“ સ્ત્રીઓના એક ઉમદા મિત્ર—- ગાંધીજી “ “ ગાંધીજી કહે છે “કમનસીબ સ્ત્રીઓ પર બળાત્કાર કરનાર માણસોને તમે ઠાર કરો “

 

“ સ્ત્રીઓના  એક ઉમદા મિત્ર—- ગાંધીજી “   “ ગાંધીજી કહે છે  “કમનસીબ સ્ત્રીઓ પર બળાત્કાર કરનાર માણસોને તમે ઠાર કરો “

ભૂજ ( કચ્છ) થી પ્રસિધ્ધ “ શાશ્વત ગાંધી “ ના ડીસેમ્બર 2012ના પુસ્તક 15માં પ્રસિધ્ધ થયેલા “ સ્ત્રીઓના એક ઉમદા મિત્ર—- ગાંધીજી “ ના શિર્ષક સાથે હિમાંશી શેલતના લેખના, છેલ્લા બે ફકરા, હાલના પ્રવર્તમાન સંજોગોમાં બળાત્કાર વિરૂધ્ધ, કડક કાયદો બનાવવાની તથા ઓછામાં ઓછા સમયમાં બળાત્કારીને કડક અને ઉદાહરણ રૂપ સજા કરવા અંગે ચાલી રહેલા આંદોલન સાથે, ગાંધીજીના વિચારો વિષે આપ સૌ મિત્રોને જાણવું ગમશે તેમ ધારી, આપના પ્રતિભાવોની અપેક્ષા સાથે-તેઓ બંનેના સૌજન્ય અને સાભાર અત્રે રજૂ કરેલ છે.

“ સ્ત્રીઓની સમાનતા વિષે ગાંધીજી સ્પષ્ટ હતા. પતિને ગુરુ અને દેવનું પદ આપતાં વિવાહવિધિમાંથી બાદ કરવાનું સૂચવતા ગાંધીજી સ્રીઓના સૌંદર્ય વિષયક પરંપરાગત ખ્યાલોને એક ઝાટકે રદ કરી શકેલા. ટૂંકા કે કાપેલા વાળ રાખવાથી કડા કૂટ ઓછી થાય, મોહનું કારણ જાય, અને સધવા-વિધવાના ભેદ પણ તૂટી જાય, આવું ખોંખારીને ગાંધીજી જ કહી શકે !

સ્ત્રીઓ ગાંધીજી સાથે કોઈ પણ વિષયની ચર્ચા કરી શકતી. તીવ્ર બુધ્ધિમત્તા ધરાવતાં સરલાદેવી ચૌધરાણી ગાંધીજીને સતત કહી શકાય, એમ પત્રો લખતાં. એ પત્રોમાં એમના ભાવો નિખાલસતાથી વ્યકત થતા. ગાંધીજી એમને ઉપદેશ આપતા, અને સરલાદેવી એથી અકળાતા, તો ગાંધીજી એમને કહી શકતા કે, “તમે જ્યાં સુધી નિશાળે જતી બાળા જેવા રહો ત્યાં સુધી શિખામણ આપ્યા સિવાય બીજું શું કરું ? “ ગાંધીજી અને સરલાદેવીનો કંઈક વિશિષ્ટ કહેવાય એવો આત્મીય મૈત્રી સંબંધ ટકી શક્યો એનું કારણ પણ ગાંધીજીની વિશુધ્ધ લાગણીઓ.

જે સમયગાળા દરમિયાન સ્ત્રીઓ વધુ પડતાં બાળકોના જન્મને લીધે કષ્ટ વેઠતી તે વખતે ય ગાંધીજી સંયમનો મહિમા કરવાનું ચૂકતા નહિ. અનસુયાબાઈ કાળે સાથે આ વિષયની ચર્ચા ધ્યાન ખેંચે તેવી છે. પતિ-પત્ની સંતતિ નિયમનના સાધન કાયદેસર રીતે વાપરવાનું નક્કી કરે તેની સાથે થોડાં એવાં પણ હશે જે આ સાધનોનો અનીતિમય ઉપયોગ કરશે, ગાંધીજીના આ અભિપ્રાય સામે અનસુયાબાઈ ગર્ભપાત કરાવવા પડે એવી સ્થિતિમાં આવી પડેલી સ્રીઓની વિટંબણા રજૂ કરે છે. ગાંધીજી આની સામે પણ પ્રતિકારયુક્ત દલીલ કરે છે. અનસુયાબાઈ પૂછે છે: “ તમે નીચ માણસોને સજા વગર છોડી મૂકશો ? ગાંધીજી કહે છે: “ના, કમનસીબ સ્ત્રીઓ પર બળાત્કાર કરનાર માણસોને તમે ઠાર કરો “ અનસુયાબાઈ પૂછે છે, કે પુરૂષોને ગોળીએ મારશે કોણ ?  ગાંધીજી કહે છે કે, કાયદો પસાર કરાવો હું સાથ આપીશ. આમાં કોઈ સંમત નહિ થાય એમ જ્યારે અનસૂયાબાઈ કહે છે ત્યારે ગાંધીજીનો જવાબ છે: “ તો આપણી લઘુમતી થશે. પંદર કરોડ સ્ત્રીઓની, એક ગાંધી સમેત “

ગાંધીજીનો જવાબ સુચક છે જે જો બળાત્કારીને ઠાર મારવાની વાત ના સ્વીકારાય તો પોતાની જાતને પણ સ્ત્રી જાતિમાં સામેલ કરવા સમાવવા તૈયાર છે.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s