દિલ્હી બળાત્કારની રાજધાની – માત્ર સોનિયા ગાંધી અને શીલા દિક્ષિત જ સલામત ! ! !

દિલ્હી બળાત્કારની રાજધાની – માત્ર સોનિયા ગાંધી અને શીલા દિક્ષિત જ સલામત ! ! !

દિલ્હીમાં એક મેડીકલ છાત્રા ઉપર બસમાં પાંચ શખ્સોએ બળાત્કાર ગુજાર્યો અને સારાયે દેશમાં સ્વંયભૂ ભયંકર આક્રોશ ફાટી નિક્ળ્યો જે આજ દિવસો સુધી ચાલુ છે જે સ્પષ્ટ દર્શાવે છે કે, આ આંદોલન આપોઆપ સરકારની નિષ્ક્રિયતા તરફ અંગુલી નિર્દેશ કરે છે. આ નિંભર સરકારે આજ સુધી કોઈ ઠોસ પગલાં લેવાની જાહેરાત કરી નથી જે અત્યંત સુચક છે.

બળાત્કારીઓને કડક સજા કરવા-કરાવવા અને તે પણ ઓછામાં ઓછા સમયમાં સ્વંયભૂ પ્રગટેલું આંદોલન બરબાદ ના થાય તે જોવા યુવા જગતને ખાસ તાકીદ !

યાદ રહે ! આ રાજકારણીઓ આવા આપોઆપ ભભૂકતા જવાળામુખી ઠરી જાય ત્યાં સુધી ખેંચવામાં અદભૂત ચાલાક અને કુનેહ બાજ હોય છે તેમનાથી, તેમની વાતોથી ભોળવાઈ આંદોલન તેની ધાર ગુમાવી ના બેસે તે માટે યુવા જગતે સતત સતર્ક અને સભાન રહેવું અતિ આવશ્યક બની રહે છે નહિ તો, દેશે જોયું, કે ભ્રષ્ટાચાર વિરૂધ્ધ લોકપાલની માંગ સાથેનું અણ્ણા હજારેના આંદોલનનું કેવું સુરસુરિયું કરી નાખવામાં આવ્યું !

આ સ્વંયભૂ પ્રગટેલા જવાળામુખી/આંદોલનને વ્યવસ્થિત વળાંક આપી યોગ્ય દિશા તરફ લઈ જવા કેટલાક નમ્ર સૂચનો !

1.દેશના તમામ રાજકિય પક્ષોના બળાત્કારના આરોપવાળા સાંસદો અને ધારાસભ્યોના રાજીનામાં આપવાની માંગ અને ફરજ પાડવા પક્ષોના હેડ-ક્વાટર અને પક્ષના વડાના નિવાસ સ્થાને દેખાવો અને ઘેરાઓ.

2.બળાત્કારીઓને કડક અને સખ્ત સજા ઓછામાં ઓછા સમયમાં કરવા કાયદામાં સુધારા કરવા જરૂર હોય તો સંસદની “ ખાસ બેઠક “ બોલાવવા રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સમક્ષ માંગણી અને આ ના સંતોષાય ત્યાં સુધી તેમના નિવાસ સામે દેખાવો અને ધરણાં !

3 દેશભરના તમામ સાંસદો અને ધારાસભ્યો બળાત્કારીઓને સખ્ત અને કડક સજા માટેની માંગણી વિષે આમ જનતા સાથે સહમત થઈ આ માંગને બુલંદ બનાવે તેવી ફરજ પાડવી રહી ! આ માટે જરૂર પડ્યે તમામના નિવાસ સ્થાને દેખાવો અને ધરણા ! જેમ ગુજરાતના નવ-નિર્માણ આંદોલન સમયે ધારાસભ્યોના રાજીનામા મેળવવામાં આવ્યા હતા !

4.રાજકિય પક્ષો બળાત્કારના આરોપીઓને કોઈપણ કક્ષાની અર્થાત પંચાયતથી પાર્લામેન્ટ સુધીની ટિકિટૉ ના ફાળવી શકે તેમજ આવા તત્ત્વો કોઈ ચૂંટણી ના લડી શકે તેવી કાયદામાં જોગવાઈ માટે બંધારણ સુધારો કરવો પડે તો કરવો/ ચૂંટણીના કાયદા કે નિયમોમાં તે અંગે યોગ્ય સુધારો/ફેરફાર કરવો અનિવાર્ય બનાવવો જોઈએ !

5.કડક સજા એટલે જન્મટીપ કે ફાંસી નહિ પરંતુ દાખલા રૂપ બને તેવી કડક સજા થવી જોઈએ કે આવો અપરાધ કરવાનો વિચાર કરનાર વ્યક્તિ ધ્રુજી ઉઠે. આવા અપરાધીને તડપાવી તડપાવી મોતની ભીખ માંગતા કરવા જોઈએ.

6.ઉદાહરણ તરીકે આ તબક્કે મને એક હિન્દી ફિલ્મ “ જખ્મી ઔરત”ની યાદ આવે છે જેમાં ડીમ્પલ કાપડીયા નો જે રોલ છે તેમાં તેણી ઉપર 3 પૈસાદાર મા-બાપના વંઠેલા પુત્રો બળાત્કાર કરે છે અને અદાલત તેમને નિર્દોષ ઠરાવી છોડી મૂકે છે. ત્યાર બાદ ડીમ્પલ મરણીયા બની એક પછી એક ને પકડી પોતાના ડૉક્ટર મિત્રની સહાય વડે ઓપરેશન કરાવી આ ત્રણેને નપૂંસક બનાવી દે છે ! એવો જ એક કિસ્સો થોડા અલગ પ્રકારનો મેં એક ગુજરાતી નવલકથામાં વાંચેલો જેમાં ગુજરાતના બંદરેથી વહાણ દ્વારા વ્યાપાર અર્થે જતા માલસામાન કે વ્યાપારીઓને ચાંચીયાઓ લૂટી લેતા. આમાના કેટલાક પકડાયા અને તેમને ત્યારના મંત્રી સમક્ષ રજૂ કરવામાં આવતા મંત્રીશ્રીએ તેમને રાજના અતિથિ ગણાવી સરસ ખાતર બરદાસ્ત કરવા જણાવતાં લોકોને ખૂબ જ અચંબો થયો હતો. પરંતુ બીજે જ દિવસે લોકોએ જોયું તો આ ચાંચીયાઓ શહેરના માર્ગો ઉપર ઢ્સડાઈ ઢસડાઈને ખસી રહ્યા હતા એક પણ ઉભો થઈ શકે તેવી હાલતમાં નહિ હતો. આમ કેમ થયું ? તપાસ કરતા જણાયું કે મંત્રીશ્રીએ જે સજા કરેલી તેમાં આ લોકોને શરીર ઉપર મસાજ કરવાનું કહેવામાં આવેલું અને આ વિશિષ્ટ જાતની મસાજ ખાસ પ્રકારના અતિથિઓ માટે જ અનામત રહેતી. મસાજ દ્વારા કરોડ રજ્જુના મણકા એટલી હદે છુટા પાડી દેવામાં આવેલા કે કોઈ સ્થિર ઉભો જ ના રહી શકે અને જીવે ત્યાં સુધી ઢસડાઈને જ ખસવું પડે ! ( બળાત્કારીઓને આવી સજા થવી જોઈએ )

7. અંતમા, જો આંદોલનને તેના આખરી અંજામ તક પહોંચાડવું હોય તો કોઈ તોફાની તત્વોના કે રાજકારણીઓના હાથમાં સરી પડી અને હિંસક ના બની જાય તેની સતત તકેદારી રાખવી અનિવાર્ય છે.

અતમાં અહિંસા જેની રગે રગમાં વ્યાપી રહી છે તેવા ભારતીય નાગરિકો આટલી હિમત
અને મર્દાનગી દર્શાવી શકશે કે હજુ પણ આવી બાલીકાઓની યાતનાઓ મૂંગા મોઢે સહન કર્યા કરશે ? આ આંદોલન પરિણામ લક્ષી બનાવવું રહ્યું, નહિ તો આથી પણ વિષમ પરિસ્થિતિ આવનારા દિવસોમાં આમ જનતા માટે આ રાજ્કારણીઓ અને તેની ઓથ અને સંગાથે અસામાજિક તત્ત્વો નિર્ભય બની ઉભી કરતા અચકાશે નહિ !

Advertisements

8 comments

 1. વિરોધ પક્ષો જો શાસક પક્ષની વ્યાજબી ભૂલો અને ખરાબ શાસનનો વિરોધ કરી જો લાભ લે તો તો કશું ખોટું નથી. વિરોધ પક્ષોને તેમનું કામ કરવા દો. તેમના વિરોધની જેટલી ટીકા કરીશું તેટલી નહેરુવીયન શાસનની કમજોરીઓ વિસારે પડશે. જેઓ ઉત્તર ભારતના સામાન્ય સંસ્કારને જાણતા નથી તેઓ વિરોધ પક્ષની ટિકા કરશે. એક વાત સમજી લો, કે ઉત્તર ભારતની પોલીસ અને સામાન્ય પ્રજા પણ અજાણી મહિલાઓ પરત્વેના વર્તન પ્રત્યે સજ્જન નથી. ઉપાય ફક્ત એક જ છે કે સ્ટીંગ ઓપરેશનો નો મારો ચલાવવામાં આવે અને તેમને વીડીયો ક્લીપમાં આવા વિકૃત માનસ વાળી વ્યક્તિઓને પકડી પાડી જાહેર કરવામાં આવે. આવું કરવાથી વિકૃત માનસવાળી વ્યક્તિઓ ની સમાજને જાણ થશે. તેઓ શરમ અનુભવશે અને તેમના સંસ્કાર સુધારશે. કોલેજો ની આસપાસ વિકૃત ઇરાદાઓ સાથે ઘુમતા અસામાજીક તત્વોને તો સચોટ રીતે પકડી શકાય તેમ છે. વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓ જેઓ કોલેજના લેક્ચરોને બંક કરે છે તેમને આચાર્યોએ સીધા કરવા જોઇએ. અને આવા વિદ્યાર્થીઓને જે આચાર્ય સીધા ન કરી શકે તેવા આચાર્યોને વિદ્યાર્થીઓને મદદ કરવા બદલ જેલમાં પુરવા જોઇએ. જે શિક્ષણ પ્રધાન આવું ન કરી શકે તેને પણ જેલમાં પુરવો જોઇએ. સમાજમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ પોલીસનું છે એટલે જે પોલીસ તંત્ર, પ્રજાને સંતોષથાય તેવી કામગીરી ન બજાવી શકે તે પોલીસ કમીશ્નરને રુખસદ આપી દેવી જોઇએ. ગૃહ પ્રધાનની આ જવાબદારી છે.

  Like

 2. I do agree with Firoz Khan. Why Aravindbhai has not mentioned Mr Narendra Modi’s name? Bijal Joshi’s rape case in Ahmedabad , rape on Surat girl in the morning and many other rapes in Gujarat are under Six Crore gujarati’s masiha Mr. Modi. Modi could not do anything because in Bijal Joshi’s case involved people are sons of Gutka Kings…..big donors for BJP and Modi. In Surat case one culprit was son of police inspector.
  Congress/BJP or any other parties are sailing in the same boat. They are all same and shameless.

  Like

 3. દિલ્હીમાં બનેલા બનાવ માટે દેખાવો યોગ્ય જ છે પરંતુ આપણી બહારના લોકો “શું શા પૈસા ચાર” માં કિંમત કરે છે તેવા લોકો આને ગુજરાતીઓના મગરના આંસુ કહે છે. અમદાવાદની બીજલ જોશી કે સુરતની સવારે ટ્યુશનપર જતી બાલિકા પર જે બળાત્કાર થયો અને એવા તો બીજા ઘણા કિસ્સાઓ ગણાવી શકાય એમ છે. છ કરોડના ધણીનું કેમ ત્યારે પેટનું પાણી નાં હાલ્યું? બીજલ ઉપર બળાત્કાર કરનારા ગુટકા કિંગના છોકરાઓ છે એટલે? આ બધા રાજકારણીઓ તો ગીધડા જેવા હોય છે, શબની રાહ જોઈને તૂટી પડવા બેઠા હોય છે. કયું ગીધ ક્યાં પક્ષનું છે તે કોઈ જોતું નથી. બધા મહેફિલ માણે છે. આપણી ગુજરાતની પ્રજા આરંભે શુરા જેવી છે.

  Like

  1. Dear Vipulbhai and Vallabh Patel bhai,

   Thanks for your agreement with my views. Unfortunately there are two things involved here in this discussion. Some are anti-Nehruvian and Congress and some are blind followers of opposition and Namo. They don’t see anything wrong in them. This is a case of ‘Us’ v/s ‘They.’

   As for Guajaratis with my years of observation I can say one thing. Any single Gujju is very fearfu and ‘Baat Bahadur.’ But when they are in group, I mean in numbers they become ‘shoorvirs.’ We love ‘Mobocracy’ and not the ‘Democracy.’

   Like

 4. The latest news is Ramdev, the Yoga merchant and Arvind Kejriwal, the politician have joined it. These people never miss an opportunity. They ranked opportunists.

  I am not in favour of death sentence. Cut off their penises and leave them to live the rest of their lives.

  Why did you mention the names of two women Sonia Gandhiand Sheela Dixit? Is it your anti-Congress feelings? Come on, You are a Blogger and I believe you should be impartial and balanced.

  Like

  1. Sir Firoz Khan,
   No question of anti Congress, both are ladies and both are Head of Governments of DELHI AND INDIAN GOVT. SO BOTH ARE SAFE…AS UNDER SECURITY..BUT OTHERS- PEOPLE ARE SUFFERRING, as NO such PROTECTION or safety for them.

   YOU ARE OR MAY BE RIGHT ABOUT BABA RAMDEV (yoga merchant) AND ARVIND KAJRIWAL, BUT ITS ONE MAN’S READING OR OBJERVASION, WHEN HISTORY WILL BE WRITTEN AFTER LIFE, OUR GENERATIONS WILL FIND FACTS, BUT AT PRESENT ANY ONE STAND FOR PEOPLE IS RESPECTED AND FOLLOWED, WHEN GOVT. IS NOT CONTROLLING; THEY STAND BY PUBLIC AND PUBLIC FIND SAVIOURS. WE AND ALL KNOW … ALL THESE ARE POWER GAMES. Charges against all politicians are not correct? How they get in short time? Public is helpless and if any one COME-OUT, PEOPLE DREAM HOPE…..WE DON’T KNOW, ONLY ALLAH KNOWS, SORRY TO COMMENT,

   Like

   1. Prafulbhai,
    First of all you need not feel sorry for your comments. The history of Jana Andollan has proved without any doubt that whenever any politician (s) join it they highjacked it. The very recent example is that of Anna Hazare’s andolan against corruption and for Lok Pal.

    Ramdev and Kejriwal joined this andolan not because they love or care for the people. They joined it because both have turned in to politicians and they want bases for their new political parties. Both of them are using this andolan to solidify their positions in the public.

    Here in the USA, Canada and other European countries we had this year ‘Occupy’ movement by the people. Soon it spreaded in almost every country of the world. What happened? Politicians joined and killed it.

    I am a Sr. Journalist based at Canada and watch day to day progress of any public movement. in India the TV is playing wide role not because it cares for the public. Yes, it certainly cares for its TRP. The more TRP the more income.

    People are demanding death penalty for Rapists. I have my own opinion. Don’t hang them. Just cut off their penises and leave them to rotten for the rest of their lives.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s