આયોજન પંચના તારણ પ્રમાણે દેશમાં ગરીબી ઘટીને 21.9% થઈ છે ! આપને શું લાગે છે ?

 

આયોજન પંચના તારણ પ્રમાણે દેશમાં ગરીબી ઘટીને 21.9% થઈ છે ! આપને શું લાગે છે ?

 

આયોજન પંચના છેલ્લા વર્ષ 2011-2012ના તારણ પ્રમાણે દેશમાં ગરીબી ઘટીને 21.9% થઈ છે. આયોજન પંચના મતે શહેરમાં રોજના રૂ!.33.30 અને ગામડામાં રોજના રૂ!. 27.20 પૈસા ખર્ચ  કરનાર ગરીબ ગણી શકાય નહિ ! આ રીતે ફરી એક વાર દેશના ગરીબોની ક્રૂર મજાક બે શરમ આયોજન પંચે કરી છે.

આયોજન પંચના ઉપાધ્યક્ષ પોતાના અંગત ઉપયોગ માટે રૂ!. 35/- લાખના રીપીટ પાંત્રીસ લાખના ખર્ચે ( અલબત્ત આપણાં કરવેરાના નાણાંમાંથી )ઓફિસમાં ટોયલેટ બનાવે છે અને જેનો ઉપયોગ કાર્ડ દ્વારા જ થઈ શકે છે તે સામે દેશના 69% ઓગણોસીત્તેર ટકા વસ્તી ખુલ્લામાં કુદરતી હાજતે જતી હોય ત્યારે આ નિષ્ઠુર અંને ક્રૂર વ્યક્તિને ગરીબી કોને કહેવાય તેની સમજ ક્યાંથી ઉગે ?

આયોજન પંચના ઉપાધ્યાક્ષ કે અન્ય સભ્યો જ્યારે ગાડી સ્ટાર્ટ કરવા સેલ્ફ માઋએ છે ત્યારે એક ઝાટકે રૂ!. 33/- નું પેટ્રોલનું ઈંધણ પી જનારી ગાડીઓના વાપરનારાઓને ગરીબી કે ગરીબ જોને કહેવાય તેની સમજ હોઈ ખરી ?

આ જ વિષય મારાં બ્લોગ ઉપર એક પોષ્ટ 26, સપ્ટેમ્બર,2009માં મૂકેલ હતી તે આજે પણ એટલી જ પ્રસ્તુત હોય ફરીને મૂકી રહ્યો છું. આશા છે કે આપ સૌ મિત્રોને વાંચવી ગમશે.

 

રોજના રૂપિયા ૩૨૦૦/- બત્રીસો   ખર્ચનારા આયોજન પંચના સભ્યો દ્વારા ગરીબોની ઘાતકી અને ક્રુર મજાક !!!

સર્વોચ્ચ અદાલતમાં કરવામાં આવેલા સોગંદનામામાં સરકારે ( આયોજન પંચે ) સ્વીકાર્યું છે કે, દેશમાં ૪૦.૭૪% લોકો ગરીબી રેખા નીચે જીવે છે. આ ગરીબી રેખાના પંચના ધોરણો પ્રમાણે શહેરી વિસ્તારમાં જે લોકો રોજના આશરે માથા દીઠ રૂ!.૩૨/- બત્રીસ એટલે કે માસિક રૂ!.૯૬૦/- નવસો સાઠ અને ગ્રામ્ય વિસ્તારમાં રોજના રૂ!.૨૬/- છવીસ એટલે કે માસિક રૂ!.૭૮૦/- સાતસો એંસી ખર્ચ કરે છે તેને ગરીબી રેખા નીચે જીવનારા ના કહી શકાય ! તેથી રાજ્ય કે કેંદ્ર દ્વારા અપાતા લાભો ના મળી શકે.

આ પહેલાં આયોજન પંચે ગરીબી રેખા નીચે જીવનારા માટે શહેરમાં માથાદીઠ રૂ!.૨૦/- વીસ અને ગ્રામીણ વિસ્તાર માટે રૂ!.૧૫/- પંદર ખર્ચને ગરીબી રેખા નીચે જીવનારા ના કહી શકાય તેવી રજૂઆત કરેલી જે સર્વોચ્ચ અદાલતે કડક શબ્દોમાં વખોડી કાઢેલ આથી આયોજન પંચે ફરીથી ધોરણો નિશ્ચિત કરવા આપેલ આદેશ પ્રમાણે નવું સોગંદનામું રજૂ કરેલ છે.

આ સોગંદનામા પ્રમાણે ચાર વ્યક્તિનું એક કુટુંબ મુબઈ-દિલ્હી-બેંગ્લોર કે ચેન્નાઈમાં જે માસિક રૂ!.૩૮૬૦/- ત્રણ હજાર આઠસો સાઠ ખર્ચ કરતું હોય તો તેને ગરીબ ના કહી શકાય.

કોઈ વ્યક્તિ અનાજ માટે રોજના 5.50, દાળ માટે 1.02, દૂધ માટે 2.33,અને ખાધ્ય તેલ માટે 1.55 ખર્ચ કરે તો પૂરતું પોષણ મેળવવાને સક્ષમ છે, અને તે ગરીબી રેખા ઉપર જીવનાર કહી શકાય ! તેવી જ રીતે શાક-ભાજી માટે માથાદીઠ રોજના1.95 પૂરતા છે. ફળો પાછળ રોજના 44 પૈસા, ખાંડ પાછળ રોજના 70 પૈસા, મીઠું-મરી મસાલાના 1.55 પૈસાથી ઓછી રકમ વાપરી શકતા હોય તેમને જ ગરીબી રેખા નીચે જીવતા ગણી શકાય.

આ ઉપરાંત આરોગ્ય માટે દરેક વ્યક્તિ દર મહિને 39.70 પૈસાનો ખર્ચ કરે તો તે પૂરતો છે. શિક્ષણ માટે રોજના 99 પૈસા ( માસિક રૂ!.29.60 ) ખર્ચી શકે તેને સહાયની જરૂર જ નથી. તેવી જ રીતે કપડાં પાછળ 61.30 પૈસા, બૂટ-ચપ્પલ પાછળ 9.60 પૈસા અને 28.80 પૈસા દર મહિને અંગત જરૂરિયાત પાછળ ખર્ચતી હોય તેને ગરીબ ના કહેવાય !

બીપીએલના ધોરણો સરકારે નક્કી કર્યા છે જે આયોજન પંચના વડા મોન્ટેક સિંઘ અહલુવાલિયાએ વડાપ્રધાનના કાર્યાલયમાં રજૂ કર્યા હતા અને તે કાર્યાલયે મંજૂર ગણ્યા છે.

યક્ષ પ્રશ્ન તો આમ જનતાને એ થાય છે કે ઉપર દર્શાવેલ અનાજ-દાળ-દૂધ-ખાધ્ય તેલ-શાક-ભાજી-ફળ-ફળાદી તથા મીઠું-મરી મસાલા-ખાંડ વગેરે આ દરે દેશના કયા શહેર કે ગામમાં ઉપલબ્ધ છે ?
આરોગ્યની જાળવણી અને શિક્ષણ ક્યા રાજ્યમાં દર્શાવેલ દરે મળે છે ? તે વિષે આયોજન પંચે પોતાના સોગંદનામામાં સ્પષ્ટતા કરી હોત તો ગરીબોને તે સ્થળે વસવાટ કરવા જવા વિચારી શક્ત.

અગાઉ કહ્યું તેમ કોઈ વ્યક્તિ રોજના –
રૂ!. 5.50 અનાજ માટે
રૂ!. 1.02 દાળ માટે
રૂ!. 2.33 દૂધ માટે
રૂ!. 1.55 ખાધ્ય તેલ માટે
રૂ!. 1.95 શાક-ભાજી માટે
રૂ!.0.44 ફળ માટે
રૂ!.0.70 ખાંડ માટે
રૂ!.1.55 મરી-મસાલા માટે
કૂલ રૂ!.15.04

અર્થાત હિસાબ ગણવાની અનૂકુળતા માટે આપણે રૂ!.16/- ( ગણત્રીમાં લેતા ) ખાધા-ખોરાકી માટે જે ખર્ચી શકે તે પૂરતું પોષણ મેળવનાર સક્ષમ ગણાય તેવું આયોજન પંચ સોગંદ પૂર્વક જાહેર કરે છે.

આ ખર્ચ સામે જો સાંસદોને સંસદની કેંટીનમાં જે ભાવે ખાધ્ય વાનગીઓ ( ફાઈવ સ્ટાર હોટેલની સમકક્ષ ) પીરસવામાં આવે છે તે જોઈએ તો નજર ચકનાચુર બની જાય છે. એક નજર વાનગીઓના ભાવ ઉપર
કચોરી દાળ 1.50, વેજ-થાળી 12.50, નોન વેજ થાળી 22, ચા-1, દહીં ભાત 11, વેજ પુલાવ 8, ચીકન બીરયાની 34, ફિશ ફ્રાય 17, ચીકનમસાલા 24-50, બટર ચીકન 27, રોટલી નંગદીઠ ના 1, ઢોસા 4,

ઉપરોક્ત ભાવ સ્પષ્ટ દર્શાવે છે કે કેંટીનમાં પીરસાતી વાનગીઓ અનેક ગણી ખર્ચાળ અર્થાત મોંઘી છે જે માટે કાળા બજાર જેવો શબ્દ પણ પ્રયોજી શકાય. આથી અનેક ગણા ભાવ લેનાર કોંટ્રેકટરનો કરાર નાબુદ કરી કાળા બજાર કરવા માટે કામ ચલાવવું જોઈએ અને આ કરાર મંજૂર કરનાર પ્રધાનશ્રીને પણ ભ્રષ્ટાચાર માટે જવાબદાર ઠરાવી તિહાડ જેલ ભેગા કરવા જોઈએ. સાચી વાત તો એ છે કે આયોજન પંચના સોગંદનામા પ્રમાણે નવો કરાર કરવો જોઈએ અને વ્યક્તિ દીઠ સાંસદને રૂ!.16/- થી વધુ નહિ તેવી રકમની જ વાનગી પીરસાવી જોઈએ. આ થઈ વાત સંસદ ચાલુ હોય ત્યારની પરંતુ સંસદ ચાલુ ના હોય ત્યારે એક પણ સાંસદને માસિક રૂ!. 960/-થી વધુ વેતન નહિ મળવું જોઈએ અને જો આમાં કોઈ કસુર કરે અર્થાત વધુ વેતન ચુકવે કે મેળવે તો તેની સામે ફોજદારી ગુન્હો ગણી કામ ચલાવવું જોઈએ. વળી ફરવા માટે મળતા મફત મુસાફરી અને અન્ય ભથ્થા તથા મફત મળતું રહેઠાણ બંધ કરવું જોઈએ. બાળકોના શિક્ષણ માટે ઉપરાંત આરોગ્ય માટે પણ આયોજન પંચની ભલામણ જેટલી જ રકમ ચૂકવવી જોઈએ.
હાલ દલા તરવાડીની માફક છાસ વારે સાંસદો પોતાના પગાર,ભથ્થા વગેરે વધારી લે છે તે પ્રથા તાત્કાલિક અસરથી બંધ કરવી રહી.

એ પણ સર્વ વિદિત છે કે, મોટા ભાગના સાંસદો યેન –કેન પ્રકારેણ કરોડો રૂપિયા મેળવી આમ જનતાને ભોગે ધનિક બન્યા છે- બની રહ્યા છે અને ધનની ભૂખ તો બકાસુર જેટલી પ્રબળ હોઈ પોતાના પગાર-ભથ્થા વગેરે દલા તરવાડી માફક ક્ષણ ભરમાં સર્વાનુમતે વધારી લે છે આવા આ કરોડપતિઓને ગરીબી કોને કહેવાય તેની ખબર છે ખરી ? ગરીબ આમ જનતાની ગરીબીની આટલી હદ સુધીની ઘાતકી અને ક્રૂર મજાક આજ સુધીમાં કોઈએ કરી હોય તેમ જાણ્યું નથી. આ બેશરમ-નફ્ફટ-નાગા અને સ્વકેન્દ્રી અને સંવેદના વિહિન સાંસદો આ દેશના લોકોના માથે ભટકાયેલા છે.
આ તબક્કે ગરીબીનું આબેહુબ અને સચોટ વર્ણન કરતી એક વાર્તા ઉદાહરણ તરીકે રજૂ કરી છે જે દિવ્ય-ભાસ્કરની 18,સપ્ટે.2011ને રવિવારની પૂર્તિમાં વીનેશ અંતાણીની કોલમ “ડૂબકી”માંથી સાભાર લીધી છે.
એક બહુ જ ગરીબ કૂટુંબમાં કોઈનું મૃત્યુ થાય છે.સમગ્ર કૂટુંબ શોકમગ્ન છે. ત્યાંના રિવાજ પ્રમાણે જે ઘરમાં મરણ થયું હોય તે ઘરમાં થોડા દિવસ માટે રસોઈ રાંધવામાં આવતી નથી. આડોશપાડોશમાંથી એમના માટે જમવાનું આવે. એ જ મહોલ્લામાં એક ધનાઢ્ય પરિવાર રહેતો હતો. એક દિવસ એમને ત્યાંથી શોકસંતપ્ત પરિવાર માટે જમવાનું આવે છે. તે ગરીબ પરિવારનાં બાળકોએ આવી સ્વાદિષ્ટ અને વિવિધ વાનગીઓનો સ્વાદ કદી માણ્યો ન હતો. થોડા દિવસ પછી તે ઘરનું એક સંતાન માને પૂછે છે,” મા, હવે આપણાં ઘરમાંથી કોઈ ક્યારે મરશે?” માને નવાઈ લાગે છે કે એનું સંતાન એવું શા માટે ઈચ્છે છે તેવું મા પૂછે છે અને ત્યારે જવાબ મળે છે, “ જેથી આપણાં મહોલ્લાના પેલા બંગલામાંથી આવેલું સ્વાદિષ્ટ ભોજન ફરી ખાવા મળે !

આવા ગરીબ લોકો માટે સમભાવ કે સહાનુભૂતિ ના હોય તેનાથી મોટી ગરીબી બીજી કોઈ નથી તેવી સમજ આયોજન પંચના સભ્યો ધરાવે છે ખરા ? ગરીબો માટે સમભાવ અને પ્રેમ દર્શાવી તેમની માનસિક ભૂખને પણ નહિ સંતોષી શકનારા આ સત્તાધારી રાજકારણીઓને ક્યા શબ્દોમાં વખોડવા તે પણ યક્ષ પ્રશ્ન બની રહ્યો છે. શબ્દ કોશમાં અપાયેલા અપ-શબ્દો કે ગેર શબ્દો તો આ લોકોના સંદર્ભે અર્થ ગુમાવી ચૂકયા છે કોઈ કે નવો શબ્દ ભંડોળ રચવો પડે તેવી પરિસ્થિતિ ઉભી થઈ ગઈ છે.

કહેવાય છે કે આયોજન પંચના આહુલ વાલિયા અને દેશના વડાપ્રધાન મનમોહન સિંઘનો દુનિયાના શ્રેષ્ઠ અર્થ શાસ્ત્રીઓમાં સમાવેશ થાય છે. પરંતુ આપણાં દેશની આમ જનતાના દુર્ભાગ્યે આ બંને આપણાં માટે અ(ન)ર્થ શાસ્ત્રી પુરવાર થઈ રહ્યા છે.

આવનારા દિવસો આમ જનતા માટે કેટલી હદ સુધી પીડા દાયી બની રહેશે તેનો વિચાર કરતાં પણ ધ્રુજી જવાય છે.

રોજના 3200 રૂપિયા ચણા-મમરાની જેમ ખર્ચનારા આ આયોજન પંચના સભ્યો-સાંસદોને એક એવા સ્થળે કેદ કરી રાખવા જોઈએ અને બાદમાં રૂપિયા 16/- સોળમાં જે ખાધ્ય પદાર્થ મળે તે ખાવા ફરજ પાડવી જોઈએ અને તો જ દીન-દુઃખિયાની આતંરડીની વેદના સમજી શકશે ! આવા હલક્ટ કક્ષાના સોગંદનામાના સમાચાર વાંચી અમારા જેવા સીનીયર નાગરિકોને પણ કાળ ચડી આવે છે. અને જો ગાંધીજીને પુનઃ અવતાર મળે તો દુનિયાએ ક્યારે ય ના જોયેલ હિંસક પુરૂષ જોવા મળે કે જે જન્મતા જ આ દંભી-નફ્ફ્ટ-બેશરમ-જનતાને લૂંટનારા-નાગા રાજકારણીઓનો ખાત્મો બોલાવી દેશને બીજી સ્વતંત્રતા અપાવે !

Rate this:

 

 

 

 

 

 

i

 

Like Loading…

 

Advertisements

One comment

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s