સત્યના પ્રયોગો – -ગાંધીજી દ. આફ્રિકામાં-રંગભેદ સાથે કુલીપણાનો અનુભવ સાથે કેસની તૈયારી—-લેખાંક ( ૮ )

સત્યના પ્રયોગો – -ગાંધીજી દ. આફ્રિકામાં-રંગભેદ સાથે કુલીપણાનો અનુભવ સાથે કેસની તૈયારી—-લેખાંક ( ૮ )

દક્ષિણ અફ્રિકામાં અવાર નવાર થતા રંગભેદના અનુભવે ગાંધીજીને પ્રિટોરીયાના દરેક હિંદીને મળી સબંધ કેળવી હિંદીઓની સ્થિતિનો અભ્યાસ કરવાનું મનોમન નિશ્ચય કર્યો અને તે વિષે પ્રિટોરીયાના શેઠ તૈયબ હાજી ખાનમહમદ સમક્ષ પોતની ઈચ્છા પ્રગટ કરી. તેઓએ ખુશીથી મદદ આપવાનું કબુલ્યું. તેમને ત્યાસભા ભરી જેમાં મુખ્યત્ત્વે મેમણ વેપારીઓ હાજર હતા, થોડા હિંદુ પણ હતા.

ગાંધીજીએ પોતાના જીવનનું પ્રથમ ભાષણ કર્યું. જેમાં સત્ય વિષે અને વેપારમાં સત્ય ના ચાલે તે નહિ સ્વીકારતા વેપારને વ્યવહાર કહેનાર, અને સત્યને ધર્મ કહેનારા વેપારીઓ સમક્ષ ગાંધીજીએ વિરોધ કરતા કહ્યું, કે તેમની બેવડી ફરજ હોઈ ” પરદેશમાં આવવાથી તેમની જવાબદારી દેશમાં હોય તેના કરતાં વધી કેમ કે ખોબા જેટલા હિંદીઓની રહેણીકરણી ઉપરથી હિંદના કરોડોનું માપ થતું હતું “

અંગ્રેજોની રહેણીની સરખામણીમાં આપણી રહેણીમાં રહેલી ગંદકી તરફ પણ ધ્યાન ખેંચ્યું.( આપણી ગંદકી વિવિધ સ્વરૂપ ધારણ કરી દેશમાં આજે પણ ફેલાયેલી નજરે પડે છે પરંતુ આ વિષે દેશના મોટા નાગરિકો ભાગ્યેજ શરમ અનુભવે છે.કદાચ ગંદકી કોને કહેવાય તે જ સમજ ધરવતા નથી. )

હિંદુ,મુસલમાન,પારસી, ખ્રિસ્તી અથવા ગુજરાતી, મદ્રાસી,પંજાબી,સિંધી, કચ્છી, સુરતી વગેરે ભેદો ભૂલી જવા પર ભાર મૂક્યો.( આ વાતની કોઈ પ્રકારની અસર આજે પણ દેશમાં ક્યાંય વર્તાતી જોવા મળતી નથી જે દેશના કમ ભાગ્ય છે. )

છેવટમાં એક મંડળ સ્થાપી હિંદીઓને પડતી હાડમારીઓનો ઈલાજ અમલદારોને મળી, અરજીઓ કરીને કરવો જોઈએ એમ સુચવ્યું. ને તેમાં તેમને સમય મળે તેટલો સમય વગર વેતને આપશે તેમ પણ જણાવ્યું.

પ્રિટોરીયામાં અંગ્રેજી જાણનારા થોડા હોઈ, પરમુલકમાં અંગ્રેજી જ્ઞાન હોય તો સારું. તેથી નવરાશના સમયમાં અંગ્રેજી ભણવા ભલામણ કરી અને મોટી ઉમંરે પણ અભ્યાસ કરાય અને તે સંબંધી દ્ર્ષ્ટાંતો પણ આપ્યા. પોતે પણ જો અંગ્રેજી ભણવા કોઈ તૈયાર થાય તો ભણાવવાનું માથે લેવા તૈયાર હોવાનું જણાવ્યું. ત્રણ વ્યક્તિઓ આ માટે તૈયાર થઈ. જેમાં બે મુસલમાન હતા. તેમાં એક હજામ અને એક કારકુન હતો. એક હિંદુ નાનક્ડો દુકાનદાર હતો. આઠે ક માસમાં આ દિશામાં સારી પ્રગતિ થઈ શકી.
આવી સભા દર માસે કે મહિને ભરવાનૂં ઠરાવ્યું. આ સભામાં વિચારોની આપ લે થતી. પરિણામે ગાંધીજી પ્રિટોરીયામાં રહેતા દરેક હિંદીઓને ઓળખતા થયા.આથી પ્રેરાઈ ત્યાં જ રહેતા બ્રિટિશ એજન્ટની ઓળખાણ કરવાની ઈચ્છા થતા મિ. જેકોબ્સ ડિ વેટને મળ્યા. તેમની લાગણી હિંદીઓ તરફ જણાઈ. અલબત્ત તેમની વગ ઓછી હતી. તેમ છતાં બનતી મદદ કરવા તથા જ્યારે મળવું હોય ત્યારે મળવા જણાવ્યું. રેલ્વે સાથે પત્ર-વ્યવહાર કરતા સારા કપડાં પહેરનાર હિંદીને ઉપલા વર્ગની રેલ્વે ટિકિટ દેવામાં આવશે તેવો કાગળ મળ્યોં.

બ્રિટિશ એજંટે તથા તૈયાબ શેઠે કેટલાક પત્ર વ્યવહારના કાગળો વાંચવા આપતા તેમાંથી ઓરેંજ ફ્રી સ્ટેટમાંથી હિંદીઓનો પગ કેવી નિર્દયતાથી કાઢી નાખવામાં આવ્યો હતો તે જાણવા મળ્યું. આમ ટ્રાસવાલના જે ફ્રી સ્ટેટના હિંદીઓની આર્થિક,સામાજિક, અને રાજ્યપ્રકારની સ્થિતિનો ઊંડો અભ્યાસ પ્રિટોરીયામાં કરી શકાયો. તેમની ઈચ્છા તો એક વર્ષને અંતે કે કેસ પૂરો થાય તો તે પહેલાં દેશ જતા રહેવાની હતી. પરંતુ ઈશ્વરે બીજું જ ધાર્યું હતું.

ઓરેંજ ફ્રી સ્ટેટમાં એક કાયદો કરી સન 1888માં કે તે પહેલાં હિંદીઓના બધા હક્ક છીનેવી લેવામાં આવ્યા હતા. ત્યાં હૉટેલના વેઈટર કે એવી કોઈ મજૂરીમાં રહેવા જેટલી હિંદીઓને છૂટ રહી હતી. વેપારીઓને પણ નાનો અવેજ આપી કાઢી મૂકેલા. અરજીઓની કોઈએ દાદ નહિ દધેલી.

ટ્રાંસવાલમાં 1885માં સખત કાયદો થયો. 1886માં કંઈક સુધારો થયો. તેને પરિણામે હિંદીમાત્ર દાખલ ફીના ત્રણ પાઉંડ આપે એમ ઠરેલું. જમીનની માલિકી ના મળે. મતાધિકાર પણ નહિ. હિંદીઓ પગથી ( ફૂટપાથ ) ઉપર હક્ક પૂર્વક ન ચાલી શકે. રાતના નવ વાગ્યા પછી પરવાના વગર બહાર ન નિકળી શકે. આ બન્ને નિયમોની અસર ગાંધીજીને મિ. કોટસ સાથે ફરવા નિકળતા અને ઘેર પહોંચતા દસ વાગી જતા તો પોલીસ પકડે તો ? આવી ધાસ્તી રહેતી. પરવાનો પોતાના નોકરને જ આપવાનો શેઠને અધિકાર હતો. ગાંધીજીને મિ.કોટસ આવો પરવાનો ના આપી શકે.

તેથી કોટસ તેમના મિત્ર ત્યાંના સરકારી વકિલ દા. કાઉસની પાસે ગાંધીજીને લઈ ગયા અને ગાંધીજીને નવ વાગ્યા પછી બહાર નિકળવાનો પરવાનો લેવો જોઈએ એ વાત અસહ્ય લાગતાં દિલસોજી વ્યક્ત કરી અને પરવાનાને બદલે એક કાગળ આપ્યો કે તેઓ ગમે તે સમયે ગમે ત્યાં નીકળે તો પોલીસે વચ્ચે નહિ પડવું. આ કાગળ સાથે રાખી ગાંધીજી ફરતા.

તેમ છતાં પગથી ( ફૂટપાથ ) ઉપર ચાલવાનો પ્રશ્ન તેમના માટે ગંભીર પરિણામ વાળો નીવડ્યો. તેઓ હંમેશા પ્રેસીડંટ સ્ટ્રીટમાં થઈ એક ખુલ્લા મેદાનમાં ફરવા જતા. આ મહોલ્લામાં પ્રેસીડંટ ફુગરનું ઘર હતું. ઘર તદન અન્ય ઘર જેવું જ સાદગી ભર્યું હતું. એક સિપાઈ ફરતો હોય તે ઉપરથી ખ્યાલ આવે કે આ ઘર કોઈ અમલદારનું છે. ગાંધીજી સિપાઈની લગોલગ થઈને જ હંમેશા પસાર થતા. સિપાઈએ ક્યારે ય કંઈ કહ્યું નહિ હતું. તેમ છતાં પાળી બદલતા અન્ય એક સિપાઈએ ચેતવ્યા વિના, પગથી ( ફૂટપાથ ) ઉપરથી ઉતરી જવાનું કહ્યા સિવાય, ધક્કો માર્યો, લાત મારી ને ઉતારી મૂક્યા. ગાંધીજી વિમાસણમાં પડ્યા. લાત મારવાનું કારણ પૂછવા જાય તે પહેલાં કોટસ ઘોડેસવાર થઈ તે જ સમયે ત્યાંથી પસાર થઈ રહ્યા હતા- તેમણે બૂમ પાડી કહ્યું– ” ગાંધી મેં બધું જોયું છે. તારે ફરિયાદ કરવી હોય તો હું શાક્ષી આપીશ. મને બહુ દિલગીરી થાય છે કે તારી ઉપર આવી રીતે હુમલો થયો.”

ગાંધીજીએ જવાબમાં કહ્યું- ” તેમાં દિલગીરીનું કારણ નથી. સિપાઈ બિચારો શું જાણે ? તેને મન તો કાળા એટલા કાળા જ. તે હબસીઓને પણ પગથી ઉપરથી આમ જ ઉતારતો હશે, એટલે તેણે મને પણ ધક્કો માર્યો. મેં તો નિયમ જ કર્યો છે કે મારી જાત ઉપર વીતે તેને સારું મારે અદાલતે ન જ ચડવું, એટલે મારે કેસ કરવો નથી. “

” એ તો તારા સ્વભાવ પ્રમાણે જ વાત કરી. પણ તું ફરી વિચારી જોજે. આવા માણસને પાઠ ભણાવવો જ જોઈએ “ આટલું કહી પેલા સિપાઈ સાથે વાત કરી તેને ઠપકો આપ્યો. સિપાઈએ માફી માગી. પરંતુ ગાંધીજી એ તો પહેલાં જ માફી આપી દીધી હતી. આ બનાવ પછી તેઓ એ આ શેરી છોડી બીજી શેરી પસંદ કરી.

આમ હિંન્દીઓની હાડમારીઓનો વાંચીને, સાંભળીને અને અનુભવીને અભ્યાસ કરતા રહ્યા અને સ્વમાન જાળવવા ઈચ્છનાર હિંદી માટે દ. આફ્રિકા યોગ્ય મુલક નથી તેમ વિચારવા સાથે, આ સ્થિતિ કેમ બદલી શકાય એ વિચારોમાં તેમનું મન વધારે રોકાવા લાગ્યું.

પરંતુ મુખ્ય કાર્ય-ધર્મ તો દાદા અબદુલ્લાના કેસ ને જ સંભાળવાની હાલ તો પ્રાથમિકતા હોઈ મન તેમાં પરોવ્યું.

ગાંધીજી પ્રિટોરીયામાં આ કેસના સીલસીલામાં એક વર્ષ રહ્યા.જે એમના જનાવ્યા પ્રમાણે તેમના જીવનમાં અમૂલ્ય બની રહ્યુ. જાહેર કામ કરાવાની પોતાની શક્તિ અંગે માપ નીકળ્યું. વકિલાત પણ અહિ જ શીખવા મળી. દાદા અબદુલ્લાનો દાવો ચાલીસ હજાર પાઊન્ડ ( અંદાજે રૂપિયા છ લાખ )નો હતો.નામની,પ્રોમીસરી નોટ વગેરેની અનેક ગુંચવણો તથા કાયદાની પુષ્કળ બારીકો સંડોવાયેલી હતી.સારામાં સારા સોલિસીટરો અને બારિસ્ટરો રોકવામાં આવ્યા હતા.તેથી તેઓના અનુભવમાંથી તેમજ વાદીનો કેસ તૈયાર કરવામાં હકિકતો શોધવાનો તેમની ગ્રહણ શક્તિની શક્તિનું પણ માપ નીકળ્યું રસ પૂર્વક તન્મય બની બધા આગળ પાછળ્ના કાગળિયાઓનો ઝીણવટથી અભ્યાસ કરી કેસ તૈયાર કર્યો.
આ ઉપરાંત ધાર્મિક ચર્ચા-જાહેર કામમાં પણ રસ લઈ વખત ફાળવતા. તેમ છતાં કેસની પ્રાથમિકતા, કાયદાનું વાચન સૌ પ્રથમ્ર રહેતું. આ કેસની તૈયારી દરમિયાન મરહુમ મિ. પિંકરના શબ્દો યાદ કરતા.
” હકિકત એ ત્રણ ચતુર્થાંશ કાયદો છે “ મિ. લેમર્ડની મદદ લેવા જતા તેઓએ કહ્યું ” ગાંધી હું એક વાત શીખ્યો છું કે જો આપણી હકિકત ઉપર બરોબર કાબૂ મેળવીએ તો કાયદો એને મેળે આપણને મળી રહેશે.”

” હકિકત એટલે સત્ય વાદ, સત્ય વાતને વલગી રહેતા કાયદો એની મેળે આપણી મદદમાં ગોઠવાઈ જાય છે. “

આ કેસ ના લડનારા બંને સગા તથા એક જ શહેરમાં રહેનારા હોઈ, બને ખુવાર થઈ જાય. કેસ ઈચ્છાઓ હોય તેટલો લંબાવી શકાય. લંબાવવાથી બેમાંથી એકેને ફાયદો ન થાય. આથી કેસનો અંત આવે તેમ બેઉ જણ ઈચ્છતા થાય તેવું વિચારી ગાંધીજીએ શેઠને વીનવ્યા અને ઘરમેળે પતાવવાની સલાહ આપી. તેમના વકિલને મળી બનેને સ્વીકાર્ય હોય તેવા પંચને નીમી કેસ ઝ્ડપથી પતવવા સુચવ્યું. વકિલોના અતિશય ખર્ચાઓ- લાંબો સમય વગેરે સાથે એક બીજા પ્રત્યે વેર પણ વધતા જતા હોઈ ગાંધીજી કહે છે કે તેમને વકિલાત ઉપર તિરસ્કાર છૂટ્યો. પક્ષકાર પાસેથી લઈ શકાય એવી ફી નો આંકડો એક હોય ને તે ઉપરાંત અસીલવકિલ વચ્ચેનો બીજો આંકડો હોય- આ બધું તેમને અસહ્ય લાગ્યું. તેમને લાગ્યું , કે બનેને મિત્રતા કરાવવાનો તેમનો ધર્મ હતો.આથી સમાધાન સારું તનતોડ મહેનત કરી અને આખરે તૈયેબ શેઠને મનાવી પંચ નિમાયા-કેસ ચાલ્યો- દાદા અબદુલ્લા જીત્યા. તેમ છતાં સંતોષ ના થતા દાદા અબદુલ્લાને તૈયબ શેઠે 37000 પાઉંડ ચૂકવવાના થતા હતા તે સંદર્ભે પૂરતો સમય આપવા સમજાવ્યા અને તેઓએ તે સ્વીકારતા બનેની પ્રતિષ્ઠા વધી. ગાંધીજીને પણ પરમ સંતોષ થયો અને જાણે ખરી વકિલાત શીખ્યા હોય તેમ અનુભવ્યું.

મનુષ્યની સારી બાજુ ખોળી કાઢ્તા શીખવા મળ્યું અને મનુષ્ય હ્ર્દયમાં પ્રવેશતા પણ શીખાયું. તેમને લાગ્યું કે વકિલનું કર્તવ્ય પક્ષકારોની વચ્ચે પડેલી તૂટ સાંધવાનું છે. આ શિક્ષણે તેમની 20 વર્ષની વકિલાતમાં મુખ્ય કામ ઓફિસમાં બેઠા સેંકડો કેસોના સમાધાન કરાવવામાં ગયા. તેઓ કહે છે ” મેં ખોયું નહિ. દ્રવ્ય ખોયું એમ પણ નહિ- આત્મા તો ન જ ખોયો. “

રંગભેદથી હિંદીઓને સહન કરવા પડતા કુલીપણાના અપમાન અને અવહેલનાના અનુભવે ગાંધીજીના મનમાં આ ભેદભાવ મિટાવવા ક્યા માર્ગો અપનાવવા વિષે વિચાર વલોણું અર્થાત મનોમંથન શરૂ થયું. સાથે જ ખ્રિસ્તી મિત્રોના ખ્રિસ્તી ધર્મ સ્વીકારવાના સીધા અને આડકતરા સુચનોએ અન્ય ધર્મ જેવા કે હિંદુ મુસ્લીમ વગેરે વિષે ઊંડો અભ્યાસ કરવા પ્રેર્યા અને તે વિષેના પુસ્તકોનું વાચન વધારી ધાર્મિક મંથનમાં મન પરોવ્યું.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s