“સત્યના પ્રયોગો”–ગાંધીજી દ. આફ્રિકાના પ્રિટોરિયા શહેરમાં ખ્રિસ્તીઓ સાથે———-લેખાંક ( ૭ )

છેલ્લા એક વર્ષ થયા મારી નાદુરસ્ત તબિયત તથા લેપટોપ પણ બગડતા ગાંધીજીના ” સત્યના પ્રયોગો ” ઉપરના લેખાંકો રજૂ થઈ શકયા નહિ હતા, જે તબિયત થોડી સુધરતા અને નવું લેપટોપ આવતા ફરી શરૂ કરી રહ્યો છું. આશા છે, કે માર6 બ્લોગર મિત્રો મારાં આ પ્રયાસને અગાઉની જેમ જ આવકારી મને પ્રોત્સાહિત કરતા રહેશે. –અરવિંદ

 

 “સત્યના પ્રયોગો”–ગાંધીજી દ. આફ્રિકાના પ્રિટોરિયા શહેરમાં ખ્રિસ્તીઓ સાથે———-લેખાંક ( ૭ )

સીગરામમાં સ્ટેડરટન પહોંચતા રાત પડી ગઈ. પણ ત્યાં પહોંચતા કેટલાક હિંદી ચહેરા જોતા શાંતિ વળી. તેમની સાથે ઈશા શેઠની દુકાને ગયા. તેમના ઉપર વીતેલી વાત જાણી બહુ દિલગીર થયા અને પોતના કડવા અનુભવો વર્ણવી આશ્વાસન આપ્યું. ગાંધીજીએ સિગરામ કંપનીના એજન્ટને પોતા ઉપર વીતેલી વાત જણાવી અને સવારે આગળની મુસાફરી માટે અંદરના ભાગમાં બીજા ઉતારૂઓ સાથે જગ્યા મળે તેવી ખાત્રીની માંગણી કરી. એજન્ટે તે વિષે હકારાત્મક પ્રત્યુત્તર પાઠવ્યો. સવારે ઈસા શેઠ્ના માણસો સિગરામ ઉપર મૂકી ગયા અને કોઈ જાતની હાલાકી વગર તે રાત્રે જોહાનિસબર્ગ પહોંચી ગયા.

મહમદ કાસમ કમરૂદીનનો માણસ તેમને લેવા આવેલો પણ તેમણે નહિ જોતા હોટેલમાં જવા વિચાર્યું. બે-ચાર હોટેલના નામ જાણી ગાડી કરી ગ્રેડ નેશનલ હોટલે પહોંચી મેનેજર પાસે જ્ગ્યા માંગી. મેનેજરે ક્ષણ ભર તેમને નિહાળી વિવેકથી કહ્યું કે ” દિલગીર છું, બધી કોટડીઓ ભરઈ ગઈ છે.” તેથી ગાડીવાળાને મહમદ કાસમ કમરૂદીનની દુકાને હાંકી જવા કહ્યું. ત્યાં અબ્દુલ ગની શેઠ રાહ જોઈ રહ્યા હતા. હોટેલમાં તેમના ઉપર વીતેલી તે વાત કરતા- તેઓ ખડખડ હસ્યા અને કહ્યું કે, ” હોટેલમાં તે વળી આપણને ઉતરવા દે કે”? ગાંધીજી એ પૂછ્યું ” કેમ નહિ ” ?

જવાબમાં કહ્યું કે, ” થોડા દિવસ રહેશો ત્યારે જાણશો. આ દેશમાં તો અમે જ રહી શકીએ, કારણ અમારે પૈસા કમાવા છે એટલે ઘણાંય અપમાન સહન કરીએ છીએ અને પડ્યા છીએ.”

” આ મુલક તમારા જેવાને સારું નથી. જુઓને, તમારે કાલે પ્રિટોરીયા જવું છે તેમાં તમને ત્રીજા વર્ગમાં જ જગ્યા મળશે. ટ્રાનસવાલમાં નાતાલ કરતાં વધારે દુઃખ. અહિં આપણાં લોકોને પહેલાં કે બીજા વર્ગમાં ટિકિટ આપતા જ નથી.”

ગાંધીજીએ કહ્યું, ” હું તો ફર્સ્ટ કલાસમાં જ જઈશ અને તેમ નહિ જવાય તો પ્રિટોરીયા અહિંથી સાડત્રીસ જ માઈલ છે ત્યાં હું ઘોડાગાડી કરીને જઈશ. “

ફર્સ્ટ કલાસની ટિકિટ મેળવવા સ્ટેશન માસ્તરને  ચિઠ્ઠી દ્વારા જણાવ્યું. સ્ટેશને જતાં અને ટિકિટ માંગતા સ્ટેશન માસ્તરે કહ્યું ” હું ટ્રાંસ્વાલર નથી. હું હોલેંડર છું. તમારી લાગણી સમજી શકું છું. તમારા તરફ મારી દિલસોજી છે. હું તમને ટિકિટ આપવા ઈચ્છું છું પણ એક શરતે- જો તમને રસ્તામાં ગાર્ડ ઉતારી પાડે અને ત્રીજા વર્ગમાં બેસાડે તો તમારે મને સંડોવવો નહિ, એટલે કે તમારે રેલ્વે ઉપર દાવો ન કરવો. હું ઈચ્છું કે તમારી મુસાફરી નિર્વિઘ્ને પાર ઉતરો. તમે સજ્જન છો એમ હું જોઈ શકું છું.” આમ કહી તેણે ટિકિટ કાપી. જવાબમાં ગાંધીજીએ તેનો ઉપકાર માની નિશ્ચિંત રહેવા જણાવ્યું.

ગાંધીજી પહેલા વર્ગમાં બેઠા. ટ્રેન ચાલી.જર્સિસ્ટન પહોંચી ત્યાં ગાર્ડ ટિકિટ તપાસવા નિકળ્યો. ગાંધીજીને જોઈ ચીડાયો અને ઈશારાથી ત્રીજા વર્ગમાં જવા જણાવ્યું. ગાંધીજીએ પહેલા વર્ગની ટિકિટ બતાવી. તેણે કહ્યું, ” તેનું કંઈ નહિ, જા ત્રીજા વર્ગમાં.”

આ ડબામાં એક જ અંગ્રજ ઉતારુ હતો તેણે ગાર્ડને ધમકાવી કહ્યું કે ” આ ગૃહસ્થને કેમ પજવે છે ?  તેની પાસે પ્રથમ વર્ગની ટિકિટ છે અને તેનાથી મને કંઈ અડચણ નથી” અને ગાંધીજી સામે જોઈ કયું ” તમે, તમારે નિરાંતે બેઠા રહો. “ગાર્ડ બબળ્યો ” તમારે કૂલીની સાથે બેસવું હોય તો મારે શું ?”

રાતના આઠેક વાગ્યે પ્રિટોરીયા પહોચ્યા.

આ દિવસે રવિવાર હોઈ કોઈ લેવા આવ્યું ના હોય-મુઝ્વણ અનુભવી અને ક્યાં જવું તે પ્રશ્ન થયો. બધા ઉતારૂઓ ચાલ્યા ગયા બાદ ટિકિટ કલેક્ટરને ટિકિટ આપી કોઈ હોટેલ સુચવવા જણાવ્યું. પરંતુ કોઈ મદદ નહિ મળી. એક અમેરિકન હબસી ગૃહસ્થે પોતાની સાથે નાની હોટેલમાં લઈ જવા જણાવતા થોડા ડર સાથે જવા તૈયાર થયા. તે જોન્સ્ટનની ફેમિલી હોટેલમાં લઈ ગયો અને મિ.જોન્સ્ટન સાથે એક કોર જઈ થોડી વાત કરતા એક રાત માટે ગાંધીજીને રાખવા કબુલ્યું સાથે એક શરત મૂકી કે તેની ઘરાકી કેવળ ગોરાઓની જ હોઈ ખાવાનું ડાઈનીંગ રૂમમાં નહિ મળે પણ તેમની રૂમમાં જ પહોંચાડવામાં આવશે. ગાંધીજીએ તેમનો આભાર માની શરતો સ્વીકારી. આમ વારંવાર રંગભેદનો કડવો અનુભવ થતો રહ્યો.

બીજે દિવસે સવારે એ.ડબલ્યુ. બેકર નામના વકીલને મળ્યા. વકીલે પણ જણાવ્યું કે અહિ રંગભેદ બહુ છે એટલે ઘર શોધવું સહેલું નથી. તેમ છતાં તેઓ ભઠિયારાની સ્ત્રી પાસે લઈ ગયા અને અઠવાડિયાના 35 શિલીંગથી પોતાના ઘરમાં રાખવા કબુલ્યું.

મિ.બેકર વકિલ તેમજ ધર્મ ચુસ્ત પાદરી હતા. પહેલી મુલાકાત દરમિયાન મિ. બેકરે ગાંધીજીની ધર્મ સંબંધી મનોદશા જાણી લીધી ગાંધીજીએ  કહ્યું કે, ” હું જન્મે હિંદુ છું. એ ધર્મનું મને બહુ જ્ઞાન નથી. બીજા ધર્મોનું ઓછું જ્ઞાન છે. હું કયાં છું, હું શું માનું છું, મારે શું માનવું જોઈએ એ બધું હું જાણતો નથી. મારાં પોતાના ધર્મનું ઊંડાણથી નિરીક્ષણ કરવા ઈચ્છું છું. બીજા ધર્મોનો પણ અભ્યાસ યથા શક્તિ કરવાનો ઈરાદો છે.”

મિ. બેકર આવી નિખાલસ વાતચીતથી રાજી થયા અને પોતાને ખર્ચે બનાવેલ દેવળ કે જ્યાં તેઓ વખતોવખત ધર્મના વ્યાખ્યાન આપતા ત્યાં આવવા ગાંધીજીને કહ્યું કે આવશો તો રાજી થવા સાથે અન્ય સાથીઓની ઓળખાણ પણ કરાવશે. બાઈબલ સાથે અન્ય ધર્મ પુસ્તકો પણ વાંચવા આપશે અને ખાસ તો બાઈબલ વાંચવા ભ્લામણ કરી.ગાંધીજીએ પ્રાર્થનામાં જવા કબુલ્યું. પરંતુ બાદ વિચારોના વમળમાં અટવાયા. ” ખ્રિસ્તી ધર્મના અભ્યાસમાં ક્યાં જવું ? હિંદુ ધર્મનું સાહિત્ય ક્યાંથી મેળવવું ? તે જાણ્યા સિવાય ખ્રિસ્તી ધર્મનું સ્વરૂપ કેમ જાણી શકાય ? એક જ નિર્ણય કર્યો કે જે અભ્યાસ થાય તે નિસ્પક્ષપાતપણે કરવો. મારો ધર્મ હું પૂરો સમજી ના શકું ત્યાં સુધી મારે બીજા ધર્મોનો સ્વીકાર કરવાનો વિચાર ન કરવો.”

મિ. બેકરની પ્રાર્થના સમાજમાં જતાં મિસ હેરિસ, મિસ ગેમ. મિ. કોટસ આદિની ઓઅળખાણ થઈ. બધાએ ઘૂંટણીયે પડી પ્રાર્થના કરી. ગાંધીજીએ પણ તેનું અનુકરણ કર્યું. મિ. કેટસ એક નિખાલસ મનના ચુસ્ત જીવાન ક્વેક્ટ હતા.તેમની સાથે સંબંધ ગાઢ થયો. ગાંધીજીને પુસ્તકોથી લાદી દીધા. પુસ્તકો વાંચી ચર્ચા પણ થતી આ દરમિયાન મિ. કોટસે ગાંધીજીના ગળામાં વૈશ્ણવી કંઠી જોઈ. તેમને  આ વહેમ લાગ્યો ને તે જોઈ દુઃખ થયું અને કહ્યું ” આ વહેમ તારા જેવા ને ના શોભે, લાવ તે તોડું. “

” આ કંઠી ના તૂટે, માતુશ્રીની પ્રસાદી છે.” ગાંધીજીએ કહ્યું.

” પણ તમે તેને માનો છો ?”

” એનો ગૂઢાર્થ હું જાણતો નથી. એ ના પહેરું તો મારું અનિષ્ટ થાય એવું મને નથી લાગતું પણ જે માળા માતુશ્રીએ પ્રેમ પૂર્વક પહેરાવી, જે પહેરાવવામાં  તેણે મારું શ્રેય માન્યું તેનો વિના કારણ હું ત્યાગ નહિ કરું. કાલે કરીને તે જીર્ણ થઈ તૂટી જશે ત્યારે બીજી મેળવી પહેરવાનો મને લોભ નહિ રહે. પણ આ કંઠી ના તૂટે.” કોટસે ગાંધીજીની દલીલોની કદર ન કરી કેમ કે તેમને ગાંધીજીના ધર્મ વિષે જ અનાસ્થા હતી.

એક ધર્મ ચુસ્ત ખ્રિષ્તી ” પ્લીમથ બ્રધરન “ના કુંટુંબનો પરિચય મિં, કોટસે કરાવ્યો. ” પ્લીમથ બ્રધરન “ નામનો એક ખ્રિષ્તી સંપ્રદાય છે. આ કુંટુંબમાં ગાંધીજી સાથે આવી દલીલ કરવામાં આવી. ” અમારાં ધર્મની ખૂબી જ તમે ન સમજી શકો. તમારા બોલવા ઉપરથી હું જોઉં છું કે, તમારે હંમેશા ક્ષણે ક્ષણે તમારી ભૂલનો વિચાર કરવો રહ્યો, હંમેશા તેને સુધારવી રહી, ન સુધરે તો તમારે પશ્ચાતાપ કરવો રહ્યો, પ્રાયશ્ચિત કરવું રહ્યું. આ ક્રિયાકાંડમાંથી તમે ક્યારે મુક્તિ પામો ? તમને શાંતિ તો ના જ મળે. આપણે પાપી છીએ એ તો તમે કબૂલ કરો જ છો. હવે જુઓ, અમારી માન્યતાની પરિપૂર્ણતા. આપણો પ્રયત્ન ફોગટ છે. છતાં મુક્તિ તો જોઈએ જ. પાપનો બોજો કેમ ઉપડે ? આપણે તે ઈશુ ઉપર ઢૉળીએ, તે તો ઈશ્વરનો એક માત્ર નિષ્પાપ પુત્ર છે. તેનું વરદાન છે કે , જેઓ તેને માને તેના પાપ તે ધુએ છે. ઈશ્વરની આ અગાધ ઉદારતા છે. ઈશુની આ મુક્તિની યોજનાઓનો અમે સ્વીકાર કર્યો છે તેથી અમને અમારા પાપ વળગતા નથી. પાપ તો થાય જ. આ જગતમાં પાપ વિના કેમ રહેવાય ? તેથી જ ઈશુ એ આખા જગતના પાપનુ એકી વખતે પ્રાયશ્ચિત કર્યું. જે ને તેના મહા બલિદાનનો સ્વીકાર કરવો હોય તેમ કરીને શાંન્તિ મેળવી શકે છે. ક્યાં તમારી અશાંતિ ને ક્યાં અમારી શાંતિ ?

ગાંધીજીને આ દલીલ ગળે નહિ ઉઅતરી અને નમ્રતાપૂર્વક જવાબ વાળ્યો ” જો સર્વ માન્ય ખ્રિસ્તી ધર્મ આ હોય તો તે મારે ન ખપે. હું પાપના પરિણામથી મૂક્તિ નથી માગતો. હું તો પાપવૃતિમાંથી, પાપીકર્મમાંથી મુક્તિ માંગુ છું. તે ન મળે ત્યાં લગી મારી અશાંતિ મને પ્રિય રહેશે.”

આગળના લેખાંક– 6 ( બ ) માં મો.ક ગાધીને જે રીતે અપમાન-અવહેલના થતા રહ્યા  તે વિષે ઉલ્લેખ કરેલ છે તેમાં આ રંગભેદની સમસ્યા એ અગ્નિમાં ઈંધણ  ઓરવાનું કામ કર્યું અને તેમનો અન્યાય સામે લડવાનો નિર્ણય વધુ અને વધુ મક્કમ બનતો રહ્યો.

Advertisements

One comment

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s