લાડ પ્યારનો અતિરેક ક્યારેક જીવલેણ બની શકે છે–સંજય વોરા-દિવ્ય-ભાસ્કર 19-12-2012 બુધવાર

દિવ્ય-ભાસ્કરની 19/12/2012ની બુધવારની આવૃતિમાં પ્રસિધ્ધ થયેલ શ્રી સંજય વોરાનો લેખ હાલના પ્રવર્તમાન સમયમાં બાળ-ઉછેર વિષે વિચારણીય મુદા ઉપસ્થિત કરતો હોઈ આપ સૌને વાંચવો ગમશે તેમ ધારી બંનેના આભાર અને સૌજન્ય સાથે મારાં બ્લોગ ઉપર રજૂ કરેલ છે

લાડ પ્યારનો અતિરેક ક્યારેક જીવલેણ બની શકે છેસંજય વોર-દિવ્ય-ભાસ્કર 19-12-2012 બુધવાર

 

બાળ ઉછેરનું વિજ્ઞાન: બાળકની બધી જીદને વિચાર્યા વિના સંતોષનારાં મા-બાપબાળકનાં હિતશત્રુ છે

થોડા સમય પહેલાં મુંબઇમાં એક જ સપ્તાહમાં ચાર કિશોરોએ આપઘાત કરીને પોતાની જિંદગીનો અંત આણ્યો. આ ટીનએજરો ઉપર આફતના એવા કોઇ પહાડો નહોતા તૂટી પડ્યા કે તેમણે આપઘાત કરીને પોતાનું જીવન સમાપ્ત કરવું પડે. તેમાંના એક બાળકને તેના મમ્મી-પપ્પાએ ૩૦૦ રૂપિયાની કિંમતનો ડ્રેસ ખરીદી આપવાની ના પાડી હતી તો બીજાને તેનો ફેવરિટ ટીવી પ્રોગ્રામ જોવાની ના પાડવામાં આવી હતી. કોઇ બાળક મા-બાપના ઠપકાથી માઠું લગાડી આપઘાત કરે છે તો કોઇને મા-બાપ તેનું માનીતું રમકડું આપવાની ના ભણે ત્યારે તે આપઘાત કરવા પ્રેરાય છે. આવાં ક્ષુલ્લક કારણોસર બાળકો આપઘાત કરે છે તેના મૂળમાં મા-બાપના લાડપ્યારનો અતિરેક હોય છે.

જે બાળકની ટીવી જોવાની જિદ પૂરી ન થવાને કારણે તેણે આપઘાત કર્યો તેનાં મા-બાપો કદાચ ગુનાઇત લાગણી અનુભવતા હશે. મા-બાપનો વાંક તેને ટીવી ન જોવા દીધું એ નથી પણ બાળકના મનમાં એની ભાવના ઘર કરી જાય કે તે જે માંગે એ તેને મળવું જોઇએ, તો તે બાળકના ઉછેરમાં રહી ગયેલી ખામી છે. બાળમાનસના નિષ્ણાતો પણ હવે કહે છે કે મા-બાપ પાસે ગમે એટલી ધનદોલત હોય તો પણ તેમની પ્રત્યેક માંગણી તત્કાળ પૂરી કરવાની ભૂલ તો કદાપિ કરવી જોઇએ નહીં. બાળકની અમુક ગેરવાજબી માગણી તો તાત્કાલિક મક્કમતાથી ઠુકરાવી દેવી જોઇએ અને જે વાજબી માંગણી હોય તે પૂરી કરવામાં પણ સમય લેવો જોઇએ. આમ કરવાથી બાળકમાં ધીરજનો અને વસ્તુઓ વગર ચલાવવાનો ગુણ આવશે, જે તેના ભવિષ્યના જીવન માટે ખૂબ જરૂરી છે.

આજનો કાળ નાના પરિવારનો છે. મધ્યમવર્ગના પરિવારમાં પતિ અને પત્ની બંને નોકરી કરતાં હોય ત્યારે બે કરતાં વધુ બાળકોને જન્મ આપવો અને તેમનો ઉછેર કરવો લગભગ અશક્ય બની ગયું છે. અમુક પરિવારમાં તો માત્ર એક જ બાળક હોવાથી તેનું મહત્વ ખૂબ જ વધી જાય છે. આજે દેશમાં સમૃદ્ધિ વધી રહી છે અને તેના કરતાં વધુ ઝડપથી દેખાદેખી વધી રહી છે. અન્ય બાળક પાસે કોઇ સારી ચીજ જુએ ત્યારે આપણું બાળક પણ તે ખરીદી આપવાની જિદ કરે છે. ઘણાં મા-બાપો પણ એવા ગલત ખ્યાલમાં રાચતા હોય છે કે બાળક જે વસ્તુની માગણી કરે એ જો આપણને પરવડતી હોય તો તેને અપાવવી જ જોઇએ. તેઓ બાળકોને ફટવે છે.

મધ્યમવર્ગનાં કેટલાંક મા-બાપો પોતાની શક્તિની ઉપરવટ જઇને પણ બાળકોની બધી જિદ પૂરી કરે છે. આ કારણે બાળકના મનમાં પણ સંકલ્પ પેદા થાય છે કે તે જે કોઇ ચીજ માગે એ તેને મળવી જ જોઇએ. બાળક કોઇ ચીજની જિદ કરે ત્યારે મા-બાપે પહેલાં તો એ વિચારવું જોઇએ કે બાળકને ખરેખર આ ચીજની જરૂર છે કે કેમ ? બાળકને કોઇ ચીજની ખરેખર આવશ્યકતા હોય અને મા-બાપ પાસે બજેટમાં તેની જોગવાઇ હોય તો પણ આ ચીજની ખરીદી માટે એમણે બાળક સામે કોઇ શરત મૂકવી જોઇએ. દાખલા તરીકે તેને કહેવું જોઇએ કે તને પરીક્ષામાં આટલા માકર્સ આવશે કે તુ અમુક વસ્તુ કરીશ ત્યારે જ તને આ ચીજ મળશે.આ રીતે બાળકને કોઇ પણ ચીજની પ્રાપ્તિ માટે મહેનત કરવાની ટેવ પાડવી જોઇએ, જેથી તેને આ ચીજની કિંમત સમજાય. જે ચીજની જરૂર ન હોય અથવા જે ચીજનું બજેટ ન હોય તેના માટે સ્પષ્ટ ના પાડવી જોઇએ અને તેનું કારણ પણ બાળકને સમજાવવું જોઇએ. બાળકને ‘ના’ સાંભળવાની પણ ટેવ પાડવી જોઇએ.

કદાચ મા-બાપની ના સાંભળી બાળક રિસાઇ જાય કે ધમપછાડા કરે તો તેની ચિંતા કરવી ન જોઇએ. મા-બાપ જો ના પાડ્યા પછી બાળકની જિદથી કંટાળી નમતું જોખે તો બાળક મા-બાપની આ નબળાઇનો લાભ ઉઠાવતું થઇ જાય છે. આ બાબતમાં મા-બાપ વચ્ચે પણ સમજુતી હોવી જોઇએ. મમ્મી જે ચીજની ના પાડે તે ચીજની સંમતિ પપ્પાએ કદી આપવી જોઇએ નહીં. બાળકો પપ્પા-મમ્મી વચ્ચે ઝઘડો કરાવીને પોતાનું કામ કઢાવી લેવાની કળામાં નિષ્ણાત હોય છે.

આજના ગમે તેટલાં શ્રીમંત મા-બાપો પણ પોતાનાં બાળકોની બધી જિદ પૂરી કરી શકે એ સંભવિત જ નથી. બાળક ટીવી જોતું હોય ત્યારે તેમાં જેટલી ચીજની જાહેરાત આવે એ તેને ખરીદવી જ હોય છે. બાળકોની માગણીઓ અમર્યાદિત હોય છે પણ મા-બાપનું બજેટ તો મર્યાદિત જ હોય છે. નોકરી કે વ્યવસાયમાં રચ્યાપચ્યાં રહેતાં મા-બાપો પોતાના બાળકોને જોઇએ એટલો સમય તેમની માટે ફાળવી શકતાં નથી. આ કારણે તેઓ સતત ગુનાઇત લાગણીથી પીડાતાં હોય છે. આ લાગણીથી બચવા માટે પણ તેઓ બાળક જે માગે એ તેને અપાવી દેતાં હોય છે.

બાળક લેટેસ્ટ મોડેલનો મોબાઇલ માંગે તો તેને મળી જાય છે. તેને પોકેટ એક્સપેન્સ આપવાને બદલે ડેબિટકાર્ડ જ આપી દેવામાં આવે છે, જેમાંથી તે ચાહે ત્યારે ચાહે તેટલા રૂપિયા કઢાવીને વાપરી શકે છે. આ રૂપિયાનો મા-બાપ હિસાબ પણ માગતા નથી, કારણ કે તેમને બધું પરવડે છે. આ પ્રકારનાં મા-બાપો છેવટે પોતાનાં સંતાનોના જ દુશ્મન બને છે, કારણ કે હાથમાં બેફામ રૂપિયા આવવાને કારણે તેઓ અનેક જાતનાં દૂષણોનો ભોગ બને છે. શ્રીમંત મા-બાપે ક્યારેય એ ન ભૂલવું જોઇએ કે બાળકને આપવામાં આવતા રૂપિયા કદી તેમના માટે આપવાના સમયનો પર્યાય બની શકતા નથી.

 

આ સાથે મારાંબ્લોગ ઉપર મે,2009માં મોકેલ લેખ “ બાળપણઆશીર્વાદ કે અભિશાપ “ પણ સાથે વાંચવા વિનંતિ લીંક નીચે આપી છે.

<a href="https://arvindadalja.wordpress.com/%e0%aa%ac%e0%aa%be%e0%aa%b3%e0%aa%aa%e0%aa%a3-%e0%aa%86%e0%aa%b6%e0%ab%80%e0%aa%b0%e0%ab%8d%e0%aa%b5%e0%aa%be%e0%aa%a6-%e0%aa%95%e0%ab%87-%e0%aa%85%e0%aa%ad%e0%aa%bf%e0%aa%b6%e0%aa%be%e0%aa%aa/&nbsp;

આ ઉપરાંત નીચેનો લેખ પણ વાંચવા વિનંતિ January 9, 2010

બાળકો ( ટીન એજર ) ની હતાશા/તનાવ અને આત્મહત્યા vis-à-vis મા-બાપની આધુનિક જીવન પધ્ધતિ ?? !! ??

લીંક https://arvindadalja.wordpress.com/2010/01/09/%e0%aa%ac%e0%aa%be%e0%aa%b3%e0%aa%95%e0%ab%8b-%e0%aa%9f%e0%ab%80%e0%aa%a8-%e0%aa%8f%e0%aa%9c%e0%aa%b0-%e0%aa%a8%e0%ab%80-%e0%aa%b9%e0%aa%a4%e0%aa%be%e0%aa%b6%e0%aa%be%e0%aa%a4%e0%aa%a8%e0%aa%be/

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s