મમ્મીના બાબલાની વારતા…મનુ શેખચલ્લી

ગુજરાત સમાચાર 22, જાન્યુઆરી, 2013માં “ વાત વાતમાં ” કોલમમાં પ્રસિધ્ધ થયેલ મનુ શેખચલ્લીએ લખેલ “ મમ્મીના બાબલાની વાર્તા “ બંનેના સૌજનય અને આભાર સાથે પ્રસ્તુત છે.

મમ્મીના બાબલાની વારતા…મનુ શેખચલ્લી

‘મમ્મી! મમ્મી!”

”શું છે બેટા?”

”યાદ છે? હું બાલમંદિરમાં હતો ત્યારે બેસ્ટ ચાઇલ્ડ ઓફ ધ કિન્ડર-ગાર્ટન બની ગયો હતો!”

”યસ બેટા.”

”અને ફર્સ્ટ સ્ટાન્ડર્ડ પછી તો હું ડાયરેકટ ફીફ્થ સ્ટાન્ડર્ડમાં બેસી ગયો હતો!”

”મને ખબર છે બેટા.”

”એન્ડ મમ્મી સેવન્થ સ્ટાન્ડર્ડમાં તો મને ઓલ સેવન સબ્જેક્ટ્સમાં નાઇન્ટી પ્લસ માર્કસ મળ્યા હતા!”

”અફ કોર્સ બેટા, મને યાદ છે.”

”અને મમ્મી, ટેન્થમાં તો મેં સેવન સબ્જેક્ટ્સમાં સેવન ગોલ્ડ મેડલ જીતેલા! યાદ છે મમ્મી?”

”બિલકુલ યાદ છે.”

”ચોથા ધોરણમાં તો હું આખી સ્કુલનો સ્ટુડન્ટ સેક્રેટરી બની ગયો હતો!”

”યસ યસ…”

”અને સેવન્થ સ્ટાન્ડર્ડમાં હું આખી સ્કુલનો જીએસ હતો.”

”વાઉ! રાઇટ! વાઉ!”

”અરે, છેલ્લા ચાર વરસથી મને મોસ્ટ જીનિયસ સ્ટુડન્ટ ઓફ ધ યરનો એવોર્ડ મળે છે!”

”મળે જ છે ને!”

”હું મ્યુઝિક કોમ્પિટીશનમાં ફર્સ્ટ આવું છું, ડાન્સિંગમાં ફર્સ્ટ આવું છું, પેઇન્ટીંગમાં બેસ્ટ છું, સ્પોટ્ર્સમાં નંબર વન છું, જુડો કરાટેમાં હું બધાને હરાવું છું, ક્રિકેટમાં ચેમ્પિયન ઓફ ધ સ્કુલ છું, ઈન્ટેલિજન્સ ક્વીઝમાં મને કોઇ હરાવી શકતું નથી અને આખી સ્કુલના બધા સર અને ટીચર તો મારી હાજરીમાં ગેંગેં ફેંફેં થઇ જાય છે!”

”અફ કોર્સ થઇ જ જાય ને!”

”મમ્મી, મમ્મી… છતાં મને એક સવાલ થાય છે!”

”બોલને બેટા?”

”મમ્મી હું આટલો ગ્રેટ કેમ છું? હું બોર્ન જિનીયસ છું એટલે… કે મારો આઇક્યુ બહુ હાઇ છે એટલે?”

”ના. બેમાંથી એકે કારણસર નહિ.”

”તો?”

”તું આટલો ગ્રેટ ફક્ત એટલા માટે છે કે તારી મમ્મી આ સ્કુલની ટ્રસ્ટી, પ્રેસિડેન્ટ, અને પ્રિન્સીપાલ છે!”

(ખાસ નોંધ ઃ ઉપરના સંવાદને રાહુલ ગાંધીના ઉપ-પ્રમુખ બનવા સાથે કોઇ સંબંધ નથી.)
– મન્નુ શેખચલ્લી

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s