મારાં બ્લોગની પાંચ વર્ષની યાત્રા–છઠ્ઠા વર્ષમાં પ્રવેશ સમયે—

11, ઓગસ્ટ,2013

મારાં બ્લોગની પાંચ વર્ષની યાત્રા–છઠ્ઠા વર્ષમાં પ્રવેશ સમયે—

વ્હાલા મિત્રો અને વડિલો,

” સર્વાઈકલ સ્પોન્ડીલાઈટીસ”ની બિમારી તો લગભગ દસ માસ થયા હતી જ જે આ વર્ષા દરમિયાન પણ અંશતઃ ચાલુ રહી. પરિણામે ગરદન પાછળ, ખભા અને હાથમાં દુઃખાવાને કારણે લખવું અને ટાઈપ કરવું અને બ્લોગ ઉપર મૂકવું કઠિન બનેલું જ રહ્યું.

વળી આ ઓછું હોય તેમ, લેપટોપને પણ બિમારી લાગુ પડી. દવા કરવા છતાં સારું ના જ થયું અને આખરે છેલ્લા શ્વવાસ લઈ મે, 2013માંમારો સંગાથ છોડી ગયું.

આમ શારીરિક બિમારી સાથે જ ” લેપટોપ “ની વિદાયે મને હતપ્રભ બનાવ્યો. જે કારણે લખવાનું-બ્લોગ વાંચવાનું અને પ્રતિભાવો આપવા વગેરે વર્ષ દરમિયાન નહિવત બન્યું.

તેમ છતાં વર્ષ દરમિયાન મારી પોતાની 17 જેટલી પોસ્ટ તથા અન્ય સમાન વિચારો ધરાવનાર જુદા જુદા અખબારામાં અવારનવાર લખતા કોલમીસ્ટોના અંદાજે 22 જેટલા લેખો બ્લોગ ઉપર પ્રસિધ્ધ કરાવાનું શક્ય બન્યું.

બ્લોગ ઉપર મારી નિયમીત રીતે અનિયમીત હાજરી હોવા છતાં મને કહેતાં અને નોંધ લેતા અત્યંત ખુશી અને આનંદ થાય છે, કે આ વર્ષ અર્થાત 11, ઓગસ્ટ,2012 થી 10, ઓગસ્ટ, 2013 સુધીમાં ( વર્ડ પ્રેસની સીસ્ટમ પ્રમાણે ગણત્રી કરતા ) અંદાજે 20,000/- વીસ હજાર ઉપરાંત ક્લીક મળી અને 110 જેટલા મિત્રોના પ્રતિભાવો પણ મળ્યા.

“સત્યના પ્રયોગો ” ઉપરની શ્રેણી પણ અધુરી જ છોડવી પડેલી જે આ નવા ” લેપટોપ ” ઉપર પુનઃ ચાલુ કરેલ છે. અને જો તબિયત અને ” લેપટોપ ” સાથ આપશે તો દર મહિને બે થી ત્રણ પોસ્ટ મૂકવા વિચાર્યું છે.

આપ સૌ મિત્રોએ બ્લોગની મુલાકાત નિયમિત રીતે લેતા રહી– મારી ના દુરસ્ત તબિયત તેમજ મારી ” એક્લતા” અને ” ખાલીપા ” ભર્યા જીવનને નવઃપલ્લવિત કર્યું હોઈ આપ સૌ તરફ મારી કૃતજ્ઞતા વ્યકત કરું છું અને આવનારા દિવસોમાં પણ આપ સૌનો સાથ- સહકાર અને લાગણી ભરી હુંફ મળતી રહેશે તેવી આશા અને અપેક્ષા સાથે ફરી આપ સર્વેનો હ્ર્દયપૂર્વક આભાર માનું છું.

આપ સૌની ક્ષેમ કુશળતા ચાહ્તો,

સ-સ્નેહ

અરવિંદ

 

Advertisements

4 comments

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s