શું મહાપુરુષો કટ્ટરતાના ઓશિયાળા હતા?– -ડૉ.સર્વેશ પ્ર.વોરા

ગુજરાત સમાચારની 12/06/2013ને બુધવારની  “શતદલ”  પૂર્તિમાં આવેલ શ્રી સર્વેશ  પ્ર. વોરાનો આ લેખ આપ સૌ મિત્રોને વાંચવો અને વિચારવો ગમશે તેમ ધારી તેઓ બંનેના સૌજન્ય અને આભાર સાથે રજૂ કરેલ છે..

 

અન્તર્યાત્રા -ડૉ.સર્વેશ પ્ર.વોરા

શું મહાપુરુષો કટ્ટરતાના ઓશિયાળા હતા?

જે છોડને ઢોરઢાંખર ચરી જાય, જે રોપાને હવા કે વાવાઝોડાંના ઝોકા સહેલાઈથી ઉખેડી નાખી શકે એને સલામતી બક્ષવા માટે આજુબાજુ વાડની જરૃર પડે, પણ જેનાં મૂળ સાબૂત હોય અને વાડાની જરૃર ખરી? મહાપુરુષોના વિચારો કાળ કે ભૂગોળને પેલેપાર પણ આજે નક્કર, સચોટ અને પ્રસ્તુત લાગે છે એ કોને કારણે? જડતાભર્યા ઘેટાંછાપ અનુસરણ, કટ્ટરતા કે અંધ, ક્રૂર ઝનૂનને કારણે કે મહાપુરુષોની અંતર્નિહિત વૈચારિક સત્યની તાકાતને કારણે? શું મહાપુરુષોના વિચારો રાજકારણીઓ માફક રૃઢિચુસ્ત વફાદરો, જ્ઞાાતિવાદ, કટ્ટર સંસ્થાકરણના આશીંગણ હતા? અને જો એમ હોય તો વધારે વંદનીય કોણ? કટ્ટરતાની કિલ્લેબંધી કે મહાપુરુષોના મૌલિક વિચારો? મહાપુરુષો શું કિલ્લેબંધી કે મહાપુરુષોના મૌલિક વિચારો? મહાપુરુષો શું એટલા નિર્બળ હતા કે એમને ટકી રહેવા માટે જ્ઞાાતિ કે ટ્રેડયુનિયન જેવાં જડબેસલાક બંધારણની જરૃર પડે?
એક ભારે મહત્વની વાત બાબત આંકો ખુલી જાય તો ભલભલાં ચુસ્ત કહેવાતાં ‘ધાર્મિક’ સંગઠનોના પગ નીચેથી પાટિયું ખસી જાય. એ વાત આ છેઃ વિજ્ઞાાનની શોધ જે રીતે અન્યને ઉપયોગી થાય છે એ રીતે અધ્યાત્મ ક્ષેત્રની શોધ અન્યને ઉપયોગી થઈ શકતી નથી. મહાવીર, બુદ્ધ, શ્રીકૃષ્ણ, રમણ મહર્ષિથી માંડીને ઓશો રજનીશ સુધીનાની શોધ ભલેને શબ્દ દેહે સચવાઈ હોય, અન્ય સાધક માટે એ શોધ તો જ ઝળહળ જો એ શોધ એણે પોતીકી યાત્રાનાં શિખર રૃપે પ્રાપ્ત કરી હોય. એક પર્વતારોહકની પેઠે અધ્યાત્મયાત્રાના પથિકે પોતાનાં પગથિયાં પોતે જાતે ઊભાં કરવાં પડે છે. આ એવા શિખરે પહોંચવાની યાત્રા છે જેમાં પગથિયાં નથી, વધુ સ્પષ્ટ કહો તો એ ‘પાથલેસ પાથ’ છે, જેમાં રસ્તો છે જ નહીં. તમારે રસ્તો ઊભો કરવાનો છે. ના, મહાવીર, બુદ્ધ, કૃષ્ણ કે કોઈની કમાણી તમને કામ ના આવે.
કોઈકે કરેલી આધ્યાત્મિક કમાણીની બેંક ઊભી કરીને એનાં વ્યાજ પર આયખું વીતાવવાની ભયંકર જૂઠી ભ્રમણામાંથી ‘ધાર્મિક સંગઠન’ના ખોખલા વિચારનો જન્મ થયો. આ વિચારને સમગ્ર વિશ્વમાં અગણિત ગ્રાહકો મળ્યા. શા માટે ના મળે? વૈચારિક સંઘર્ષ વિના બાપદાદાની કમાણીને આધારે, વ્યાજને આધારે, બાપદાદાએ જમાવેલી ‘બ્રાન્ડ ઈમેજ’ને આધારે જલસા કરવા કોને ન ગમે?
શાળાજીવનમાં સંસ્કૃત પાઠયપુસ્તકનો અનુવાદ ગાઈડમાંથી બેઠો ગોખી મારી, પરીક્ષા પૂરતા ઉચ્ચ ગુણાંક મેળવનારા શૂરવીરોને હકીકતમાં સંસ્કૃતનાં બે કે ત્રણ વાક્યોના અનુવાદ પણ ન આવડે, કારણ કે ગાઈડની મદદ વિના અનુવાદ કરવાનું પ્રભુત્વ મેળવવાતો સખત પુરુષાર્થ કરવો પડે, છતાં આ બંદાઓ ‘સંસ્કૃતમાં પ્રથમ વર્ગ મેળવ્યો’ની જાત-છેતરપિંડી ઊભી કરી શકે. બસ, મહાપુરુષોના આધ્યાત્મિક નિષ્કર્ષોને આધારે બાહ્ય શિસ્તનાં ચોકઠા પર પ્રભુત્વ મેળવનારાઓ એટલે આવા ‘ગાઈડ-વીરો’!
અધ્યાત્મની દિશામાં એકમાત્ર પગલું પણ માંડવાની ઓખાત ન હોય એવા નમૂનાઓ બાહ્ય રૃઢિચુસ્તાની વફાદારીને આધારે ‘ધાર્મિક’ હોવાની ભ્રમણામાં રાચતા રહે!
વાડા, રૃઢિચુસ્તતા, કટ્ટરવાદની જરૃર નિર્બળ અને પાયા વગરના માણસોને રહે છે. કાળને જીતનારા વિચારોને કટ્ટરતાની હરગીઝ જરૃર પડતી નથી. ઉપનિષદ્ અને ગીતાનાં સભ્યો કઈ ‘બ્રાન્ડ-વ્યવસ્થા’ને આશ્રયે ટક્યાં છે?
તમે જે વાડા કે સંપ્રદાય કે સંગઠનની ‘બ્રાન્ડ’ના નશામાં ઝૂમી રહ્યા છો, એ સંગઠનએ કહેવાતા ધર્મના મૂળભૂત બારાખડી જેવા સિદ્ધાંતો એ સંપ્રદાયના સ્થાપક તરીકે જેનું નામ જપતાં તમે થાકતા નથી, એ સ્થાપકના મૂળભૂત સીધાસાદા વિચારોથી તમારી કટ્ટરતા અને તમારા ‘ધર્મચુસ્તો’ કેટલી હદે દૂર ચાલ્યા ગયા છો એ કદી વિચાર્યું છે?  કોઈક તો જાગો

 

Advertisements

One comment

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s