” સત્યના પ્રયોગો ” દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીનું ” ધાર્મિક મંથન “—– લેખાંક ( ૯ )

” સત્યના પ્રયોગો ” દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીનું ” ધાર્મિક મંથન “—– લેખાંક ( ૯ )

ગાંધીજીના ખ્રિસ્તી મિત્ર મિ. બેકર, પ્રોટેસ્ટંટ ખ્રિસ્તીઓના વેલિંગ્ટન કન્વેન્શનમાં કે જ્યાં થોડે થોડે વર્ષે ધર્મ-જાગૃતિ અને આત્મ શુધ્ધિ માટે પ્રયત્નો કરવામાં આવે છે-ત્યાં પોતાની સાથે ગાંધીજીને લઈ ગયા મિ. બેકરને એવી આશા હતી કે, સંમેલનમાં થનારી જાગૃતિ, આવેલા લોકોનો ધાર્મિક ઉતસાહ, વગેરે તેમના ઉપર ઊંડી છાપ પાડશે– અને ગાંધીજી ખ્રિસ્તી બની જશે.

મિ. બેકરને પ્રાર્થનાની શક્તિ ઉપર પણ ખૂબ શ્રધ્ધા હતી. તેઓએ કહેલો પ્રાર્થનાનો મહિમા તટસ્થતાથી સાંભળ્યો અને જો અંતર્નાદ ખ્રિસ્તી થવા માટે સંભળાય તો, અંતર્નાદથી વશ થવામાં આનંદ અનુભવવાનું ગાંધીજી શીખ્યા હતા-તેની વિરૂધ્ધ જવું કઠિન અને દુઃખ રૂપ અનુભવતા.

વેલિંગ્ટનમાં ગાંધીજીને સાથે લેવાથી મિ. બેકરે અનેક અગવડો ભોગવવી પડી. જેવી કે, મિ. બેકરનો સંઘ રવિવારે મુસાફરી ના કરે, સ્ટેશને તથા હોટેલમાં ગાંધીજીને દાખલ કરવા રકઝક કરવી પડે, ડાઈનીંગ રૂમમાં જમવા દેવાની હોટેલ માલિક મનાઈ ફરમાવે વગેરે- તેમ છતાં તેમની સાથે જ ઉતારો આપ્યો. સંમેલનમાં અનેક ખ્રિસ્તીઓ મળ્યા. તેઓની શ્રધ્ધા જોઈ આનંદ થયો. સંમેલન ત્રણ દિવસ ચાલ્યું. સંમેલનમાં આવનારાઓની ધાર્મિકતા જોઈ ગાંધીજીને આનંદ થયો, કદર પણ થઈ-તેમ છતાં પોતાના ધર્મમાં ફેરફાર કરવાનું કોઈ કારણ પણ ના મળ્યું. ખ્રિસ્તી કહેવડાવવાથી જ સ્વર્ગમાં જઈ શકાય કે મોક્ષ મેળવી શકાય તેવું ના જણાયું.

” ઈશુ ખ્રિસ્ત એજ ઈશ્વરના પુત્ર છે, તેને જે મળે તે તરે ” એ વાત તેમને ગળે ન ઉતરી. ” ઈશ્વરને જો પુત્રો હોઈ શકે તો આપણે બધા તેના પુત્રો છીએ-ઈશુ જો ઈશ્વરસમ હોય, ઈશ્વર જ હોય, તો મનુષ્ય માત્ર ઈશ્વર સમ છે, ઈશ્વર થઈ શકે.”

વળી ખ્રિસ્તી માન્યતા પ્રમાણે ” મનુષ્યને જ આત્મા છે, બીજા જીવોને નથી, તે દેહના નાશની સાથે તેમનો સર્વથા નાશ થઈ જાય છે, ત્યારે ગાંધીજીની માન્યતા આથી વિરૂધ્ધ હતી. ” ઈશુને એક ત્યાગી, મહાત્મા, દૈવી શિક્ષક તરીકે હું સ્વીકારી શકતો હતો, પણ તેને અદ્વિત્ય પુરૂષ રૂપે નહોતો સ્વીકારી શકતો. ઈશુના મૃત્યુથી જગતને ભારે દ્ર્ષ્ટાંત મળ્યું, પણ તેની મૃત્યુમાં કંઈ ગૂહ્ય ચમત્કારી અસર હતી એમ મારું હ્ર્દય સ્વીકારી નહોતું શકતું. “

” ખ્રિસ્તીઓના પવિત્ર જીવનામાંથી મને એવું ન મળ્યું કે, જે બીજા ધર્મીઓના જીવનમાંથી નહોતું મળતું,-સિધ્ધાંતની દ્રષ્ટિએ ખ્રિસ્તી સિધ્ધાંતોમાં મેં અલૌકિકતા ન ભાળી, ત્યાગની દ્રષ્ટિએ હિન્દુધર્મીઓમાં ત્યાગ મને ચડતો જણાયો, ખ્રિસ્તી ધર્મને હું સંપૂર્ણ અથવા સર્વોપર ધર્મ તરીકે ન સ્વીકારી શક્યો.”

ગાંધીજી આગળ કહે છે ” હું જેમ ખ્રિસ્તી ધર્મનો સ્વીકાર ન કરી શક્યો, તેમ હિન્દુ ધર્મની સંપૂર્ણતા વિશે અથવા તેના સરવોપરીપણા વિશે પણ હું ત્યારે નિશ્ચય ન કરી શક્યો. હિન્દુ ધર્મની ત્રુટિઓ મારી નજર આગળ તર્યા કરતી હતી. અસ્પૃશ્યતા જો હિંદુ ધર્મનું અંગ હોય તો તે સડેલું અને વધારાનું અંગ જણાયું. અનેક સંપ્રદાયો, અનેક નાતજાતની હસ્તી, હું સમજી ન શક્યો. વેદ જ ઈશ્વર પ્રણીત એટલે શું ? વેદ ઈશ્વર પ્રણીત તો બાઈબલ અને કુરન કાં નહિ ? “

ખ્રિસ્તી મિત્રો તેમના ઉપર અસર કરવા પ્રયત્નશીલ હતા તેમ મુસલમાન મિત્રો પણ પ્રયત્ન કરતા હતા.

આથી ગાંધીજીએ પોતાની મુસીબતો રાયચંદભાઈ સમક્ષ મૂકી-ઉપરાંત હિન્દસ્તાનના બીજા ધર્મશાસ્ત્રીઓ સાથે પત્રવ્યવહાર પણ કર્યો. રાયચંદભાઈના પત્રથી કંઈક શાંતિ મળી-તેમજ તેઓએ ધીરજ ધરી હિન્દુ ધર્મનો અભ્યાસ કરવા ભલામણ કરી. તેમના એક વાક્યનો ભાવાર્થ કંઈક આવો હતો, ” હિંદુ ધર્મમાં જે સૂક્ષ્મ અને ગૂઢ વિચારો છે, આત્માનું નિરીક્ષણ છે, દયા છે, તેવું બીજા ધર્મમાં નથી, એવી નિસ્પક્ષપાત પણે વિચારતા મને પ્રતીતિ થઈ છે.”

ગાંધીજીએ કુરાન તથા અન્ય ઈસ્લામી પુસ્તકો મેળવ્યા. ખ્રિસ્તી મિત્રો સાથે પત્ર વ્યવહાર પણ ચલાવ્યો. તેમાના એક એડવર્ડ મેટલેડે કિંગ્સ ફર્ડ સાથે મળીને ” પર્ફેકટ વે “ નામનું પુસ્તક લખ્યું હતું તે વાંચવા મોકલ્યું. પ્રચલિત ખ્રિસ્તી ધર્મનું તેમાં ખંડન હતું. ” બાઈબલનો નવો અર્થ ” નામનું પુસ્તક પણ મળ્યું. આ પુસ્તકો ગમ્યા. તેમજ હિંદુ મતને પુષ્ટિ મળી. ટોલસ્ટોયના ” વૈંકુઠ તારા હ્ર્દયમાં છે ” નામના પુસ્તકે ઊંડી છાપ પાડી. આથી ખ્રિસ્તી મિત્રો ના ઈચ્છે તેવી દિશામાં અભ્યાસ થતો રહ્યો. રાયચંદભાઈએ કેટલાક પુસ્તકો મોકલ્યા તેમાં ” પચી કરણ “, ” મણીરત્નમાળા”, યોગવાસિષ્ઠ્નુ6 ” મુમુક્ષુ પ્રકરણ “, હરિભદ્રસુરીનું ” ષડદર્શંનસમુચ્ય “ ઈત્યાદી હતા.

આમ ટૂંકમાં ખ્રિસ્તી મિત્રોને નહિ ધારેલા માર્ગે ગાંધીજી ચડ્યા. તેમ છતાં તેમના સમાગમે તેમનામાં જે ધ્રર્મજિજ્ઞાસા જાગૃત થઈ તે બદલ તેમના ઋણી બન્યા-અને આ સંબંધો હંમેશા યાદગાર, મીઠા અને પવિત્ર બનતા સાથે વધ્યા પણ ખરા.

ગાંધીજીએ કરેલા ” ધાર્મિક મંથન “ દ્વારા એ સ્પષ્ટ રીતે સમજાય છે કે, જ્યાં સુધી ” અંતર્નાદ “ અર્થાત ” માહ્યલો “ કોઈ વાત જ્યાં સુધી ના સ્વીકારે ત્યાં સુધી કોઈ પણ પ્રકારના કે વ્યક્તિઓ-અંગત કે અન્યો-ના દબાણને વશ થઈ, કોઈ બાબત સ્વીકારવી નહિ તે વિશે તેઓ મજબૂત મનોબળ ધરાવનાર વ્યક્તિ હતા તેનું દર્શન થાય છે.અને આ દ્રઢ અને મકક્મ મનોબળ જ તેમને સમય જતા મહાત્મા બનવા તરફ દોરી જતું રહ્યું જણાય છે.

Advertisements

2 comments

  1. શ્રીદીપકભાઈ,
    લાંબા સમય બાદ ફરીને ગાંધીજીના સત્યના પ્રયોગો ઉપરના લેખાંક શરૂ કર્યા અને સૌ પ્રથમ આપનો પ્રતિભાવ મળ્યો ખૂબ જ આનંદ થયો. ભવિષ્યમાં પણ આજ રીતે મને પ્રોત્સાહિત કરતા રહેશો તેવી આશા સાથે —-

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s