આપણી સાથે, આપણી આજુ બાજુ, આપણી આસ પાસ આપણાં રોજ બરોજના કામમાં સહાય કરતી વ્યક્તિઓ તરફનો આપણો અભિગમ કેટલો વિધાયક ? કેટલો નકારાત્મક ? લેખાંક ( 2 )

આપણી સાથે, આપણી આજુ બાજુ, આપણી આસ પાસ આપણાં રોજ બરોજના કામમાં સહાય કરતી વ્યક્તિઓ તરફનો આપણો અભિગમ કેટલો વિધાયક ? કેટલો નકારાત્મક ? લેખાંક ( 2 )

રસોયાણી/મારા’જ

કેટલાક પરિવારોમાં રોજ-બ-રોજની રસોઈ બનાવવા પગારદાર વ્યક્તિ રાખવામાં આવે છે. આ રસોઈ કરનાર મહિલા હોય તો ” રસોયાણી ” અને પુરૂષ હોય તો ” મારા’જ ” તરીકે ઓળખવામાં આવે છે. આ રીતે રસોઈ કરનાર ભાગ્યે જ એક જ પરિવારમાં રસોઈ કરતા હોય છે. ઓછામાં ઓછા 3-4 પરિવારો માટે કામ કરતા જોવા મળે છે. દિવસ-રાત દરમિયાન સવાર સાંજની રસોઈ તેમજ નાસ્તા વગેરે તૈયાર કરવામાં મોટો સમય વ્યતીત થતો હોય છે. પોતાના પરિવાર માટે સમય ફાળવી રસોઈ કરવાની રહે છે. આમ દિવસ દરમિયાન દોડ્ધામ કરતી વ્યક્તિ રાત પડ્યે થાકી લોથ થઈ જતી હોય છે. તેમ છતાં વધતી મોંઘવારીમાં ઘર ખર્ચમાં હાથ બઢાવવા અને પરિવાર માટે પૂરક આવક મેળવી સહાય રૂપ થવાની ભાવના રહેલી જોવા મળે છે. આ કામ માટે વળતર પણ ઠીક ઠીક માત્રામાં મળતું હોય છે.

દરેક પરિવારની ખાવા-પીવાની ખાસીયતો-આદતો વગેરે ધ્યાનમાં રાખી અલગ અલગ સ્વાદની રસોઈ બનાવવી ખૂબ જ કપરી કામગીરી હોઈ, ક્યારે ક મીઠું કે મરચું ઓછા-વધતા પ્રમાણમાં પડી જતાં ઠપકો સાંભળવો પડે છે. ઉપરાંત હાલના સમયમાં પરિવારની યુવાન પેઢી જુદા જુદા વ્યંજનો બનાવવા ફરમાઈશ કરતા રહે છે. જેથી રસોઈ કરનારે પણ આવી નવી વાનગીઓ શીખવી પડતી હોય છે. જેવી કે, પંજાબી, સાઉથ-ઈંડીયન , મારવાડી,ચાઈનીસ,મંચુરીઅન,ઈટાલીયન,મેકસીકન વગેરે

શાક-ભાજી સાફ કરવા-સમારવા અને રાંધવા, લોટ બાંધવો વગેરે કામગીરી પણ મોટે ભાગે આ લોકોએ જ કરવાની રહેતી હોય છે.સામાન્ય રીતે મોટા ભાગના પરિવારો રસોઈ કરવા આવતી વ્યક્તિને માન-આદર સાથે માનવીય વ્યવહાર રાખતી હોય છે. તેમ છતાં કેટલાક જૂની પેઢીના રૂઢી ચુસ્ત લોકો આ લોકોને ” વેઠિયા ” તરીકે પણ વ્યવહાર કરતા જોવા મળે છે.તો તેમના જ પરિવારના અન્ય સભ્યો આવો વ્યવહાર સામે ” આંખ આડા કાન કરી ” અપમાન ન ગણવા ખાનગીમાં જણાવી તેમનુ સ્વમાન જાળવી લેતા હોય છે.

આમ છતાં કામે રાખનાર પરિવારે એક બાબત અચૂક ધ્યાન રાખવું જોઈએ કે આવી અજાણી વ્યક્તિઓ સમક્ષ ઘરની ખાનગી માહિતીઓ/વાતો શક્ય હોય ત્યાં સુધી કરવાનું ટાળવું જોઈએ.

વોચમેન.ચોકીદાર

અંગત માલિકીના બંગલા કે ઘર માટે અથવા બહુમાળી મકાનોના વિવિધ કામો જેવા કે, પાણી, સફાઈ,લાઈટ, પાર્કીંગ ઉપરાંત અજાણી વ્ય્કતિઓના પ્રવેશ માતે સતર્કતા અને સભાનતા માટે વોચમેન/ચોકીદાર રાખવામાં આવતા હોય છે. આવી કામગીરી માટે જાણીતા ગ્રુપમાંથી કે નિવૃત આર્મી/પોલીસ મેન ને પ્રથમ પસંદગી આપવામાં આવે છે. કેટલાક શહેરોમાં ખાનગી સીક્યોરીટી એજન્સીઓ પણ આવા કામ માટે માણસો પૂરા પાડે છે. નોકરીએ રાખ્યા પહેલાં તેમનો આગલો બાયો-ડેટા અર્થાત સર્વીસ રેકોર્ડ તપાસી બાદ જ કામે રાખવાનો સામાન્ય રીતે બધા આગ્રહ રાખે છે અને જે વ્યાજબી પણ છે.

કેટલાક સ્થળોએ એક જ વ્યક્તિ 24 કલાકની ફરજ બજાવે છે જ્યાં તેના રહેવા-ન્હાવા-ધોવા તથા ટોઈલેટ વગેરેની સવલત પૂરી પાડવાનું આવશ્યક ગણાય છે. જ્યાં મર્યાદિત કલાકો માટે અથવા માત્ર રાત્રિ પૂરતી જ કામગીરી બજાવવાની હોય છે ત્યાં પણ ટોઈલેટ વગેરેની સવલત જરૂરી ગણાય પરંતુ આવી સવલત ભાગ્યેજ જોવા મળે છે. પાર્કિંગમાં જ ખાટલો કે પલંગ ઉપર સુવાનું રહે છે. જો ચોકીદાર સતત સતર્ક અને સભાન ના રહે તો ચોરી વગેરે થવા સંભવ રહે છે. કોઈક સ્થળોએ તો જો કામે રાખનાર સતર્ક ના હોય તો આવા ચોકીદારો પાર્કિંગમાં જ ગેરરીતિઓ શરૂ કરી દેતા અચકાતા નથી. ક્યારે ક કોઈકે કરેલા અપમાન કે અવહેલના ભર્યા વર્તાવને કારણે વેર વાળવા આવું ગેર વર્તન કરવા પ્રેરાતા હોય છે.

આવું ના બને માટે યાદ રહે કે , નાના માણસોને પણ સ્વમાન હોય છે તેમને પણ સગવડભરી જિંદગી જીવવાની તમન્ના હોય છે તે કોઈએ ભૂલવું નહિ જોઈએ. જાણ્યે-અજાણ્યે કોઈએ પણ આવા લોકોનું અપમાન કે અવહેલના નહિ કરતા માનવીય અભિગમ રાખી તેમનો વિશ્વાસ સંપાદન કરવો જોઈએ. આપ શું માનો છો ?

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s