એક કડવો અનુભવ— મારાં બ્લોગર મિત્રોને વિશેષ તાકીદ !

એક કડવો અનુભવ— મારાં બ્લોગર મિત્રોને વિશેષ તાકીદ ! 

આપનો બ્લોગ ઉપર મૂકાયેલો લેખ અન્ય કોઈને પ્રસિધ્ધ કરવાની પરવાનગી આપતાં પહેલાં કેટલીક સ્પષ્ટતાઓ કરવી અનિવાર્ય ! આ વિષે મારો એક અનુભવ આપ સૌની જાણ માટે અત્રે રજૂ કરેલ છે.

મારાં એક બ્લોગર મિત્રએ મારાં બ્લોગ ઉપર પ્રસિધ્ધ થયેલ “ વૃધ્ધાવસ્થા ક્યાં વિતાવશો ? પરિવાર સાથે કે વૃધ્ધાશ્રમમાં ?તેઓ  સંકલન કરી એક પુસ્તક “ નિવૃતિનું વિજ્ઞાન “ નામે પ્રસિધ્ધ કરનાર હતા ત્યારે મારાં ઉપરોક્ત લેખને તે પુસ્તકમાં સમાવવા માટે મારી પરવાનગી ઈ-મેલ તથા ફોન ઉપર માંગેલ અને જે મેં સહર્ષ સ્વીકારી પરવાનગી આપેલી. આ લેખનું મથાળું તેઓએ બદલી “ કયાં રહેવું સારું ? વૃધ્ધાશ્રમમાં કે સંતાનોના ઘરમાં ? કરી  આજ સંદર્ભે લખાયેલ અન્ય લેખકો/બ્લોગર મિત્રોના લેખોનું સંકલન કરી “ નિવૃતિનું વિજ્ઞાન “પુસ્તકમાં સમાવેશ કરી પ્રસિધ્ધ કરવામાં આવ્યું.

પુસ્તક પ્રસિધ્ધ થયા પછી મને તેની પીડીએફ ફાઈલ દ્વારા મોકલવામાં આવ્યું અને સંભવ છે કે તમામ લેખકો/બ્લોગરોને પણ આજ રીતે પીડીએફ ફાઈલ જ મોકલવામાં આવી હશે ! આ પીડીએફ ફાઈલના સ્વરૂપે પુસ્તક મળ્યા બાદ મેં તેમને જણાવ્યું કે, મારી મોટી ઉમરે કોમ્પ્યુટર ઉપર આ પુસ્તક વાંચવા મારી આંખો સક્ષમ ના હોય મને પુસ્તકની  પ્રિંટ નકલ મોકલવા જણાવ્યું અને મને 3-4 પ્રતો મોકલવા વિનંતિ કરી. ઉપરાંત આ પુસ્તક જુદા જુદા લેખકો/બ્લોગરોના લેખોનું સંકલન  કરી એક સંકલિત પુસ્તક સ્વરૂપે પ્રસિધ્ધ થયેલું હોય તમામે તમામ લેખકો/બ્લોગરોને આ પુસ્તકની 3-4 પ્રતો મોકલવી જોઈએ તેવી મારી સમજણ છે, તેમ પણ મેં તેમને જણાવ્યું.

જેના જવાબમાં મને પ્રકાશકનું નામ અને ફોન નંબર મોકલવામાં આવ્યા અને પ્રકાશક પાસેથી પુસ્તક મેળવી લેવા સુચવ્યું, સાથે એમ પણ જણાવ્યું કે, તેમની માહિતિ પ્રમાણે આ પુસ્તકની તમામ નકલો વેંચાઈ ગઈ છે. અર્થાત,પ્રકાશક પાસેથી પણ મળવાની કોઈ સંભાવના નહિ હતી, જે વિષે તેઓ સભાન હતા.

આ કડવો અનુભવ આપ સૌ મિત્રો સાથે શેર કરી રહ્યો છું કારણ કે, હું નિયમિત રીતે બ્લોગ ઉપર મૂકાતા વિવિધ વિષયો ઉપરના અલગ અલગ બ્લોગર મિત્રોના અભ્યાસપૂર્ણ લેખો વાંચતો રહું છું અને  આવા લેખોનું સંકલન કરી કોઈકને પુસ્તક સ્વરૂપે પ્રસિધ્ધ કરી અને કમાણી કરવાની લાલચ  થવાની ભરપૂર શકયતા રહેલી છે ત્યારે પોતાના લેખો આ રીતે સંકલિત પુસ્તકમાં પ્રસિધ્ધ કરવાની પરવાનગી આપતાં પહેલાં, બ્લોગર મિત્રોએ પ્રસિધ્ધ કરનાર વ્યક્તિ પાસેથી, પુસ્તકની કેટલી નકલો વિના મૂલ્યે આપવામાં આવશે તથા અન્ય વિગતો વિષે નિખાલસતાથી સ્પષ્ટતાઓ મેળવી લેવી અનિવાર્ય લાગતી હોય આપ સર્વેને આ વિષે તાકીદ કરી રહ્યો છું, કે જેથી બાદમાં કોઈ પક્ષે મનદુઃખનું કારણ ના રહે ! એક વાત સ્પષ્ટ છે કે આ રીતે પુસ્તક પ્રસિધ્ધ કરનારને આર્થિક ફાયદો પણ થતો જ હોવાની ભરપૂર સંભાવના છે ત્યારે તે ફાયદામાંથી શેર ના કરે તો ચલાવી શકાય, પરંતુ પુસ્તકની 4-5 નકલો તો દરેક લેખકો/બ્લોગોરોને વિના મૂલ્યે મોકલવાનું ઉત્તરદાયિત્ત્વ તો આવી વ્યક્તિએ નિભાવવું અનિવાર્ય ગણાવું જોઈએ !

“ નિવૃતિનું વિજ્ઞાન “ નામે પુસ્તક પ્રસિધ્ધ કરનાર બ્લોગર મિત્રનું નામ દેખીતા કારણસર અત્રે જણાવ્યું નથી !

7 comments

  1. if you give me “ કયાં રહેવું સારું ? PDF formats

    thanks

    drpatel
    ===============

    “ કયાં રહેવું સારું ? વૃધ્ધાશ્રમમાં કે સંતાનોના ઘરમાં ? “ કરી આજ સંદર્ભે લખાયેલ અન્ય લેખકો/બ્લોગર મિત્રોના લેખોનું સંકલન કરી “ નિવૃતિનું વિજ્ઞાન “પુસ્તકમાં સમાવેશ કરી પ્રસિધ્ધ કરવામાં આવ્યું.

    Like

  2. અરવિંદભાઈ, હજી હમણા સુધી બ્લૉગ પર કૉપીના પ્રશ્નો હતા, હવે આ નવો સવાલ ઉભો થયો. કેટલાક તો પ્રસિદ્ધ સર્જકોનાં લખાણો રચનામાં ફેરફારો કરીને પોતાના ભાણામાં મૂકી દેતા જોવા મળ્યા છે….ઘણા સમય સુધી આવી ચોરીને નેટ પર જાહેર કરીને ચર્ચાઓ કરવામાં આવી…હવે તે કામ ઘટી ગયું છે તેના કારણમાં ૧) ચોરી ઘટી ગઈ હોય અથવા ૨) હવે એ ચર્ચાનો કોઈ અર્થ ન રહ્યો હોય…..તમારા અનુભવે લાગે છે કે, ચોરી ઘટી તો નથી જ…

    ઉપર રાજેશભાઈની કોમેન્ટ મુકાઈ છે તે જ સાચો ઉપાય જણાય છે !

    Like

  3. આ ઘણું અયોગ્ય વર્તન કહેવાય. એ મિત્રએ અહીં વાજબી ચોખવટ કે ક્ષમાયાચના કરવા જેટલી સદ્‍ભાવના દર્શાવવી જ જોઈએ. ચાલો આર્થીકપણે પરવડવાનો પ્રશ્ન ગણીએ અને ૩-૪ નકલ ન પોસાય તો ઓછામાં ઓછું એક પુસ્તક તો દરેક લેખ લખનાર મિત્રને મોકલાવવું જોઈએ. આટલો શિષ્ટાચાર ઇચ્છનીય છે. પણ આપનાં દ્વારા ઉજાગર કરાયેલા આ મુદ્દામાંથી અન્ય સૌને શિખામણ મળશે. એ વાત વાજબી છે કે પ્રથમથી જ ચોખવટ કરાવી લેવી કે સૌને કેટલી નકલ અપાશે.

    Like

  4. બૌદ્ધિક બદમાશી…જયવંતભાઈ તમારી વાત સાચી છે..મારા તો આખેઆખા લેખ પોતાના નામે ચડાવી બીજી ગુજરાતી સાઈટ પર બદમાશો મૂકી દેતા હોય છે..પણ હવે વાચકોને ખબર પડી જતી હોય છે કે એક ‘જુ’ મારવાની ક્ષમતા નાં હોય તે આવું કઈ રીતે લખી શકે? અરવિંદભાઈનાં લેખ એમના નામ વગર વાંચું તો પણ મને ખબર પડી જાય કે આ અરવિંદભાઈ સિવાય કોઈ લખી ના શકે. એમની એક આગવી સ્ટાઈલ છે.

    Like

  5. બૌદ્ધિક બદમાશી કરી તમારા એ મિત્રે. એક તો મફતમાં લેખ લઈ લીધો અને વળી પ્રકાશક દ્વારા નહીં તો કંઈ નહીં, પોતાના ખર્ચેય પુસ્તકની નકલ મોકલાવી શક્યા હોત. ખેર, હવે ધ્યાન રાખવું. આપનો આ અનુભવ બીજાને પણ કામ લાગશે.

    Like

Leave a reply to dinesh જવાબ રદ કરો