આગાહી !

આગાહી !

“ સ્વરાજય આજે જ કે લાંબા વખત સુધી પણ ચાલુ રાજય કરતાં બહુ સારું હોવાનું નથી, એટલું આપણે સૌએ જાણી રાખવું જોઈએ. સ્વતંત્ર થઈશું તેની સાથે જ ચૂંટણીમાં રહેલા બધા દોષો, અન્યાય. શ્રીમંતોની સત્તા ને જુલમ તેમ જ વહીવટની બીન આવડત એ બધું આપણી ઉપર ચડી બેસવાનું, અને આ જંજાળ લ્યાંથી આવી પડી એમ પણ લાગવાનું. લોકો અફસોસની સાથે ગયા દહાડા યાદ કરશે કે આ કરતાં તો પહેલાં વધારે ન્યાય હતો. આ કરતાં વહીવટ સારો હતો. શાંતિ હતી. અમલદારોમાં ઓછાવત્તા પ્રમાણમાં પ્રામાણિકતા પણ હતી. લાભ એટલો જ થયો હશે કે એક જાતિ તરીકે આપણે માથેથી અપમાન અને ગુલામીનું કલંક ઉતરશે. આખા દેશ્માં કેળવણીનો પ્રચાર કરીએ તો જ આશા છે……. નહીં તો સ્વરાજ એ ધનસત્તાના ઘોર અન્યાયો અને જુલમનો ભરેલો એક નરક આવાસ છે.” —– રાજાજી

( આજથી નેવું વર્ષ પહેલાં 1921-1922માં અસહકાર આંદોલન વખતની રાજાજીની જેલ ડાયરીમાંથી રજૂઆત: મોહનભાઈ દાંડીકર, ભૂમિપુત્ર 16-11-1997માંથી‌ ) “ શાશ્વત ગાંધી “ નામના ભુજ ( કચ્છ) માંથી પ્રગટ થતાં સામાયિકના ઓગષ્ટ 2012માં પ્રસિધ્ધ થયેલ અંકમાંથી તેમના સાભાર સૌજન્ય સાથે.

આજના સંદર્ભમાં આ ” આગાહી ” જાણે શબ્દશઃ યથાર્થ ઠરી રહેલી જણાય છે, ખરું ને ?

Advertisements

One comment

  1. રાજાજી એ એક સ્વતંત્ર પક્ષ સ્થાપેલો. ભાઈલાલભાઈ પટેલ (ભાઈકાકા) તેના ગુજરાતના નેતા હતા. તેમણે કહેલું કે જો આ વકહ્તે કોંગ્રેસને નહીં હઠાવો તો બહુ મોડું થશે અને ફરીથી આવો સમય નહીં આવે. વખતની નહેરુવીયન કોંગ્રેસે બધીજ જાતના ગાલી પ્રદાન કરી, જ્ઞાતિવાદને ઉશ્કેરી બહુ પાતળી બહુમતિ મેળવી. તે પછી ઈન્દીરાગાંધી એ પોત પ્રકાશેલ. તેથી જનતા મોરચો સત્તા ઉપર પાતળી બહુમતિ થી આવેલ. આ પાતળી ને તોડવી ઈન્દીરા ગાંધી ની સામદામ અને ભેદની દંડ નીતિમાટે ડાબા હાથ નો ખેલ હતો. અને તેથી ૧૯૮૦થી ૧૯૯૫ સુધી નિરંકુશ રીતે અગાઉની ૧૯૭૧થી ૧૯૭૫ની જેમ રાજ કરેલ. ને ગુજરાતને પણ દેશની જેમ ખાડે નાખેલ. એટલે હવે અને શૈલી રાજકારણીઓ સાથે એવી લાગી ગઈ છે કે રાજકારણમાં બધું જ ચાલે. જે જીત્યો તે જ ખરો.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s