને ગળું દબાવીને જ પોતાને જે જોઈતું હોય તે ઓકાવી નાખતા હોય છે.

પ્રજાના, સમાજના, દેશ આખાનાં ખીસાં ખાલી કરવાનું કામ ભગવાને રાજનેતાને સોંપ્યું છે. બાપાનો માલ હોય એ રીતે જ આ લોકો તફડંચી કરતા હોય છે. નવી નવી યોજના મૂકીને લોક કલ્યાણનું બહાનું બતાવીને, દીન-દુખી, નાગા ભૂખ્યા ‘ભાઈભાંડુ’નું હિત કરવાના ‘નેક’ ઇરાદાથી જ એ લોકો કામ કરતા હોય છે અને બચ્યુંખૂંચ્યું લોહી ચૂસી લઈને મોટર કે હેલિકોપ્ટરમાંથી જ (આ ભાઈભાંડુને) ખાઈ ખાડામાં ફેંકી દેતા હોય છે. મૂંગાં-ભૂખ્યાં પશુ અને દુષ્કાળ કે રેલસંકટના કારણે મરતા લોકોની ચિતા પાસે પહોંચી જઈને પણ એ પોતાની રોટલી શેકતા હોય છે. રાજસિંહાસનના એક પછી એક પગથિયા ચડવા માટે લાશોના ઢગલા પર પગ મૂકીને પણ એ કૂદકા મારી શકતા હોય છે.

ઓશો કહે છે ઃ માનવ જાતને જો બચવું હોય, સુખી અને સંપન્ન થવું હોય તો રાજનીતિની ચુંગાલમાંથી છૂટવું પડશે. રાજનૈતિક લોકના પગ ખેંચીખેંચીને એને ખુરશી પરથી ફંગોળવા પડશે. રાજનીતિને અપાતું માન અને મહત્ત્વ પણ વહેલી તકે હવે ઘટવું જ જોઈએ. સેવા કરવી હોય તો જ એ રાજનીતિમાં આવે એવો શિરસ્તો હવે પાડવો પડશે. રાજનેતાને લોકોનો ડર લાગે, લોકો એને ધારે ત્યારે ખેંચીને ખુરશી પરથી નીચે ઉતારી શકે એટલી જાગૃતિ હવે આવવી જરૃરી છે. પણ એ માટે લોકો પાસે સમજણ, વિવેક, સ્વાભિમાન, સમગ્રના હિતની દ્રષ્ટિ અને ખુમારી હોય તો જ એ શક્ય બને.

સાચો ધર્મ લોકજાગરણનું કામ કરે છે. લોકોને બીકણ નહીં પણ બલિષ્ઠ બનાવે એ જ સાચો ધર્મ. સમજણ અને શકિત આ બંને જેમના જીવનમાં હોય તેવી પ્રજાનું રાજનીતિ ક્યારેય શોષણ ન કરી શકે.

ક્રાન્તિબીજ
કદી ઘટના બનીને પણ
હૃદયની પાર જાવું છે,
સમય જો સાથ આપે તો
સમયની પાર જાવું છે.
– શૈલેશ પંડયા ‘ભીનાશ’

Advertisements

2 comments

    1. વ્યક્તિ એ પોતાનેજ સાચા ધર્મ ની સહોદ કરવાની હોય છે. એને જાતેજ ગુરુ ની શોધ કરવાની હોય છે, અને ગુરુ અનિવાર્ય છે. અને ગુરુ ના મુખ્ય અને અનિવાર્ય લક્ષણો નિષ્કામ, નિર્લોભ, નિર્માન, નિસ્નેહ, અને નીસ્વાદ છે.અને વળી તમારી જાણ માટે તમે જે દેશ માં વષો છો તેનું નામ ભારત છે, અને અહિયાં ભગવાન ને ભગવાન ના સંતો અવિરત પણે, વિચારતા હોય છે. કારણકે આ ભારત છે. ને એ ભગવાન ને અતિ પ્રિય છે. પણ શોડવા પડે…

      જય સ્વામીનારાયણ.

      Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s