સત્યના પ્રયોગો – -ગાંધીજી દ. આફ્રિકામાં-નાતાલમાં રોકાયા-જાહેર જીવનમાં પ્રવેશ—-લેખાંક ( 10 )

સત્યના પ્રયોગો – -ગાંધીજી દ. આફ્રિકામાંનાતાલમાં રોકાયા-જાહેર જીવનમાં પ્રવેશ—-લેખાંક ( 10 )

 

ગાંધીજી ને પ્રિટોરીયામાં કેસ પૂરો થતાં દેશ પાછા ફરવાની તૈયારી શરૂ કરી. અબદુલ્લા શેઠે સિડનહામમાં માન -સન્માન કરવા મેળાવડો કર્યો ત્યાં કેટલાક છાપાં જોયા. એક નાના ફકરા ઉપર ધ્યાન ખેંચાયુ જે ” ઈંડિયન ફ્રેંચાઈઝ “ અર્થાત ” હિંદી મતાધિકાર “ વિશે હતું. જેનો અર્થ હિંદીઓને ” નાતાલ”ની ધારાસભામાં સભ્યોની ચૂંટણી કરવાના હક્ક હતા તે લઈ લેવા તેમ થતો હતો. આ કાયદો ધારાસભામાં ચર્ચાઈ રહ્યો હોવા છતાં મેળાવડામાં આવેલાઓને ગાંધીજી સહિત કોઈને કશી ખબર ન હતી. અબદલ્લા શેઠે કહ્યું કે આવી બાબતોમાં અમે શું જાણીએ ? વેપાર વિશે કંઈ હોય તો આફત આવે તો ખબર પડે.

ગાંધીજીને લાગ્યું કે જો આ કાયદો પસાર થાય તો હિંદીઓને ભારે પડશે. તેમની વસ્તીના નાશનું પહેલું પગથિયું બનશે. સ્વમાન ખત્મ થશે, માટે આ સામે લડવું અનિવાર્ય છે. આ વાત મેળાવડામાં આવેલા કેટલાક લોકોએ સાંભળી અને ગાંધીજીને રોકાઈ જવા કહ્યું  અને તેઓ કહે તેમ કરવા સર્વે એ ખાત્રી આપી. અબદુલ્લા શેઠે તેમની ફી નું શું તેવો સવાલ કર્યો.

ગાંધીજીએ કહ્યું ” એક સેવક તરીકે રોકાઈ શકું- જાહેર સેવામાં ફી કેવી ? તેમ છતાં આવા કામ વગર પૈસે તો ન જ થઈ શકે. વિવિધ પ્રકારના ખર્ચ થાય. “

જવાબમાં એકઠા થયેલા લોકોએ એક સાથે કહ્યું ” પૈસા એકઠા થઈ જશે-માણસો પણ મળી રહેશે. તમે રહેવાનું સ્વીકારો.” ગાંધીજીએ આગ્રહને વશ થઈ એક માસ રહી જવાનો નિશ્ચય કર્યો.

સન 1893ની સાલમાં નાતાલના હિંદીઓના અગ્રગણ્ય નેતા હાજી મહમદ હાજી દાદા ગણાતા. તેમના પ્રમુખ પણાં નીચે અબદુલ્લા શેઠ્ના મકાનમાં  એક સભા ભરાઈ તેમાં ફ્રેંચાઈઝ બીલની સામે થવાનો ઠરાવ થયો. સ્વયંસેવકો નોંધાયા. નાતાલમાં જન્મેલા હિંદીઓ એટલે ખ્રિસ્તીઓ જુવાનિયાઓને એકઠા કર્યા હતા. મિ. પોલ ડરબનની કોર્ટના દુભાસિયા હતા.મિ. સુવાન ગોડફ્રે મિશન સ્કૂલના હેડ માસ્તર હતા. તેમણે સભામાં હાજરી આપી, તેથી જુવાનિયા તથા વેપારીઓ મોટી સંખ્યામાં આવેલ. મોટી પેઢીના શેઠીયાઓ તથા શેઠ અબદુલ્લા ઈત્યાદી મોટી પેઢીના નોકરો પણ હતા. તમામનો જાહેર કામમાં જોડાવાનો ને તેમાં ભાગ લેવાનો પ્રથમ અનુભવ હતો. આવી પડેલા દુઃખની સામે નીચ-ઊંચ, નાના-મોટા, શેઠ-નોકર, હિંદુ-મુસલમાન,પારસી,ઈસાઈ,ગુજરાતી,મદ્રાસી,સીંધી વગેરે ભેદ ભૂલાઈ ગયા હતા. સહુ હિંદના સંતાનો અને સેવક હતા. બીલની સુનાવણી થઈ હતી કે થવાની હતી તે વિશે હિંદીઓ તરફથી કોઈ વિરોધ ન હતો–તેમની બેદરકારી નોંધપાત્ર હતી.

સભામાં વસ્તુ સ્થિતિની સમજ આપી પ્રથમ કાર્ય ધારાસભાને તાર મોકલી બીલ વિશે વિચાર મુલત્વી રાખવા જણાવાયું. તારના જવાબમાં બીલની ચર્ચા બે દિવસ મુલત્વી રહ્યાનો જવાબ મળતાં સૌ રાજી થયા. ત્યારબાદ અરજી ઘડાઈ અને તેમાં વધુમાં વધુ સહીઓ એક રાતમાં એકઠી કરવામાં આવી સૌ આખી રાત જાગ્યા. અરજી મોકલવામાં આવી. છાપામાં પણ છપાઈ, અનુકૂળ ટીકાઓ થઈ. ધારાસભા ઉપર પણ અસર થઈ. ચર્ચા પણ ખૂબ થઈ. તેમ છતાં બીલ પાસ થયું.

આ સમયે લોર્ડ રિપન સંસ્થાનોના પ્રધાન હતા. એક જંગી અરજી કરવાનો ઠરાવ કર્યો. વધુમાં વધુ સહીઓ મેળવવા સ્વયંસેવકો નિકળ્યા. ગાંધીજીએ આ કામ પાછળ બહુ મહેનત લીધી. તેઓ લખે છે કે, “ મારે હાથ આવ્યું તે બધું સાહિત્ય વાંચી લીધું. હિંદુસ્તાનમાં આપણે એક પ્રકારનો મતાધિકાર ભોગવીએ છીએ એ સિધ્ધાંતની દલીલને અને હિંદુઓની વસ્તી જૂજ છે એ વ્યવહારિક દલીલને મેં મધ્યબિંદુ બનાવ્યું. “

અરજીમાં દસ હજાર સહીઓ થઈ. આખા નાતલમાંથી સહીઓ લેવાની હતી તેમજ વ્યક્તિ સેમાં સહી કરે છે તે સમજે નહિ ત્યાં સુધી સહી ન લેવાનું નક્કી કરેલું. સ્વંયસેવકોએ દૂર દૂરના ગામડે જઈ ઉત્સાહપૂર્વક  આ કામ પૂરું કર્યું. કોઈએ ખીસ્સા ખર્ચી સુધ્ધાં ન માંગી.

અરજી મોકલી. એક હજાર નકલ છપાવી. આ અરજીએ હિંદુસ્તાનના લોકોને નાતાલનો પહેલો પરિચય કરાવ્યો. છાપાંઓ અને આગેવાનોને પણ અરજીની નકલો મોકલી. ” ટાઈમ્સ ઓફ ઈંડીયા ” એ તે ઉપર અગ્ર લેખ લખ્યો, ને હિંદીઓની માંગણીને ટેકો આપ્યો. વિલાયતમાં પણ અરજીની નકલો બધા પક્ષોને મોકલવામાં આવી હતી. ત્યાં લંડનના ” ટાઈમ્સે “નો ટેકો મળ્યો. બીલને મંજૂરી ન મળવાની આશા બંધાઈ. પરિણામે ગાંધીજી લખે છે ” હવે મારાથી નાતાલ છોડાય એવું ન રહ્યું. લોકોએ મને ચોમેરથી ઘેર્યો અને નાતાલમાં જ રહેવાનો અતિશય આગ્રહ કર્યો.”

” મેં મારી મુશ્કેલીઓ જણાવી. મારાં મન સાથે મેં નિશ્ચય કર્યો હતો કે મારે જાહેર ખર્ચે ન જ રહેવું. નોખું ઘર માંદવાની મેં આવશ્યકતા જોઈ. ઘર પણ સારું અને સારા લત્તામાં હોવું જીઈએ એમ મેં તે વેળા માન્યું” આવું ઘર વર્ષના 300 પાઉંડ વિના ન જ ચલાવી શકું એમ મને લાગ્યું.તેટલા પૈસાની વકીલાતની ખોળાધરી મળી શકે તો જ રહેવાનું એમ મેં નિશ્ચય કર્યો ને તે કોમ ને જણાવ્યો.”

” પણ એટલા પૈસા તમે જાહેર કામને સારું લો તે અમને પરવડે તેમ છેને તેટલા એકઠા કરવા એ અમારે સારું સહેલું છે. વકીલાત કરતા મળે તે તમારું” — આમ સાથીઓએ દલીલ કરી.

” મારાથી એમ પૈસા લેવાય નહિ. મારાં જાહેર કામની એટલી કિંમત ન ગણું મારે તેમાં કોઈ વકીલાત ડહોળવાની નથી. મારે તો લોકો પાસેથી કામ લેવાનું રહ્યું છે તેના પૈસા કેમ લેવાય ? ” વળી મારે તમારી પાસેથી જાહેર કામ અર્થે પૈસા કઢાવવા રહ્યા. જો હું મારે સારું પૈસા લઊં તો તમારી પાસેથી મોટી રકમો કઢાવવા મને સંકોચ થાય ને છેવટે આપણૂં વહાણ અટકે. કોમની પાસેથી હું દર વર્ષે 300 પાઉન્ડ કરતાં વધારે જ ખરચ કરાવવાનો “ મેં જવાબ આપ્યો.

આમ ચર્ચા કરતા છેવટે એ આવ્યું કે વીસેક વેપારીઓએ ગાંધીજીને  એક વર્ષનું વર્ષાસન બાંધી આપ્યું તે ઉપરાંત ગાંધીજીની વિદાયવેળાએ  જે ભેટ આપવા ધારેલ તે રકમમાંથી જોઈતું ફર્નિચર લઈ આપ્યું ને અંતે ગાંધીજી નાતાલમાં રહ્યા. કોઈ પણ પૈસા જાહેરકામ માટે નહિ સ્વીકારવા પોતાના નિર્ધારમાં મક્કમ/અડગ રહી એક મૂલ્ય આધારિત જાહેર કામગીરી કરવાની શરૂઆત કરી જે ગાંધીજીની જાહેર કારકીર્દિનું પ્રથમ સોપાન ગણી શકાય.

( આમ જાહેર કામ કરવા માટે કોઈ કિમત કે મૂલ્ય લોકો પાસેથી વ્યક્તિગત ધોરણે ન લેવાય તેવા મૂલ્ય ગાંધીજીએ સ્થાપવા છતાં આ આદર્શ આજે ગાંધીજીના નામે ચરી ખાતા દેશના નેતાઓ/આગેવાનોના લોહીના સંસ્કારમાં ન ઉતર્યા પરિણામે જાહેર કામના/નાણાંનો આજના આ નપાવટ, નફ્ફ્ટ, અને નાલાયક નેતાઓ/આગેવાનો બિભત્સ ઉપયોગ કરી પોતાના અંગત સ્વાર્થને પોષવા કરી રહ્યા છે જે દેશની બદનસીબી છે.–આપ શું વિચારો/માનો છો ? )

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s